અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિગર ટંકારવી/રૂપ છે, રંગ છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રૂપ છે, રંગ છે|જિગર ટંકારવી}} <poem> ફૂલ છે, ગંધ છે, રૂપ છે, રંગ છે,...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, પૃ. ૪૫)}}
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, પૃ. ૪૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિગર ટંકારવી/બહુ વાર લાગી | બહુ વાર લાગી]]  | પ્રેમ-મોતી પામતાં, બહુ વાર લાગી,]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર મોદી/વચ્ચે હું ઊભો | વચ્ચે હું ઊભો]]  | રંગ, નભ, માહોલ વચ્ચે હું ઊભો  ]]
}}

Latest revision as of 11:42, 23 October 2021


રૂપ છે, રંગ છે

જિગર ટંકારવી

ફૂલ છે, ગંધ છે, રૂપ છે, રંગ છે,
એક મોસમ સમું તારું આ અંગ છે.

થાય હળવું મિલન આપણું ક્યાં પછી?
આજ વાતાવરણ કેટલું તંગ છે!

તોય છોડે નહીં પુષ્પ ફોરમ કદી,
જન્મસોતો મળ્યો શૂળનો સંગ છે.

જ્યાં સુધી શ્વાસની આવજા ખોળિયે,
ત્યાં સુધી ભૂખ ને પ્યાસનો જંગ છે.

આજ ઊભો હતો હું જ મારી સમક્ષ,
આયનો પણ મને જોઈને દંગ છે.
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, પૃ. ૪૫)