પરિભ્રમણ ખંડ 1/પુરુષોત્તમ માસ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પુરુષોત્તમ માસ}} {{Poem2Open}} [આ વાર્તા કહેવાનો લહેકો તદ્દન જુદો...")
 
No edit summary
Line 48: Line 48:
છઠ્ઠામાં પોખરાજ ને પરવાળાં દીઠાં છે.
છઠ્ઠામાં પોખરાજ ને પરવાળાં દીઠાં છે.
પણ સાતમો ઓરડો ઉઘાડવાની તો સાસુએ ના પાડી છે. એવું તે એમાં શું હશે? વહુનું મન તો વાર્યું રહેતું નથી. સાતમો ઓરડો ઉઘાડે ત્યાં તો આ હા હા હા! આ કોણ?
પણ સાતમો ઓરડો ઉઘાડવાની તો સાસુએ ના પાડી છે. એવું તે એમાં શું હશે? વહુનું મન તો વાર્યું રહેતું નથી. સાતમો ઓરડો ઉઘાડે ત્યાં તો આ હા હા હા! આ કોણ?
{{Poem2Close}}
<poem>
:::પીળાં પીતાંબર પહેર્યાં છે,
:::લાલ ચાખડીએ ચડ્યા છે.
:::મોર મુગટ ને છત્તર ધર્યાં છે,
:::હાથમાં પુસ્તક ને પાનાં છે.
:::કંચનવરણી તો કાયા છે,
:::ડાબે ખંભે જનોઈ પડી છે.
:::કપાળે ચંદનની આડ્ય કરેલી છે,
:::ઘીના દીવાની જ્યોતો બળે છે.
</poem>
{{Poem2Open}}
બાઈ તો ઘૂમટો કાઢીને ઊભી રહી ગઈ છે. એના મોંમાંથી તો વાચા ફૂટતી નથી.
પાટલે બેઠેલો પુરુષ બોલે છે કે ‘હે સતી! તમે આંહીં શું કામે આવ્યાં? શા માટે આ ઓરડો ઉઘાડ્યો? બીડી દો, ઝટ બીડી દો, ઝટ બીડી દો, મારાં માબાપનાં વ્રત ભાંગશે. બહાર પધારો. માબાપ આવશે અને આપણને લજ્જા લાગશે.’
બાઈ તો પૂછે છે કે ‘હવે કે’દી બહાર નીકળશો? બા–બાપાએ કપટ કરીને મને શીદને કહ્યું કે તમે કાશીએ ગયા છો? બોલો, હવે કે’દી બહાર નીકળશો?’
‘જાઓ સતી! હવનને ટાણે હું બહાર નીકળીશ.’
બાઈએ તો ઊજમે ઊજમે સાત ભંડારા વાસી દીધા છે. ફૂલ ફૂલ જેવું રાંધ્યું છે.
ત્યાં તો સાસુ–સસરો ઘેર આવ્યાં છે. દોડીને બાઈએ તો પોતિયાં લીધાં છે. કળશા ભરી દીધા છે. પાટલા ઢાળી દીધા છે. ભાણાં પીરસી દીધાં છે ને રૂડી રીતે જમાડ્યાં–જુઠાડ્યાં છે.
વહુને તો હરખાળી ભાળીને સાસુ સમજ્યાં કે સાત ભંડારની કૂંચીઓ દીધાંથી વહુ રિઝ્યાં છે.
એમ કરતાં કરતાં તો અમાસ આડા ચાર દી રહ્યા છે.
વહુ કહે છે કે ‘બાઈજી, બાઈજી, જગન આદરો.’
બાઈજી કહે, ‘સારુ બાપુ, તમારી મરજી! તમારે કરવું છે ને તમારે વાવરવું છે. ભંડારની કૂંચિયું તો તમારી જ પાસે છે.’
વહુએ તો દળાવ્યું છે, ભરડાવ્યું છે, ને તૈયાર ટપકે રાંધ્યું છે.
અમાસનો દિવસ આવ્યો છે. વહુને સાસુએ ગામમાં નોતરાં દેવા મોકલ્યાં છે. પણ કોઈએ એનાં નોતરાં ઝીલ્યાં નથી. ગામના લોકો વાંઝિયાંનાં ઘરનું ખાવાની ના પાડે છે.
વહુ તો ઘેર આવી છે. બાઈજીને વાત કરી છે. બાઈજી કહે, ‘ઠીક ત્યારે, પીપળાને નોતરાં દઈ આવો.’ વહુ તો સંધાય પીપળાને નોતરાં દઈ આવી છે. એકેય પીપળાને ભૂલી નથી. બધા પીપળાએ એનાં નોતરાં ઝીલ્યાં છે.
સાંજ પડી છે. પીપળાએ તો બામણના વેશ લીધા છે. ડોસીને ઘેર જમવા નીકળ્યા છે. પીળાં પીતાંબર પહેર્યાં છે. હાથમાં લોટા લીધા છે ને સૌ પીપળા મંડપમાં આવ્યા છે.
મંડપમાં તો મનખો માતો નથી. હોમ હવન થાય છે. વેદના મંતર બોલાય છે. આખું ગામ હસે છે કે ‘આ વાંઝિયાં વરણીમાં દીકરો ક્યાંથી કાઢશે?’
કોઈ કહે, ‘મને ખોળે લેશે!’ કોઈ કહે કે ‘ના, ઈ તો મને ખોળે લેશે!’
એમ કરતાં તો વખત ભરાઈ ગયો છે. વહુ–દીકરાને પધરાવવાનો સમય થયો છે.
ડોસી ને ડોસો તો ઘરમાં સંતાઈ ગયાં છે. કાન આડાં પૂંભડાં દીધાં છે, ગળાટૂંપો ખાવાની તૈયારી કરે છે.
ત્યાં તો વહુ આવી છે કે ‘કાં બાઈજી, આ શું કરો છો? તમારા દીકરાને બોલાવો ને!’
સાસુની આંખમાં તો આંસુડાં હાલ્યાં જાય છે. કહે છે કે ‘અરેરે બેટા, કોને બોલાવું?’
વહુ કહે કે ‘નામ લઈને બોલાવો ને!’
‘અરેરે બાપા, કોનું નામ ને કોનું ઠામ?’
‘જેનો મહિનો નાવ છો એનું નામ લઈને બોલાવો.’
બાઈજી તો રોતાં રોતાં બોલ્યાં છે કે ‘બેટા પુરુષોત્તમ!’
ત્યાં તો બારણાં ભડભડવા માંડ્યાં છે.
બાઈજી ફરી વાર બોલ્યાં છે કે ‘બેટા પુરુષોત્તમ!’
ત્યાં તો ભોગળ ભાંગી ગઈ છે. ‘ચટાક! ચટાક!’ ચાખડી બોલી છે. અને —
{{Poem2Close}}
{{Poem2Close}}