રંગ છે, બારોટ/3. બાપુ ભાલાળો: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 71: Line 71:
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને સર સમી.
ગુંજવાની ગાદી ય રે ભાલાળાને સર સમી.
</poem>
</poem>
{{Poem2Open}}
હે મામા, ગુંજવાની ગાદી તો મારે માથા સાટે છે. તું પચી પચા કહે છે પણ પાંચસો પાદર કહે તો ય શું? આંહીં હવે રે’વું નથી લાખ વાતે ય અમારે.
{{Poem2Close}}
<center>[2]</center>
માતા મીણલદે ને બેન પરમલ રથમાં બેઠાં. દીકરા બેય ઘોડા ઉપર.
{{Poem2Open}}
મા પૂછે છે : અરે ભાઈ, જાવું ક્યાં?
હે માડી, જાવું ક્યાં શું, જુનવટ ઉપર હીંડવું. છે કોઈ આપણા જૂના હેતુમિતરું?
છે, જૂનાગઢમાં ચાંદિયો ને ખેતિયો બે રજપૂત.
રજપૂત ને?
હા.
ઓહો, ત્યારે શું? ત્યારે તો એ કોણીનાં હાડ. બીજા કોઈ?
ગોંડળમાં ડાયો શા.
હા, ડાહી જાત. સાચું કહ્યું.
ગોંડળ જઈને બાપુ ભાલાળો તો ડાયા શા શેઠની અરધી ગાદી દાબીને બેઠો.
ડાયો શા તો અડીખમ માણસ, હેબત પામી ગયા કે મારી જોડે અરધી ગાદી દાબીને બેસનારો આ કોણ બે-માથાળો?
{{Poem2Close}}
<poem>
હોય હોય રે એવા સૂરા ધાધલનો રે વંશ રે,
અરધી ને ગાદી ય રે ધાધલ દાબતા.
</poem>
{{Poem2Open}}
મારી જોડે અરધ ગાદી દાબીને બેસનાર તો એક ગુંજવાનો ધણી સૂરો ધાધલ જ હતા. આ તમે કોણ નવા જાગ્યા, ભાઈ?
બાપુ ભાલાળો બોલે છે :
{{Poem2Close}}
<poem>
જેનો પત્યા રે એવો સૂરો ધાધલ જોને હોય રે,
તેના વંશના અમે બાપુ અને બુઢિયો
</poem>
{{Poem2Open}}
ડાયા શાની તો છાતી ફાટવા માંડે છે.
{{Poem2Close}}
<poem>
ધન્ય ઘડી રે એવાં ધન્ય અમારાં ભાગ્ય રે,
જૂનો ને ધણી ય રે ભાલાળો રે જાગિયો.
</poem>
{{Poem2Open}}
અને ભાઈ બાપુ ભાલાળા! ગુંજવા ગામ તો હવે હું લીધેલું નજરે ભાળું છું.
બાપુ ભાલાળાએ માને કહ્યું : “હે મા, ગુંજવામાં કોઈ દેવસ્થાનું છે?”
“હા, આપણી કુળદેવી છે. ઈ દેરાસરને માથે જઈ મારે મરવું છે. મૂવાં મુક્તિ ને જીવ્યાં જુક્તિ.”
ગુંજવા ગામે પહોંચ્યા. પણ કેવું ગામ!
ત્રાંબા–પીતળને બેડે પાણી : સોનું ઘાસી રહ્યું છે : પીળાં ધમરક જેવાં ભાળે : પોલાં ઠીઠાં તો ભાળે જ નહીં : એવાં હાંડાં જેવાં ગામડાં જોયાં પોતાના બાપના રાજનાં.
પણ અત્યારે તો ઈ ઝાડવાં ખારાં ઝેર છે બાપુ ભાલાળાને.
માતાજીનું થાનક ભોંયરામાં છે. માથે લાખો મણની શલ્યા પડેલ છે.
ડાયો શા કહે, “બાપુ ભાલાળા, તારો બાપ હતો બત્રીસલક્ષણો પુરુષ. ટચલી આંગળી વાઢીને લોહીનું ટીપું છાંટતાં, એટલે શલ્યા આઘી જઈ પડતી.”
“એમ? તો તો જેનો બાપ બત્રીલક્ષણો એના દીકરા ય બત્રીલક્ષણા.”
બાપુ ભાલાળે ટચલી આંગળીનું લોહી છાંટીને હજી કટાર મ્યાન નથી કર્યો, ત્યાં દેવળમાંથી અવાજ ઊઠ્યો :
{{Poem2Close}}
ખમા ખમા રે મારા બાપુ બુઢાને રે આજ રે
વારણિયાં ને લઈ આવું રે માડીજાયા વીરના.
દેવળને પડખે માતાજીની દેવાંગના ઘોડી, ચૂંદડી અને ભમરિયો ભાલો દેખ્યાં.
માતાજીએ અવાજ દીધો : બાપુ ભાલાળા, ઈ ઘોડી રે’વા દે. ભોંયરાની રે’નારી છે, બાહ્યલો પવન નહીં ખમી શકે. વછેરી લઈ જાવ. આજથી છ મહિને રાંગું વાળજે.
મૂરત જોયું રે એવું સાતમ ને સોમવાર રે,
આઠમને લગને રે ચડણ કેસર કાળવી.
કાળવી કેશર વછેરીને માથે, છ મહિને મૂરત જોવરાવીને બાપુ ભાલાળાએ શણગાર નાખ્યા.
બાપુ ભાલાળો લળી લાગે દેવળને રે પાય રે,
બાનાની લજાયું રે માડી! મારી રાખજો.
હે માતાજી! તમારું બિરુદ-બાનું લઈને જાઉં છું, મારી લાજ રાખજો!
બાપુ ભાલાળા, લેજો દેવળ કેરાં રે નામ રે,
નામડિયાં લઈને ય રે નવ ખૂંટા નાખજો.
માતા કહે છે કે હે વીર બાપુ ભાલાળા! ગુંજવા ગામને માથે ચડો ત્યારે દેવસ્થાનનું સ્મરણ કરજો. અને અમારું નામ લઈને નવ ખૂંટા ધરતી માથે ખોડજો.
બાપુ ભાલાળા વીર! નાખો સોનેરી સામાન રે,
જરકશી ને જામાની રે કેશરને રે ઝૂલડી.
અને વીરા બાપુ ભાલાળા! કેશર વછેરીને માથે સોનેરી પલાણ તથા જરકશી જામાની ઝૂલ્ય નાખજો.
{{Poem2Close}}