શાલભંજિકા/યાદ આતી રહી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|યાદ આતી રહી}} {{Poem2Open}} કેટલીય વાર એવું બને છે કે કોઈ પુસ્તક વાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
{{Poem2Open}}એક વાર ચાંદ કાઝી – ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તનની જેણે મનાઈ ફરમાવેલી અને પાછળથી જે તેમના ભાવિક શિષ્ય બની ગયેલા – નામના બંગાળી કવિની ક્યાંક ઉદ્ધૃત થયેલા આ લીટીઓ એક વિવેચનલેખમાં વાંચવામાં આવી : | {{Poem2Open}}એક વાર ચાંદ કાઝી – ચૈતન્ય મહાપ્રભુના સંકીર્તનની જેણે મનાઈ ફરમાવેલી અને પાછળથી જે તેમના ભાવિક શિષ્ય બની ગયેલા – નામના બંગાળી કવિની ક્યાંક ઉદ્ધૃત થયેલા આ લીટીઓ એક વિવેચનલેખમાં વાંચવામાં આવી : | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
:'''ઓપાર હઇતે બાજાઓ બાંશી''' | |||
'''એ પાર હઇતે શુનિ''' | |||
'''અભાગિયા નારી આમિ હે''' | |||
'''સાંતાર નહિ જાનિ…'''</poem> | |||
{{Poem2Open}}પેલે કાંઠેથી તમે વાંસળી વગાડો છો, આ કાંઠેથી હું સાંભળું છું. હું અભાગણી નારી છું. મને તરતાં આવડતું નથી. | |||
વિવેચન વાંચવાનું મારું અધૂરું રહી ગયું અને મારું મન એ અભાગણી નારીના વિચારોમાં ડૂબી ગયું. કેવી વ્યાકુળતાની ક્ષણો છે! સામે કાંઠે પ્રિયની વાંસળી વાગે છે. આ કાંઠે કોઈ અનુરક્તા સાંભળે છે. વાંસળીનો સૂર બે હૃદયને જોડે છે, પણ એ જોડાણ તો સૂક્ષ્મ છે, સૂરનું જોડાણ છે. વાંસળી વગાડનાર પાસે જવું છે; પણ વચ્ચે વહે છે નદી. એ પાર કરવા માટે તરતાં આવડવું જોઈએ, પણ આ અભાગણીને તરતાં આવડતું નથી. તરતાં ન આવડે તો શું તડપતા રહેવાનું? એક અનંતકાળની પ્રતીક્ષા? બન્ને વચ્ચે નદી વહે છે, મિલનની આકાંક્ષા છે, પણ મિલન ક્યાં? પ્રેમી સામે કાંઠે જ છે, ઓ દેખાય, એનો વાંસળીનો સૂર તો આ છેક પાસે સંભળાય. આ નારીનું દુર્ભાગ્ય જાણે પ્રેમી માત્રનું બની જાય છે. આ જે નદીને કાંઠે આ અભાગણી ઊભી છે, એ નદીનું નામ પ્રેમનદી જ હશે ને? અર્થનાં વર્તુળ ઉપર વર્તુળ રચાતાં જાય છે. પ્રેમનદીને તરવી એટલે શું? એ કંઈ હાથપગ હલાવીને ઓછી તરી શકાય છે? તો પછી પ્રેમનદીને સામે કાંઠે કેમ જવાય? શું આ કાંઠે જ ઊભા રહેવાનું છે? એક વિવશતાભરી વ્યાકુળતાની ક્ષણો કવિ ચાંદ કાજીએ આ પંક્તિઓમાં ભરી છે. આ લીટીઓની આગળ-પાછળનો કોઈ સંદર્ભ ખબર નથી, માત્ર આ લીટી મનમાં રહે છે. અભાગિયા નારી આમિ હે સાંતાર નાહિ જાનિ… તરતાં આવડતું નથી.{{Poem2Close}} | |||
<center>*</center> | |||
