ખારાં ઝરણ/મૃત્યુ: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 260: Line 260:


{{Right|૩-૧૦-૨૦૦૮}}
{{Right|૩-૧૦-૨૦૦૮}}
------
<poem>
પોપટને પણ પૂછ્યું પલાખું,
કોઈ રીતે તારું મન રાખું.
અરધાં અરધાં થઇ ગયાં તો,
ક્યાંથી આવે અશ્રુ આખું?
સદા અતિથી વિચાર આવ્યો,
ખુલ્લો આ દરવાજો વાખું?
નભમાં ક્યાં એકકેય માળો?
પંખીનું શું ભવિષ્ય ભાખું?
છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં, નાખું?
</poem>
{{Right|૪-૧૧-૨૦૦૮}}
--------
<poem>
વહાણને ડૂબાડનારી ક્યાં જડે?
પાણી પર પગલાં હવાનાં ક્યાં પડે?
સાચવીને રાખ એને આંખમાં,
સ્વપ્ન છે; આંસુની માફક નહીં દડે.
કૈંક વરસોથી ચલણમાં ન રહ્યું,
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે?
ભીંત પર એકાદ પડછાયો હજી,
દેહ શોધી કાઢવા હાંફે ચડે.
તું કસોટી કર નહીં ‘ઈર્શાદ’ની,
મૂર્ખ છે, એને કશું નહીં આવડે.
</poem>
{{Right|૬-૧૧-૨૦૦૮}}
---------
<poem>
ક્યાં ફિતૂરી ફાંકડી છે?
બોબડી બારાખડી છે.
હોય ક્યાં હસ્તામલકવત્,
કોઈને ક્યાં આવડી છે?
અંગને સંકોચ, વહાલા,
આ ગલી તો સાંકડી છે.
જો, ગહનમાં એ ઘમકતી,
તીક્ષ્ણ વેધક શારડી છે.
રોજ નબળો દેહ પડતો,
ને તને જીવની પડી છે.
પાણીને તળિયે હતી એ,
રેત રણમાંથી જડી છે.
શ્વાસ શું ‘ઈર્શાદ’ છોડે?
જિંદગી જિદ્દે ચડી છે.
{{Right|૧૨-૧૨-૨૦૦૮}}
</poem>
<poem>
તાક્યો એણે કેમ તમંચો?
શું કહે છે, તારો વહીવંચો?
રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે?
અટકાવી દે શ્વાસનો સંચો.
એક ન જડતો સાચો માણસ,
ક્યાંથી ભેગા કરશો પંચો?
આંખોમાં એક્કે ના આંસુ,
તમે છાપરાં શીદને સંચો?
જીવ જશે જ્યારે ઝંપે છે,
શરીરનો ‘ઈર્શાદ’ સકંચો.
</poem>
{{Right|૨૦-૧૨-૨૦૦૮}}