વિશ્વપરિચય/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 48: Line 48:
<center>સર ફિરોઝશાહ મહેતા રોડ, મુંબઈ-૧</center>
<center>સર ફિરોઝશાહ મહેતા રોડ, મુંબઈ-૧</center>
<br>
<br>
<hr>
{{Poem2Open}}
<center>'''નિવેદન'''</center>
વિશ્વવિખ્યાત સાહિત્યશિરોમણિ રવીન્દ્રનાથ ઠાકુરના ગ્રંથોને શબ્દાળુ નિવેદનની જરૂર હોય જ નહીં, પરંતુ વિશ્વપરિચય જેવા વિજ્ઞાનપ્રધાન પુસ્તકને વિશે કાંઈક લખવાની જરૂર લાગે છે, કારણ કે ગુજરાત વિજ્ઞાનવિમુખ છે અને ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાનમૂલક સાહિત્યની અભિવૃદ્ધિ માટે ગુજરાતના જ્યોતિર્ધરોની ઉદાસીનતા અક્ષમ્ય છે.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વિજ્ઞાનના ઘણાં પુસ્તકો મેં વાંચ્યા છે. ‘વિજ્ઞાનવિનોદ’ અને ‘વિજ્ઞાનવિચાર’ એ પુસ્તકો મેં ગુજરાતીમાં લખ્યાં છે. અને બીજા પુસ્તકની બે આવૃત્તિ થવા છતાં પણ મને તેનાથી સંતોષ નથી. પરંતુ ‘વિશ્વપરિચય’ એક અપૂર્વ પુસ્તક છે. તે એક કેવળ શુષ્ક વૈજ્ઞાનિકની અરસિક કલમનું પરિણામ નથી; પણ જીવનભર વિજ્ઞાન અને સાહિત્યમાં રસ લેનાર કવિશિરોમણિની પરિપકવ વયે ઉત્તમોત્તમ જ્ઞાનની રસલ્હાણી છે. રવિબાબુનો વિજ્ઞાનપ્રેમ કેવળ અસીલને કેસ સમજવા જેટલો છીછરો નહોતો પણ તેમના શબ્દોમાં કહીએ તો ‘વિજ્ઞાનનાં પુસ્તકો ઉપરાઉપરી વાંચતા મનમાં પ્રાપ્ત થયેલી એક પ્રકારની વૈજ્ઞાનિક મનોવૃત્તિ સ્વાભાવિક બની ગઈ હતી’ તેનું પરિણામ ગણી શકાય.
આ પુસ્તકમાં તેમના પ્રતિભાજન વૈજ્ઞાનિક મિત્ર સત્યેન્દ્રનાથ બસુને લખેલી અર્પણપત્રિકા રવિબાબુના માનસનું સુંદર વર્ણન આપે છે. કવિનો વિજ્ઞાનપ્રેમ તેમના પિતાશ્રીએ બાળપણમાં જ, ગિરિશૃંગોની મુસાફરીમાં આકાશના નક્ષત્ર, ગ્રહો, તારા, તેમની ગતિ વગેરેમાં રસ ઉપજાવીને, ઉત્પન્ન કર્યો હતો. રવિબાબુનું બીજું એક મુખ્ય વિધાન એ છે કે ‘વિજ્ઞાનમાંથી જે ચિત્તનો ખોરાક મેળવી શકે છે તેઓ તપસ્વી છે’, અને અંધવિશ્વાસમાંથી બચાવવાને માટે આપણા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક મનોવૃત્તિ કેળવવાની જરૂર છે. પરંતુ તે કાર્ય માતૃભાષા દ્વારા થવું જોઈએ; અને તેથી માતૃભાષામાં વૈજ્ઞાનિક પુસ્તકોની સંખ્યા વધારનાર અનુવાદક, લેખક અને પ્રકાશક એ સર્વેને અનેક ધન્યવાદ ઘટે છે.
