કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪. ધન્ય ભાગ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
Line 20: Line 20:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૪૩)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૪૩)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩. આવ્યો વસંત|૩. આવ્યો વસંત]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૫. લાવ, હજી —|૫. લાવ, હજી —]]
})

Revision as of 13:13, 6 September 2021

૪. ધન્ય ભાગ્ય

ઉશનસ્

બાઈ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન!

ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ. — બાઈ રેo

કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન. — બાઈ રેo

ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ!
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ! — બાઈ રેo

૨-૨-૫૫

(સમસ્ત કવિતા, પૃ. ૪૩)


{{HeaderNav |previous = ૩. આવ્યો વસંત |next = ૫. લાવ, હજી — })