ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/શ્રીકૃષ્ણ-સંબંધી પુરાવશેષોની શોધમાં: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 5: Line 5:
સામાન્યતઃ વિદ્વાનોનું એવું વલણ છે કે શ્રીકૃષ્ણના કોઈ અવશેષો મળતા નથી, પરંતુ અમારી પગપાળા યાત્રાએ અમને સંખ્યાબંધ સંકેતો એવા આપ્યા છે, જેમાં શ્રીકૃષ્ણ-સંબંધી પુરાવશેષો નોંધી શકાયા છે. ૧૯૬૯માં ઉજવાયેલી ગાંધી શતાબ્દી નિમિત્તે અમે પોરબંદરથી દ્વારકાના પગપાળા પ્રવાસનો આરંભ કર્યો. આ પછી જેમ સમય મળ્યો તેમ સૌરાષ્ટ્રનો આખો દિરયાકિનારો પગપાળા ચાલ્યા. આમ તો આખો સૌરાષ્ટ્ર જુગજૂનો પ્રદેશ છે. તેમાંય દ્વારકા, સોમનાથ તથા ગિરનાર માનવ- સભ્યતાના અજબગજબના રહસ્યો ધરાવે છે. આ ‘રહસ્યો’ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી પ્રાપ્ત થતા ‘પુરાવશેષો’ છે. પુરાવશેષો બે પ્રકારના હોય છે : એક ફોસિલ એટલે કે અશ્મિભૂત અવશેષો - હાડકાં, પથ્થર કે ધાતુના ઓજારો, ગુફાઓ, ગુફામાં દેખાતી કુદરતી રેખાઓ અથવા આદિમાનવીએ દોરેલી રેખાઓ-ચિત્રો, ઈંટ-પથ્થરના બાંધકામો, ઠીકરાં, માળાના મણકા કે માટીની પકવેલી મૂર્તિઓ (ટેરાકોટા), મંદિર, મૂર્તિ, પગથિયાંવાળી વાવ, પાળિયા, સિક્કા, અભિલેખો, હસ્તપ્રતો, જૂનાં પુસ્તકો વગેરે. આ બધા પુરાવશેષો છે અને તે બધા પ્રત્યક્ષ પદાર્થના રૂપમાં જોવા મળે છે. પુરાતત્ત્વનો બીજો પ્રકાર વાઙ્મય સ્વરૂપે હોય છે, જેમ કે વ્યક્તિનામ, ગામનામ, નદી-પર્વત કે વિશિષ્ટ સ્થળનાં નામ તેમજ મૌખિક પરંપરાનું કંઠસ્થ સાહિત્ય. આ સાહિત્ય વાર્તા, દંતકથા, ગીત કે ટુચકારૂપે લોકમાનસમાં જળવાયેલું હોય છે. પ્રાચીન ટીંબો અભ્યાસનું ક્ષેત્ર છે, તેમ તે ટીંબાનું નામ તથા તે વિશેની કથા પણ અભ્યાસનો વિષય છે. લોકસાહિત્યના વિદ્વાનો જેને ‘ફોકલોર’ અર્થાત્ ‘લોકવિદ્યા’ કહે છે, તે આપણા પ્રાચીન ઇતિહાસ માટે અત્યંત મહત્ત્વનો એક પુરા-પ્રકાર છે.

સૌરાષ્ટ્રનો એક હજાર કિલોમીટરનો દરિયાકિનારો પગપાળા ચાલતાં આમાંના જે પુરાવશેષો અમારી આંખ અને કાને ચડ્યા તે અમે નોંધતા રહ્યા છીએ. આ પગપાળા પ્રવાસના મુખ્ય ચાર યાત્રીઓમાંના ત્રણ – મણિભાઈ વોરા, મોહનપુરી ગોસ્વામી અને વશરામભાઈ ખોડિયાર આજે લાંબા પ્રવાસે ઊપડી ગયા છે અને ચોથો હું આજે એંશી વર્ષની ઉંમરે આ લખી રહ્યો છું. આ પ્રવાસના ખંડસમયના યાત્રીઓ તે પ્રભાસપાટણના બાલુભાઈ જોશી, કેશોદના રાજેન્દ્રસિંહ રાયજાદા અને જામનગરના રસિકભાઈ મહેતા આજે હયાત છે. આ આખો પ્રવાસ કટકે-કટકે કુલ છ વર્ષે પૂરો થયો. સરસ્વતી, વેણુ વગેરે નદીઓ પગપાળા ચાલ્યા તેમ ગિરનાર, બરડો, ગોપ, આલેચ અને ઓસમના ડુંગરાઓનો પણ પગપાળા પ્રવાસ કર્યો, રાજુલા, તળાજા અને શેત્રુંજાના ડુંગરો આખેઆખા પગપાળા ફરી શક્યા નથી, પણ મુખ્ય મુખ્ય સ્થળો જોયા અને નોંધ્યા છે.

