સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/હજાર વર્ષ પૂર્વે: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હજાર વર્ષ પૂર્વે|}} {{Poem2Open}} એક હજાર વર્ષ પૂર્વે, એક દિવસ સાંજે, પાટણ નગરીમાં સરોવરને કાંઠે બે બાવાઓએ આવીને પોતાના ખભા ઉપરથી ગંગાજળની કાવડ ઉતારી, વિસામો ખાવા બેઠા. હાથીની સૂંઢ જ...")
 
No edit summary
Line 24: Line 24:
આઠમે દિવસે ઘોડીએ ઠાણ દીધું. આખી કચેરી જોવા મળી. અઢારેય આલમ ટાંપીને બેઠી હતી. ત્યાં તો ગામમાં રણકાર ઊઠ્યો કે જોગીનાં વેણ સાચાં પડ્યાં! સાચાં પડ્યાં!
આઠમે દિવસે ઘોડીએ ઠાણ દીધું. આખી કચેરી જોવા મળી. અઢારેય આલમ ટાંપીને બેઠી હતી. ત્યાં તો ગામમાં રણકાર ઊઠ્યો કે જોગીનાં વેણ સાચાં પડ્યાં! સાચાં પડ્યાં!
રાજાએ પૂછ્યું : “જાદુગર છો? ત્રિકાળજ્ઞાની છો?”
રાજાએ પૂછ્યું : “જાદુગર છો? ત્રિકાળજ્ઞાની છો?”
“ના, બાપ!” અંધ બાવો કહે : “જાદુગરેય નથી, ને ત્રિકાળજ્ઞાનીયે નથી. શાળહોત્ર  ગ્રંથ ભણ્યો છું. આંખો નથી એટલે અવાજ ઉકેલું છું. ફડાકો બોલ્યો હતો તેનો અવાજ પારખીને ઘોડીના પેટની વાત વાંચી.”
“ના, બાપ!” અંધ બાવો કહે : “જાદુગરેય નથી, ને ત્રિકાળજ્ઞાનીયે નથી. શાળહોત્ર<ref>અશ્વવિદ્યાનું પ્રાચીન શાસ્ત્ર.</ref> ગ્રંથ ભણ્યો છું. આંખો નથી એટલે અવાજ ઉકેલું છું. ફડાકો બોલ્યો હતો તેનો અવાજ પારખીને ઘોડીના પેટની વાત વાંચી.”
રાણીવાસમાંથી કચેરીમાં કહેણ આવ્યાં કે સેનાબાએ એવા આંધળા ને બુઢ્ઢા જોગીની સાથે પરણવાની ના પાડી છે. તે વખતે જોગી પ્રગટ થયા : ટૂંકટોડા રાજના ધણી બે સોલંકી ભાઈઓ : નામે બીજ અને રાજ : ગોત્રહત્યા લાગેલી તેનું પ્રાયશ્ચિત્ત લેવા ગંગાજળની કાવડ ઉપાડી દ્વારકા રણછોડરાયજીને નવરાવવા જતા હતા. સોલંકી જેવું ઊંચું કુળ મળવાથી સેનાબાએ કબૂલ કર્યું. પણ મોટાભાઈ બીજકુમાર બોલ્યા : “હું તો અંધ છું. મારે માથે હવે પળિયાં આવ્યાં. હું નથી પરણ્યો, પરણવુંયે નથી. મરજી હોય તો મારા નાનેરા ભાઈને જમાઈ કરો.”

રાજની સાથે સેનાબાનો હથેવાળો થયો. સેનાબાને ઓધાન રહ્યું. નવ મહિને દીકરો આવ્યો. પ્રસવ થાય તે વખતે જન્માક્ષર લેવા જોષીને બેસાડેલા. પ્રસવ થયો તેની બરાબર ઘડી લેવા માટે બહાર બેઠેલા જોષી પાસે ઓરડામાંથી દડી ફેંકવાની હતી. બાનડીએ દડી બે ઘડી મોડી નાખી, એટલે ખોટી ઘડી લેવાણી. જન્મોત્રીમાં ગણતરી કરીને જોષીએ નિસાસો નાખ્યો. માતાએ પુછાવ્યું : “કહો જોષીરાજ! જન્માક્ષર શું કહે છે?”

