રવીન્દ્રપર્વ/૫૯. વિદાય-અભિશાપ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૯. વિદાય-અભિશાપ| }} <poem> (દેવગણનો આદેશ લઈને બૃહસ્પતિપુત્ર કચ...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
(દેવગણનો આદેશ લઈને બૃહસ્પતિપુત્ર કચ દૈત્યગુરુ શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા શીખવાના નિમિદૃો જાય છે. ત્યાં સહસ્ર વર્ષો ગાળીને અને નૃત્યગીતવાદ્ય દ્વારા શુક્રદુહિતા દેવયાનીના મનને રંજિત કરીને સિદ્ધકામ થઈ કચ દેવલોકમાં પાછો જવા નીકળે છે. એ વેળાએ દેવયાનીની વિદાય લેવા જાય છે. ત્યારે એ બે વચ્ચે નીચેનો વાર્તાલાપ થાય છે.)
(દેવગણનો આદેશ લઈને બૃહસ્પતિપુત્ર કચ દૈત્યગુરુ શુક્રાચાર્યની પાસે સંજીવની વિદ્યા શીખવાના નિમિદૃો જાય છે. ત્યાં સહસ્ર વર્ષો ગાળીને અને નૃત્યગીતવાદ્ય દ્વારા શુક્રદુહિતા દેવયાનીના મનને રંજિત કરીને સિદ્ધકામ થઈ કચ દેવલોકમાં પાછો જવા નીકળે છે. એ વેળાએ દેવયાનીની વિદાય લેવા જાય છે. ત્યારે એ બે વચ્ચે નીચેનો વાર્તાલાપ થાય છે.)
કચ દે તું આજ્ઞા, દેવયાનિ, દેવલોકે દાસ  
કચ{{space}} દે તું આજ્ઞા, દેવયાનિ, દેવલોકે દાસ  
કરશે પ્રયાણ. આજે ગુરુગૃહવાસ
કરશે પ્રયાણ. આજે ગુરુગૃહવાસ
થાય છે સમાપ્ત. આશીર્વાદ દે તું મને
થાય છે સમાપ્ત. આશીર્વાદ દે તું મને
Line 11: Line 11:
સુમેરુશિખરે સૂર્ય રહે જેમ
સુમેરુશિખરે સૂર્ય રહે જેમ
અક્ષયકિરણ.
અક્ષયકિરણ.
દેવયાની મનોરથ થયા પૂર્ણ,
દેવયાની{{space}} મનોરથ થયા પૂર્ણ,
પામ્યો તું દુર્લભ વિદ્યા સેવી ગુરુચર્ણ,
પામ્યો તું દુર્લભ વિદ્યા સેવી ગુરુચર્ણ,
સહસ્ર વર્ષોની તવ દુ:સાધ્ય સાધના
સહસ્ર વર્ષોની તવ દુ:સાધ્ય સાધના
સિદ્ધ આજે; અન્ય કશી નહીં શું કામના?
સિદ્ધ આજે; અન્ય કશી નહીં શું કામના?
જોને જરા ચિત્તે તારે.
જોને જરા ચિત્તે તારે.
કચ અન્ય કશું નહૈં.
કચ{{space}} અન્ય કશું નહૈં.
દેવયાની કશું નહૈં? તોયે એક વાર જો તું ફરી
દેવયાની કશું નહૈં? તોયે એક વાર જો તું ફરી
અવગાહી ઉરકેરી સીમાન્ત અવધિ
અવગાહી ઉરકેરી સીમાન્ત અવધિ
Line 22: Line 22:
વાંચ્છા કો પ્રચ્છન્ન રહી કુશાંકુર સમ
વાંચ્છા કો પ્રચ્છન્ન રહી કુશાંકુર સમ
ક્ષુદ્ર દૃષ્ટિ-અગોચર તોય તીક્ષ્ણતમ.
ક્ષુદ્ર દૃષ્ટિ-અગોચર તોય તીક્ષ્ણતમ.
કચ આજે પૂર્ણ કૃતાર્થ જીવન. સ્થળે ક્યાંંય
કચ{{space}} આજે પૂર્ણ કૃતાર્થ જીવન. સ્થળે ક્યાંંય
ઉરતણા શૂન્ય નહિ, દૈન્ય વા જરાય
ઉરતણા શૂન્ય નહિ, દૈન્ય વા જરાય
સુલક્ષણે!
સુલક્ષણે!
