31,612
edits
No edit summary |
No edit summary |
||
| Line 145: | Line 145: | ||
== ॥ કવિતા ॥ == | == ॥ કવિતા ॥ == | ||
<center><big><big>{{color|#000066|એવો રે વરસાદ ક્યાંથી લાવવો?}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|એવો રે વરસાદ ક્યાંથી લાવવો?}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''ભગવતીકુમાર શર્મા '''}}</big></center> | <big>{{Color|#0066cc|'''ભગવતીકુમાર શર્મા '''}}</big></center> | ||
| Line 177: | Line 177: | ||
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી | ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી | ||
એવો રે વરસાદ ક્યાંથી લાવવો? | એવો રે વરસાદ ક્યાંથી લાવવો? | ||
એવો રે વરસાદ ક્યાંથી લાવવો? | એવો રે વરસાદ ક્યાંથી લાવવો?</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|બોલ વ્હાલમના}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|બોલ વ્હાલમના}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''મણિલાલ દેસાઈ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''મણિલાલ દેસાઈ'''}}</big></center> | ||
| Line 202: | Line 202: | ||
નડશે રે બોલ વ્હાલમના. | નડશે રે બોલ વ્હાલમના. | ||
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; | ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; | ||
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. | ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|પાંદડું લીલું ને રંગ રાતો}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|પાંદડું લીલું ને રંગ રાતો}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
| Line 224: | Line 224: | ||
છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું ? | છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું ? | ||
ક્યાં રે છુપાવું મારા દાઝેલા દિલને ? | ક્યાં રે છુપાવું મારા દાઝેલા દિલને ? | ||
હાય કાળજાની કોરે લાગ્યો કાંટો | હાય કાળજાની કોરે લાગ્યો કાંટો </poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|પાંદડું... મારું મન મોહી ગયું}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|પાંદડું... મારું મન મોહી ગયું}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
હે તને જાતાં જોઈ પનઘટની વાટે, | હે તને જાતાં જોઈ પનઘટની વાટે, | ||
| Line 241: | Line 241: | ||
રાસે રમતી આંખને ગમતી, | રાસે રમતી આંખને ગમતી, | ||
પૂનમની રઢિયાળી રાતે | પૂનમની રઢિયાળી રાતે | ||
મારું મન મોહી ગયું. | મારું મન મોહી ગયું.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|આવી નોરતાની રાત}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|આવી નોરતાની રાત}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
| Line 257: | Line 257: | ||
નભના તારલિયા તારી આરતી ઉતારે, | નભના તારલિયા તારી આરતી ઉતારે, | ||
સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે; | સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે; | ||
માવડીના મિલનિયે જાગ્યું આ વિરાટ. | માવડીના મિલનિયે જાગ્યું આ વિરાટ.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|સૂના સરવરિયાને કાંઠડે}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|સૂના સરવરિયાને કાંઠડે}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
| Line 278: | Line 278: | ||
બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી? | બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી? | ||
દઈ દે મારું બેડલું મારા દિલડાને લઈ, | દઈ દે મારું બેડલું મારા દિલડાને લઈ, | ||
પાછી વળી ત્યારે બેડલું નહિ. | પાછી વળી ત્યારે બેડલું નહિ.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|મારે પાલવડે બંધાયો}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|મારે પાલવડે બંધાયો}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
| Line 296: | Line 296: | ||
મહિ ચન્દ્ર-સૂરજ-તારાનું તોરણ ટિંગાવ્યું; | મહિ ચન્દ્ર-સૂરજ-તારાનું તોરણ ટિંગાવ્યું; | ||
સહુને ટિંગાવનાર લટકતો લાલ | સહુને ટિંગાવનાર લટકતો લાલ | ||
મારા પાલવની કોરે ટીંગાયો - જશોદાનો જાયો૦ | મારા પાલવની કોરે ટીંગાયો - જશોદાનો જાયો૦</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|છેલાજી રે...}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|છેલાજી રે...}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
| Line 317: | Line 317: | ||
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે; | એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે; | ||
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે, | નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે, | ||
પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી... | પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|વગડાની વચ્ચે વાવડી}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|વગડાની વચ્ચે વાવડી}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
| Line 345: | Line 345: | ||
નેણલાં પરોવીને નેણલાં ઢાળે; | નેણલાં પરોવીને નેણલાં ઢાળે; | ||
સોના જેવો કંથડો ને હું સોનાની વાટકડી, | સોના જેવો કંથડો ને હું સોનાની વાટકડી, | ||
વાટકડીમાં કંકુ રાતુંચોળ સે. | વાટકડીમાં કંકુ રાતુંચોળ સે.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 351: | Line 351: | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
તાલીઓના તાલે | {{Block center|<poem>તાલીઓના તાલે | ||
ગોરી ગરબે ઘૂમી ગાય રે | ગોરી ગરબે ઘૂમી ગાય રે | ||