Line 44: Line 44:
વાઘણને ધાવનાર એ બાળકનું નામ પડ્યું મૂળરાજ.
વાઘણને ધાવનાર એ બાળકનું નામ પડ્યું મૂળરાજ.
રાજ ને બીજ એકલા રણછોડરાયને નવરાવવા દ્વારકાને માર્ગે ચાલી નીકળ્યા.
રાજ ને બીજ એકલા રણછોડરાયને નવરાવવા દ્વારકાને માર્ગે ચાલી નીકળ્યા.
<center>*</center>
એક હજાર વર્ષ પૂર્વે કચ્છના કેરાકોટ નગરના રાજ-ઝરૂખે ચાર બાઈઓ, ઇન્દ્રભુવનની ચાર અપ્સરા જેવી, બેઠી હતી : એક સોન રાણી, બીજી જહી બારોટાણી, ત્રીજી નેત્રમ બાનડી ને ચોથી ડાહી ડુમડી. કચ્છ દેશની મરદાનગી એમનાં કદાવર અંગોમાં ચમકતી હતી. ચારેયના ધણી રણે ચડ્યા હતા.

આથમતા સૂરજ મહારાજે અસ્તાચળ ઉપરથી રજપૂતાણીને ભાળી. પોતાનાં હજારો ફૂલોની ડાળીમાંથી એ ઝરૂખામાં એણે એક ફેંક્યું. રાણીએ ફૂલ સૂંઘ્યું. પેટમાં કંઈક ટાઢો શેરડો પડ્યો. પછી બારોટાણીએ, બાનડીએ ને ડુમડીએ વારાફરતી સૂંઘ્યું. “ઓય રે રાણીમા! પેટમાં કોણ જાણે શુંયે થઈ ગયું!” — એમ ત્રણેય જણી બોલી. કોઈક જતિ-જોગટાનું મંત્રેલું માનીને બાનડીએ ફૂલ બારીએથી ફેંકી દીધું. ફૂલ ઘોડારમાં પડ્યું. સો-સો ઘમસાણોમાં ઝૂઝેલી પરનાળ નામની ઘોડી ત્યાં બાંધેલી હતી. એણે એ સૂંઘ્યું, પાંચેયને ઓધાન રહ્યાં.

