અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/ભજનગીતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભજનગીતિ|રાજેન્દ્ર શુક્લ}} <poem> રૂડી ચોપાટું મંડાણી ચંદનચોક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
એવી ચોપાટું ખેલાણી ચંદનચોકમાં. | એવી ચોપાટું ખેલાણી ચંદનચોકમાં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =લાવ જરા | |||
|next =સભર સુરાહી | |||
}} |
Latest revision as of 13:01, 23 October 2021
ભજનગીતિ
રાજેન્દ્ર શુક્લ
રૂડી ચોપાટું મંડાણી ચંદનચોકમાં
નાખ્યા લખ ચોરાસી દાવ
એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં.
રૂડાં ચાંદાસૂરજનાં કીધાં સોગઠાં
નાચ્યાં કોઈ આંખ્યુંને અણસાર
એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં.
તમે પાસા ઢાળો કે તારા ઝળહળે
ને મૂઠી વાળો ત્યાં અંધાર
એવી ચોપાટું મંડાણી ચંદનચોકમાં
હવે ચોક રે ઘેરીને મરમી મલકતાં
અમે નેણ ઢાળ્યાં રે નતોડ
એવી ચોપાટું ખેલાણી ચંદનચોકમાં.