પૂનમની રાત – ઊગી પૂનમની રાત ! | પૂનમની રાત – ઊગી પૂનમની રાત ! | ||
| Line 368: | Line 368: | ||
રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે ! | રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે ! | ||
પૂનમની રાત … ઊગી પૂનમની રાત ! | પૂનમની રાત … ઊગી પૂનમની રાત ! | ||
(પાંદડું લીલું ને રંગ રાતો -સં.સુરેશ દલાલ) | (પાંદડું લીલું ને રંગ રાતો -સં.સુરેશ દલાલ)</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|ગઝલ}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|ગઝલ}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''ભરત વિંઝુડા'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''ભરત વિંઝુડા'''}}</big></center> | ||
| Line 387: | Line 387: | ||
કાશ એવું પણ લખાયેલું મળે, | કાશ એવું પણ લખાયેલું મળે, | ||
ભાગ્ય પોતાનું બદલવાના હતા. | ભાગ્ય પોતાનું બદલવાના હતા. | ||
FB | FB</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|એક ગઝલ...}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|એક ગઝલ...}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''કુમાર જૈમિનિ શાસ્ત્રી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''કુમાર જૈમિનિ શાસ્ત્રી'''}}</big></center> | ||
| Line 401: | Line 401: | ||
કંઈક ઝંઝાવાત ત્યાં આવતા જતા રહ્યા, | કંઈક ઝંઝાવાત ત્યાં આવતા જતા રહ્યા, | ||
દેવ નિજ સ્થાને રહ્યા, એ ધજા ઉપર રહ્યા... | દેવ નિજ સ્થાને રહ્યા, એ ધજા ઉપર રહ્યા... | ||
FB | FB</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|ગઝલ}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|ગઝલ}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''હર્ષદ સોલંકી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''હર્ષદ સોલંકી'''}}</big></center> | ||
| Line 417: | Line 417: | ||
રહીને સાવ મૂંગા જૂઠ સૌના સાંભળી લેવા, | રહીને સાવ મૂંગા જૂઠ સૌના સાંભળી લેવા, | ||
તમારું સત્ય સૌની સામે સાબિત થાય નહિ જ્યારે. | તમારું સત્ય સૌની સામે સાબિત થાય નહિ જ્યારે. | ||
FB | FB</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|ઝાડનાં કાવ્યો}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|ઝાડનાં કાવ્યો}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''રાજેશ પંડ્યા'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''રાજેશ પંડ્યા'''}}</big></center> | ||
| Line 534: | Line 534: | ||
અથવા | અથવા | ||
આવતી કાલ બચશે, કવિતા માટે, તો. | આવતી કાલ બચશે, કવિતા માટે, તો. | ||
‘એતદ્’માંથી | ‘એતદ્’માંથી</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|રાધાની આંખ !}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|રાધાની આંખ !}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''વિવેક મનહર ટેલર '''}}</big></center> | <big>{{Color|#0066cc|'''વિવેક મનહર ટેલર '''}}</big></center> | ||
| Line 555: | Line 555: | ||
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ | છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ | ||
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ ! | જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ ! | ||
‘ગરમાળો’ - કાવ્યસંગ્રહ, સ્વયમ્ પ્રકાશન, ૨૦૧૧ | ‘ગરમાળો’ - કાવ્યસંગ્રહ, સ્વયમ્ પ્રકાશન, ૨૦૧૧</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''(લોકગીત) '''}}</big></center> | <big>{{Color|#0066cc|'''(લોકગીત) '''}}</big></center> | ||
| Line 583: | Line 582: | ||
અંજવાળી આઠમનાં આણાં આવશે રે | અંજવાળી આઠમનાં આણાં આવશે રે | ||
દાદા હો દીકરી... | દાદા હો દીકરી... | ||
F.B | F.B </poem>}} | ||
== ॥ વાર્તાજગત ॥ == | == ॥ વાર્તાજગત ॥ == | ||
| Line 589: | Line 588: | ||
<big>{{Color|#0066cc|'''વસુધા ઈનામદાર'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''વસુધા ઈનામદાર'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
અમર કૈલાસનગર આવ્યો. એણે આસપાસ જોયું. એકવીસ નંબરના ઘર આગળ એક લીમડાનું ઝાડ હતું અને ત્યાં એક ભંગાર લાગતી કાળા કલરની ઍમ્બેસૅડર કાર પડી હતી. અમર થોડોક જ આગળ વધ્યો. એને આસપાસ જોતાં લાગ્યું કે આ નાનકડો બંગલો જાણે કે આથમતા વૈભવની ચાડી ખાય છે. અંદર જવા માટે આરસનાં ચારેક પગથિયાં ચઢ્યા પછી સરસ મજાનો પૉર્ચ હતો, ત્યાં ઝગમગતી સાંકળ સાથે જકડાયેલો, ખખડધજ થયેલો પણ સુંદર કોતરણીવાળો સાગનો હીંચકો હતો. સોનેરી બટનવાળો ડૉરબેલ એણે ક્યાંય સુધી દબાવી રાખી! અંદરથી થાકેલો પણ મીઠો મધુરો અવાજ આવ્યો, “ભાઈ, જરા ખમો આવું છું.” | અમર કૈલાસનગર આવ્યો. એણે આસપાસ જોયું. એકવીસ નંબરના ઘર આગળ એક લીમડાનું ઝાડ હતું અને ત્યાં એક ભંગાર લાગતી કાળા કલરની ઍમ્બેસૅડર કાર પડી હતી. અમર થોડોક જ આગળ વધ્યો. એને આસપાસ જોતાં લાગ્યું કે આ નાનકડો બંગલો જાણે કે આથમતા વૈભવની ચાડી ખાય છે. અંદર જવા માટે આરસનાં ચારેક પગથિયાં ચઢ્યા પછી સરસ મજાનો પૉર્ચ હતો, ત્યાં ઝગમગતી સાંકળ સાથે જકડાયેલો, ખખડધજ થયેલો પણ સુંદર કોતરણીવાળો સાગનો હીંચકો હતો. સોનેરી બટનવાળો ડૉરબેલ એણે ક્યાંય સુધી દબાવી રાખી! અંદરથી થાકેલો પણ મીઠો મધુરો અવાજ આવ્યો, “ભાઈ, જરા ખમો આવું છું.” | ||