{{Poem2Close}}
<poem>
જહીએ માવલ જનમિયો, લાખણસી સોનલ,  
જહીએ માવલ જનમિયો, લાખણસી સોનલ,  
નેત્રમ માગેણો હુવો, ડાઈ જાઈ કમલ.
નેત્રમ માગેણો હુવો, ડાઈ જાઈ કમલ.
[જહી બારોટાણીને માવલ સાબાણી નામે પ્રખ્યાત બારોટ જન્મ્યો, સોનલ રાણીને લાખો ફુલાણી અવતર્યો, નેત્રમ દાસીને માગેણો અને ડાહી ડુમડીને કમલ.]
</poem>
{{Poem2Open}}
'''[જહી બારોટાણીને માવલ સાબાણી નામે પ્રખ્યાત બારોટ જન્મ્યો, સોનલ રાણીને લાખો ફુલાણી અવતર્યો, નેત્રમ દાસીને માગેણો અને ડાહી ડુમડીને કમલ.]'''
રાજમાતાની કૂખે કુંવર લાખો જન્મ્યો. એના જન્મને દિવસે જગતમાં શું બન્યું?
રાજમાતાની કૂખે કુંવર લાખો જન્મ્યો. એના જન્મને દિવસે જગતમાં શું બન્યું?
{{Poem2Close}}
<poem>
જે દી લાખો જનમિયો, ધરપત કાછ ધરા,  
જે દી લાખો જનમિયો, ધરપત કાછ ધરા,  
તે દી પીરાણા પાટણજા, કોઠા લોટ કરા.
તે દી પીરાણા પાટણજા, કોઠા લોટ કરા.
[કચ્છનો ધરાપતિ લાખો જે દિવસે જન્મ્યો, તે દિવસે જ બરાબર એના પિતા ફૂલે અણહિલપુર પાટણના કિલ્લાને ભોંભેળો કરી નાખ્યો.]
</poem>
{{Poem2Open}}
'''[કચ્છનો ધરાપતિ લાખો જે દિવસે જન્મ્યો, તે દિવસે જ બરાબર એના પિતા ફૂલે અણહિલપુર પાટણના કિલ્લાને ભોંભેળો કરી નાખ્યો.]'''
સૂરજનો કુમાર આવા વીર-શુકન લઈને ધરતી પર ઊતર્યો. એના જન્મની ખુશાલીના ડંકા ચોરાની ઝાલર ઉપર નહિ પણ ગુજરાતના પાટનગરના ગઢની દીવાલ ઉપર વગડ્યા. એની છઠ્ઠીના લેખ લખનારી વિધાતા મોળો અક્ષર કાઢતાં કાંપી ઊઠી હશે.
સૂરજનો કુમાર આવા વીર-શુકન લઈને ધરતી પર ઊતર્યો. એના જન્મની ખુશાલીના ડંકા ચોરાની ઝાલર ઉપર નહિ પણ ગુજરાતના પાટનગરના ગઢની દીવાલ ઉપર વગડ્યા. એની છઠ્ઠીના લેખ લખનારી વિધાતા મોળો અક્ષર કાઢતાં કાંપી ઊઠી હશે.
બાપની સાથે કુંવર લાખાને અણબનાવ થયો; મોઢું જોવાનુંયે સગપણ ન રહ્યું. સૂરજનો પુત્ર જુવાનીના રંગ રમવા સોરઠને કાંઠે ઊતર્યો; કંઈ ઘમસાણ બોલાવ્યાં; આઠ-આઠ કોટની રચનાવાળું એક નગર બાંધ્યું.
બાપની સાથે કુંવર લાખાને અણબનાવ થયો; મોઢું જોવાનુંયે સગપણ ન રહ્યું. સૂરજનો પુત્ર જુવાનીના રંગ રમવા સોરઠને કાંઠે ઊતર્યો; કંઈ ઘમસાણ બોલાવ્યાં; આઠ-આઠ કોટની રચનાવાળું એક નગર બાંધ્યું.
Line 66: Line 74:
બીજ બોલ્યા : “બાપા લાખા રાવ! મારી વિદ્યાને કોઈનું શોક્યપણું ન પાલવે. મરજી વધતી હોય તો રાજને જમાઈ કરો.”
બીજ બોલ્યા : “બાપા લાખા રાવ! મારી વિદ્યાને કોઈનું શોક્યપણું ન પાલવે. મરજી વધતી હોય તો રાજને જમાઈ કરો.”
ઊઘડતા ગુલાબ જેવો રાજ શોભતો હતો. એની વિદ્યા એક જ હતી ને તે મસ્તકમાં નહોતી, ભુજામાં હતી. એ જ્યારે માથું હલાવતો ત્યારે સાવજ જાણે પોતાની કેશવાળી ખંખેરતો હોય એવો પ્રતાપી દેખાતો. લાખાની બહેન બીજા કોને પરણી શકે? વેલડી આંબાને વીંટાય. તેમ રાંયાજી રાજને પરણી.

આંધળો બીજ ખંભે કાવડ ધરીને રસાલા સાથે દ્વારકા ચાલ્યો ગયો છે; રાજ આટકોટમાં જ રહ્યો છે. રાંયાજીને ઓધાન રહ્યું છે. રાતદિવસ ગર્ભ ખીલતો જાય છે — સુભદ્રાના પેટમાં જાણે અભિમન્યુ!
આંધળો બીજ ખંભે કાવડ ધરીને રસાલા સાથે દ્વારકા ચાલ્યો ગયો છે; રાજ આટકોટમાં જ રહ્યો છે. રાંયાજીને ઓધાન રહ્યું છે. રાતદિવસ ગર્ભ ખીલતો જાય છે — સુભદ્રાના પેટમાં જાણે અભિમન્યુ!
કાળ આવવો છે ને! એક દિવસ સાળો-બનેવી સોગઠાંની રમત માંડે છે. સામસામાં પઘડાં પાકે છે, કાંકરીઓ ઢિબાય છે, અને ગોઠણભેર થઈ થઈને બેય જણા પાસા ફેંકે છે. લાખાની એક જ સોગઠી રહી. એ સોગઠીને પાકીને ઘરમાં જવાની વાર નહોતી, ત્યાં રાજે દાણિયા નાખ્યા. લાખાની સોગઠી ઊડી. ‘મારા સાળાની! ક્યારની સંતાપતી’તી’ કહીને રાજે સોગઠી પર સોગઠી મારી; એક ઘાએ ભાંગીને ભૂકા કર્યા. આંગળીમાંથી લોહીના ત્રસકા ટપક્યા.

