અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/કાગડો મરી ગયો...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાગડો મરી ગયો...|રમેશ પારેખ}} <poem> સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૨૭૦-૨૭૧)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૨૭૦-૨૭૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =નીકળે | |||
|next = ન થયા | |||
}} |
Latest revision as of 12:06, 23 October 2021
કાગડો મરી ગયો...
રમેશ પારેખ
સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો.
નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો.
આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું સિદ્ધ એ કરી બતાવ, કાગડો મરી ગયો.
શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો?
ગમે તે અર્થ તું ઘટાવ, કાગડો મરી ગયો.
શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો.
અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને — કાંવ...કાંવ કાગડો મરી ગયો.
સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.
લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ : ‘કાગડો મરી ગયો’…
રમેશ આમ કાગડાની જેમ તું કરાંજ મા…
You stop…stop…stop…now કાગડો મરી ગયો.
(છ અક્ષરનું નામ, પૃ. ૨૭૦-૨૭૧)