એંશીની આસપાસની ઉંમરવાળાં રૂપાળાં લાગતાં વૃદ્ધાએ બોખે મોઢે હસીને બારણું ઉઘાડ્યું! એમના શરીર ફરતે ક્રીમ કલરની લાઈટ બ્રાઉન બોર્ડરવાળી સિલ્કની સાડી હતી. કપાળમાં આંખે ઊડીને વળગે એવો મોટો ચાંદલો હતો. કાનને શોભાવે એવી હીરાની બુટ્ટી હતી. આ ઉંમરે પણ માજી ગરવાં લાગતાં હતાં. અમરને જોઈ આછું સ્મિત કરી અંદર આવવાનું ઇજન આપતાં હોય એમ, બારણેથી થોડાંક ખસીને બોલ્યાં, ‘સુખધામ’માંથી આવો છો ને? “આવો ભાઈ, તમારી જ રાહ જોતી હતી.” | એંશીની આસપાસની ઉંમરવાળાં રૂપાળાં લાગતાં વૃદ્ધાએ બોખે મોઢે હસીને બારણું ઉઘાડ્યું! એમના શરીર ફરતે ક્રીમ કલરની લાઈટ બ્રાઉન બોર્ડરવાળી સિલ્કની સાડી હતી. કપાળમાં આંખે ઊડીને વળગે એવો મોટો ચાંદલો હતો. કાનને શોભાવે એવી હીરાની બુટ્ટી હતી. આ ઉંમરે પણ માજી ગરવાં લાગતાં હતાં. અમરને જોઈ આછું સ્મિત કરી અંદર આવવાનું ઇજન આપતાં હોય એમ, બારણેથી થોડાંક ખસીને બોલ્યાં, ‘સુખધામ’માંથી આવો છો ને? “આવો ભાઈ, તમારી જ રાહ જોતી હતી.” | ||
| Line 613: | Line 613: | ||
અમરે વિચાર્યું, માલતીબહેને અત્યાર સુધી પર્વતનાં ઘણાં શિખરો સર કર્યાં હશે પણ આ મૃત્યુ તરફ ગતિ કરતું, અંતિમ પણ સર્વોચ્ચ શિખર હશે! સર્વસ્વનો ત્યાગ કરીને. સ્વમાંથી પણ મુક્ત થવા માટેનો એમનો એ પ્રયાસ કેટલો અદ્ભુત છે! | અમરે વિચાર્યું, માલતીબહેને અત્યાર સુધી પર્વતનાં ઘણાં શિખરો સર કર્યાં હશે પણ આ મૃત્યુ તરફ ગતિ કરતું, અંતિમ પણ સર્વોચ્ચ શિખર હશે! સર્વસ્વનો ત્યાગ કરીને. સ્વમાંથી પણ મુક્ત થવા માટેનો એમનો એ પ્રયાસ કેટલો અદ્ભુત છે! | ||
અમરને થયું માલતીબહેન, હવે પર્વતારોહીને બદલે મોક્ષારોહી બનશે! અમર મનોમન બોલ્યો, ‘એ મોક્ષગામિનીની અનંતમાં વિલીન થવાની યાત્રા સુભગ રહો’, અમર ગાડીમાં બેઠો. મેઘધનુષી રંગો ઉછાળતો સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો. એણે ગાડી ઘર તરફ પુરપાટ દોડાવી. | અમરને થયું માલતીબહેન, હવે પર્વતારોહીને બદલે મોક્ષારોહી બનશે! અમર મનોમન બોલ્યો, ‘એ મોક્ષગામિનીની અનંતમાં વિલીન થવાની યાત્રા સુભગ રહો’, અમર ગાડીમાં બેઠો. મેઘધનુષી રંગો ઉછાળતો સૂર્ય ઢળવાની તૈયારીમાં હતો. એણે ગાડી ઘર તરફ પુરપાટ દોડાવી. | ||
{{Poem2Close}} | |||
સડબરી, બોસ્ટન, ૧-૭૮૧-૪૬૨-૮૧૭૩ | સડબરી, બોસ્ટન, ૧-૭૮૧-૪૬૨-૮૧૭૩ | ||
‘અખંડ આનંદ’માંથી | ‘અખંડ આનંદ’માંથી | ||
| Line 621: | Line 622: | ||
<big>{{Color|#0066cc|'''રાવજી પટેલ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''રાવજી પટેલ'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
ખી ખી કરતો બાબુડિયો દાદર પરથી નીચે ઊતરી પડ્યો. વાસણ માંજતાં માંજતાં એણે ‘મેરી જાં-મેરી જાં’ની સિસોટી મારી. પાણી છાંટીને થાળી પરનું નામ વાંચ્યું: છબિલદાસ જુગલદાસ ત્રિવેદી. ગામ-અમદાવાદ. હડફડ હડફડ હાથ ફેરવી-ધોઈને એ ચપ ચપ કરતો દાદરો ચડી ગયો. છબિલદાસ પાન બનાવતા હતા. એક પગ ભોંય પર લટકાવી હળવેકથી હીંચકાને ઠેલો આપતા હતા અને સોપારી કાપતાં બોલવા લાગ્યા.: | ખી ખી કરતો બાબુડિયો દાદર પરથી નીચે ઊતરી પડ્યો. વાસણ માંજતાં માંજતાં એણે ‘મેરી જાં-મેરી જાં’ની સિસોટી મારી. પાણી છાંટીને થાળી પરનું નામ વાંચ્યું: છબિલદાસ જુગલદાસ ત્રિવેદી. ગામ-અમદાવાદ. હડફડ હડફડ હાથ ફેરવી-ધોઈને એ ચપ ચપ કરતો દાદરો ચડી ગયો. છબિલદાસ પાન બનાવતા હતા. એક પગ ભોંય પર લટકાવી હળવેકથી હીંચકાને ઠેલો આપતા હતા અને સોપારી કાપતાં બોલવા લાગ્યા.: | ||
‘અલ્યા તારે પાન ખાવું છે?’ | ‘અલ્યા તારે પાન ખાવું છે?’ | ||
| Line 664: | Line 666: | ||
રોજની જેમ જૂનો બાબુડિયો વાસણ ઘસીને એકલો બહાર જતો ન રહ્યો પણ એની સાથે રેવી પણ ઝાંપા બહાર નીકળી ગઈ હતી, બીજા ભાગમાં રહેતો નવો બાબુડિયો એને જોઈને ડઘાઈ ગયો હતો; એ છબિલદાસના હાલહવાલ જોવા બહાર આવ્યો ત્યારે દાદર આગળ આવીને ‘બચારો જીવ’ વિખૂટા પડેલા પુરાતન પગને જતો જોઈ રહ્યો હતો... નવો બાબુ હસીને કાકાનું નામ પૂછવાનો વિચાર કરતો હતો. | રોજની જેમ જૂનો બાબુડિયો વાસણ ઘસીને એકલો બહાર જતો ન રહ્યો પણ એની સાથે રેવી પણ ઝાંપા બહાર નીકળી ગઈ હતી, બીજા ભાગમાં રહેતો નવો બાબુડિયો એને જોઈને ડઘાઈ ગયો હતો; એ છબિલદાસના હાલહવાલ જોવા બહાર આવ્યો ત્યારે દાદર આગળ આવીને ‘બચારો જીવ’ વિખૂટા પડેલા પુરાતન પગને જતો જોઈ રહ્યો હતો... નવો બાબુ હસીને કાકાનું નામ પૂછવાનો વિચાર કરતો હતો. | ||
‘રાવજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી | ‘રાવજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી | ||
{{Poem2Close}} | |||
== ॥ નિબંધ ॥ == | == ॥ નિબંધ ॥ == | ||
| Line 670: | Line 673: | ||
<big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
આશ્ચર્યનો અન્ત નથી. ખૂબ ખૂબ દુઃખી થવાને કારણ છે. મને ખૂબ ચિન્તા થવી જોઈએ એવો મામલો છે. એક હિતેચ્છુ મિત્રને તો મારે વિષે ભારે ચિન્તા થાય છે, પણ મનેય આશ્ચર્ય થાય છે કે આટલી નફ્ફટાઈ મારામાં ક્યાંથી આવી? હું નિશ્ચિન્ત છું એમ કહું તો નકારાત્મક વલણ થયું. હું પ્રસન્ન છું. ચિન્તાની છાયા ક્યાંયથીય પ્રવેશી ન શકે એવી નીરન્ધ્ર પ્રસન્નતા અનુભવું છું. ચૈત્રની બળતી બપોરે ને મ્લાન ચાંદનીવાળી રાતોમાંથી સ્રવતો આહ્વાદ માણીને પ્રાણ પ્રફુલ્લ છે. | આશ્ચર્યનો અન્ત નથી. ખૂબ ખૂબ દુઃખી થવાને કારણ છે. મને ખૂબ ચિન્તા થવી જોઈએ એવો મામલો છે. એક હિતેચ્છુ મિત્રને તો મારે વિષે ભારે ચિન્તા થાય છે, પણ મનેય આશ્ચર્ય થાય છે કે આટલી નફ્ફટાઈ મારામાં ક્યાંથી આવી? હું નિશ્ચિન્ત છું એમ કહું તો નકારાત્મક વલણ થયું. હું પ્રસન્ન છું. ચિન્તાની છાયા ક્યાંયથીય પ્રવેશી ન શકે એવી નીરન્ધ્ર પ્રસન્નતા અનુભવું છું. ચૈત્રની બળતી બપોરે ને મ્લાન ચાંદનીવાળી રાતોમાંથી સ્રવતો આહ્વાદ માણીને પ્રાણ પ્રફુલ્લ છે. | ||
