કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૯. દહાડિયાની ઉક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) m (KhyatiJoshi moved page કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૯. દહાડિયાની ઉક્તિ to કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૯. દહાડિયાની ઉક્તિ) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
</poem> | </poem> | ||
{{Right| (સમસ્ત કવિતા, પૃ. ૫૬૧)}} | {{Right| (સમસ્ત કવિતા, પૃ. ૫૬૧)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૩૮. વતન એટલે|૩૮. વતન એટલે]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...|૪૦. બાઈ રે, જરીક જ વધુ જો વેઠે...]] | |||
}} |
Latest revision as of 08:36, 7 September 2021
૩૯. દહાડિયાની ઉક્તિ
ઉશનસ્
ચાડિયાનું ફાટેલું ખમીસ હું જ પહેરી લઉં તોય ચાલે,
મને જ પહેરવા આલોને,
મને તો ટાઢેય વાય છે, ભાઈશાબ!
જે સખ્ત સુક્કા કાષ્ઠ પર ખમીસ ઓઢાડ્યું છે
તે મારા માંસ વગરનાં સખ્ત સુક્કાં હાડકાંના માળખાને જ
વધુ તો બંધબેસતું આવશે,
ખાસ કોઈ ફેર નથી, ભાઈશાબ!
ને જે અનાજનાં ડૂંડાં આ ચાડિયો સાચવે છે
તેનો એક્કે કણ આ ચાડિયાની જેમ
મનેય ચાખવા મળવાનો નથી;
અને હાડિયાનાં ટોળાં તો
હુંય ઉડાડી શકું છું, માબાપ! કદાચ વધુ સારી રીતે;
મને જ ચાડિયાની જગ્યાએ રોપી દો ને, ભાઈશાબ!
આ ચાડિયાની જેમ હુંય કંઈ ઊગી જવાનો નથી;
હું તો દ્હાડિયો છું, અસલ આ ચાડિયાના જેવો જ.
ભાઈશાબ!
૧-૧-૭૪
(સમસ્ત કવિતા, પૃ. ૫૬૧)