ગુજરાતી નિબંધ-સંપદા/ભારતી રાણે/તૂટતા ઋણાનુબંધની તિરાડ: થિંગવેલિર નૅશનલ પાર્ક: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''તૂટતા ઋણાનુબંધની તિરાડ: થિંગવેલિર નૅશનલ પાર્ક'''}}
{{SetTitle}}
----
{{Heading|તૂટતા ઋણાનુબંધની તિરાડ: થિંગવેલિર નૅશનલ પાર્ક | ભારતી રાણે}}
આઇસલૅન્ડનું એ સ્થાન બે રીતે વિશિષ્ટ હતું. એક તો સામે વહેતી નદીને પેલે પાર વિસ્તરેલા મેદાનમાં વિશ્વની પ્રાચીનમાં પ્રાચીન પાર્લામેન્ટ ઊભેલી દેખાતી હતી અને બીજું કે સમગ્ર પૃથ્વીને અનેક ભૂખંડોમાં વેરવિખેર કરી દેનાર વિરાટ તિરાડ – ‘ધ ગ્રેટ રિફ્ટ’ને ત્યાંથી સ્પર્શી શકાતું હતું. આઇસલૅન્ડનું આ ગૌરવવંતુ સ્થાન. દસમી સદીના પૂર્વાર્ધમાં એટલે કે, છેક ઈ. સ. ૯૩૦માં અહીં વિશ્વની સર્વપ્રથમ પાર્લામેન્ટ સ્થપાઈ ત્યારથી માંડીને છેક ઈ.સ.૧૭૯૮ સુધી આઇસલૅન્ડની પાર્લામેન્ટ અહીં જ ભરાતી. દેશનાં અનેક ઐતિહાસિક નિર્ણયો અહીં જ લેવાયા. અને હવે ૨૦૦૪ની સાલથી આ સ્થાનને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહરનો અર્થાત્ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે. પાર્લામેન્ટ હવે અહીંથી ૪૦ કિલોમીટર દૂર રેઇકજાવિક શહેરમાં સ્થળાંતરિત થઈ ગઈ છે, પરંતુ આ સ્થાન સદાને માટે આરક્ષિત સ્થાન તરીકે જાળવવું એવો નિર્ણય પ્રજા તથા સરકાર તરફથી લેવાયો છે તેમજ આ વિસ્તારને નૅશનલ પાર્કનો દરજ્જો પણ અપાયો છે. દેશનું આ પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન – થિંગવેલિર નૅશનલ પાર્ક. થિંગનો અર્થ થાય ભેગાં થવું, અને વેલિર એટલે મેદાન. આમ આ સ્થાનના નામનો અર્થ મળવાનું મેદાન અથવા તો મેળાનું મેદાન એવો થાય છે.