ને આ પ્રસન્નતા ને પ્રફુલ્લતા માટે ટ્રાન્સ ઍટલાન્ટિક ક્લિપરમાં ઉડ્ડયન કરવું પડ્યું નથી. હસ્તામલકવત્ આનન્દ પ્રાપ્ત થયો છે. બડભાગી છું. નાનકડા ઘરની પાછળના નાના-શા જમીનના ટુકડામાં પ્રસન્નતાનું વાવેતર કરું છું ને પ્રસન્નતા લણું છું. દસેક દિવસ પર ઉપેક્ષિત શુષ્કપ્રાય મુમૂર્ષુ ગુલાબ (જયદેવ સ્થલપદ્મ કોને કહે છે?)નો છોડ જોયો. એની આ દશા સહેવાઈ નહીં. એને લાવીને અમારા નાના-શા વનસ્પતિપરિવાર વચ્ચે મૂકી દીધો. તે દિવસથી ભારે કુતૂહલથી એને રોજ જોયા કરું છું. પહેલાં તો એ નવા વાતાવરણમાં સંકોચ પામીને સાવ અતડો અતડો રહેવા લાગ્યો. મને કિશોરાવસ્થાના દિવસો યાદ આવ્યા. પિતામહની વાત્સલ્યભરી છાયા નીચે વિવસ્ત બનીને અમે આપણી આજની કવિતા નગરસંસ્કૃતિની કવિતા છે, ને છતાં કવિઓ કદીક કદીક લોકબોલીની નજીક જવાની વાતો કરે છે ખરા! એ જાનપદી ભાષાનું ખમીર આ લોકસાહિત્યમાં જોવા મળે છે. | ને આ પ્રસન્નતા ને પ્રફુલ્લતા માટે ટ્રાન્સ ઍટલાન્ટિક ક્લિપરમાં ઉડ્ડયન કરવું પડ્યું નથી. હસ્તામલકવત્ આનન્દ પ્રાપ્ત થયો છે. બડભાગી છું. નાનકડા ઘરની પાછળના નાના-શા જમીનના ટુકડામાં પ્રસન્નતાનું વાવેતર કરું છું ને પ્રસન્નતા લણું છું. દસેક દિવસ પર ઉપેક્ષિત શુષ્કપ્રાય મુમૂર્ષુ ગુલાબ (જયદેવ સ્થલપદ્મ કોને કહે છે?)નો છોડ જોયો. એની આ દશા સહેવાઈ નહીં. એને લાવીને અમારા નાના-શા વનસ્પતિપરિવાર વચ્ચે મૂકી દીધો. તે દિવસથી ભારે કુતૂહલથી એને રોજ જોયા કરું છું. પહેલાં તો એ નવા વાતાવરણમાં સંકોચ પામીને સાવ અતડો અતડો રહેવા લાગ્યો. મને કિશોરાવસ્થાના દિવસો યાદ આવ્યા. પિતામહની વાત્સલ્યભરી છાયા નીચે વિવસ્ત બનીને અમે આપણી આજની કવિતા નગરસંસ્કૃતિની કવિતા છે, ને છતાં કવિઓ કદીક કદીક લોકબોલીની નજીક જવાની વાતો કરે છે ખરા! એ જાનપદી ભાષાનું ખમીર આ લોકસાહિત્યમાં જોવા મળે છે. | ||
ઉજળિયાતની સંસ્કૃતિના વધતા જતા આક્રમણને કારણે સીમાન્ત પ્રદેશમાં આશ્રય લઈને રહેલી આ પ્રજાનો કણ્ઠ હજુ રૂંધાયો નથી, ને તેથી જ તો વનરાજિના મર્મરનો લય હજુ આપણા કાન પારખે છે. એ સૂર કદી લુપ્ત ન થાઓ. | ઉજળિયાતની સંસ્કૃતિના વધતા જતા આક્રમણને કારણે સીમાન્ત પ્રદેશમાં આશ્રય લઈને રહેલી આ પ્રજાનો કણ્ઠ હજુ રૂંધાયો નથી, ને તેથી જ તો વનરાજિના મર્મરનો લય હજુ આપણા કાન પારખે છે. એ સૂર કદી લુપ્ત ન થાઓ. | ||
{{Poem2Close}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 680: | Line 684: | ||
<big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
આ ઉનાળાની સવારનો તડકો, એનું પોત કેવું ઘટ્ટ હોય છે! એ જાણે વિધાતાની ઝોળીમાંથી અસાવધાનતાને કારણે પડી ગયેલો કોઈકના ભાવી સુખનો ખણ્ડ ન હોય! એને ચોરીછૂપીથી સંતાડી મૂકવાનું મન થાય છે. પણ વિધાતાની અસાવધાનતા કાંઈ ઝાઝી વાર ટકતી નથી, તરત જ કોઈ એને સંકેલીને પાછો લઈ જાય છે, ને મન એની પાછળ રઝળે છે. પછી તો મબલખ તડકો જ તડકો - લૂંટાય એટલો લૂંટો. મનના લોભને ક્યાં થોભ છે! આષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્રવૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે, પણ મેદુરતાનીય અજબ માયા હોય છે! કેટલીક ઊર્મિઓને મેદુરતાને ખોળે જ રમાડી શકાય છે. વિરહને ઐવર્યની જેમ ભોગવવો હોય તો આષાઢની મેદુરતાની આબોહવા જોઈએ. | આ ઉનાળાની સવારનો તડકો, એનું પોત કેવું ઘટ્ટ હોય છે! એ જાણે વિધાતાની ઝોળીમાંથી અસાવધાનતાને કારણે પડી ગયેલો કોઈકના ભાવી સુખનો ખણ્ડ ન હોય! એને ચોરીછૂપીથી સંતાડી મૂકવાનું મન થાય છે. પણ વિધાતાની અસાવધાનતા કાંઈ ઝાઝી વાર ટકતી નથી, તરત જ કોઈ એને સંકેલીને પાછો લઈ જાય છે, ને મન એની પાછળ રઝળે છે. પછી તો મબલખ તડકો જ તડકો - લૂંટાય એટલો લૂંટો. મનના લોભને ક્યાં થોભ છે! આષાઢના અંધારા દિવસોમાં કામ આવે એટલા માટે આ ચૈત્રવૈશાખના તડકાનો સંચય કરી રાખવાનો લોભ જાગે છે, પણ મેદુરતાનીય અજબ માયા હોય છે! કેટલીક ઊર્મિઓને મેદુરતાને ખોળે જ રમાડી શકાય છે. વિરહને ઐવર્યની જેમ ભોગવવો હોય તો આષાઢની મેદુરતાની આબોહવા જોઈએ. | ||
{{Poem2Close}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 687: | Line 693: | ||
<big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
સમુદ્રનાં ઊછળતાં મોજાં સાથે પવન પોતાનો પ્રાસ મેળવે છે. એના સ્રગ્ધરા છન્દની બધી યતિ ઊડી ગઈ છે. એના પ્લવંગમ લય સાથે આપણો લય જાળવવો અઘરો થઈ પડે છે. એ આપણાં બધાં પોલાણ શોધીને એમાં ભરાઈને સુસવાઈ ઊઠે છે ને આપણને બિવડાવી મારે છે. પવન બે વ્યક્તિ વચ્ચે આલાપસંવાદ ચાલવા દેતો નથી; એ બધી સન્ધિઓ છૂટી પાડી દે છે; એક્કેય સમાસ ટકી રહેતો નથી; ઉપસર્ગો ને પ્રત્યયો ક્યાં ને ક્યાં ઊડી જાય છે. આજુબાજુ અસ્પૃશ્યતાના કોટકિલ્લા રચીને આપણી જોડે ચાલતી કોઈ સંકોચશીલ ભીરુ કન્યાને પવન એના એ કોટકિલ્લા તોડીને સ્પર્શની સીમામાં ખેંચી લાવે છે. સાફસૂથરી ગોઠવી રાખેલી આપણી રોજિંદી વાસ્તવિક્તાને એ એની જાદુઈ ફૂંકથી પલક વારમાં ઉડાડી મૂકે છે. આપણી લાગણીના વિન્યાસને પણ એ અસ્તવ્યસ્ત કરી મૂકે છે. ઉપેક્ષાનું અવળું પડ સવળું બનીને પ્રતીક્ષારૂપે દેખા દે છે. ઘણી વાર જિન્દગીનાં કેટલાંય વર્ષોનો પુંજ આ પવન ભેગો ઊડી જાય છે, ને ત્યારે આપણે એટલા તો હળવા બની જઈએ છીએ કે આપણે આપણાપણાનેય બાઝી રહી શકતા નથી. | સમુદ્રનાં ઊછળતાં મોજાં સાથે પવન પોતાનો પ્રાસ મેળવે છે. એના સ્રગ્ધરા છન્દની બધી યતિ ઊડી ગઈ છે. એના પ્લવંગમ લય સાથે આપણો લય જાળવવો અઘરો થઈ પડે છે. એ આપણાં બધાં પોલાણ શોધીને એમાં ભરાઈને સુસવાઈ ઊઠે છે ને આપણને બિવડાવી મારે છે. પવન બે વ્યક્તિ વચ્ચે આલાપસંવાદ ચાલવા દેતો નથી; એ બધી સન્ધિઓ છૂટી પાડી દે છે; એક્કેય સમાસ ટકી રહેતો નથી; ઉપસર્ગો ને પ્રત્યયો ક્યાં ને ક્યાં ઊડી જાય છે. આજુબાજુ અસ્પૃશ્યતાના કોટકિલ્લા રચીને આપણી જોડે ચાલતી કોઈ સંકોચશીલ ભીરુ કન્યાને પવન એના એ કોટકિલ્લા તોડીને સ્પર્શની સીમામાં ખેંચી લાવે છે. સાફસૂથરી ગોઠવી રાખેલી આપણી રોજિંદી વાસ્તવિક્તાને એ એની જાદુઈ ફૂંકથી પલક વારમાં ઉડાડી મૂકે છે. આપણી લાગણીના વિન્યાસને પણ એ અસ્તવ્યસ્ત કરી મૂકે છે. ઉપેક્ષાનું અવળું પડ સવળું બનીને પ્રતીક્ષારૂપે દેખા દે છે. ઘણી વાર જિન્દગીનાં કેટલાંય વર્ષોનો પુંજ આ પવન ભેગો ઊડી જાય છે, ને ત્યારે આપણે એટલા તો હળવા બની જઈએ છીએ કે આપણે આપણાપણાનેય બાઝી રહી શકતા નથી. | ||
{{Poem2Close}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 694: | Line 702: | ||
<big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
