આત્માની માતૃભાષા/4: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 22: Line 22:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘જઠરાગ્નિ’ કવિતાનો જિકર થાય ત્યારે એક આખો કાળખંડ અને એક યુગપુરુષની પ્રેરણાથી દીન-દલિત પ્રત્યે પ્રતિબદ્ધ થયેલા ગુજરાતી લેખકો-કવિઓ જે ઉમાશંકરના સમકાલીન હતા તે સૌ સાંભરે. પણ મને સવિશેષ તો મેઘાણીની ‘અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે’ અને પછી આવતી ટેકપંક્તિઓ — ‘ત્યારે હાય રે હાય, કવિ! તને સંધ્યા ને તારકનાં શેણે ગીત ગમે! તને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે! તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે!’ તથા આ અદ્ભુત કવિતાના ટોનથી જુદેરા ટોનમાં પણ એ જ નિસબત પ્રગટ કરતી કરસનદાસ માણેકની કવિતા ખાસ સાંભરે:

{{Poem2Close}}
<poem>
'''‘દરિદ્ર, દુર્બળ, દીન અછૂતો અન્ન વિના અડવડતા,'''

'''દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટળવળતા,'''

'''તે દિન આંસુભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં!’'''

</poem>
{{Poem2Open}}
આ ત્રણે કવિતાઓ ગાંધીયુગની ચેતનાની નિપજ છે એ નિ:શંકપણે કહી શકાય. ગુજરાતી સાહિત્યના એ સુવર્ણયુગનો સર્જકધર્મ શો હતો? મેઘાણી લખે છે: ’…પ્રત્યેક લેખક નવયુગની રચનામાં રોકાયેલો મજૂર છે. એ ખરા દિલની મજૂરી કરે: પછી ભલે એને કોતરકામ આવડતું હોય તો નકશી કરે, ને નહિ તો સાદા પથ્થરો ફોડે. ચાહે એ મહાકાવ્ય રચે, કે દૈનિક છાપાની અંદર રિપોર્ટ લખે; પણ એનું નિર્મિત કાર્ય તો એ કરે જ કરે. ન કરનારને નવરચનામાં સ્થાન નહિ.’

અને જાણે ઉમાશંકર ‘નકશીકામ’ આવડતું હોવા છતાં એને બાજુએ મૂકી ‘જઠરાગ્નિ’ કાવ્યની રચના થકી પથ્થરો ફોડવાનું કવિકર્મ પસંદ કરે છે. અને એટલે જ વિચાર, સંવેદન અને નિસબતના સંમિશ્રણ સમી આ કવિતા સીધી (direct), સાદી (simple) અને સચોટ (true) અભિવ્યક્તિ લઈને આવી છે. એ એટલી સુબોધ છે કે એને ભાગ્યે જ સમજાવવી પડે!