પ્રતિપદા/૧૩. બાબુ સુથાર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 111: | Line 111: | ||
પુનિયા ટપાલીના? | પુનિયા ટપાલીના? | ||
મને હજી કંઈજ સમજાતું નથી | મને હજી કંઈજ સમજાતું નથી | ||
</poem> | |||
'''ઘરઝુરાપો : ઊથલો બીજો /૮ ''' | |||
<poem> | |||
કોઈ ઘોડા પર તો કોઈ હાથી પર | |||
તો વળી કોઈ નોળિયા પર | |||
તો કોઈ ફણિધર પર | |||
જે કંઈ જનાવર હાથ લાગ્યું | |||
એના પર અસવાર થઈને | |||
આવી રહ્યા છે ધૂળના પહાડો | |||
આથમણેથી. | |||
બાપા પતરાં જડી રહ્યા છે | |||
સીસાના વાઈસર અને લોઢાના ખીલાથી. | |||
બા વાડામાંથી કપડાં ઘરમાં લાવી રહી છે. | |||
ભેંસો પણ ઊડી જાય એવું ઝુકોટ આવી રહ્યું છેઃ | |||
એક કહી મહાસુખકાકા | |||
એમની ભેંસોને કોઢમાં | |||
લઈ જઈ રહ્યા છે. | |||
પાંદડાં હલે એમ ડાળીઓ | |||
ડાળીઓ હલે એમ વૃક્ષો | |||
અને વૃક્ષો હલે એમ માણસો | |||
હલી રહ્યાં છે. | |||
આજે મશાંણની તળાવડીનાં પાણી | |||
મગાકાકાની દાંતી જેટલાં ઊંચે ન ચડે તો મને કહેજોઃ | |||
એમ કહીને ભગલો | |||
કપાળે નેજવું કરી | |||
આથમણી દિશામાં જોઈ રહ્યો છે. | |||
પોતપોતાની મુઠ્ઠીમાં સમાય એટલું ફળિયું લઈને | |||
ટાબરિયાં પાછાં ઘેર આવી ગયાં છે, | |||
જોડેવાળા હિરાભાઈ | |||
પડાળ પરથી ડોડા ઉતારી રહ્યા છે. | |||
ટેકરે રહેતો કંસારો | |||
પછેડીમાં એનું ઝૂંપડું બાંધીને | |||
મુખીને ઘેર મૂકી આવ્યો છેઃ | |||
જાળવજો બાપા, ક્યાંક ઊડી ન જાય મારું છાપરું. | |||
ચિતરેલી ફાનસો પણ આજે તો બુઝાઈ જશે | |||
એવું લાગે છે. | |||
અલ્યો સાંચીવાળો ચ્યાં મરી જ્યો? | |||
જાને ભૈ, કૂકડો વધેરી આથમે ગાંમછેડે, | |||
ગંભીરદાદા હૂકામાં | |||
અરબી સમુદ્રને | |||
વલોવતા બોલે છે. | |||
જોત જોતામાં | |||
અદૃશ્ય હાથોથી વીંઝાતી તલવારો | |||
ગામમાં પ્રવેશે છે. | |||
લૂગડું ફાટે એમ ઝાડવાં ફાટવા લાગે છે, | |||
ફરફરિયું ફરે એમ ઘર ફરવા માંડે છે, | |||
કાચબા પગ સંકોચે એમ | |||
દાંતી અને ડુંગરા | |||
તળિયાં અને ટોચ સંકોચીને | |||
બેસી ગયાં છે. | |||
બાપાએ પતરાંને મારેલા બખિયા | |||
ઊખડું ઊખડું થઈ રહ્યા છે, | |||
ઢોર બાંધવાના ખીલા | |||
ભોંયમાંને ભોંયમાં | |||
રવેડીની જેમ | |||
ફરી રહ્યા છે. | |||
મંદિરની ધજાઓ | |||
દેવોનાં સામ્રાજ્યોને | |||
ખભે બેસાડીને | |||
ઝમઝરના૨ ચોથા માળે | |||
ચાલી જાય છે. | |||
કૂવામાંનાં જળ | |||
ખિસકોલીની જેમ | |||
આગલા બે પગ ઊભા કરીને | |||
આથમણી દિશાની સામે | |||
ટટ્ટાર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે, | |||
મશાંણની તળાવડી દોટ મૂકતીકને | |||
મગાકાકાની દાંતીએ ચડી જાય છે | |||
અને ચણાની જેમ ગબડતી | |||
પાછી આવી જાય છે | |||
મશાણમાં. | |||
ગામમાં, ગલીઓમાં, નવેરામા, નળિયાંમાં, | |||
શેણી-વિજાણંદની વારતામાં | |||
ને ભાઈ-બહેનના હેતમાં૩ | |||
ધૂળનાં વહાણો ફરવા લાગ્યાં છે. | |||
ક્યાંક પણ દેખાતું નથી મનેખ. | |||
પણ એક કીડી સામી છાતીએ | |||
ઝુકોટની સામે જઈ રહી છે. | |||
એને જોતાં જ ઝુકોટનો | |||
અહમ ઓગળવા માંડે છે. | |||
બાપા હવે પાછાં પતરાંને | |||
બરાબરનાં ફીટ કરી દેશે, | |||
બા ફરી એક વાર વાડામાં | |||
વળગણીએ લૂગડાં સૂકવશે, | |||
દેવો પાછા પોતપોતાના મંદિરે | |||
ધજાઓ લઈને પાછા ફરશે, | |||
ધૂળનો એક એક કણ હવે | |||
સતયુગનાં ચોઘડિયાંનો | |||
મુગટ પહેરશે. | |||
</poem> | </poem> |
Revision as of 11:19, 15 July 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. ઘરઝુરાપો – કાવ્યગુચ્છમાંથી
ઘરઝુરાપો : ઊથલો પહેલો /૩
પહેલા વરસાદની સોડમ
અને હું
બેઠાં છીએ
એકબીજામાં
આરપાર.