રાતે એકધારો વરસાદ ટપકે છે – પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. હમણાં જ પ્રગટેલી આ કૂંપળ – હજુ તો એણે પોતાનું અંગ સુદ્ધાં પૂરું ઉકેલ્યું નથી – એના પરથી હાથ પસારીને એક પછી એક બિન્દુ સરી જાય છે, એ સાંભળીને ટચૂકડી કૂંપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિક્તા હું નહીં વહોરી લઉં. તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે.– જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે. પણે આમલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. | રાતે એકધારો વરસાદ ટપકે છે – પૃથ્વી ટચૂકડી બાળા હતી ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેની ધારા જેવો. હમણાં જ પ્રગટેલી આ કૂંપળ – હજુ તો એણે પોતાનું અંગ સુદ્ધાં પૂરું ઉકેલ્યું નથી – એના પરથી હાથ પસારીને એક પછી એક બિન્દુ સરી જાય છે, એ સાંભળીને ટચૂકડી કૂંપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે તે હું બેઠો બેઠો સાંભળ્યા કરું છું. એ વખતે મારા મનમાં સહેજ સરખી અદેખાઈ નથી હોતી એમ કહેવાની અપ્રામાણિક્તા હું નહીં વહોરી લઉં. તાર પરથી સીધી લીટીએ ટીપાં સરે છે.– જાણે હવા મણકા સેરવીને આંક શીખવા બેઠી છે. પણે આમલીઓ આખા ઉનાળાની ધૂળ ખાઈને મેલી થયેલી પોતાની ઘટા ધોવા બેઠી છે. વડ જટામાં ગંગા ઝીલતા હોય એવી અદાથી શિવના પાઠમાં ઊભા છે. પગ નીચે તૃણનાં બીજની પાંખોનો ફફડાટ સંભળાય છે. | ||
{{Poem2Close}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 701: | Line 711: | ||
<big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
તાવની આંચથી દૃષ્ટિને એક પ્રકારની દાહક તીક્ષ્ણતા પ્રાપ્ત થાય છે. આનો એક લાભ છે. બીજાઓ જ્યારે નિદ્રાધૂસર દૃષ્ટિથી માંડ માંડ સૃષ્ટિને નવેસરથી ઓળખવા મથતા હોય છે, ત્યારે અનિદ્રાને કારણે પ્રાપ્ત થયેલી અકલુષિત તીક્ષ્ણતાથી એકે એક પદાર્થને સ્પષ્ટ કોતરીને એનું રૂ૫ હું આસાનીથી જોઈ શકું છું. પદાર્થોનાં રૂપે કોતરવાની પ્રવૃત્તિ દરરોજ સવારે એકસરખા ઉત્સાહથી કરવી ગમે છે. આ સૃષ્ટિની નવી નવી ‘લિનોકટ’ છબિ તૈયાર થતી જ રહે છે. આથી પદાર્થનું ને વ્યક્તિનું એક શુદ્ધ રૂપ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને આપણે જોતા હોઈએ છીએ ત્યારે એની આજુબાજુનો પરિવેશ, અન્ય વસ્તુઓ ને વ્યક્તિઓ, અવકાશ અને સમય સુધ્ધાં એની સાથે અગોચરરૂપે ભળી જઈને મૂળ રૂપને આવૃત કરી દે છે, આ આવરણમાં થઈને જ પદાર્થો જોવાને આંખ ટેવાઈ જાય છે. પણ કોઈક વાર આ આવરણ આપણને અકળાવી મૂકે છે. સૃષ્ટિનું અનાવૃત રૂ૫ જોવાને આંખ અધીરી બને છે. એ જ્યારે શક્ય બને છે ત્યારે જાણે ફરીથી એક નવા જ વિવમાં આપણો જન્મ થતો હોય એવું લાગે છે. | તાવની આંચથી દૃષ્ટિને એક પ્રકારની દાહક તીક્ષ્ણતા પ્રાપ્ત થાય છે. આનો એક લાભ છે. બીજાઓ જ્યારે નિદ્રાધૂસર દૃષ્ટિથી માંડ માંડ સૃષ્ટિને નવેસરથી ઓળખવા મથતા હોય છે, ત્યારે અનિદ્રાને કારણે પ્રાપ્ત થયેલી અકલુષિત તીક્ષ્ણતાથી એકે એક પદાર્થને સ્પષ્ટ કોતરીને એનું રૂ૫ હું આસાનીથી જોઈ શકું છું. પદાર્થોનાં રૂપે કોતરવાની પ્રવૃત્તિ દરરોજ સવારે એકસરખા ઉત્સાહથી કરવી ગમે છે. આ સૃષ્ટિની નવી નવી ‘લિનોકટ’ છબિ તૈયાર થતી જ રહે છે. આથી પદાર્થનું ને વ્યક્તિનું એક શુદ્ધ રૂપ જોવા મળે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને આપણે જોતા હોઈએ છીએ ત્યારે એની આજુબાજુનો પરિવેશ, અન્ય વસ્તુઓ ને વ્યક્તિઓ, અવકાશ અને સમય સુધ્ધાં એની સાથે અગોચરરૂપે ભળી જઈને મૂળ રૂપને આવૃત કરી દે છે, આ આવરણમાં થઈને જ પદાર્થો જોવાને આંખ ટેવાઈ જાય છે. પણ કોઈક વાર આ આવરણ આપણને અકળાવી મૂકે છે. સૃષ્ટિનું અનાવૃત રૂ૫ જોવાને આંખ અધીરી બને છે. એ જ્યારે શક્ય બને છે ત્યારે જાણે ફરીથી એક નવા જ વિવમાં આપણો જન્મ થતો હોય એવું લાગે છે. | ||
{{Poem2Close}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 708: | Line 720: | ||
<big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''સુરેશ જોષી'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
ઉંબર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે: દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાનાં જળને ડહોળી મૂક્તાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો. બાલ્યવયનું એ નવજાત દુ:ખ આ બધાં વર્ષો દરમિયાન મારાથી અગોચરે ઊછરતું રહ્યું છે. આજે હવે એ એક જ ખોળિયામાં ભેગું રહેવા આવ્યું છે. હવે એકાન્ત શક્ય નથી. એનો સહવાસ છૂટે એમ નથી. હાસ્યને અન્તે એનો ઉચ્છ્ વાસ સંભળાય છે. દૃષ્ટિની આડે એ ઝાંયની જેમ છવાઈ જાય છે. રાતભર સો સો છિદ્રોમાંથી ઉઘાડા પડી જતા એના વ્રણને ઢાંકવા એ અંધકારનાં થીંગડાં માર્યાં કરે છે. એની સોયના ટાંકાનો અવાજ મને જંપવા દેતો નથી. સવારે મારાં સૂજેલાં પોપચાંને ખોલીને એ સૂર્યની આડે ઊભું રહી જાય છે. પ્રત્યેક પળે એના અન્તરાયને વીંધીને સૃષ્ટિને જોવાનો શ્રમ આંખને ભીની કરી દે છે. | ઉંબર પર કોઈકનો પડછાયો દેખાય છે. એ તરફ કોઈનું ધ્યાન નથી. એ બીજાને દૃષ્ટિગોચર નહીં હોય! પણ હું એ પડછાયા પરથી દૃષ્ટિ ખસેડી શકતો નથી. વાતચીતમાં મારું ધ્યાન નથી, વાક્યો તૂટે છે. એ પડછાયાની સંકોચશીલ ભીરુતા મને અસ્વસ્થ કરી મૂકે છે. હું એની સાથેનો પરિચય તાજો કરવા મથું છું ને યાદ આવે છે: દીવાની ઝાળથી કાળી બની ગયેલી ચીમની, ઊંઘના ભારથી લચી પડેલી પાંપણો ને સ્થિર થવા આવેલાં નિદ્રાનાં જળને ડહોળી મૂક્તાં અકારણ હીબકાં, છાતીએ ભરાઈ આવેલો ડૂમો. બાલ્યવયનું એ નવજાત દુ:ખ આ બધાં વર્ષો દરમિયાન મારાથી અગોચરે ઊછરતું રહ્યું છે. આજે હવે એ એક જ ખોળિયામાં ભેગું રહેવા આવ્યું છે. હવે એકાન્ત શક્ય નથી. એનો સહવાસ છૂટે એમ નથી. હાસ્યને અન્તે એનો ઉચ્છ્ વાસ સંભળાય છે. દૃષ્ટિની આડે એ ઝાંયની જેમ છવાઈ જાય છે. રાતભર સો સો છિદ્રોમાંથી ઉઘાડા પડી જતા એના વ્રણને ઢાંકવા એ અંધકારનાં થીંગડાં માર્યાં કરે છે. એની સોયના ટાંકાનો અવાજ મને જંપવા દેતો નથી. સવારે મારાં સૂજેલાં પોપચાંને ખોલીને એ સૂર્યની આડે ઊભું રહી જાય છે. પ્રત્યેક પળે એના અન્તરાયને વીંધીને સૃષ્ટિને જોવાનો શ્રમ આંખને ભીની કરી દે છે. | ||
