પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૫: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 38: Line 38:
૩. જેમને ખાસ શોખ હોય તેવા વિદ્યાર્થીઓને શોધખોળ માટે તક.

બીજા એક વિદ્વાનના મત પ્રમાણે સુવ્યવસ્થિત યુનિવર્સિટીએ પોતાના અધ્યાપકોને મૌલિક શોધખોળ માટે વધારેમાં વધારે સુગમતા કરી આપવી જોઈએ, તેમને સંસ્કૃતિ સંબંધે સ્વતંત્ર વિવેચન કરવાની છૂટ હોવી જોઈએ. પ્રજાનાં શ્રેષ્ઠ લક્ષણોને ઉચ્ચ સ્થાન આપવું જોઈએ.

યુનિવર્સિટીના સ્વરૂપ વિશે ચોખવટ
'''યુનિવર્સિટીના સ્વરૂપ વિશે ચોખવટ'''
યુરોપ-અમેરિકાના જુદા જુદા દેશોની યુનિવર્સિટીનું જેમણે નિરીક્ષણ કર્યું છે તેઓ જણાવે છે કે સામાન્ય લક્ષણો ઉપરાંત દરેક દેશનાં પોતાનાં એવાં લક્ષણો તે તે યુનિવર્સિટીમાં હોય છે જ, પ્રજાકીય સંસ્કૃતિ, પ્રજાકીય જીવન અને પ્રજાકીય વિશિષ્ટતાની તેમાં છાપ હોય છે. આપણા દેશમાં જુદી જુદી પ્રાંતિક યુનિવર્સિટીઓ છે, પરંતુ તેમના ભેદ આવા મૂળગત નથી. એ યુનિવર્સિટી તે બહારથી આણીને નવી ભૂમિમાં રોપેલા એક જ જાતના છોડ જેવી છે. એટલે એમાં પ્રજાનું પોતાનું તત્ત્વ કોઈ પણ પ્રકારે પ્રદર્શિત થાય એવી શક્યતા નથી. માટે જો આપણે પ્રાંત માટે નવી યુનિવર્સિટીનો વિચાર કરવો હોય તો સ્વભાષાના પ્રથમ સિદ્ધાંત પછી આપણા પ્રજાકીય જીવનનું પ્રતિબિંબ જેમાં સુરેખ હોય તેવી તે યુનિવર્સિટીની યોજના હોવી જોઈએ. આગલા પૃષ્ઠ ઉપર દર્શાવેલી બાબતોને બીજી રીતે કહીએ તો યુનિવર્સિટીનાં સામાન્ય લક્ષણોમાં ચાર મુખ્ય વસ્તુઓ હોવી જ જોઈએઃ (૧) જ્ઞાનનું અને વિચારોનું સંરક્ષણ (૨) તેમના અર્થનું નિરૂપણ, (૩) સત્યનું અન્વેષણ અને (૪) એ સર્વની વિવૃદ્ધિ થાય તે માટે વિદ્યાર્થીઓનું શિક્ષણ.

આ સામાન્ય તત્ત્વો તે પ્રત્યેક યુનિવર્સિટી માટે અનિવાર્ય છે. નવા જમાનાની યુનિવર્સિટીની બીજી જરૂરિયાત તે સમાજજીવનને તેના ક્ષેત્રમાં દાખલ કરવાની યુનિવર્સિટીની આવશ્યકતા એ છે. જૂના વખતમાં શુદ્ધ જ્ઞાન, તત્ત્વજ્ઞાન, કુદરતનું જ્ઞાન એ ઉચ્ચ અભ્યાસમાં વધારે ભાગે યોગ્ય ગણાતાં. પરંતુ જીવન સાથે તેનો સંબંધ ન હોય, અભ્યાસ એ અલગ વસ્તુ હોય એવો એક ક્રમ થઈ ગયો હતો. પરંતુ જે જ્ઞાન જીવનને ઉચ્ચ કક્ષાએ લઈ જનાર છે, જે અભ્યાસ સમાજને ઉન્નત દશાએ પહોંચાડવાનું ધ્યેય રાખે છે તેને સમાજજીવનથી છૂટો પાડી નાખવામાં આવે એ આત્મઘાતક છે. એટલે નવી યુનિવર્સિટીમાં સમાજજીવન (હાલના Artsને વિસ્તૃત કરીને) કુદરત અને Aesthetics-સંવેદનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરવાની વ્યવસ્થા થવી જોઈએ.