વરસાદના પહેલા છાંટાથી જ
ધૂળ ચાળણી જેવી થઈ ગઈ છે.
પથ્થરોને અળાઈયો ફૂટી નીકળી છે.
હમણાં જ મેઘો ખાંગો થશે,
નળિયે નળિયે નદીઓ છલકાશે,
નેવે નેવે રેંલ્લા દોડશે,
ફળિયે ફળિયે સાત સાત તરીલે બળદ
પાણી તાણશે.
ઘેર ઘેર મોભ ડીલ ભરીને નાશે.
ભીંત પર,
વૃક્ષોનાં થડ પર,
પાળિયે પાળિયે
પાણીના રેલા
ઈશ્વરના પૂર્વજોના
હસ્તાક્ષર બનીને
ઊઘડશે
પછી મેઘો થોભશે,
આકાશ ઊઘડશે,
બાની હથેલી જેવું,
વૃક્ષોનાં થડ,
એમની ડાળીઓ,
એમની પાંખડીઓ,
એમનાં પાંદડાં પર
સૂરજ ગોળમટાં ખાશે,
ઘેરે ઘેર ટોડલે ટોડલે મોર ટહૂકશે,
ફળિયે ફળિયે ઢેલ
નવોઢા બનીને માથે બેડું મૂકી
પાણીએ સંચરશે
વૈતરણી નખ જેવડાં તળાવ બનીને
ઢોળાઈ જશે થોરના લાબોળિયે લાબોળિયે.
જીવ અને શિવને
એક સાથે
આઠમ અને અગિયારસ બેસશે,
મંકોડાઓની પીઠ પર
ચાંદો ઊગશે
અને અળસિયાં
માથે મુગટ
ડીલે જરકશી જામા પહેરીને
બહાર નીકળશે.
આજે ન થવાનું થશે.
આજે પહેલા વરસાદની સોડમ
અને હું
બેઠાં છીએ
એકબીજામાં
આરપાર.
ઘરઝુરાપો : ઊથલો બીજો /૪
પુનિયા ટપાલીને
અંગ્રેજી સરનામાં વાંચી આપતો હતો એમ
વાંચવા ગયો એક ખરી પડેલા પાંદડાંને
અને એ સાથે જ
હું તો બની ગયો
પરોણો સપ્તર્ષિનો.
અત્રી અને અનસૂયાએ મને આવકાર્યો,
ભારદ્વાજથી ઊભા થવાતું ન હતું
તો પણ એ ઉંબરા સુધી આવીને
મને ભેટી પડ્યા,
ગૌતમે કહ્યું, ‘મેં તારું ‘અથાતો ઇલિકાજિજ્ઞાસા૧’ વાંચ્યું છે,
જેમ આઈ કૂવાને જળ પૂરું પાડે
એમ કવિતા શબ્દને
શબ્દ મનુષ્યને
અને મનુષ્ય ઈશ્વરને
આવરદા પૂરો પાડતો હોય છે.’
હું શું બોલું?
જમદાગ્નિ તો તાજું જળ લેવા નદીએ ગયેલા હતા
એટલે ન મળ્યા.
કશ્યપને ત્યાં મહેમાન હતા
એટલે મેં એમને હેરાન ન કર્યાં.
વસિષ્ઠ તો મને જોતાં જ ગળે વળગી પડ્યા અને બોલ્યાઃ
તું જ મારા સાતમા મંડલનો ખરો વારસદાર.
મેં મારા કૂળઋષિની ચરણરજ સાથે ચડાવી કહ્યુંઃ
ભગવન્, મારી ભાષાને સતમાર્ગી બનાવવા
આપની ચરણરજને હું પૃથ્વી પર લઈ જાઉં?
ભગવન્ કંઈ ન બોલ્યા.
વિશ્વામિત્રને તો હું
એક-બે વાર પાવાગઢ પર મળેલો
પણ મને, વસિષ્ઠના વારસદારને,
એ આવકારશે ખરા?