{{Poem2Close}} | |||
સુરેશ જોષીની નિબંધસૃષ્ટિ- ૧ | સુરેશ જોષીની નિબંધસૃષ્ટિ- ૧ | ||
| Line 716: | Line 730: | ||
<big>{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
કાવ્યસર્જનમાં શબ્દોના અવાજ અને અર્થ એ બે તત્ત્વોનું દ્વૈત નથી, પણ એક ઉપર વધુ પડતો ભાર મૂકવાને કારણે દ્વૈતનો સ્વીકાર થતાં વિવાદનાં બે તડાં પડે છે. એનો ઈશારો કરવા ઉપરની અછડતી ચર્ચા કરી. કવિ માલાર્મેને ચિત્રકાર મિત્રે લખ્યું કે એની પાસે વિચારપુદ્ગલો (આઈડિયાઝ) છે છતાં કવિતા બરોબર થતી નથી ત્યારે કવિએ લખ્યું કે કવિતાનું નિર્માણ શબ્દો વડે થાય છે, “આઈડિયાઝ’ વડે નહીં. તેથી ઊલટો પક્ષ શબ્દના કેવળ અર્થતત્ત્વને આધારે નીપજતા સંદર્ભરૂપે કાવ્યને જોવા કરે છે, જે તો વધુ અંતિમવાદી છે-એમ કહી કવિ મૅકલીશ માલાર્મેની વાત અંગે પણ જરીક ટકોર કરી લે છે કે શું કાવ્યાર્થ એ અવાજોની સંરચના માત્રનું પરિણામ છે? | કાવ્યસર્જનમાં શબ્દોના અવાજ અને અર્થ એ બે તત્ત્વોનું દ્વૈત નથી, પણ એક ઉપર વધુ પડતો ભાર મૂકવાને કારણે દ્વૈતનો સ્વીકાર થતાં વિવાદનાં બે તડાં પડે છે. એનો ઈશારો કરવા ઉપરની અછડતી ચર્ચા કરી. કવિ માલાર્મેને ચિત્રકાર મિત્રે લખ્યું કે એની પાસે વિચારપુદ્ગલો (આઈડિયાઝ) છે છતાં કવિતા બરોબર થતી નથી ત્યારે કવિએ લખ્યું કે કવિતાનું નિર્માણ શબ્દો વડે થાય છે, “આઈડિયાઝ’ વડે નહીં. તેથી ઊલટો પક્ષ શબ્દના કેવળ અર્થતત્ત્વને આધારે નીપજતા સંદર્ભરૂપે કાવ્યને જોવા કરે છે, જે તો વધુ અંતિમવાદી છે-એમ કહી કવિ મૅકલીશ માલાર્મેની વાત અંગે પણ જરીક ટકોર કરી લે છે કે શું કાવ્યાર્થ એ અવાજોની સંરચના માત્રનું પરિણામ છે? | ||
કાવ્ય, નાનું કે મોટું, એક આકારરૂપે-એક અખંડ પુદ્ગલ રૂપે અનુભવાય છે, જેમાં શબ્દના અવાજ અને અર્થ અંગેના તમામ શક્ય ઉન્મેષો પોતાનો ઉત્તમ ફાળો આપી છૂટ્યા હોય છે. એથી કાવ્યની એકતા (યુનીટી)ને ઘણું મહત્ત્વ અપાયું છે. ઉપનિષદનો શબ્દ ‘એકીભવન’ તમામ ઉન્મેષોના સંપૃક્ત થવા અંગે યોજી શકાય. સાહિત્યાચાર્યોએ વાપરેલો શબ્દ ‘એકવાક્યતા’ કદાચ ઉત્તમ છે. છૂટો શબ્દ વાક્વ્યવહાર અંગેનો એકમ નથી, અમુક નિયમોથી પરસ્પર વળગેલા શબ્દોનું વાક્યરૂપી ઘટક એ એવું એકમ છે. કળા, કાવ્યકૃતિનાં તમામ વાક્યો કોઈ સૌંદર્યવિષયક નિયમોથી પરસ્પર વળગેલાં હોય અને આખું એક એકમરૂપે અનુભવાય એમ માગે છે. કહોકે કૃતિના પહેલાથી છેલ્લા વાક્ય સુધીના સમગ્ર શબ્દસાજમાં એકવાક્યતાની અપેક્ષા રાખે છે. | કાવ્ય, નાનું કે મોટું, એક આકારરૂપે-એક અખંડ પુદ્ગલ રૂપે અનુભવાય છે, જેમાં શબ્દના અવાજ અને અર્થ અંગેના તમામ શક્ય ઉન્મેષો પોતાનો ઉત્તમ ફાળો આપી છૂટ્યા હોય છે. એથી કાવ્યની એકતા (યુનીટી)ને ઘણું મહત્ત્વ અપાયું છે. ઉપનિષદનો શબ્દ ‘એકીભવન’ તમામ ઉન્મેષોના સંપૃક્ત થવા અંગે યોજી શકાય. સાહિત્યાચાર્યોએ વાપરેલો શબ્દ ‘એકવાક્યતા’ કદાચ ઉત્તમ છે. છૂટો શબ્દ વાક્વ્યવહાર અંગેનો એકમ નથી, અમુક નિયમોથી પરસ્પર વળગેલા શબ્દોનું વાક્યરૂપી ઘટક એ એવું એકમ છે. કળા, કાવ્યકૃતિનાં તમામ વાક્યો કોઈ સૌંદર્યવિષયક નિયમોથી પરસ્પર વળગેલાં હોય અને આખું એક એકમરૂપે અનુભવાય એમ માગે છે. કહોકે કૃતિના પહેલાથી છેલ્લા વાક્ય સુધીના સમગ્ર શબ્દસાજમાં એકવાક્યતાની અપેક્ષા રાખે છે. | ||
| Line 721: | Line 736: | ||
એ એક વિરોધાભાસ (પૅરેડૉક્સ) ગણાય કે મનુષ્યે જે શબ્દને નિશ્ચિત સંકેતરૂપે વ્યવહારો નિપટાવવા માટે યોજ્યો હતો તેના અર્થને કવિઓએ સંકેતની નિશ્ચિતતાને આછીપાંખી કરી થોડોક ભૂંસ્યો, ધૂંધળો કર્યો, અને તેથી એ ઉત્તમ ઉપયોગ આપનારો નીવડ્યો. કાવ્યકૃતિમાં શબ્દ નર્યા કોશગત અર્થનો વાહક રહેતો નથી, થોડોઘણો ધૂંધળો બને જ છે, પણ કાવ્યના સમગ્ર સંદર્ભના બળે એ સંજીવની પણ પામે છે. | એ એક વિરોધાભાસ (પૅરેડૉક્સ) ગણાય કે મનુષ્યે જે શબ્દને નિશ્ચિત સંકેતરૂપે વ્યવહારો નિપટાવવા માટે યોજ્યો હતો તેના અર્થને કવિઓએ સંકેતની નિશ્ચિતતાને આછીપાંખી કરી થોડોક ભૂંસ્યો, ધૂંધળો કર્યો, અને તેથી એ ઉત્તમ ઉપયોગ આપનારો નીવડ્યો. કાવ્યકૃતિમાં શબ્દ નર્યા કોશગત અર્થનો વાહક રહેતો નથી, થોડોઘણો ધૂંધળો બને જ છે, પણ કાવ્યના સમગ્ર સંદર્ભના બળે એ સંજીવની પણ પામે છે. | ||
ભાષા એ આખી પ્રજાની સરજત હોય છે. કોઈ ભાષા ઉત્તમ કવિતાનું વાહન બનવા માટે અપૂરતી હોતી નથી. અલબત્ત, જુદી જુદી ભાષાને પોત-પોતાની ખાસિયતો હોય છે, અને સરખામણીઓ કરવાથી અમુક ભાષામાં આ જાતની મર્યાદા છે, તો બીજીમાં આ લાભ છે, એમ દેખાય, તેમ છતાં દરેક ભાષા ગમે તેવી મોટી પ્રતિભાનું વાહન બનવા માટેનાં અભિવ્યક્તિનાં ઓજારોથી સંપન્ન હોય છે. એવા પ્રતિભાશાળી કવિને માટે ભાષા-સાજ હંમેશાં હાથવગો છે, એમ કહી શકાય. | ભાષા એ આખી પ્રજાની સરજત હોય છે. કોઈ ભાષા ઉત્તમ કવિતાનું વાહન બનવા માટે અપૂરતી હોતી નથી. અલબત્ત, જુદી જુદી ભાષાને પોત-પોતાની ખાસિયતો હોય છે, અને સરખામણીઓ કરવાથી અમુક ભાષામાં આ જાતની મર્યાદા છે, તો બીજીમાં આ લાભ છે, એમ દેખાય, તેમ છતાં દરેક ભાષા ગમે તેવી મોટી પ્રતિભાનું વાહન બનવા માટેનાં અભિવ્યક્તિનાં ઓજારોથી સંપન્ન હોય છે. એવા પ્રતિભાશાળી કવિને માટે ભાષા-સાજ હંમેશાં હાથવગો છે, એમ કહી શકાય. | ||
{{Poem2Close}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 727: | Line 743: | ||
<big>{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
