સંજુ વાળાનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 110: Line 110:
::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
::::ઘરમાં તો એવું પણ હોય.
::::ઘરમાં તો એવું પણ હોય.
</poem>


== આપણે ==
<poem>
એક ઊંચી દીવાલ અને આપણે
ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા
આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે....
ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ,
ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ
સધિયારો આપો તો શિખર પર પહોંચીએ
પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...
એક ઊંચી દીવાલ અને આપણે
થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને
પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને
એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે
થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...
એક ઊંચી દીવાલ અને આપણે
</poem>
== તું નહીં તો ==
<poem>
તું નહીં તો શું? તું નહીં તો શું?
એવા સવાલ સાંજ પડતાં સુધીમાં તો થઈ જાતા વૈશાખી લૂ.
માથા પર સણસણતા તોરભર્યા રઘવાટે
{{Space}}નીકળું હું છાંયડાની શોધમાં.
પાનીમાં ખૂંપેલી રસ્તાની કાંકરીઓ
{{Space}}કહેતી કે જીવતર અવરોધમાં.
સુક્કું કોઈ ઝાડ ખર્યાં પાંદડાંમાં ખખડીને પાછા વળવાનું મને કહેતું.
તું નહીં તો શું? તું નહીં તો શું?
છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને
{{Space}}ભીંસે આ પહાડોનો ડૂમો.
સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાં જ
{{Space}}સામટી સુક્કાઈ જતી બૂમો
આંગળી વઢાય એને ભૂલી શકાય પણ ભૂલ્યો ભુલાય નહીં તું
</poem>
== આજીજી ==
<poem>
:::::અરજ વિનવણી આજીજી
શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?
તમે કહો તે ઓઢું, પહેરું, તમે કહો તે સાચું,
મધ-કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું.
:::::તમ કાજે લ્યો વસંત વેડું તાજી જી,
::::શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?
ઝાકળનાં પાથરણે પાડું સુગંધની ખાજલિયું,
વ્હાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું.
:::::હરખે હરખે હારું રે ભવબાજી જી,
:::::શું કરીએ, કઈ રીતે રહેશો રાજી?
</poem>
== આંબલો ==
<poem>
::ઉંબરા મોઝાર મ્હોર્યો આંબલો
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ...
અવળા તે હાથની આડશ્યું કરીને કાંઈ
:::: સવળે પેટાવ્યા દીવા ગોખમાં
નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ
::::: એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં?
ફળિયું ધીખે ‘ને ધીખે ઓરડો
એને આકરો ધીખે છે વૈશાખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ છે...
હોય જો કપાસ એને ખાંતેખાંતે કાંતીએ
::::: ને કમખો વણીને કાંઈ પહેરીએ.
માથાબૂડ આપદાનાં ઝળૂબ્યાં રે ઝાડ
::::: ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ
મોભ રે મૂકીને ઊડ્યો મોરલો
ભેળી ઊડી હાલી બેઉં આંખ રે...
છાતીની મોઝાર મ્હોરી શાખ રે....
</poem>
</poem>