Line 78: Line 86:
ખડગ લઈને એ એકલો ધાયો. ગાયો લઈને લાખો તો સીમમાં વાટ જોતો હતો. એને તો રાજની સાથે જ ચાર આંખો મેળવવી હતી. બનેવીને એણે આવવા દીધો, ખૂબ પાસે આવવા દીધો; પછી પાઘડી હાથમાં લઈને સામો ચાલ્યો : “એ રાજ, આટકોટ હાલ્ય! તને તેડવા આવ્યો છું. રાંયા રોવે છે!”

“લાખા! મરદ થા. હવે ગોટા વાળ્ય મા.” એમ કહીને એણે ખડગ ચલાવ્યું. લાખાનું માથું જોતજોતામાં ઊડી જાત, પણ એણે વખતસર ભાલો ઝીંક્યો. રાજ વીંધાઈ ગયો. પહાડ જેવી કાયા ભોંય પર પછડાણી. લાખાએ પોતાના માથાનો ફેંટો કાઢીને એ શબ ઉપર ઓઢાડી દીધો. એણે પોતાની આંખો લૂછી કપાળ કૂટ્યું.

વિધવા બહેન રાંયાના ખોળામાં ભાણેજ રમવા મંડ્યો છે; એનું નામ પાડ્યું છે રાખાઈશ. બાપનું મોં તો રાખાઈશે જોયું નથી; મામા જ એનાં લાડકોડ પૂરાં કરે છે. મા અને મામા : એ બે સિવાય કોઈક કુટુંબી જાણે ખોવાઈ ગયું હોય, એમ એની આંખો ચારેકોર જોયા કરતી.

કોઈ બાનડી કહેતી : “બા, બરોબર જાણે ઈ જ મોઢું હોય!”
કોઈ બાનડી કહેતી : “બા, બરોબર જાણે ઈ જ મોઢું હોય!”
Line 129: Line 137:
ચાકરે ડોકું ધુણાવ્યું.
ચાકરે ડોકું ધુણાવ્યું.
“હં! સમજાણું!” લાખાની બેય ભમ્મર ખેંચાઈને ભેળી થઈ.
“હં! સમજાણું!” લાખાની બેય ભમ્મર ખેંચાઈને ભેળી થઈ.
<center>*</center>
આજે સોમવાર છે. મામા શિવાલયે જાય છે. સાથે સૈન્ય તૈયાર થાય છે. કોઈ દિવસ નહિ, ને આજે રાખાઈશ હથિયાર બાંધે છે. મામાએ ભાણેજની તૈયારી જોઈ. ભાણેજના અંગ ઉપર કેસરિયાં છાંટણાં દેખ્યાં. ભાણેજની આંખોમાં છેલ્લી વિદાયના રંગ જોયા. આજ દગો થવાનો. મામાએ લશ્કરને હથિયાર બાંધવાનો હુકમ દીધો.

આગળ ભાણેજ ને પાછળ મામા : ભાદરમાં સ્નાન કરી, ધોતિયું પહેરી, ત્રિપુંડ તાણી, મામા શિવાલયમાં બેઠા. ૐકારના ધ્વનિ એમના પહાડી ગળામાંથી ગાજવા લાગ્યા. ઘીના દીવા થંભીને લાખાનાં સ્તવનો સાંભળી રહ્યા છે. શિવાલયને પગથિયે, મામાનાં હથિયાર અને બખ્તર લઈને રાખાઈશ બેઠો છે. તરવારની મૂઠ ઉપર પોતાનું દૂધમલિયું માથું ટેકવ્યું છે. મામાના મોંના ૐકારની સાથે જ એકતાલ બનીને ભાણેજના મોંમાંથી નિસાસા છૂટે છે. ભાદરને બેય કાંઠે લશ્કરનો વ્યૂહ રચાવા માંડ્યો છે.

