અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/સિંહવાહિની સ્તોત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સિંહવાહિની સ્તોત્ર|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> મયૂર પરથી ઊતર,...")
 
No edit summary
 
Line 113: Line 113:
૩. વાક સૂક્તમાં સરસ્વતી કહે છે : ‘અહં રાષ્ટ્રી, સંગમની વસૂનાં, ચિકિતુષી પ્રથમા યજ્ઞિયાનામ્’, ‘અહં રુદ્રાય ધનુરાતનોમિ’, ‘અહં જનાય સમદં કૃણોમિ’, ‘યં કામયે તમુગ્રં કૃણોમિ’.
૩. વાક સૂક્તમાં સરસ્વતી કહે છે : ‘અહં રાષ્ટ્રી, સંગમની વસૂનાં, ચિકિતુષી પ્રથમા યજ્ઞિયાનામ્’, ‘અહં રુદ્રાય ધનુરાતનોમિ’, ‘અહં જનાય સમદં કૃણોમિ’, ‘યં કામયે તમુગ્રં કૃણોમિ’.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =જટાયુ
|next = ધોળી ધજા
}}

Latest revision as of 12:43, 23 October 2021


સિંહવાહિની સ્તોત્ર

સિતાંશુ યશશ્ચંદ્ર

મયૂર પરથી ઊતર, શારદા, સિંહ ઉપર ચઢ,
દેવ તે જ દાનવ છે જો, તો તું આગે બઢ.

આ કેવું સાગરમંથન છે, જલને કોઈ ન જાણે,
સમયસર્પના બંને છેડા નરી લાલસા તાણે.

ઓ વળગ્યો છે વ્યતીતને, બસ, ઓ ભવિષ્યને વળગ્યો,
છે એવું સાંપ્રતમાં, સહુ એને રાખે અળગો.

તિમિરતંત્ર તોતિંગ તેજથી ડરે છેક મનમાંથી,
ઝેર જીરવી શકે ન જે, તે અમૃત જીરવે ક્યાંથી?

વીફર્યો વાસુકિ ફુત્કારી, ધુત્કારી દેશે,
ઉભય અદિતિ-દિતિ-સંતતિને
ઇતિહાસ-દંશ,
જલ થંભી જશે જડ,
તું આગે બઢ.
શાસક કુટિલ, શાસિતો સ્વાર્થ-નિમગ્ન, સચિવગણ યંત્ર,
ગોઠણભર દર્પણજલ ડૂબ્યા ઋષિ, ન દેખે મંત્ર.

અતંત્રસ ઉદ્ધત, નિયમઊફરો, લોલુપ શાસકવર્ગ,
નરકાસુરને નમન કરી આ દેવો પામ્યા સ્વર્ગ.
કુબેરનો ધનકોષ હવાલે છે દશમુખભક્ષકને,
પંપાળી રાખ્યો ઇન્દ્રે આસન હેઠે તક્ષકને.

મોરપિચ્છ પાછળ સંતાયા કવિજન કરતા નાહક બડબડ,
સિંહ ઉપર ચઢ.
પણિઓના પગ પાસે સરમા પેટ ભરીને સૂતી,
નવું શીખીને આવી છે આ નવા ઈન્દ્રની કુત્તી.

બધું પણ્ય ગણતા પણિઓ, હર ચીજની બોલે બોલી,
આખું મન આવરતી એક અફાટ હાટડી ખોલી.

કહો, ખરીદી શી કરશો? શેનાં કરશો વેચાણ?
દેહ? દેશ? મન? માન? માનવી? પ્રીત? પ્રભુ? કે પ્રાણ?
છપ્પન કોટિ ધજાભુંગળ ઉદ્ધત આ મેલી વિદ્યાના ગઢ,
તું આગે બઢ.
કાદવથી લથબથ નજરો છે, અડે ત્યાં પડે ડાઘા,
ખાલીપાએ પહેર્યા રૂપેરી પડદાના વાઘા.

કોડ ભરેલી કુમારિકા ક્યાં શિશ્નટોચથી કૂદે?
યયાતિઓના આરસ પર સપનાનાં મસ્તક ફૂટે.

તન વેચીને વસ્ત્ર ખરીદે, મન વેચીને મોજ,
જાતની આઘા જઈ ચલાવતા આ સહુ શેની ખોજ?

વળગી તો રતિ સળગી, આગ અશિવ આ બે આંખોની ઉજ્જડ
સિંહ ઉપર ચઢ.

કણ્વાશ્રમમાં કોણ આ પેઠો, કહે, કણ્વ, હાજર કર,
ફળફળાદિ જે હોય તે ધર ને શકુંતલા સાદર કર.