{{Poem2Close}}
{{center|<Nowiki>*</Nowiki>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{center|<Nowiki>*</Nowiki>}}
{{Poem2Close}}
દ્વારકાથી બેટ તરફની અમારી યાત્રામાં એક દિવસ સવારે અમે બસમાં વસઈ ઊતર્યા. વસઈથી દસેક કિ.મી. ચાલીને સાંજ પડ્યે અમે દ્વારકા પરત ફર્યા. આ યાત્રામાં વસઈ, વરવાળા અને ટોબર ત્રણ ગામના પાદર તથા ત્યાંના ધર્મસ્થળો અમે જોયા. પુરાકથા અને પુરાતત્ત્વ – બંને દૃષ્ટિએ દ્વારકા પછીનું આ પંથકનું બીજું પ્રાચીન અને મોટું સ્થળ વસઈ છે. જૈનપરંપરા મુજબ શ્રીકૃષ્ણના પિતરાઈ ભગવાન નેમિનાથનું આ ગામ છે. મૂળમાં ‘નેમિવસહિ’ હશે, જેનું આજે ‘વસઈ’ એવું ગામનામ થયું છે. વસઈમાં બે મુખ્ય મંદિરો છે : એક કનકેશ્વર મહાદેવ અને બીજું જૈનમંદિર, જે ‘જૂની, ગઢી’ તરીકે ઓળખાય છે. કનકેશ્વરના એક થાંભલા ઉપર ઈ.સ.ની બારમી રાદીનો લેખ મળે છે, જે પાછળથી કોતરાયેલો લાગે છે. મૂળનું મંદિર આઠમી-નવમી સદીનું પંચાંડક મંદિર છે અને બહાર પડેલી કુબેર વગેરેની મૂર્તિઓ પણ આઠમી-નવમી સદીની જણાય છે. અહીં ‘કનક’ અને થોડે દૂર વરવાળાની સીમમાં ‘સુવર્ણ’ એવાં જે સ્થળનામો (મંદિર નામો) ઊતરી આવ્યાં છે તેનો વિચાર પણ કરવા જેવો છે. મંદિરના વૃદ્ધ પૂજારીએ પુરાકથા સંભળાવી : ‘ઓખા એટલે મીઠાની પૂતળી, રાતે બંધાય અને દિવસે ઓગળી જાય! અનિરુદ્ધ એટલે પવન, મીઠું (નમક) પવનને પોતાના તરફ ખેંચે – આ દરિયાકિનારાની વિશિષ્ટતા છે!’ અમે ચાલતી પકડી, પણ કથા મારા મનમાં ચોંટી ગઈ હતી!

આપણા મધ્યકાલીન સાહિત્યમાં ‘ઓખાહરણ’ની કથા જુદાજુદા અનેક કવિઓ દ્વારા કહેવાયેલી છે. ભોગીલાલ સાંડેસરા વગેરે મિત્રો દ્વારા તે કથાની વિસ્તૃત ચર્ચાઓ પણ થયેલી છે. મને પ્રશ્ન થાય છે કે આ મિત્રોએ આ વિસ્તારનો પ્રવાસ કર્યો હશે? ‘ઓખાહરણ’ની ઘટના જ્યાં બની તે પ્રદેશમાં તે કથા વિશે કેવી માન્યતા છે? પૂજારીઓ અને આમ આદમીઓ દ્વારા કહેવાતી આ કથામાં કેવા-કેવા રંગો છે? એમ લાગે કે ઓખાહરણની કથા સાંભળવા માટે આ પ્રદેશનો પ્રવાસ વિશેષ રસપ્રદ છે. ઓખા બાણાસુરની દીકરી છે, તેમ ગણેશની સગી બહેન અને પાર્વતીની પુત્રી પણ છે! વિશેષમાં ‘મેહ-ઉજળી’ની કથામાં મેઘ અને વીજળી પ્રતીક છે, તેમ ઓખા અને અનિરુદ્ધનું અર્થઘટન ‘નમક’ અને પવન’ પણ છે!