અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્યામ સાધુ/ક્યાંક ઝરણાંની ઉદાસી…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)}}
{{Right|(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રતાપસિંહ રાઠોડ ‘સારસ્વત’ /લૅબું લ્હૅકઅ સ | લૅબું લ્હૅકઅ સ]]  | મારી લીલી વાડીનું લૅબું ’લ્યા, લૅબું લ્હૅકઅ સ!]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શ્યામ સાધુ/દરવાજો ખોલ | દરવાજો ખોલ]]  | અંદરથી પૂર ઊમટ્યું છે દરવાજો ખોલ, } ]]
}}

Latest revision as of 12:23, 23 October 2021


ક્યાંક ઝરણાંની ઉદાસી…

શ્યામ સાધુ

ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે!

દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે!

પંખીઓનાં ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય! બોલો કે આ કેવી ઘડી છે?

આવ મારા રેશમી દિવસોનાં કારણ,
જિંદગી જેને કહે છે, એ અહીં ઠેબે ચડી છે!

ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?
(થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય, ૧૯૮૭, પૃ. ૨૮)