કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) m (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૬. અષાઢે) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૫. ગ્રીષ્મ-ગાય|૨૫. ગ્રીષ્મ-ગાય]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૨૭. આ રસ્તાઓ|૨૭. આ રસ્તાઓ]] | |||
}} |
Latest revision as of 08:33, 7 September 2021
૨૬. અષાઢે
ઉશનસ્
અષાઢે તણખલું ના તોડીએ જી,
એ જી, એ તો ફૂટતું રે ઘાસ,
એમાં ધરતીના શ્વાસ,
એની પત્તીની પીમળમાં પોઢીએ જી. — અષાઢેo
પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી,
એ જી, આવ્યાં અજવાળાં જાય,
આવ્યા વાયુયે વળી જાય,
આવ્યા રે અતિથિ ના તરછોડીએ જી. — અષાઢેo
તારે આંગણિયે ઊગ્યું એ પરોઢિયે જી,
એ જી, એ તો ફાગણ કેરું ફૂલ,
એમાં એવી તે કઈ ભૂલ?
પરથમ મળિયા-શું મુખ ના મોડીએ જી. — અષાઢેo
૧૯૬૫
(સમસ્ત કવિતા, પૃ. ૩૨૮-૩૨૯)