આપણા દેશની ભાષાઓમાં વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ થાય એ વિષે રવિબાબુની ધગશ ઘણી હતી. હિંદની ભાષાઓમાં વૈજ્ઞાનિક શબ્દકોશ તૈયાર કરવાને માટે ૧૯૩૩માં તેમણે ઘણી મહેનત કરેલી અને અનેક વિદ્વાનોનો સહકાર માગેલો. તે વખતે મને તેમની સાથે ગાઢ પરિચયમાં આવવાનો પ્રસંગ મળેલો અને તેમની દેશપ્રીતિ, સાહિત્યપ્રેમ, વિજ્ઞાન પ્રેમ અને તે ઉપરાંત સાટ કામ કરવાની શક્તિને મને પ્રત્યક્ષ અનુભવ થયેલ. આ પુસ્તકમાં વપરાયેલી સાદી પરિભાષા તે સમયના વિચારમંથનનું પરિણામ છે, અને અંગ્રેજી શબ્દોનો ત્યાગ કર્યા સિવાય દેશી ભાષાના સંસ્કાર કેવી રીતે પોષી અને ઉત્તેજી શકાય છે એ તેમણે બતાવ્યું છે. આ સંસ્કારી અને સાદી ભાષાનો સુંદર અનુવાદ કરવાનું કામ શ્રી નગીનદાસ પારેખે સફળ રીતે કર્યું છે. ગુજરાતી ભાષાના વૈજ્ઞાનિક સાહિત્યમાં આના કરતાં વધારે સુંદર, સફળ, અને અદ્યતન માહિતીવાળું બીજું એક પણ પુસ્તક મારી જાણમાં નથી.
પોતાની વધતી જતી ઉમરે પણ વિજ્ઞાનની અને સાહિત્યની જે અમૂલ્ય સેવા રવિબાબુએ બજાવી છે તે ઉપરથી ગુજરાતી સાહિત્યકારો પોતાની ફરજ કાંઈક સમજશે એ આશા વ્યર્થ નહિ ગણાય. ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના સંચાલકો વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ માટે કેવળ ઉદાસીનતા નહિ પણ સ્પષ્ટ વિરોધ ધરાવે છે તેનો અનુભવ મેં પરિષદૂની મધ્યસ્થ સભામાં કરેલો છે, મારી આશા છે આ સુંદર પુસ્તક જોઈને અને રવિબાબુએ પિતાની આ કૃતિમાં રેડેલા પોતાના આત્માના અનુભવનો ખ્યાલ લઈને સાહિત્ય પરિષદના સંચાલકો ગુજરાતી ભાષામાં વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ વિષે યોગ્ય સહકાર આપવા તત્પર થશે. માતૃભાષા દ્વારા વિજ્ઞાનનો પ્રચાર ન થાય ત્યાં સુધી સમાજ અંધશ્રદ્ધા અને અજ્ઞાનના અંધકારમાં જ ડૂબ્યો રહેવાનો.
વૈજ્ઞાનિકો માતૃભાષામાં સુંદર રીતે લખી શકતા નથી એ વાત સુપ્રસિદ્ધ છે, તો તેમને સહકાર આપીને સાહિત્યકારો પણ રવિબાબુની પેઠે આ દિશામાં પ્રગતિ સાધી શકે. આ દિશામાં કરેલા પ્રયાસ માટે ગુજરાતી સમાજ શ્રીયુત સારાભાઈ ભોગીલાલ ચોકસી અને નગીનદાસ પારેખનો ઋણી રહેશે; તેઓશ્રી આવા વિજ્ઞાનમૂલક બીજા ગ્રંથો પ્રસિદ્ધ કરીને આ કાર્ય આગળ ધપાવશે એવી આશા રાખું છું.
લલિતકુંજ, ખાર
{{Right|'''પોપટલાલ ગોવિંદલાલ શાહ'''}}
મુંબાઈ-૨૧
તા. ૧૩-૧૨-૪૩
{{Poem2Close}}
{{HeaderNav2
{{HeaderNav2
|next = કવિની સામાજિક ભૂમિકા
|next = કવિની સામાજિક ભૂમિકા
}}
}}