ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/વિવેચનનું તત્ત્વજ્ઞાન – પ્રમોદકુમાર પટેલ, 1933: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 30. પ્રમોદકુમાર પટેલ | (20.9.1933 – 24.5.1996)}}

[[File:30. pramodkumar Patel.jpg|thumb|center|150px]]

<center>  '''વિવેચનનું તત્ત્વજ્ઞાન''' </center>
<center>  '''{{larger|વિવેચનનું તત્ત્વજ્ઞાન}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
પશ્ચિમમાં સૌન્દર્યમીમાંસાના ક્ષેત્રમાં છેલ્લા બેત્રણ દાયકાઓ દરમ્યાન એક નવો ઉપક્રમ આરંભાયો છે, એમ ત્યાંની આ વિષયના કેટલાક નવા ગ્રંથોની ચર્ચાની માંડણી જોતાં સમજાય છે. સુવિદિત છે કે, કાન્ટ-હેગલથી વિકસતી રહેલી આ વિદ્યાશાખામાં ત્યાં, અત્યાર સુધી, કળા અને સૌન્દર્યતત્ત્વને લગતી તાત્ત્વિક છણાવટ થતી રહી છે. જુદા જુદા સૌન્દર્યમીમાંસાકોએ પોતપોતાની દાર્શનિક દૃષ્ટિના પ્રકાશમાં આ વિષયના પ્રશ્નો છણ્યા છે, એમ પણ તરત સ્પષ્ટ થશે. સમય જતાં, આ વિદ્યાશાખામાં પૂર્વેની સૌન્દર્યમીમાંસાનો ઐતિહાસિક વિકાસ આલેખવાના, તેમ જ તેના મૂળભૂત પ્રશ્નોની સમીક્ષા કરવાના પ્રયત્નો પણ આરંભાયા. વળી, વિશેષ રૂપમાં દાર્શનિક, મનોવૈજ્ઞાનિક, અને ભાષાશાસ્ત્રીય અભિગમો કેળવીને પ્રસ્તુત પ્રશ્નોની આગવી માંડણી કરવાનું વલણ પણ જન્મ્યું. પણ, આ રીતે, આ ક્ષેત્રમાં ઘણા સૈદ્ધાંતિક મતભેદો જન્મ્યા. અને પરિણામે, વિષયની ચર્ચાવિચારણા સ્થગિત બની ગઈ હોય એમ પણ કેટલાક સૌન્દર્ય મીમાંસકોને લાગવા માંડ્યું. આવા સંયોગોમાં નવપ્રસ્થાન કરવાની પ્રબળ ઝંખના તેમના મનમાં જાગે એ સહજ છે. એ કારણે જ કદાચ તે કળાકૃતિના વિવેચન તરફ વળ્યા. તેમણે જોયુું કે સાહિત્યક્ષેત્રમાં તેમ જ અન્ય લલિતકળાના ક્ષેત્રમાં કૃતિલક્ષી વિવેચનનું વિપુલ સાહિત્ય અત્યાર સુધીમાં જન્મી ચૂક્યું છે. વિવેચકોના કળાકૃતિઓ વિશેના અતિસમૃદ્ધ અને ઘનિષ્ઠ અનુભવોનું એમાં અનુસંધાન થયેલ છે. કૃતિઓનું રહસ્ય ઘટાવવાના અને મૂલ્યાંકન કરવાના અનેકવિધ અભિગમોમાં તેમની કળાતત્ત્વવિષયક ભિન્ન ભિન્ન દૃષ્ટિઓ છતી થતી હોય છે. અને આ સર્વ વિવેચનપ્રવૃત્તિ ભાષામાં ચાલી છે. વિવેચનની ભાષા, અલબત્ત, વર્ણનાત્મક, અર્થઘટનાત્મક, અને મૂલ્યવાચી વિધાનોની બની હોય છે. એટલે આ જાતનાં વિધાનો, તેની પાછળના આશયો અને લક્ષ્યો, પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ – એ સર્વની પાછળ જે કોઈ તાર્કિક સિદ્ધાંતો રહ્યા હોય, તેની તપાસ કરવામાં આ સૌન્દર્યમીમાંસકો હવે પ્રવૃત્ત થયા છે. વિવેચકે તો મૂળ કૃતિ વિશે વિધાનો કર્યાં છે, ને તે કૃતિનું રહસ્ય સમજાવવા ચાહે છે, તેનું મૂલ્ય સ્પષ્ટ કરવા માગે છે. પણ આ સૌન્દર્યમીમાંસકો કૃતિને વિશે નહિ, તેને અનુલક્ષીને થયેલાં વિધાનોની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓની પ્રમાણભૂતતા નાણી જોવા ચાહે છે. અને આ રીતે જન્મ્યું ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (Philosophy of Criticism).