અવગણના ભયે
હું એમના ઉંબરે સાત સોપારી ચડાવી
પાછો આવ્યો.
આ બધું કોના પરતાપે થયું
એક પાંદડાંના
કે
પુનિયા ટપાલીના?
મને હજી કંઈજ સમજાતું નથી
ઘરઝુરાપો : ઊથલો બીજો /૮
કોઈ ઘોડા પર તો કોઈ હાથી પર
તો વળી કોઈ નોળિયા પર
તો કોઈ ફણિધર પર
જે કંઈ જનાવર હાથ લાગ્યું
એના પર અસવાર થઈને
આવી રહ્યા છે ધૂળના પહાડો
આથમણેથી.
બાપા પતરાં જડી રહ્યા છે
સીસાના વાઈસર અને લોઢાના ખીલાથી.
બા વાડામાંથી કપડાં ઘરમાં લાવી રહી છે.
ભેંસો પણ ઊડી જાય એવું ઝુકોટ આવી રહ્યું છેઃ
એક કહી મહાસુખકાકા
એમની ભેંસોને કોઢમાં
લઈ જઈ રહ્યા છે.
પાંદડાં હલે એમ ડાળીઓ
ડાળીઓ હલે એમ વૃક્ષો
અને વૃક્ષો હલે એમ માણસો
હલી રહ્યાં છે.
આજે મશાંણની તળાવડીનાં પાણી
મગાકાકાની દાંતી જેટલાં ઊંચે ન ચડે તો મને કહેજોઃ
એમ કહીને ભગલો
કપાળે નેજવું કરી
આથમણી દિશામાં જોઈ રહ્યો છે.
પોતપોતાની મુઠ્ઠીમાં સમાય એટલું ફળિયું લઈને
ટાબરિયાં પાછાં ઘેર આવી ગયાં છે,
જોડેવાળા હિરાભાઈ
પડાળ પરથી ડોડા ઉતારી રહ્યા છે.
ટેકરે રહેતો કંસારો
પછેડીમાં એનું ઝૂંપડું બાંધીને
મુખીને ઘેર મૂકી આવ્યો છેઃ
જાળવજો બાપા, ક્યાંક ઊડી ન જાય મારું છાપરું.
ચિતરેલી ફાનસો પણ આજે તો બુઝાઈ જશે
એવું લાગે છે.
અલ્યો સાંચીવાળો ચ્યાં મરી જ્યો?
જાને ભૈ, કૂકડો વધેરી આથમે ગાંમછેડે,
ગંભીરદાદા હૂકામાં
અરબી સમુદ્રને
વલોવતા બોલે છે.
જોત જોતામાં
અદૃશ્ય હાથોથી વીંઝાતી તલવારો
ગામમાં પ્રવેશે છે.
લૂગડું ફાટે એમ ઝાડવાં ફાટવા લાગે છે,
ફરફરિયું ફરે એમ ઘર ફરવા માંડે છે,
કાચબા પગ સંકોચે એમ
દાંતી અને ડુંગરા
તળિયાં અને ટોચ સંકોચીને
બેસી ગયાં છે.
બાપાએ પતરાંને મારેલા બખિયા
ઊખડું ઊખડું થઈ રહ્યા છે,
ઢોર બાંધવાના ખીલા
ભોંયમાંને ભોંયમાં
રવેડીની જેમ
ફરી રહ્યા છે.
મંદિરની ધજાઓ
દેવોનાં સામ્રાજ્યોને
ખભે બેસાડીને
ઝમઝરના૨ ચોથા માળે
ચાલી જાય છે.
કૂવામાંનાં જળ
ખિસકોલીની જેમ
આગલા બે પગ ઊભા કરીને
આથમણી દિશાની સામે
ટટ્ટાર ઊભા રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છે,
મશાંણની તળાવડી દોટ મૂકતીકને
મગાકાકાની દાંતીએ ચડી જાય છે
અને ચણાની જેમ ગબડતી
પાછી આવી જાય છે
મશાણમાં.
ગામમાં, ગલીઓમાં, નવેરામા, નળિયાંમાં,
શેણી-વિજાણંદની વારતામાં
ને ભાઈ-બહેનના હેતમાં૩
ધૂળનાં વહાણો ફરવા લાગ્યાં છે.
ક્યાંક પણ દેખાતું નથી મનેખ.
પણ એક કીડી સામી છાતીએ
ઝુકોટની સામે જઈ રહી છે.
એને જોતાં જ ઝુકોટનો
અહમ ઓગળવા માંડે છે.
બાપા હવે પાછાં પતરાંને
બરાબરનાં ફીટ કરી દેશે,
બા ફરી એક વાર વાડામાં
વળગણીએ લૂગડાં સૂકવશે,
દેવો પાછા પોતપોતાના મંદિરે
ધજાઓ લઈને પાછા ફરશે,
ધૂળનો એક એક કણ હવે
સતયુગનાં ચોઘડિયાંનો
મુગટ પહેરશે.