દેવયાની તું છે સુખી ત્રિભુવને આજે
દેવયાની{{space}} તું છે સુખી ત્રિભુવને આજે
જા તું ભલે ઇન્દ્રલોકે નિજ કાર્ય કાજે
જા તું ભલે ઇન્દ્રલોકે નિજ કાર્ય કાજે
ઉચ્ચ શિરે ગૌરવપૂર્વક. સ્વર્ગપુરે
ઉચ્ચ શિરે ગૌરવપૂર્વક. સ્વર્ગપુરે
Line 44: Line 44:
આતિથ્યનો અપરાધ રહે ના સ્મરણે
આતિથ્યનો અપરાધ રહે ના સ્મરણે
પાછા જતાં સુખલોકે.
પાછા જતાં સુખલોકે.
કચ સુકલ્યાણ સ્મિતે
કચ{{space}} સુકલ્યાણ સ્મિતે
પ્રસન્ન વિદાય આજે દેવી જોશે મને.
પ્રસન્ન વિદાય આજે દેવી જોશે મને.
દેવયાની સ્મિત? હાય સખા, આ તો નથી સ્વર્ગપુરી
દેવયાની સ્મિત? હાય સખા, આ તો નથી સ્વર્ગપુરી
Line 58: Line 58:
બેએક વાતોમાં થયું સકલ સમાપ્ત?
બેએક વાતોમાં થયું સકલ સમાપ્ત?
દશશત વર્ષ પછી આવી જ વિદાય?
દશશત વર્ષ પછી આવી જ વિદાય?
કચ દેવયાની, શો છે મારો અપરાધ?
કચ{{space}} દેવયાની, શો છે મારો અપરાધ?
દેવયાની હાય,
દેવયાની હાય,
સુન્દરી અરણ્યભોમે સહસ્ર વત્સર
સુન્દરી અરણ્યભોમે સહસ્ર વત્સર
Line 69: Line 69:
તું જ માત્ર ચાલ્યો જાય સહાસ્ય અધરે,
તું જ માત્ર ચાલ્યો જાય સહાસ્ય અધરે,
નિશાન્તના સુખસ્વપ્ન સમ.
નિશાન્તના સુખસ્વપ્ન સમ.
કચ આ વનભૂમિને મેં તો માતૃભૂમિ માની,
કચ{{space}} આ વનભૂમિને મેં તો માતૃભૂમિ માની,
અહીં થયો નવજન્મ પ્રાપ્ત. એના પરે
અહીં થયો નવજન્મ પ્રાપ્ત. એના પરે
મારે નથી અનાદર, - ચિર પ્રીતિભર્યે
મારે નથી અનાદર, - ચિર પ્રીતિભર્યે
ઉરે સદા કરીશ સ્મરણ.
ઉરે સદા કરીશ સ્મરણ.
દેવયાની આ જ પેલું
દેવયાની{{space}} આ જ પેલું
વટવૃક્ષ જેની છાયે પ્રતિદિન સખા,
વટવૃક્ષ જેની છાયે પ્રતિદિન સખા,
ગોધન ચરાવી આવી સૂઈ જતો સુખે
ગોધન ચરાવી આવી સૂઈ જતો સુખે
Line 84: Line 84:
પળ એક નહીં થોભે એ વિલમ્બે તવ
પળ એક નહીં થોભે એ વિલમ્બે તવ
સ્વર્ગને જશે ના કદી ખોટ.
સ્વર્ગને જશે ના કદી ખોટ.
કચ અભિનવ
કચ{{space}} અભિનવ
લાગે જાણે મને આજે વિદાયની ક્ષણે
લાગે જાણે મને આજે વિદાયની ક્ષણે
આ સહુય ચિરપરિચિત બન્ધુગણ
આ સહુય ચિરપરિચિત બન્ધુગણ
Line 101: Line 101:
મધ્યાહ્ને કરશે ખેલ, આ સૌ ક્રીડા કાજે
મધ્યાહ્ને કરશે ખેલ, આ સૌ ક્રીડા કાજે
આ પુરાણો મિત્ર તવ ભુલાય ના જોજે.
આ પુરાણો મિત્ર તવ ભુલાય ના જોજે.
દેવયાની હૈયે રાખ આપણી હોમધેનુનેય
દેવયાની{{space}} હૈયે રાખ આપણી હોમધેનુનેય
સ્વર્ગસુધા પાન કરી આ પુણ્યદા ગાય
સ્વર્ગસુધા પાન કરી આ પુણ્યદા ગાય
ભૂલીશ ના ગર્વે.
ભૂલીશ ના ગર્વે.
