અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કીર્તિકાન્ત પુરોહિત/મારું ખેતર ભાળી જ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મારું ખેતર ભાળી જ્યો|કીર્તિકાન્ત પુરોહિત}} <poem> તારી તે બુન...")
 
No edit summary
Line 27: Line 27:
કવિતા, ઑગસ્ટ-સપ્ટેમ્બર}}
કવિતા, ઑગસ્ટ-સપ્ટેમ્બર}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દક્ષા વ્યાસ/સાગરસખાને | સાગરસખાને]]  | ઊભી છું તારી સાવ સન્મુખ.]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇકબાલ મોતીવાલા/મન થયું | મન થયું]]  | મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,]]
}}

Revision as of 12:54, 23 October 2021


મારું ખેતર ભાળી જ્યો

કીર્તિકાન્ત પુરોહિત

તારી તે બુનનો દિયોર મારું ખેતર ભાળી જ્યો,
બપ્પોરિયા શમણાંનો ચોર મારું ખેતર ભાળી જ્યો!

શીતળવી ટાઢમાં મું રેબઝેબ થઉં
પાંહળીની ધકધક્ બઈ કુને જઈ કઉં?
ઓયણીય્ ચોંટ્યો સ થડ્કાનો થોર! મારું...

મુઓ ફાગણિયો કુઉ કુઉ બોલઅ
કબ્જાનોં બટન ચૈતરિયો ખોલઅ,
આંબલડે મીઠો ફણગાયો મ્હોર. મારું...

વરહાતી હેલીએ ‘હેંડ અલી’ કીધું,
મારું કપોત મન નૅવે જઈ બીધું,
સરોવરિયે આંટો દે તરસ્યો બપોર! મારું...

માડી તો બાપુનું નામ લૈ તતડાવઅ
ગોઠણો રાતોની રાતો હમજાવઅ
ઈની માનો ’લી સહેવાશે તોર? મારું...

તારી તે બુનનો દિયોર મારું ખેતર ભાળી જ્યો,
બપ્પોરિયા શમણાંનો ચોર મારું ખેતર ભાળી જ્યો!
(ઈડર પંથકની ગુજરાતી બોલીમાં ગીત)
કવિતા, ઑગસ્ટ-સપ્ટેમ્બર