ગુજરાતી નિબંધ-સંપદા/અમૃતલાલ વેગડ/ધરમપુરીથી મહેશ્વર: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''ધરમપુરીથી મહેશ્વર'''}} ---- {{Poem2Open}} ઊંઘ ટુકડામાં થાય છે. એક જ ઊંઘમાં સવ...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ધરમપુરીથી મહેશ્વર'''}}
{{SetTitle}}
----
{{Heading|ધરમપુરીથી મહેશ્વર | અમૃતલાલ વેગડ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઊંઘ ટુકડામાં થાય છે. એક જ ઊંઘમાં સવાર નથી થતી. જાગી જાઉં એટલે તારાઓને જોઉં, ચાંદાની પાછળ પાછળ ચાલું. એક વાર તો ચાંદાને સૂંઘવાનીય કોશિશ કરેલી. મને ચાંદામાં ટાંકણાંનાં નિશાન દેખાણાં છે. કદાચ કોઈક મૂર્તિકારે એમાંથી મૂર્તિ કંડારવાની કોશિશ કરી હશે. તારા મને નાનાં નાનાં પંખી જેવાય લાગ્યા છે. એમનો ધીમો કલબલાટ પણ સાંભળ્યો છે. પણ સવાર થતાં જ એ ઊડી જાય. દિવસનું આકાશ જાણે એ દેવચકલીઓનો પરિત્યક્ત માળો છે.