કચ સુધાથીય સુધામય
કચ{{space}} સુધાથીય સુધામય
દૂધ એનું; જોઈ એને થાય પાપક્ષય,
દૂધ એનું; જોઈ એને થાય પાપક્ષય,
માતૃરૂપા, શાન્તિસ્વરૂપિણી, શુભ્ર કાન્તિ,
માતૃરૂપા, શાન્તિસ્વરૂપિણી, શુભ્ર કાન્તિ,
Line 119: Line 119:
હૈયે રે’શે એ જ દૃષ્ટિ સ્નિગ્ધ અચંચલ,
હૈયે રે’શે એ જ દૃષ્ટિ સ્નિગ્ધ અચંચલ,
પરિપુષ્ટ શુભ્રતનુ, ચિક્કણ, પિચ્છલ.
પરિપુષ્ટ શુભ્રતનુ, ચિક્કણ, પિચ્છલ.
દેવયાની ને ભૂલીશ નહીં, આપણી આ કલસ્વના
દેવયાની{{space}} ને ભૂલીશ નહીં, આપણી આ કલસ્વના
સ્રોતસ્વિની વેણુમતી.
સ્રોતસ્વિની વેણુમતી.
કચ એને નહિ ભૂલું.
કચ{{space}} એને નહિ ભૂલું.
વેણુમતી! કેટલીય કુસુમિત કુંજે
વેણુમતી! કેટલીય કુસુમિત કુંજે
મધુકણ્ઠે આનન્દિત કલગાન ગુંજે
મધુકણ્ઠે આનન્દિત કલગાન ગુંજે
Line 127: Line 127:
સદા ક્ષિપ્ર ગતિ પ્રવાસસંગિની મમ
સદા ક્ષિપ્ર ગતિ પ્રવાસસંગિની મમ
નિત્ય શુભ્રવ્રતા.
નિત્ય શુભ્રવ્રતા.
દેવયાની હાય બન્ધુ, આ પ્રવાસે
દેવયાની{{space}} હાય બન્ધુ, આ પ્રવાસે
અન્ય કોઈ સહચરી નો’તી તારી પાસે
અન્ય કોઈ સહચરી નો’તી તારી પાસે
પરગૃહવાસદુ:ખ ભુલાવી દેવાને
પરગૃહવાસદુ:ખ ભુલાવી દેવાને
યત્ન જેણે કર્યા મને કંઈ રાતદિને;
યત્ન જેણે કર્યા મને કંઈ રાતદિને;
હાય રે દુરાશા!  
હાય રે દુરાશા!  
કચ ચિરજીવનની સંગે
કચ{{space}} ચિરજીવનની સંગે
નામ તેનું ગયું છે ગુંથાઈ.
નામ તેનું ગયું છે ગુંથાઈ.
દેવયાની યાદ છે ને
દેવયાની{{space}} યાદ છે ને
આવ્યો હતો પ્રથમ તું અહિંયા જે દિને
આવ્યો હતો પ્રથમ તું અહિંયા જે દિને
કિશોર બ્રાહ્મણ તરુણઅરુણ સમ
કિશોર બ્રાહ્મણ તરુણઅરુણ સમ
Line 142: Line 142:
પ્રસન્ન સરલ હાસ, પણે પુષ્પવને
પ્રસન્ન સરલ હાસ, પણે પુષ્પવને
ઊભો’તો તું આવી —
ઊભો’તો તું આવી —
કચ તુંય સદ્યસ્નાન કરી
કચ{{space}} તુંય સદ્યસ્નાન કરી
દીર્ઘ આર્દ્ર કેશજાળે નવ શુક્લામ્બરી
દીર્ઘ આર્દ્ર કેશજાળે નવ શુક્લામ્બરી
જ્યોતિસ્નાત મૂર્તિમતી ઉષા, હાથે છાબ
જ્યોતિસ્નાત મૂર્તિમતી ઉષા, હાથે છાબ
Line 149: Line 149:
‘તમને શોભે ના શ્રમ, દિયો અનુમતિ
‘તમને શોભે ના શ્રમ, દિયો અનુમતિ
ફૂલ ચૂંટી દઉં દેવી.’
ફૂલ ચૂંટી દઉં દેવી.’
દેવયાની હુંયે સવિસ્મય
દેવયાની{{space}} હુંયે સવિસ્મય
એ જ ક્ષણે પૂછી બેઠી તવ પરિચય.
એ જ ક્ષણે પૂછી બેઠી તવ પરિચય.
વિનયે કહ્યું’તું, — આવ્યો છું હું તવ દ્વારે
વિનયે કહ્યું’તું, — આવ્યો છું હું તવ દ્વારે
તવ પિતાશ્રીની પાસે શિષ્ય થવા કાજે
તવ પિતાશ્રીની પાસે શિષ્ય થવા કાજે
હું છું બૃહસ્પતિસુત.