Line 137: Line 145:
‘ઓ...હો! આખું લશ્કર ખળું થઈ ગયું!’ લાખો જોઈ રહ્યો.
‘ઓ...હો! આખું લશ્કર ખળું થઈ ગયું!’ લાખો જોઈ રહ્યો.
મૂળરાજ લગોલગ આવી પહોંચ્યો. મામો-ભાણેજ કંઈકને કાપતા-કાપતા મુડદાંના ગંજો ઉપર પગ મેલીમેલીને આગળ વધે છે. ભાણેજ મામાની મોખરે ચાલીને મામાના ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે.
મૂળરાજ લગોલગ આવી પહોંચ્યો. મામો-ભાણેજ કંઈકને કાપતા-કાપતા મુડદાંના ગંજો ઉપર પગ મેલીમેલીને આગળ વધે છે. ભાણેજ મામાની મોખરે ચાલીને મામાના ઉપર આવતા ઘા પોતાના દેહ પર ઝીલતો આવે છે.
{{Poem2Close}}
<center>*</center>
<poem>
ઓ ઊડે ગરજાણ, (જેને) ગોકીરે ગજબ થિયો,  
ઓ ઊડે ગરજાણ, (જેને) ગોકીરે ગજબ થિયો,  
હૈડા, હાલ્ય મેરાણ, રણ જોવા રાખાશનું.
હૈડા, હાલ્ય મેરાણ, રણ જોવા રાખાશનું.
</poem>
[ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઊડે છે; અને એની કારમી ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હૃદય, ચાલ, ચાલ, આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ.]
[ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઊડે છે; અને એની કારમી ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હૃદય, ચાલ, ચાલ, આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જઈએ.]
{{Poem2Open}}
“મૂળરાજ, માટી થાજે!” રાખાઈશે હાકલ દીધી.
“મૂળરાજ, માટી થાજે!” રાખાઈશે હાકલ દીધી.
“ભાઈ! ભાઈ!” એ મધરાતનો સૂર પારખીને મૂળરાજે ભાઈને સાદ કર્યો.
“ભાઈ! ભાઈ!” એ મધરાતનો સૂર પારખીને મૂળરાજે ભાઈને સાદ કર્યો.
Line 148: Line 160:
એક સમળા આવી. રાખાઈશે આઘે પડ્યાં પડ્યાં જોયું કે સમળા મામાની આંખો ઠોલવા જાય છે. મામાનો જીવ હવે ઘડી-બે ઘડી હતો. એને થયું : જીવતા મામાની આંખોનાં રતન જો સમળા કાઢી જશે તો મામાને અપ્સરા નહિ વરે; મારા મામાની અસદ્ગતિ થશે!

ઉઠાય તેટલું તો જોર નહોતું : શરીરના ટુકડા થઈ ગયા હતા. પોતાની આજુબાજુ ભોંય ઉપર હાથ પ્રસાર્યો. પણ હાથમાં પથ્થર નથી આવતો, અને ત્યાં તો સમળા મામાના માથા ઉપર બેઠી. રાખાઈશ ભાન ભૂલી ગયો. કમ્મરમાંથી કટારી કાઢવા હાથ લંબાવ્યો. પણ ત્યાં કટારી કેવી! માંસના લોચા લબડતા હતા.

