ઇન્સાન મિટા દૂંગા અને બીજી વાતો/સોનાનો સૂરજ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સોનાનો સૂરજ|}} {{Poem2Open}} (1) સવાર પડે અને સોનાનો સૂરજ ઊગે! લીલાંલી...")
 
No edit summary
Line 24: Line 24:
ત્યાં તો ખેતરના છીંડામાંથી ગામના મુખી પ્રવેશ કરે છે. દેવા પટેલ ઊઠીને સામા તેડવા જાય છે. પાંચિયો ઘરમાંથી નવરંગ ગોદડું આણી ખાટલા ઉપર પાથરે છે. ભીમો અને હરખો સાથે અદબથી બેસે છે. દેવા પટેલ અને મુખી ભેટે છે; અને પછી ખાટલા ઉપર બેસે છે. આમલીથી ઊટકેલા ચળકતા લોટામાં પાંચિયો પાણી લાવે છે, અને મુખીને આપે છે. મુખી પાણી પી, સંતોષનો એક ઓડકાર ખાઈ, પાઘડી ઉતારી પડખે મૂકે છે; અને પછી કપાળ ઉપર હાથ ફેરવતાં બોલે છે : ‘દેવા પટેલ, હવે ચોથ આપવાનો સમય થઈ ગયો.’

‘હા, એમાં શું? આજે જ લેતા જજો. તમને ફરી કોણ આંટો ખવડાવે? અને રાજાને ઊપજનો ચોથો ભાગ આપવો એમ તો શાસ્તરમાંય કહ્યું છે ને? જુઓને, ગયા ચોમાસામાં પેલા શંકરશાસ્ત્રી કથા કરવા આવ્યા હતા, યાદ છે ને? એણે ખેડૂતનો ધર્મ સમજાવ્યો હતો. આજે જ લેતા જજો.’ દેવા પટેલે જવાબ વાળ્યો.

‘આજે જ કાંઈ ઉતાવળ નથી; ગમે ત્યારે આપી જજો.’ મુખીએ મીઠી બેદરકારીથી કહ્યું.  

‘ગમે ત્યારે શું કામ? આજે જ લેતા જજો. અને મુખી અમારે ત્યાં આવે અને ગળ્યું મોઢું કર્યા વિના પાછા જાય એ કેમ બને? બેટા પાંચા, જા. લાપશીનાં આધણ મુકાવ.’

મુખી અને દેવા પટેલની રકઝક ચાલે ત્યાં તો લાપશીનાં આધણ મુકાઈ પણ જાય છે.