હું છું બૃહસ્પતિસુત.
કચ શંકા હતી મને
કચ{{space}} શંકા હતી મને
રખે ને દાનવગુરુ સ્વર્ગના બ્રાહ્મણને
રખે ને દાનવગુરુ સ્વર્ગના બ્રાહ્મણને
પાછો વાળી દેય.
પાછો વાળી દેય.
દેવયાની હું ગઈ એમની પાસે
દેવયાની{{space}} હું ગઈ એમની પાસે
હસીને મેં કહ્યું — પિતા, ભિક્ષા એક યાચું
હસીને મેં કહ્યું — પિતા, ભિક્ષા એક યાચું
ચરણે તમારે. — સ્નેહે બેસાડીને પાસે
ચરણે તમારે. — સ્નેહે બેસાડીને પાસે
Line 166: Line 166:
એ વિનતિ. — એને આજે થયો કંઈ કાળ
એ વિનતિ. — એને આજે થયો કંઈ કાળ
તોયે મને થાય જાણે બન્યું ગઈ કાલ.
તોયે મને થાય જાણે બન્યું ગઈ કાલ.
કચ ઈર્ષ્યાપ્રેર્યા ત્રણ વાર દૈત્યગણે મારો
કચ{{space}} ઈર્ષ્યાપ્રેર્યા ત્રણ વાર દૈત્યગણે મારો
કર્યો હતો વધ, તેં જ દેવી દયા કરી
કર્યો હતો વધ, તેં જ દેવી દયા કરી
પાછા લાવી દીધા પ્રાણ એ જ કથા
પાછા લાવી દીધા પ્રાણ એ જ કથા
હૃદયે જગાવી રે’શે ચિર કૃતજ્ઞતા.
હૃદયે જગાવી રે’શે ચિર કૃતજ્ઞતા.
દેવયાની કૃતજ્ઞતા! ભૂલી જજે, કશું દુ:ખ નહીં.
દેવયાની{{space}} કૃતજ્ઞતા! ભૂલી જજે, કશું દુ:ખ નહીં.
ઉપકાર જે કર્યો તે ભલે થાઓ રાખ —
ઉપકાર જે કર્યો તે ભલે થાઓ રાખ —
દાનનું ચાહું ના પ્રતિદાન. સુખસ્મૃતિ
દાનનું ચાહું ના પ્રતિદાન. સુખસ્મૃતિ
Line 209: Line 209:
ચિર રાત્રિ ચિર દિન? માત્ર ઉપકાર!
ચિર રાત્રિ ચિર દિન? માત્ર ઉપકાર!
નહીં શોભા, નહીં પ્રીતિ? કરી જો વિચાર
નહીં શોભા, નહીં પ્રીતિ? કરી જો વિચાર
કચ અન્ય જે રહ્યું છે તે તો અનિર્વચનીય
કચ{{space}} અન્ય જે રહ્યું છે તે તો અનિર્વચનીય
સખી, વહૃાા કરે મર્મે બની રક્તમય;
સખી, વહૃાા કરે મર્મે બની રક્તમય;
શી રીતે બતાવું એને બ્હાર?
શી રીતે બતાવું એને બ્હાર?
દેવયાની જાણું સખા,
દેવયાની{{space}} જાણું સખા,
તારું આ હૃદય મમ હૃદયઆલોકે
તારું આ હૃદય મમ હૃદયઆલોકે
આશ્ચર્યે જોયંુ’તું કંઈ વાર, માત્ર જાણે
આશ્ચર્યે જોયંુ’તું કંઈ વાર, માત્ર જાણે
Line 224: Line 224:
નિખિલ વિસ્મૃત. ઓ હે સખા, જાણું સર્વ
નિખિલ વિસ્મૃત. ઓ હે સખા, જાણું સર્વ
રહસ્ય હું તારું.
રહસ્ય હું તારું.
કચ નહીં, નહીં દેવયાની!
કચ{{space}} નહીં, નહીં દેવયાની!
દેવયાની નહીં? મિથ્યા પ્રવંચના! જોયું નથી શું મેં
દેવયાની{{space}} નહીં? મિથ્યા પ્રવંચના! જોયું નથી શું મેં
મન તારું? જાણે ના તું પ્રેમ અન્તર્યામી?
મન તારું? જાણે ના તું પ્રેમ અન્તર્યામી?
વિકસિત પુષ્પ ભલે ઢંકાઈ રહે પર્ણે
વિકસિત પુષ્પ ભલે ઢંકાઈ રહે પર્ણે
Line 237: Line 237:
મારી પાસે. એ બન્ધન છેદી ના શકીશ.