કર ગો’ કટારી, કર ગો’ કાંચોળાં લગી,  
કર ગો’ કટારી, કર ગો’ કાંચોળાં લગી,  
વગ કોઈના વણશી, રણ ભડતે રાખાશની.
વગ કોઈના વણશી, રણ ભડતે રાખાશની.
[કટારની જગ્યા ઉપર હાથ ગયો. કટાર હાથમાં ન આવી. કાંચોળાં (આંતરડાં) બહાર લબડતાં હતાં તે ઉપર હાથ ગયો. આંતરડાંનો લોચો તાણ્યો. પેટમાં બાઝેલ હોવાથી તે તૂટ્યો નહિ. ઝોંટ મારીને તાણ્યો, તોડ્યો, સમળી સામે ઘા કર્યો. અધ્ધરથી લોચો ઝડપીને સમળી ઊડી ગઈ. લાખે શ્વાસ છોડ્યા. રાખાઈશે ‘રામ’ કહીને આંખો મીંચી. એ રણમાં લડતાં લડતાં રાખાઈશે બન્ને કુળ (વગ) — મોસાળનું કુળ અને પિતૃકુળ — ઉજ્જ્વળ બનાવ્યાં.]
</poem>
{{Poem2Open}}
'''[કટારની જગ્યા ઉપર હાથ ગયો. કટાર હાથમાં ન આવી. કાંચોળાં (આંતરડાં) બહાર લબડતાં હતાં તે ઉપર હાથ ગયો. આંતરડાંનો લોચો તાણ્યો. પેટમાં બાઝેલ હોવાથી તે તૂટ્યો નહિ. ઝોંટ મારીને તાણ્યો, તોડ્યો, સમળી સામે ઘા કર્યો. અધ્ધરથી લોચો ઝડપીને સમળી ઊડી ગઈ. લાખે શ્વાસ છોડ્યા. રાખાઈશે ‘રામ’ કહીને આંખો મીંચી. એ રણમાં લડતાં લડતાં રાખાઈશે બન્ને કુળ (વગ) — મોસાળનું કુળ અને પિતૃકુળ — ઉજ્જ્વળ બનાવ્યાં.]'''
{{Poem2Close}}
<poem>
કાપડ, માઢુ, લોહ, ધણ, નીંવડીએ વાખાણ,  
કાપડ, માઢુ, લોહ, ધણ, નીંવડીએ વાખાણ,  
રાખાઈશ ઘાએ છંડિયો, તોય ન મેલ્યો માણ.
રાખાઈશ ઘાએ છંડિયો, તોય ન મેલ્યો માણ.
[લૂગડું, મરદ, તરવાર ને સ્ત્રી — એ ચારેયનાં તો નીવડ્યે જ વખાણ થાય. આખર અવસ્થામાં કેવો ભાગ ભજવે છે, કેવી લાજ સાચવે છે, તે જોયા પછી જ એનાં વખાણ થાય. જેવી રીતે જુઓ, આ રાખાઈશ જખ્મોમાં છેક કપાઈ ગયો હતો તોય પોતાની ટેક એણે ન છોડી. સાચો સ્વામીભક્ત નીવડ્યો.]
</poem>
{{Poem2Open}}
'''[લૂગડું, મરદ, તરવાર ને સ્ત્રી — એ ચારેયનાં તો નીવડ્યે જ વખાણ થાય. આખર અવસ્થામાં કેવો ભાગ ભજવે છે, કેવી લાજ સાચવે છે, તે જોયા પછી જ એનાં વખાણ થાય. જેવી રીતે જુઓ, આ રાખાઈશ જખ્મોમાં છેક કપાઈ ગયો હતો તોય પોતાની ટેક એણે ન છોડી. સાચો સ્વામીભક્ત નીવડ્યો.]'''
{{Poem2Close}}
<poem>
રણ રિયા મ રોય, રોને રણ છાંડે ગિયાં,  
રણ રિયા મ રોય, રોને રણ છાંડે ગિયાં,  
મુવે જ મંગળ હોય, રણ મચિયાં રાખાશનાં.
મુવે જ મંગળ હોય, રણ મચિયાં રાખાશનાં.
[હે મરનારના સ્નેહીજન, તારાં જે વહાલાં રણમાં રહ્યાં (મર્યાં) તેને માટે કલ્પાંત મા કર. કલ્પાંત તો રણ છોડી નાસનારને માટે હોય. રણમાં મરનારનાં તો અપ્સરાની સાથે મંગળ લગ્ન થાય છે; એમાં રોવાનું હોય? રાખાઈશે પણ એવા જ રણસંગ્રામ મચાવ્યા.]
</poem>
{{Poem2Open}}
