વેરાનમાં/હું કોણ છું?: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 64: Line 64:
'એક રાત્રિયે, એક તોફાનભરી રાત્રિયે એક નિરાધાર નાનું બાળ બની, અનંત સૃષ્ટિની અંદર એકાકી અને નમાયો નબાપો હું આ સમાજને નામે એળખાતી અંધાર–ગલીમાં દાખલ થયો.  
'એક રાત્રિયે, એક તોફાનભરી રાત્રિયે એક નિરાધાર નાનું બાળ બની, અનંત સૃષ્ટિની અંદર એકાકી અને નમાયો નબાપો હું આ સમાજને નામે એળખાતી અંધાર–ગલીમાં દાખલ થયો.  
“દાખલ થતાં પહેલવહેલું મેં શું જોયું? કાયદો: એક ફાંસીને માચડે લટકતા માનવીને રૂપે! બીજી મેં દીઠી દૌલત, તમારી દૌલતઃ ટાઢ અને ભૂખમરાથી મરી ગએલી એક ઓરતને રૂપે. ત્રીજું મેં દીઠું પ્રજાનું ભાવી: એ મુએલી માનાં થીજેલાં સ્તનો ચૂસતી એક અંધ બાળકીને રૂપે.”  

{{Poem2Close}}
<Center>'''[૫]'''</Center>
{{Poem2Open}}
“કંગાલીઅત સામે તમે હસો છો! લક્ષ્મીપુત્રો, મારી વિનવણી સાંભળી લો. હું કરગરૂં છું કે તમે દયા લાવો.”
“કોની દયા? તમારી પોતાની જ. અત્યારે આફત કોના શિર પર ઝઝુમે છે? તમારા.”
“ઈશ્વરને ત્રાજવે તમારો તોલ થઈ રહેલ છે; એક પલ્લામાં તમારી સત્તાસમૃદ્ધિ છે. ને બીજા પલ્લામાં છે તમારી જવાબદારી. પ્રભુએ પોતે કાંટો ઉપાડ્યો છે.”
“હસો ના! ભલા થઈને વિચારો. તમારાં પાપપુન્યના તોલમાં તમારા અંતરાત્માની એક નાની શી ધ્રુજાટીથી જ પ્રભુ નિર્ણય કરશે.”
“તમે દુષ્ટો નથી; તમે બીજા સર્વના જેવા જ છો; ન બહેતર કે ન બદતર. તમારી જાતને તમે દેવ ન માનો. કાલે તમને શરદી ચડે પછી જોઇ લેજો તમારું દેવત્વ કેવું થરથરી ઊઠે છે!" “તમારી અંદર નેકીદારો પણ પડ્યા છે; તેઓને હું સંભળાવું છું. તમારી અંદર અક્કલવાનો છે, મહાનુભાવો છે; તેમને હું આ સંબોધું છું.”
“તમે બચ્ચાંના પિતાઓ હશો. જનેતાના પુત્રો હશો. બહેનોના બાંધવો ને પત્નીઓના સ્વામીઓ હશો. સુંવાળી લાગણીઓ તમને ય સ્પર્શતી હશે.”
“આજે પ્રભાતે જ પારણામાં પોઢેલા પોતાના લાડીલા બાળકની ઊઘડતી આાંખો ને હાસ્યભર મોઢું તમારામાંથી જેણે ધીરી ધીરીને નિહાળ્યું હશે, તેને હું દુષ્ટ કેમ કહું?”
{{Poem2Close}}
{{Poem2Close}}