Line 60: Line 60:
યુદ્ધાદિ માટે નાણાં છે, કેળવણી માટે નથી
યુદ્ધાદિ માટે નાણાં છે, કેળવણી માટે નથી
જગતમાં વારંવાર આવતાં યુદ્ધો કેટલાંયે નાણાંનો નિરર્થક વ્યય કરાવે છે. રાજ્યોને પોતાની પ્રજાના હિતનાં કાર્યો કરવા માટે નાણાંની તંગી હોય છે, પરંતુ લડાઈમાં લાખો નહીં, કરોડો નહીં, પણ અબજો કાંકરા પેઠે ખર્ચવા પડે છે. તેવે પ્રસંગે પ્રજાઓ પણ પોતાના રાજ્યકર્તાઓને યુદ્ધના સરંજામ માટે પોતાના સર્વભોગે જોઈતાં નાણાં પુષ્કળ આપે છે. એવું કહેવાય છે કે છેલ્લા વિશ્વયુદ્ધમાં પડેલા દરેક દેશે જેટલો નાણાંનો વ્યય કર્યો હતો તે ધન વડે આખા જગતના સુખની અનેક કાયમની યોજનાઓ થઈ શકત. યુદ્ધ એવી વસ્તુ છે કે તેમાંથી બચવા, દુશ્મનોના આક્રમણથી મુક્ત રહેવા મનુષ્ય આત્મરક્ષણની પ્રેરણા વડે પ્રેરાઈ પોતાનું સર્વસ્વ હોમી દેવા તૈયાર થાય છે. બીજે કોઈ પ્રસંગે કે બીજા કોઈ કામ માટે આટલા મોટા પ્રમાણમાં રાજ્યને પૈસા મળતા નથી.

યુનિવર્સિટી માટે હિલચાલનો આરંભ કરો
'''યુનિવર્સિટી માટે હિલચાલનો આરંભ કરો'''
યુદ્ધ હાલની વિષમ પરિસ્થિતિમાં જ્યારે રાજ્યકર્તાના હાથ હમેશ કરતાં પણ વધારે ભીડમાં હોય ત્યારે યુનિવર્સિટી જેવી અતિ ખર્ચાળ યોજના અમલમાં મુકાવાનો સંભવ સ્વપ્નવત્ છે. પરંતુ લડાઈને જ પરિણામે અઢળક કમાણી કરનાર વેપારીઓ ધારે તો એક રાતમાં આ નાણાં ઊભાં કરી શકે. એ ન બને તોપણ યુદ્ધ પછીની પુનર્ઘટના માટે પણ અત્યારથી જ વિચાર કરી મૂકવાની જરૂર છે. મહારાષ્ટ્ર યુનિવર્સિટી માટે પણ સરકારે લડાઈ પૂરી થયે મદદ માટે વિચાર કરવાનું વચન આપ્યું છે. મહારાષ્ટ્રની વિચારણા પહેલાં જેનો વિચાર થયેલો તે ગુજરાત યુનિવર્સિટી માટે હવે નરમ પ્રવૃત્તિ નહીં ચાલે. એ હિલચાલને વેગવંત બનાવી એવી સ્થિતિએ પહોંચાડવી કે વહેલામાં વહેલી તકે વ્યાવહારિક સ્વરૂપ ધારણ કરે. નવીન યુનિવર્સિટી માટે પ્રાચીન અને અર્વાચીન જ્ઞાનસમુચ્ચયમાંથી એવી સુશ્લિષ્ટ રચના કરવાની જરૂર છે કે જે માટે પ્રતિભાશાળી વ્યક્તિઓની મગજશક્તિઓનો કેટલોયે સમય રોકાશે. આપણી સંસ્કૃતિને પોષણ મળે અને નૂતન ઉત્ક્રાંતિ (civilization)માંથી અનુકરણ કરવા યોગ્ય સર્વ કાંઈ સાથે ઘટાવી શકાય એ આપણું લક્ષ્ય હોવું જોઈએ.

કવિવર ટાગોર અને પ્રાચ્ય યુનિવર્સિટીનો ખ્યાલ