મને મેળાઓ, ઉત્સવો પાસેથી ગીતલય મળ્યા. છંદો, પ્રવાહી બનાવાઈ ચૂકેલા, નવાવતારે મળ્યા. પણ દરેક સર્જકે પોતાની જરૂરિયાતો પ્રમાણે લય ખીલવવાના રહે છે. નવી ચેતના, નવો લય. જેમ પ્રચલિત ઢાળામાં પુરાઈ રહેવું એ આત્મઘાતક, તેમ પોતે ખીલવેલા કશાકનું પુનરાવર્તન કર્યા કરવું પણ આત્મઘાતક. સર્જક પોતાની તે તે સમયની અભિવ્યક્તિની જરૂરિયાતોને પહોંચી શકે એવા લયની ખોજ સતત કરવી રહે છે. ‘વિવશાંતિ’ સમયથી વૈદિક લઢણોનો પ્રવાહી ઉપજાતિ ખેડવા તરફ રુચિ વળી હતી. ‘નિશીથ’ અંગે એવું બન્યું કે મુંબઈથી પરાં તરફ રાતે પાછા વળતાં લોકલમાં મેઘાણીભાઈનો કાગળ ગજવામાં હતો તેની કોરી જગામાં પંક્તિઓ ટપકાવી. વૈદિક છંદોઘોષમાં વીજળીગાડીના યંત્રધબકાર પણ ભળ્યા. બોલ-ચાલની નજીક આવતું પદ્ય ખેડતાં, નાટ્યોર્મિકાવ્યો અને ક્યારેક ‘ત્રીજો અવાજ’ રજૂ કરતી રચનાઓ સુધી પહોંચવું શક્ય બન્યું. ૧૯૫૬માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું તેણે ગુજરાતી છંદોરચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો. ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’નું પ્રથમ પ્રકાશન, તેથી તો અવાજ દ્વારા (આકાશવાણી ઉપર કવિસંમેલનો પ્રસંગે) કરવાની મેં ખાસ તક લીધી હતી. ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિવવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવીન્દ્રનાથની વિવભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજમાં-એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ યકિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું? શબ્દને વીસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિચાર વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ. | મને મેળાઓ, ઉત્સવો પાસેથી ગીતલય મળ્યા. છંદો, પ્રવાહી બનાવાઈ ચૂકેલા, નવાવતારે મળ્યા. પણ દરેક સર્જકે પોતાની જરૂરિયાતો પ્રમાણે લય ખીલવવાના રહે છે. નવી ચેતના, નવો લય. જેમ પ્રચલિત ઢાળામાં પુરાઈ રહેવું એ આત્મઘાતક, તેમ પોતે ખીલવેલા કશાકનું પુનરાવર્તન કર્યા કરવું પણ આત્મઘાતક. સર્જક પોતાની તે તે સમયની અભિવ્યક્તિની જરૂરિયાતોને પહોંચી શકે એવા લયની ખોજ સતત કરવી રહે છે. ‘વિવશાંતિ’ સમયથી વૈદિક લઢણોનો પ્રવાહી ઉપજાતિ ખેડવા તરફ રુચિ વળી હતી. ‘નિશીથ’ અંગે એવું બન્યું કે મુંબઈથી પરાં તરફ રાતે પાછા વળતાં લોકલમાં મેઘાણીભાઈનો કાગળ ગજવામાં હતો તેની કોરી જગામાં પંક્તિઓ ટપકાવી. વૈદિક છંદોઘોષમાં વીજળીગાડીના યંત્રધબકાર પણ ભળ્યા. બોલ-ચાલની નજીક આવતું પદ્ય ખેડતાં, નાટ્યોર્મિકાવ્યો અને ક્યારેક ‘ત્રીજો અવાજ’ રજૂ કરતી રચનાઓ સુધી પહોંચવું શક્ય બન્યું. ૧૯૫૬માં કશુંક નવતર વ્યક્ત થવા મથતું હતું તેણે ગુજરાતી છંદોરચનાના ચારે પ્રકારોનો અને સાથે સાથે ગદ્યનો લાભ લઈને પોતાનો માર્ગ કર્યો. ‘છિન્નભિન્ન છું’ અને ‘શોધ’નું પ્રથમ પ્રકાશન, તેથી તો અવાજ દ્વારા (આકાશવાણી ઉપર કવિસંમેલનો પ્રસંગે) કરવાની મેં ખાસ તક લીધી હતી. ગામથી શબ્દ લઈને નીકળ્યો હતો, શબ્દ ક્યાં ક્યાં લઈ ગયો? સત્યાગ્રહ છાવણીઓમાં, જેલોમાં, વિવવિદ્યાલયમાં, સંસદમાં, દેશના મૂર્ધન્ય સાહિત્ય મંડળમાં, રવીન્દ્રનાથની વિવભારતીમાં, વિદેશના સાંસ્કૃતિક સમાજમાં-એટલે કે વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં, તો ક્યારેક માનવમૂલ્યોના સમકાલીન સંઘર્ષોની ધાર પર, કોઈક પળે બે ડગલાં એ સંઘર્ષોના કેન્દ્ર તરફ પણ. એક બાજુ ઋણ વધતું જ જાય, બીજી બાજુ યકિંચિત્ ઋણ અદા કરવાની તક પણ ક્યારેક સાંપડે. શબ્દના ઋણનું શું? શબ્દને વીસર્યો છું? પ્રામાણિકપણે કહી શકું કે શબ્દનો વિચાર વેઠ્યો નથી. શબ્દનો સથવારો એ ખુશીનો સોદો છે, કહો કે સ્વયંભૂ છે. શબ્દને વીસરવો શક્ય નથી. વરસમાં એક જ કૃતિ (જેવી ‘અમે ઈડરિયા પથ્થરો’ છે) રચાઈ હશે ત્યારે પણ નહીં, બલકે ત્યારે તો નહીં જ. | ||
કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં. જગતના, ભલેને ગમે તેવા મહત્ત્વના, પ્રત્યક્ષ અનુભવો સાથે એનો કાર્યકારણસંબંધ જોડી દેવામાં જોખમ છે. મારા અંગત દાખલામાં રચના અંગે બે લાક્ષણિકતાઓ નોંધવા જેવી છે. અધ્યયન સંશોધન-સંપાદનનું, બૌદ્ધિક-વિદ્યાકીય, માનસિક પરસેવો પડાવે એવું, કાંઈ ને કાંઈ કામ સમાંતર ઘણુંખરું ચાલતું હોય. ‘આત્માનાં ખડેર’ ભારતીય બેન્કિગનાં સખત અભ્યાસપરિશ્રમ દરમ્યાન મુખ્યત્વે રચાયું. બીજું, સ્વાતંય, સામાજિક ન્યાય, માનવી ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બન્ને વસ્તુઓ સર્જન-કાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે, મને એવી લાગી નથી– કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી. | કવિતા એ આત્માની માતૃભાષા છે. એ વ્યક્ત થાય છે એ ઇચ્છે ત્યારે, આપણે ઇચ્છીએ ત્યારે નહીં. જગતના, ભલેને ગમે તેવા મહત્ત્વના, પ્રત્યક્ષ અનુભવો સાથે એનો કાર્યકારણસંબંધ જોડી દેવામાં જોખમ છે. મારા અંગત દાખલામાં રચના અંગે બે લાક્ષણિકતાઓ નોંધવા જેવી છે. અધ્યયન સંશોધન-સંપાદનનું, બૌદ્ધિક-વિદ્યાકીય, માનસિક પરસેવો પડાવે એવું, કાંઈ ને કાંઈ કામ સમાંતર ઘણુંખરું ચાલતું હોય. ‘આત્માનાં ખડેર’ ભારતીય બેન્કિગનાં સખત અભ્યાસપરિશ્રમ દરમ્યાન મુખ્યત્વે રચાયું. બીજું, સ્વાતંય, સામાજિક ન્યાય, માનવી ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં તો પણ ભૂમિકા જેવું રહ્યું છે. આ બન્ને વસ્તુઓ સર્જન-કાર્યની વિરોધી જેવી લેખાતી હોય છે, મને એવી લાગી નથી– કહો કે મારે માટે એ બાબતમાં પસંદગીને અવકાશ જ નથી. | ||
{{Poem2Close}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
| Line 735: | Line 753: | ||
<big>{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''ઉમાશંકર જોશી'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
