કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
Line 21: Line 21:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૧૫)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૧૫)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨. પ્રથમ શિશુ|૨. પ્રથમ શિશુ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪. ધન્ય ભાગ્ય|૪. ધન્ય ભાગ્ય]]
}}

Latest revision as of 13:13, 6 September 2021

૩. આવ્યો વસંત

ઉશનસ્

આવ્યો વસંત કુસુમોત્સવ શો વનોમાં;
તે આ ઋતુ, પૃથિવી જ્યાં ફૂલગુચ્છ જેવી
ગૂંથાતી નીલ નભસુંદરીકુંતલોમાં;
તે આ ઋતુ જ, ક્ષિતિ જ્યાં ધૂપદાની જેવી
ભાનુપરિક્રમણમાં કુસુમોની ભીડે
આકાશમાં સુરભિનાં ઘન ઉત્સૃજે છે!

આ તે ઋતુ, પૃથિવી જ્યાં નવ ઓળખાતી
સ્વર્ભૂમિથી અલગ પુષ્પવિભૂતિઆઢ્ય,
ફૂલોની હ્યાં ભરતી નંદન શી, ન ન્યૂન
દેવાંગનાથી મધુમાં અહીં નારી રૂપે.
ને આ રતે મદન સ્વર્ગનું ક્ષેત્ર છોડી
આવી અહીં; ગડી કરી મૂકી જાળવ્યા શી
લ્હેરો સ્ખલે, દિન પલેપલ ગાઢ ભોગ્ય!
પ્રત્યેક ચંદ્ર મધુનો મધુરાત્રિયોગ્ય!

૯-૨-૫૫

(સમસ્ત કવિતા, પૃ. ૧૫)