ચિલિકા/જિંદગી: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જિંદગી|}} {{Poem2Open}} {{કળાકાર શબ્દ જ્યારે જ્યારે હવે સાંભળું છું...")
 
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}

{{કળાકાર શબ્દ જ્યારે જ્યારે હવે સાંભળું છું ત્યારે મારી નજર સામે રેમ્બ્રા, રવિશંકર, પિકાસો, બાખ, બિથોવન, જસરાજ, યામિનિ રૉયનાં નામોની પંગત સાથે તેમની પ્રતિભાથી નહીં પણ તેમની Passion – લગન, આરતથી બે કળાકારો હંમેશા હક્ક કરી બેસી જાય છે. એ કોઈ બહુ મોટા પ્રતિભાસંપન્ન નામી કલાકારો નથી, છતાંય એક કલાકાર તરીકે એક અમીટ છાપ છોડી ગયા છે. '૯૪ના નવેમ્બરમાં વૈષ્ણોદેવી, ચંડીગઢ, સિમલાની ટુર વખતે અચાનક જ તેમને મળી ગયો. તેમનાં નામ ક્યાંક ટપકાવીને વિગતો સાચવી રાખેલી, પણ અતિ સંભાળથી રાખેલી વસ્તુઓ ડાબા હાથે એવી રીતે મુકાઈ જાય કે જડે જ નહીં તેમ તે નામો જડતાં નથી અને સ્મરણમાં માત્ર એક નામ જ યાદ નથી બાકી બધું યાદ છે. નામ પાડીને વાત કરી શકાય તો સારું તેવી મારી ઇચ્છા હતી પણ પછી થયું – અલગારી, ઓલિયા જેવા, તેમની કળાની ફાકામસ્તીમાં જ મસ્ત એ કળાકારો તેમનું નામ ઘોળી-ઓગાળીને પોતે જ પી ગયા છે તો તેમના નામની ગઠરી હું ક્યાં શોધું? તેઓ તો જાણે નિર્લેપ અપૌરુષેય ભાવથી કળાને આગળ કરી પોતે તો નેપથ્યમાં જ રહ્યા છે.
કળાકાર શબ્દ જ્યારે જ્યારે હવે સાંભળું છું ત્યારે મારી નજર સામે રેમ્બ્રા, રવિશંકર, પિકાસો, બાખ, બિથોવન, જસરાજ, યામિનિ રૉયનાં નામોની પંગત સાથે તેમની પ્રતિભાથી નહીં પણ તેમની Passion – લગન, આરતથી બે કળાકારો હંમેશા હક્ક કરી બેસી જાય છે. એ કોઈ બહુ મોટા પ્રતિભાસંપન્ન નામી કલાકારો નથી, છતાંય એક કલાકાર તરીકે એક અમીટ છાપ છોડી ગયા છે. '૯૪ના નવેમ્બરમાં વૈષ્ણોદેવી, ચંડીગઢ, સિમલાની ટુર વખતે અચાનક જ તેમને મળી ગયો. તેમનાં નામ ક્યાંક ટપકાવીને વિગતો સાચવી રાખેલી, પણ અતિ સંભાળથી રાખેલી વસ્તુઓ ડાબા હાથે એવી રીતે મુકાઈ જાય કે જડે જ નહીં તેમ તે નામો જડતાં નથી અને સ્મરણમાં માત્ર એક નામ જ યાદ નથી બાકી બધું યાદ છે. નામ પાડીને વાત કરી શકાય તો સારું તેવી મારી ઇચ્છા હતી પણ પછી થયું – અલગારી, ઓલિયા જેવા, તેમની કળાની ફાકામસ્તીમાં જ મસ્ત એ કળાકારો તેમનું નામ ઘોળી-ઓગાળીને પોતે જ પી ગયા છે તો તેમના નામની ગઠરી હું ક્યાં શોધું? તેઓ તો જાણે નિર્લેપ અપૌરુષેય ભાવથી કળાને આગળ કરી પોતે તો નેપથ્યમાં જ રહ્યા છે.
'૯૪ના નવેમ્બરમાં વૈષ્ણોદેવીની જાત્રા કરી હતી. આ જાત્રા પર્યટન જેટલી આહ્લાદક બનશે તેવી આશા ન હતી. દક્ષિણના તિરૂપતિનું માહાત્મ્ય જાણ્યું, જોયું હતું, પણ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વૈષ્ણોદેવીનું આટલું બધું મહત્ત્વ હશે તે તો ત્યાં ગયા પછી ખબર પડી. જમ્મુથી કટરાનો રસ્તો જંગલ, પહાડ, ઝરણાંથી રળિયામણો. કટરા એ જે ત્રિકૂટ પર્વતમાળામાં વૈષ્ણોદેવીનું તીર્થધામ આવેલું છે, તેની તળેટી પરના સામાન્ય ગામ જેવું હોટલો-ધર્મશાળાથી ભરેલું ગામ. વૈષ્ણોદેવી જેવી વ્યવસ્થા ભાગ્યે જ ક્યાંય જોવા મળે. આપણાં હિન્દુ મંદિરોમાં તો તે વિરલ જ ગણાય. ચૌદ કિલોમીટરના પાકા ઢાળવાળા પર્વતીય રસ્તે ક્યાંય ગંદકી, ધક્કામુક્કી કે દુકાનોની ભરમાર કે લૂંટાલૂંટ નહીં. તળેટીમાંથી એટલા જ લોકોને પ્રવેશ મળે કે જેથી રસ્તામાં અને ઉપર મંદિરે ગિરદી ન થાય. યાત્રિકોની સગવડ સચવાય અને રસ્તો પ્રાકૃતિક રહે તેટલી જ દુકાનો અને કૉફીબાર. ટટ્ટુઓ લાદ કરે તો ફરજ પરના સફાઈ કામદારો તરત જ સાફ કરી દે. બધું વાજબી ભાવે મળે. રસ્તામાં ઇમરજન્સી હૉસ્પિટલ અને સગવડભરી ધર્મશાળા ટેમ્પલ કમિટીએ જ રાખી છે. ટટ્ટુઓ કે ડોલી બધું નિયત કરેલ વ્યાજબી ભાવે. દર્શન માટે બ્લૉક પ્રમાણે એન્ટ્રી મળે. અંદર ગયા પછી પગના પાણી ઉતારતાં તપ કરતાં ઊભા રહેવાનું નહીં, લાઇનબંધ બેસીને રાહ જોવાની.  