'''[હે મરનારના સ્નેહીજન, તારાં જે વહાલાં રણમાં રહ્યાં (મર્યાં) તેને માટે કલ્પાંત મા કર. કલ્પાંત તો રણ છોડી નાસનારને માટે હોય. રણમાં મરનારનાં તો અપ્સરાની સાથે મંગળ લગ્ન થાય છે; એમાં રોવાનું હોય? રાખાઈશે પણ એવા જ રણસંગ્રામ મચાવ્યા.]'''
કોઈ સ્વજન, રાખાઈશની કોઈ પ્રિયતમા, સ્મશાનમાં આવે છે. રાખાઈશને દહન દીધું છે ત્યાં આવીને રાખ તપાસે છે :
કોઈ સ્વજન, રાખાઈશની કોઈ પ્રિયતમા, સ્મશાનમાં આવે છે. રાખાઈશને દહન દીધું છે ત્યાં આવીને રાખ તપાસે છે :
{{Poem2Close}}
<poem>
રાખાઈશની રાખ, દાઝી તોય ડાકર કરે,  
રાખાઈશની રાખ, દાઝી તોય ડાકર કરે,  
ઉપર મેલું હાથ, (ત્યાં) ભણે મુંહીં ભેળી થઈ.
ઉપર મેલું હાથ, (ત્યાં) ભણે મુંહીં ભેળી થઈ.
[આ સળગી ગયેલા શરીરની રાખ પણ અવાજ કરે છે, ને હું હાથ મૂકું છું, ત્યાં તુરત જ ભેળી થઈને મને ભેટે છે.]
</poem>
{{Poem2Open}}
'''[આ સળગી ગયેલા શરીરની રાખ પણ અવાજ કરે છે, ને હું હાથ મૂકું છું, ત્યાં તુરત જ ભેળી થઈને મને ભેટે છે.]'''
આટકોટ આગળ ‘લાખા ગરદી’ નામની પ્રસિદ્ધ જગ્યા છે. ને ત્યાં એક હજાર ખાંભીઓ દટાયેલી હોવાનું કહેવાય છે.
આટકોટ આગળ ‘લાખા ગરદી’ નામની પ્રસિદ્ધ જગ્યા છે. ને ત્યાં એક હજાર ખાંભીઓ દટાયેલી હોવાનું કહેવાય છે.
[ચારણો આમાં એક નવીન જ દંતકથા મૂકે છે કે એક વખત આટકોટના કેટલાક વેપારીઓ જાવા દેશમાં જતા હતા. તેઓએ લાખા પાસે આવીને અરજ કરી કે ‘બાપુ, આપના તરફથી કોઈ રક્ષકને અમારી સાથે મોકલો.’ લાખાને જોષીઓએ કહ્યું હતું કે અઢાર વરસની ઉંમરે ભાણેજ રાખાઈશ તારો નાશ કરાવશે. લાખાએ રાખાઈશને પતાવવાની પેરવી કરી. મધદરિયે રાખાઈશને ડુબાવી દેવાની વેપારીઓને આજ્ઞા કરી ભાણેજને સાથે મોકલ્યો. દૂર દૂર દરિયામાં એક કાળો પહાડ આવ્યો. વહાણ પહાડની પાસે ઘસડાઈ ગયું. ત્યાં દરિયાઈ વેલા હતા તેમાં વહાણ અટવાઈ ગયું. ખારવાઓએ કહ્યું : ‘પહાડ પર જઈને કોઈ જો ત્યાં પડેલા એક પ્રચંડ નગારા ઉપર ડાંડીનો ઘા મારે તો એના અવાજથી ત્યાં બેઠેલાં પ્રચંડ પંખીઓ ઊડે. એ પાંખોના તડફડાટથી પવન વાશે અને તેના જોરથી વહાણ વેલમાંથી છૂટું પડશે.’ રક્ષક બનીને આવેલા રાખાઈશે એ સાહસ ખેડ્યું. હોડીમાં બેસી એ પહાડ પર ગયો. સૂચવ્યા પ્રમાણે કર્યું. વહાણ છૂટ્યાં. વાણિયાઓએ વિચાર્યું કે રાખાઈશને આપણા હાથે મારવાની હત્યા વહોરવા કરતાં એને અંતરિયાળ જીવતો છોડવો એ જ ઠીક છે. એમ સમજીને વહાણો હાંકી મેલ્યાં. રાખાઈશ એ પહાડમાં ભમવા લાગ્યો, ત્યાં એણે એક મહેલ જોયો. મહેલમાંથી કોઈએ એને બોલાવ્યો. ત્યાં જતાં એણે જોયું તો ચાર સુંદરીઓ સોગઠે રમે, એમાંથી એક રમણી ઊઠીને લાજ કાઢી બીજા ખંડમાં ચાલી