સર્જકને સર્જન કરવા પ્રેરનાર એવી શી વસ્તુ હશે? એક ગાયકનો દાખલો લઈએ. એ બહુ સુન્દર ગાય છે. આપણે એની ગાયકી ઉપર બહુ જ ખુશ થઈ ગયા અને એને સારી દુનિયાની સાહ્યબી, માનો કે, આપણે આપી. એને માનપાન આપ્યાં, ગાડીઘોડે ફેરવ્યો ને એની ઉચ્ચ સમાજમાં ઉચ્ચોચ્ચ પદે સ્થાપના કરી, તો પણ એમાં એને-કલાકારને શું મળ્યું? એ તો ગાયે જ જાય છે, પહેલાંની જેમ જ સરળતાથી, સમુલ્લાસથી અને શિશુની સહજતાથી. આપણું માનપાન દ્રવ્ય કશું જ એના સુધી-એની અંદરના કલાકાર સુધી પહોંચતું નથી. આપણે મૂંઝાઈએ છીએ. આપણે કેમ એને કશું જ આપી શક્તા નથી ? છેવટે આપણને સમજાય છે કે આપણે એને માટે જો કાંઈ પણ કરી શકીએ એમ હોય તો તે એ જ છે કે એનું સંગીત સાંભળવું, અને તે પણ આપણું હૃદયતંત્ર, સમગ્ર સંવિત્ તંત્ર એના ઉદ્ગારને તત્કાલપૂરતું પણ અનુકૂળ રીતે ગોઠવીને સાંભળવું. આ સિવાય એ સંગીતી માટે- એ કલાકાર માટે આપણે ભાગ્યે જ કાંઈ કરી શકીએ. બીજું કાંઈ પણ આપણું આપ્યું એને કલાકારને તો નકામું જ છે. | સર્જકને સર્જન કરવા પ્રેરનાર એવી શી વસ્તુ હશે? એક ગાયકનો દાખલો લઈએ. એ બહુ સુન્દર ગાય છે. આપણે એની ગાયકી ઉપર બહુ જ ખુશ થઈ ગયા અને એને સારી દુનિયાની સાહ્યબી, માનો કે, આપણે આપી. એને માનપાન આપ્યાં, ગાડીઘોડે ફેરવ્યો ને એની ઉચ્ચ સમાજમાં ઉચ્ચોચ્ચ પદે સ્થાપના કરી, તો પણ એમાં એને-કલાકારને શું મળ્યું? એ તો ગાયે જ જાય છે, પહેલાંની જેમ જ સરળતાથી, સમુલ્લાસથી અને શિશુની સહજતાથી. આપણું માનપાન દ્રવ્ય કશું જ એના સુધી-એની અંદરના કલાકાર સુધી પહોંચતું નથી. આપણે મૂંઝાઈએ છીએ. આપણે કેમ એને કશું જ આપી શક્તા નથી ? છેવટે આપણને સમજાય છે કે આપણે એને માટે જો કાંઈ પણ કરી શકીએ એમ હોય તો તે એ જ છે કે એનું સંગીત સાંભળવું, અને તે પણ આપણું હૃદયતંત્ર, સમગ્ર સંવિત્ તંત્ર એના ઉદ્ગારને તત્કાલપૂરતું પણ અનુકૂળ રીતે ગોઠવીને સાંભળવું. આ સિવાય એ સંગીતી માટે- એ કલાકાર માટે આપણે ભાગ્યે જ કાંઈ કરી શકીએ. બીજું કાંઈ પણ આપણું આપ્યું એને કલાકારને તો નકામું જ છે. | ||
આમ વિચારતાં આપણે એક પ્રશ્નનો ઉત્તર કાંઈક મેળવી શકીશું. સર્જન પાછળ કલાકારનો જો કોઈ હેતુ હોય તો તે એ હોવા સંભવ છે કે એ સામા માણસમાં સમસંવેદન માગે છે. કલાકારની કોઈ એષણા હોય તો તે એટલી જ કે કોઈ મને સમજે, પોતાના મનની વાત એ સંક્રાન્ત કરવા પ્રવૃત્ત થાય છે તે એ આશયથી કે પોતાને બીજાઓ સમજવા પ્રયત્ન કરે, અને આ માત્ર અંગત આશય નથી. કલાકારને-કવિને કલ્પનાબળે જીવનના અનુભવો સહજમાં થાય છે અને એની પાછળનું સત્ય પણ એને સહજમાં પ્રતીત થાય છે. જીવનની આ સમજણ (અથવા આપણો બીજો સુંદર શબ્દ વાપરું તો ‘સૂઝ’) જેવી પોતાને છે તેવી બીજાઓને પણ પ્રગટે એવી એની હૃદયની વાંછના હોય છે. ખરું કહીએ તો, માત્ર કલાકારને જ શા સારુ? માણસમાત્રને આ જાતની-પોતાને કોઈ સમજે એવી એષણા હોય છે. પણ પોતાને જે સત્ય સૂઝે છે તેને સૌંદર્યમંડિત કરી અન્ય માણસમાં પહોંચાડવાની કવિ પાસે વિશિષ્ટ રીત છે અને કવિ જે સંક્રાન્ત કરે છે તે સામાન્ય માણસની માફક પોતાની અંગત વસ્તુઓ નહિ, પણ જીવનનો સર્વગ્રાહી અનુભવસાર હોય છે, એ પણ કવિની બાબતમાં બીજી વિશેષતા છે. ભાવક કવિનું કાવ્ય ગ્રહણ કરી સમસંવેદન પામી શકે ત્યારે એના આત્માની સંતૃપ્તિ પણ કવિના જેવી જ હોય છે. પોતાને કોઈ સમજનાર છે અથવા હતો એવા ભાનથી, પોતાને અન્ય કોઈ સમજે એવી એની વૃત્તિ પણ પોષાય છે. સર્જકભાવકના આવા હૃદ્ય સંયોગ અત્યંત વિરલ નહિ, પણ તોયે જનતાવ્યાપી તો કદાચ ન પણ હોય. સર્જકને ભાવકોના અસ્તિત્વનું ભાન અત્યંત આવશ્યક છે. પણ ભાવકોની સંખ્યાથી એને નિસ્બત નથી, કારણ કે એ તો જાણે છે જ કે પોતાના કાવ્યાનુભવમાં પોતે સમગ્ર પશુપક્ષી મનુષ્યની ચેતન તેમ જ જડ સૃષ્ટિ સાથે તાદાત્મ્યમાં રમતો હોવા છતાં ઉદ્ગાર તો ઘણું ઘણું ત્યારે મનુષ્યોને જ પહોંચાડી શકે છે. | આમ વિચારતાં આપણે એક પ્રશ્નનો ઉત્તર કાંઈક મેળવી શકીશું. સર્જન પાછળ કલાકારનો જો કોઈ હેતુ હોય તો તે એ હોવા સંભવ છે કે એ સામા માણસમાં સમસંવેદન માગે છે. કલાકારની કોઈ એષણા હોય તો તે એટલી જ કે કોઈ મને સમજે, પોતાના મનની વાત એ સંક્રાન્ત કરવા પ્રવૃત્ત થાય છે તે એ આશયથી કે પોતાને બીજાઓ સમજવા પ્રયત્ન કરે, અને આ માત્ર અંગત આશય નથી. કલાકારને-કવિને કલ્પનાબળે જીવનના અનુભવો સહજમાં થાય છે અને એની પાછળનું સત્ય પણ એને સહજમાં પ્રતીત થાય છે. જીવનની આ સમજણ (અથવા આપણો બીજો સુંદર શબ્દ વાપરું તો ‘સૂઝ’) જેવી પોતાને છે તેવી બીજાઓને પણ પ્રગટે એવી એની હૃદયની વાંછના હોય છે. ખરું કહીએ તો, માત્ર કલાકારને જ શા સારુ? માણસમાત્રને આ જાતની-પોતાને કોઈ સમજે એવી એષણા હોય છે. પણ પોતાને જે સત્ય સૂઝે છે તેને સૌંદર્યમંડિત કરી અન્ય માણસમાં પહોંચાડવાની કવિ પાસે વિશિષ્ટ રીત છે અને કવિ જે સંક્રાન્ત કરે છે તે સામાન્ય માણસની માફક પોતાની અંગત વસ્તુઓ નહિ, પણ જીવનનો સર્વગ્રાહી અનુભવસાર હોય છે, એ પણ કવિની બાબતમાં બીજી વિશેષતા છે. ભાવક કવિનું કાવ્ય ગ્રહણ કરી સમસંવેદન પામી શકે ત્યારે એના આત્માની સંતૃપ્તિ પણ કવિના જેવી જ હોય છે. પોતાને કોઈ સમજનાર છે અથવા હતો એવા ભાનથી, પોતાને અન્ય કોઈ સમજે એવી એની વૃત્તિ પણ પોષાય છે. સર્જકભાવકના આવા હૃદ્ય સંયોગ અત્યંત વિરલ નહિ, પણ તોયે જનતાવ્યાપી તો કદાચ ન પણ હોય. સર્જકને ભાવકોના અસ્તિત્વનું ભાન અત્યંત આવશ્યક છે. પણ ભાવકોની સંખ્યાથી એને નિસ્બત નથી, કારણ કે એ તો જાણે છે જ કે પોતાના કાવ્યાનુભવમાં પોતે સમગ્ર પશુપક્ષી મનુષ્યની ચેતન તેમ જ જડ સૃષ્ટિ સાથે તાદાત્મ્યમાં રમતો હોવા છતાં ઉદ્ગાર તો ઘણું ઘણું ત્યારે મનુષ્યોને જ પહોંચાડી શકે છે. | ||
{{Poem2Close}} | |||
શ્રેષ્ઠ ઉમાશંકર | શ્રેષ્ઠ ઉમાશંકર | ||
કલાજગત | કલાજગત | ||
| Line 744: | Line 764: | ||
<center><big><big>{{color|#000066|કલા બત્રીસી}}</big></big> | <center><big><big>{{color|#000066|કલા બત્રીસી}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''- કનુ પટેલ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''- કનુ પટેલ'''}}</big></center> | ||
{{Poem2Open}} | |||
એક સાંસ્કૃતિક પુનઃ અવલોકન | એક સાંસ્કૃતિક પુનઃ અવલોકન | ||
| Line 867: | Line 885: | ||
તમને બીજા સોપાન પર જવાની અનુમતિ આપું છું. | તમને બીજા સોપાન પર જવાની અનુમતિ આપું છું. | ||
ત્યાં બીજી પૂતળી ‘ભૂમિરૂપા’, તમારી સત્યતાની અગ્રીમ કસોટી માટે રાહ જોઈ રહી છે... | ત્યાં બીજી પૂતળી ‘ભૂમિરૂપા’, તમારી સત્યતાની અગ્રીમ કસોટી માટે રાહ જોઈ રહી છે... | ||
{{Poem2Close}} | |||
(‘કલા બત્રીસી’ પુસ્તકમાંથી) | (‘કલા બત્રીસી’ પુસ્તકમાંથી) | ||