ત્રિકૂટ પર્વતમાળા પાઈનનાં જંગલોથી લીલી. ઉપર ચડતાં સામે હિમાલયની અનેક પર્વતશ્રેણીઓ દેખાય, રસ્તામાં ધીમે ધીમે ટેકે ચાલતાં વૃદ્ધો, અપંગો કે સ્ટ્રેચર પર દરદીઓ મળે ત્યારે આ જગામાં કેટલી શ્રદ્ધા-આસ્થાનું સિંચન થયું છે તે સમજાય. પેલા જાપાનિઝ હાઇકુમાં આવે છે કે “અન્ડર ચેરી ટ્રી ધેર આર નો સ્ટ્રેન્જર્સ’ – ચેરી વૃક્ષ નીચે કોઈએ ય અપરિચિત નહીં. તેમ અહીં કોઈ યાત્રિક અપરિચિત નહીં. જે કોઈ સામે મળે સામેવાળાને કહે “જય માતા દી’ સામેથી પડઘો પડે જ ‘જય માતા દી’. એ એક જ દિવસમાં સેકડો માણસોને મેં કહ્યું હશે ‘જય માતા દી.’ રસ્તામાં વળી ‘પ્રેમસે બોલો જય માતા દી, પ્યાર સે બોલો જય માતા દી, જોર સે બોલો જય માતા દી’ કહેતી ઉલ્લાસિત ટોળીઓ મળે. ડોગરા રેજિમેન્ટના રોમન શિલ્પ જેવા ઘાટીલા નાકનકશાવાળા પૌરુષ છલકાતાં ડોગરાઓનું એક ટોળું જાડા વાંસ વચ્ચે બાંધેલા વિશાળ ઘંટને બાંધી, બંને તરફથી ખભે પાલખીની જેમ ઊંચકી ગાતાં ગાતાં ઉપર લઈ જતા હતા. વૈષ્ણોદેવીને ઘંટના અર્પણનો એ અનેરો વિરલ ધાર્મિક વિધિ હતો. રસ્તામાં બધા ઘંટારોહણમાં પોતાનો ખભો દેતા જાય. થોડી થોડી વારે પુણ્ય લાભ લેવા ખભા બદલાતા રહે. રસ્તે ડોગરી ગીતોનો આનંદ છલકાતો હતો. વચ્ચે એ ટોળી રોકાય અને દસબાર જુવાનિયાઓ ભાંગડા જેવી લોકશૈલીમાં તાલે તાલે ઊછળીને મસ્તીમાં નાચે. બીજા દસબાર જુવાનોને તાન ચડે અને તેય અંદર ભળે. આખા ટોળાને છાક ચડે; સિસોટી, કિલકારી, પોરસાવતા અવાજોથી એ નૃત્ય ટોળી નાચતી જાય. ફરી જાંઝ-પખાજ વગાડતું ડોગરી ગીતો ગાતું ટોળું ઉપર ચડે. નીચે ઊતર્યા ત્યારેય એ જ ટોળીએ ઠેકઠેકાણે નાચી-નચાવી ખુશનુમા વાતાવરણને હિલ્લોલિત નાચતું કરી દીધું.  

Line 26: Line 26:
ઘણી વાર ફરી એક વાર પિંજોર ગાર્ડન તેમને સાંભળવા જવાનું મન થાય છે — જિંદગી બંદગી હૈ.'

</poem>
</poem>
}}

<br>
<br>