મારી પાસે. એ બન્ધન છેદી ના શકીશ.
ઇન્દ્ર હવે તારો ઇન્દ્ર નહીં.
ઇન્દ્ર હવે તારો ઇન્દ્ર નહીં.
કચ શુચિસ્મિતે,
કચ{{space}} શુચિસ્મિતે,
સહસ્ર વત્સર સુધી આ દૈત્યપુરીમાં
સહસ્ર વત્સર સુધી આ દૈત્યપુરીમાં
આ જ માટે કરી મેં સાધના?
આ જ માટે કરી મેં સાધના?
દેવયાની શાને નહીં?  
દેવયાની{{space}} શાને નહીં?  
વિદ્યાને માટે જ લોકો દુ:ખ સહે
વિદ્યાને માટે જ લોકો દુ:ખ સહે
આ જગતે? કરે ના શું રમણીને માટે
આ જગતે? કરે ના શું રમણીને માટે
Line 262: Line 262:
નથી કશી લજ્જા એમાં, રમણીનું મન
નથી કશી લજ્જા એમાં, રમણીનું મન
સહસ્ર વર્ષની સખા, સાધનાનું ધન.
સહસ્ર વર્ષની સખા, સાધનાનું ધન.
કચ દેવ સમીપે મેં શુભે, લીધું હતું પણ
કચ{{space}} દેવ સમીપે મેં શુભે, લીધું હતું પણ
મહા સંજીવની વિદ્યાનું કરી અર્જન
મહા સંજીવની વિદ્યાનું કરી અર્જન
દેવલોકે વળીશ હું. આવ્યો હતો તેથી,
દેવલોકે વળીશ હું. આવ્યો હતો તેથી,
Line 269: Line 269:
દીર્ઘ કાળે થયું આ જીવન; કશા સ્વાર્થ
દીર્ઘ કાળે થયું આ જીવન; કશા સ્વાર્થ
તણી ના કામના આજે.
તણી ના કામના આજે.
દેવયાની ધિક્ મિથ્યાભાષી,
દેવયાની{{space}} ધિક્ મિથ્યાભાષી,
ઇચ્છી હતી માત્ર વિદ્યા? ગુરુગૃહે આવી
ઇચ્છી હતી માત્ર વિદ્યા? ગુરુગૃહે આવી
માત્ર છાત્ર રૂપે તું શું રહૃાો’તો નિર્જને
માત્ર છાત્ર રૂપે તું શું રહૃાો’તો નિર્જને
Line 301: Line 301:
દ્વારપાળને દઈ દે મુદ્રા બે કે ચાર
દ્વારપાળને દઈ દે મુદ્રા બે કે ચાર
સંતોષાયા મને.
સંતોષાયા મને.
કચ હે અભિમાનિની નારી,
કચ{{space}} હે અભિમાનિની નારી,
સત્ય સુણીને શું થશે સુખ! ધર્મ જાણે
સત્ય સુણીને શું થશે સુખ! ધર્મ જાણે
પ્રતારણા કરી ના મેં, અકપટ પ્રાણે
પ્રતારણા કરી ના મેં, અકપટ પ્રાણે
Line 323: Line 323:
મારે મન સુખ. ક્ષમા કર, દેવયાની,
મારે મન સુખ. ક્ષમા કર, દેવયાની,
ક્ષમસ્વ આ દોષ.
ક્ષમસ્વ આ દોષ.
દેવયાની ક્ષમા જ ક્યાં રહી હવે?
દેવયાની{{space}} ક્ષમા જ ક્યાં રહી હવે?
કર્યું તેં આ નારીચિત્ત કુલિશકઠોર
કર્યું તેં આ નારીચિત્ત કુલિશકઠોર
હે બ્રાહ્મણ! તું તો ચાલ્યો જશે સ્વર્ગલોકે
હે બ્રાહ્મણ! તું તો ચાલ્યો જશે સ્વર્ગલોકે
Line 351: Line 351:
વહૃાા જ કરીશ ભાર, કરીશ ના ભોગ,
વહૃાા જ કરીશ ભાર, કરીશ ના ભોગ,
શીખવીશ, કરી જ ના શકીશ પ્રયોગ.
શીખવીશ, કરી જ ના શકીશ પ્રયોગ.
કચ મારું વરદાન દેવી, સુખી સદા ર્હેજે
કચ{{space}} મારું વરદાન દેવી, સુખી સદા ર્હેજે
વિપુલ ગૌરવે સર્વ ગ્લાનિ ભૂલી જજે.
વિપુલ ગૌરવે સર્વ ગ્લાનિ ભૂલી જજે.