કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૮. વતન એટલે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
Line 32: Line 32:
</poem>
</poem>
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૪૭૩)}}
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૪૭૩)}}
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૭. સોહાગરાત અને પછી|૩૭. સોહાગરાત અને પછી]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૯. દહાડિયાની ઉક્તિ|૩૯. દહાડિયાની ઉક્તિ]]
}}

Latest revision as of 08:36, 7 September 2021

૩૮. વતન એટલે

ઉશનસ્

વતન એટલે છેવટે તો એક છાંયડી;
છાંયડીને બાનો ચહેરોઃ
વતનને બાનો ચહેરો;

ઘર એટલે તુલસીનું માંજેરવાળું કૂંડું,
કૂંડામાં સાંજનો દીવો,
દીવો એટલે શીળી આભા,
આભાને બાનો ચહેરો,
ઘરને બાનો ચહેરો;

પર્વ એટલે બાના હાથનો સાથિયો,
સાથિયો એટલે
ઊમરા આગળના કંકુના મોટા ચાંલ્લા,
ચાંલ્લો એટલે બાના ભાલનું અખંડસૌભાગ્ય,
ચાંલ્લાને બાનો ચહેરો,
પર્વ એટલે બાનો ચહેરો;

દિવાળી એટલે દેવનું ઘર,
દેવના ઘરમાં ચાળણી-ઢાંક્યો અખંડ દીપ,
અખંડ દીપને બાનો ચહેરો,
દિવાળીને બાનો ચહેરો,
સમય એટલે ભીની નીકવાળી ગલી,
ગલી એટલે વીતેલા બાળપણના ઓઘરાળા,
ઓઘરાળામાં બાનો ચહેરો,
સમયને બાનો ચહેરો;
વતનને બાનો ચહેરો.

૬-૧૧-૭૧

(સમસ્ત કવિતા, પૃ. ૪૭૩)