પછી જગોજગ માંડી એણે ગુરુપદની હર્રાજી,
તાપસનો ના તોલ, મોર-મૃગ મારો, જીતો બાજી!

ધન-ઘમંડ, સત્તા-ઘમંડ એ, — નર્યાં વૃકોદર પશુ,
એ વચ્ચે ક્રીડે ઓ એકલ, ધવલ હાસ્યભર શિશु!

વ્યાસપીઠ પર વિદૂષક જેવા આરડતા અધ્યાપક અણપઢ.
તું આગે બઢ.

બે’ક પ્રહર પહેલાં કેવું પ્રગટ્યું’તું અહીં પરોઢ,
એક હતો સૂરજ, કૃશ, જેની ન’તી જગતમાં જોડ.

સૂર્ય તૂટ્યો ને સાત રંગમાં ખણણણ તૂટ્યા અમે,
પ્રલય-મેઘધનુ રૂપ અમારું, વળતું અમને દમે.

તોય નથી કોઈ વ્યગ્ર, નથી કોઈ ઉગ્ર, નથી કેસરિયો,
શબદ કાજ શિર દેતો ગુરુનો શિષ્ય છે ક્યાં તરવરિયો?

— ભલે, હવે તો જ્વલે હાથ નરસૈં-ઝાળે. ઝળહળ જરૂર
કરવો છે પાછો
મા, તારો મઢ!
સિંહ ઉપર ચઢ.

તું રાષ્ટ્રી, વસુસંગમની તું, તું ચિકિતુષી સહુ પહેલી,
અંતઃ સમુદ્રના જળમાંથી નીકળ તું વહેલી વહેલી.

ઘણું અસૂલ્લરું થયું, સરસ્વતી, બહુ એકલું લાગે,
પગ બાંધી રણ માંડ્યું છે, પણ વખત વિકટ છે આગે.

સાદ અમારો સાંભળ, મા, તારો અવાજ સંભળાવ,
મેધાવી, ઋષિ, બ્રાહ્મણ, સ્નેહ-કઠોર! તું ઉગ્ર બનાવ.

રુદ્રધનુષ્ય ઉઠાવ, બનાવી બાણ અમારાં,
લઢ, માણસ માટેનું જુદ્ધ લડ,
તું આગે બઢ.

શતપથ પર જન વેરવિખેર, એને હાંકે ઓ અંગિરા,
વધભવને વાળ્યાં વાગધેનુધણ, બોલે ભાંભરાં.

નથી કોની આંખે આંસુ, નથી હોઠ પર હરફ,
દક્ષયજ્ઞમાં લોક આ ચાલ્યું, લઈ છાતીમાં બરફ.

શંખનાદ કર, ચાપ ચક્ર ધર, ભૃકુટિ વક્ર કર, માતા,
તું જ દક્ષિણ, તું જ દેવદાનવમર્દિની, તું ત્રાતા.

ભગ્ન વેદિમાં પ્રોજ્જવળ પ્રોજ્જવળ સ્વાહા!
તું ભરખંતી ભડભડ,
સિંહ ઉપર ચઢ!
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૧૩૦-૧૩૩)

નોંધ :

૧. શતપથ બ્રાહ્મણમાં એક કથા છે. અંગિરસ ઋષિએ યક્ષ કર્યો. બધાંને યજ્ઞ-ભાગ આપ્યો, કેવળ સરસ્વતીને નહીં. દેવીએ, સિંહ ઉપર બેસીને યજ્ઞમાં ભાગ લેતાં દેવો અને દાનવોને પરાજય આપ્યો અને અંગિરસને નસાડ્યા.

૨. વેદકાળમાં પણિઓ વ્યાપાર-વિનિમય કરતા. ઇન્દ્રે પોતાની દૂતી રૂપે સરમાને મોકલી. પણિઓએ સરમાને ક્ષીર આદિની લાલચ આપી, પોતાને અનુકૂળ અહેવાલ ઇન્દ્રને મળે એવી વ્યવસ્થા ગોઠવવા સૂચવ્યું. મૂળ કથામાં સરમાએ પણિઓની વાત ફગાવી દીધી. ઇન્દ્રે પણિઓને દંડ દીધો.

૩. વાક સૂક્તમાં સરસ્વતી કહે છે : ‘અહં રાષ્ટ્રી, સંગમની વસૂનાં, ચિકિતુષી પ્રથમા યજ્ઞિયાનામ્’, ‘અહં રુદ્રાય ધનુરાતનોમિ’, ‘અહં જનાય સમદં કૃણોમિ’, ‘યં કામયે તમુગ્રં કૃણોમિ’.