ગઈ. બીજી ત્રણેય જણીઓએ ‘આવો ભાણેજ’ કહી આદર દીધો; બધી વાતનો ફોડ પાડીને સમજાવ્યું : “તારા બાપને મારનાર અને તારે માટે કાવતરું રચનાર લાખો જ છે. લાખો મર્યા પછી અમે ત્રણેય એને વરશું; અને જો તું પણ સગાંવહાલાંનાં સાચાં કરજ ચૂકવી, વેર વાળી, અન્યાય કર્યા વગર મરીશ તો તનેય આ ચોથી અપ્સરા વરશે.” પછી તેઓએ પોતાના દૈવી બળ વડે રાખાઈશને તત્કાળ આટકોટ પહોંચાડ્યો હતો. એ વાત પરથી રાખાઈશે મૂળરાજને લડવા બોલાવ્યો, વગેરે.]
'''[ચારણો આમાં એક નવીન જ દંતકથા મૂકે છે કે એક વખત આટકોટના કેટલાક વેપારીઓ જાવા દેશમાં જતા હતા. તેઓએ લાખા પાસે આવીને અરજ કરી કે ‘બાપુ, આપના તરફથી કોઈ રક્ષકને અમારી સાથે મોકલો.’ લાખાને જોષીઓએ કહ્યું હતું કે અઢાર વરસની ઉંમરે ભાણેજ રાખાઈશ તારો નાશ કરાવશે. લાખાએ રાખાઈશને પતાવવાની પેરવી કરી. મધદરિયે રાખાઈશને ડુબાવી દેવાની વેપારીઓને આજ્ઞા કરી ભાણેજને સાથે મોકલ્યો. દૂર દૂર દરિયામાં એક કાળો પહાડ આવ્યો. વહાણ પહાડની પાસે ઘસડાઈ ગયું. ત્યાં દરિયાઈ વેલા હતા તેમાં વહાણ અટવાઈ ગયું. ખારવાઓએ કહ્યું : ‘પહાડ પર જઈને કોઈ જો ત્યાં પડેલા એક પ્રચંડ નગારા ઉપર ડાંડીનો ઘા મારે તો એના અવાજથી ત્યાં બેઠેલાં પ્રચંડ પંખીઓ ઊડે. એ પાંખોના તડફડાટથી પવન વાશે અને તેના જોરથી વહાણ વેલમાંથી છૂટું પડશે.’ રક્ષક બનીને આવેલા રાખાઈશે એ સાહસ ખેડ્યું. હોડીમાં બેસી એ પહાડ પર ગયો. સૂચવ્યા પ્રમાણે કર્યું. વહાણ છૂટ્યાં. વાણિયાઓએ વિચાર્યું કે રાખાઈશને આપણા હાથે મારવાની હત્યા વહોરવા કરતાં એને અંતરિયાળ જીવતો છોડવો એ જ ઠીક છે. એમ સમજીને વહાણો હાંકી મેલ્યાં. રાખાઈશ એ પહાડમાં ભમવા લાગ્યો, ત્યાં એણે એક મહેલ જોયો. મહેલમાંથી કોઈએ એને બોલાવ્યો. ત્યાં જતાં એણે જોયું તો ચાર સુંદરીઓ સોગઠે રમે, એમાંથી એક રમણી ઊઠીને લાજ કાઢી બીજા ખંડમાં ચાલી ગઈ. બીજી ત્રણેય જણીઓએ ‘આવો ભાણેજ’ કહી આદર દીધો; બધી વાતનો ફોડ પાડીને સમજાવ્યું : “તારા બાપને મારનાર અને તારે માટે કાવતરું રચનાર લાખો જ છે. લાખો મર્યા પછી અમે ત્રણેય એને વરશું; અને જો તું પણ સગાંવહાલાંનાં સાચાં કરજ ચૂકવી, વેર વાળી, અન્યાય કર્યા વગર મરીશ તો તનેય આ ચોથી અપ્સરા વરશે.” પછી તેઓએ પોતાના દૈવી બળ વડે રાખાઈશને તત્કાળ આટકોટ પહોંચાડ્યો હતો. એ વાત પરથી રાખાઈશે મૂળરાજને લડવા બોલાવ્યો, વગેરે.]''''''Bold text'''
{{Poem2Close}}
{{Poem2Close}}

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આખરી ગાન
|previous = પાદપૂર્તિ
|next = સમશેર તારી ભોંઠી પડી રે
|next = ઘોડાંની પરીક્ષા
}}
}}