અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇકબાલ મોતીવાલા/મન થયું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મન થયું|ઇકબાલ મોતીવાલા}} <poem> ::::::::::::::મૌલવીના ગામ વચ્ચે મય પીવા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|મન થયું|ઇકબાલ મોતીવાલા}} | {{Heading|મન થયું|ઇકબાલ મોતીવાલા}} | ||
<poem> | <poem> | ||
:::::::::::મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું, | |||
::::::::::::::આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું. | ::::::::::::::આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું. | ||
Revision as of 09:15, 17 July 2021
મન થયું
ઇકબાલ મોતીવાલા
મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,
આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.
સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું.
ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે,
તારલાની જેમ અમને જીવવાનું મન થયું.
જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું.
ખાયનામાં ખુદને મળવાની ઘણી ઇચ્છા હતી;
લ્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું?
(ગીતિકા, ૧૯૯૦, સંપા. સુરેશ દલાલ, પૃ. ૧૮)