એક વાર આવી જ રીતે વત્સલનિધિ નામે કવિ અજ્ઞેયજીએ સ્થાપેલા ટ્રસ્ટની એક પત્રિકા વાંચતો હતો. એમાં ‘ઘર’ વિશે યોજાયેલા પરિસંવાદનો અહેવાલ હતો. એ અહેવાલમાં એવું આવ્યું કે પછી કવિ શીન કાફ નિઝામે આ ગઝલ રજૂ કરી:{{Poem2Close}} | |||
<poem> | |||
:'''બીરાન ક્યું હૈ બસ્તિયાં''' | |||
'''બાશિંદે ક્યા હુએ?'''</poem> | |||
{{Poem2Open}}થંભી જવાયું. લીટી પર નજર રહી. બધાં ઘર ખાલી છે. રહેનારા સૌ ક્યાં ગયા? એક ઉજ્જડ ઘર કે ગામનો નિર્દેશ છે. ઘર કે ગામ ત્યારે જ ઘર કે ગામ હોય, જ્યારે તેમાં રહેનારા હોય. રહેનાર ન હોય તો? પરંતુ આવું ક્યારેક બને છે. રહેનાર ચાલ્યા ગયા હોય… થોડા સમય માટે, કદાચ કાયમ માટે. ક્યાં ચાલ્યા ગયા? પછી તો એ ઘરમાંથી એક વ્યક્તિ ગઈ હોય, કે બધી ગઈ હોય, ‘બીરાન’ વેરાન બની જાય છે એ વસાહત. હૃદયની વસાહતની પણ આ વાત હોય. મિર્ઝા ગાલિબે એવા ભાવનું એક શૅરમાં કહ્યું પણ છે કે ‘ફરીથી આબાદ થઈ શકે એવું નગર આ દિલ નથી. જરા સાંભળો, એને એક વાર પણ ઉજ્જડ કરશો તો પસ્તાવું પડશે.’ શીન કાફ નિઝામની આ પંક્તિઓ તો મેં માત્ર વાંચી, પછી મનોમન એ ગવાતી હોય એવી કલ્પના કરતો ગયો, આ શેર પછી બીજા શૅર આવતા જઈને એક માળા ગૂંથાતી જતી હોય. મનમાં વારંવાર એ શબ્દો ઊઠવા લાગ્યા – બાશિંદે ક્યા હુએ? ઘરમાં રહેનારાઓ ક્યાં ગયા? ક્યા હુએ? શુ થયું એમનું? અનેક સ્વજનોનાં મૃત્યુ તરી આવ્યાં. બાશિંદે ક્યા હુએ? | |||
થંભી જવાયું. લીટી પર નજર રહી. બધાં ઘર ખાલી છે. રહેનારા સૌ ક્યાં ગયા? એક ઉજ્જડ ઘર કે ગામનો નિર્દેશ છે. ઘર કે ગામ ત્યારે જ ઘર કે ગામ હોય, જ્યારે તેમાં રહેનારા હોય. રહેનાર ન હોય તો? પરંતુ આવું ક્યારેક બને છે. રહેનાર ચાલ્યા ગયા હોય… થોડા સમય માટે, કદાચ કાયમ માટે. ક્યાં ચાલ્યા ગયા? પછી તો એ ઘરમાંથી એક વ્યક્તિ ગઈ હોય, કે બધી ગઈ હોય, ‘બીરાન’ વેરાન બની જાય છે એ વસાહત. હૃદયની વસાહતની પણ આ વાત હોય. મિર્ઝા ગાલિબે એવા ભાવનું એક શૅરમાં કહ્યું પણ છે કે ‘ફરીથી આબાદ થઈ શકે એવું નગર આ દિલ નથી. જરા સાંભળો, એને એક વાર પણ ઉજ્જડ કરશો તો પસ્તાવું પડશે.’ શીન કાફ નિઝામની આ પંક્તિઓ તો મેં માત્ર વાંચી, પછી મનોમન એ ગવાતી હોય એવી કલ્પના કરતો ગયો, આ શેર પછી બીજા શૅર આવતા જઈને એક માળા ગૂંથાતી જતી હોય. મનમાં વારંવાર એ શબ્દો ઊઠવા લાગ્યા – બાશિંદે ક્યા હુએ? ઘરમાં રહેનારાઓ ક્યાં ગયા? ક્યા હુએ? શુ થયું એમનું? અનેક સ્વજનોનાં મૃત્યુ તરી આવ્યાં. બાશિંદે ક્યા હુએ? | |||
બસ, પછી એ પત્રિકા આગળ વાંચવાની રહી ગઈ.{{Poem2Close}} | બસ, પછી એ પત્રિકા આગળ વાંચવાની રહી ગઈ.{{Poem2Close}} | ||
૧૯૮૮ | {{Right|૧૯૮૮}} |