કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧. જલદીપ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "xyz")
 
No edit summary
Line 1: Line 1:
xyz
{{SetTitle}}
 
{{Heading|૧. જલદીપ|બાલમુકુન્દ દવે}}
<poem>
એક દીપ તણાયો જાય,
:: જલમાં દીપ તણાયો જાય;
કમળ સમો ઘૂમે વમળોમાં,
::::   વાયુમાં વીંઝાય :
:: જલમાં દીપ તણાયો જાય.
 
અંધારાંના અંચલ ભેદી
::: પંથ પાડતો જાય,
તરંગની ચંચલ અસવારી
::: કરી તેજ મલકાય :
:: જલમાં દીપ તણાયો જાય.
 
ઘડીક નમણી જ્યોતિ નાજુક
::: સંપુટમાં જ સમાય,
ઘડી ભવ્ય ભૂગોલખગોલે
::: દીપશિખા લહરાય :
:: જલમાં દીપ તણાયો જાય.
 
વાટ વણી ના, ના પેટાવ્યો,
::: પોતે પરગટ થાય;
નહીં મેશ કે નહીં મોગરો
::: કેવલ તેજલ કાય :
:: જલમાં દીપ તણાયો જાય.
૨૦-૫-’૪૭
{{Right|(બૃહદ્ પરિક્રમા, ૨૦૧૦, પૃ. ૩)}}
</poem>