ગુલામમોહમ્મદ શેખ એક દીર્ઘ મુલાકાત/મુલાકાત: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
'''યજ્ઞેશ દવે :''' '''''ગુલામમોહમ્મદભાઈ, આમ તમારું વતન સૌરાષ્ટ્ર, અવાર નવાર અહીં આવવાનું પણ થતું હશે. તમારા શૈશવની ભોમકામાં ફરી આવવાનું કેવું લાગે છે ?'''''

'''ગુલામમોહમ્મદ શેખ :''' અહીં આવવાનું મન તો હંમેશાં થયા કરે છે. ઘણુંબધું સ્મૃતિમાં ભંડારેલું હોય, અને ખાસ કરીને તો બાળપણ અને યુવાનીની, તેમાંય ઊગતી યુવાનીની – સ્મૃતિઓ હોય તે માણસનો કેડો કોઈ દિવસ છોડતી નથી, એટલે ફરી પાછું એ રસ્તે નીકળવાનું, ભમવાનું મન થયા કરે. કાઠિયાવાડી સંસ્કૃતિની ભાતીગળ વિશેષતા. એનું આકર્ષણ પણ વરસોવરસ વધતું ગયું છે - એ કારણસર પણ અહીં આવવાનું ગમતું હોય છે. આમ તો આ મારા માટે કંઈ નવું નથી, પણ જ્યારે આવું ત્યારે હંમેશાં કાંઈક ને કાંઈક નવું દેખાય. પરમ દિવસે જ અમે લોકો (દીકરી સમીરા, જમાઈ કૌશિક, ભાભી આયશા સાથે) અમારે જૂને ગામ કંકાવટી ગયાં હતાં. ત્યાં હું શાળામાં ભણતો ત્યારે રજાઓ ગાળવા આવતો. એમાં મને નદી બરાબર યાદ; ત્યાં વડવા રહેતા- એટલે મારા દાદાના ભાઈ (નાનજીદાદા). એમનું મોટું ફળિયું, ઘાણી, ભેંસો એવું એવું બધું આછેતરું યાદ. આજે ચાલીસેક વરસ થયાં ત્યાં ગયો નહોતો.

[[File:GMDM-Pg7.png|center|400px|thumb|frameless|{{center|ગુલામમોહમ્મદ શેખ, ૧૯૯૬ {{gap|6em}}(તસ્વીર : નવરોઝ કોન્ટ્રાક્ટર)}}]]
[[File:GMDM-Pg7.png|center|400px|thumb|frameless|{{center|<small>ગુલામમોહમ્મદ શેખ, ૧૯૯૬ {{gap|6em}}(તસ્વીર : નવરોઝ કોન્ટ્રાક્ટર)</small>}}]]
એમ પણ યાદ કે ત્યાં માતરી વાવ અને ભીમદેવના જમાનાનું મંદિર છે પણ બીજું બધું વિસ્મૃતિની ગર્તામાં ઊતરી ગયેલું. પણ થોડુંક પાછું નીકળી પણ આવે કોઈક વાર. હવે સમીરા પંદરમી શતાબ્દીના ગુજરાતના ઇતિહાસનું સંશોધન કરે છે, કૌશિકને પણ એમાં રસ, એટલે થયું ચાલો કંકાવટી. ઊતરી આવ્યા. જોયું, ગામ સમૃદ્ધ નહિ તોય પ્રમાણમાં સુખી હશે એવું લાગ્યું. આમ તો ગામડાં સુખી નથી, આઝાદીનાં પચાસ વરસ થયાં પણ એ એવાં ને એવાં, અસહ્ય ગરીબાઈમાં સબડતાં રહ્યાં છે, એ વાતે ગામડે જતાં મિશ્ર લાગણી તો થવાની જ.

[[File:GMDM-Pg8.png|center|400px|thumb|frameless|માતરી વાવ, કંકાવટી, જી. હળવદ]]
[[File:GMDM-Pg8.png|center|400px|thumb|frameless|<small>માતરી વાવ, કંકાવટી, જી. હળવદ</small>]]
પણ અહીં બીજું ઘણું પડ્યું છે, સંસ્કારના કેવા ખજાના પહેલા છે, લોકોની નજર નથી જતી એ બાજુ, એ બધું કોઈ જોતું નથી. કંકાવટીને શેઢે મારા પિતરાઈ ભાઈ અમને માતરી વાવ દેખાડવા લઈ ગયા. વાવને ઉપલે થાળે પથ્થર પર ધોળા ડાઘા, એ દેખાડી કહે કે ધાવણ ન આવતું હોય એવી સ્ત્રીઓ વાવને કાંઠે દૂધ નાખે, આખો રેલો કરે. ચારે બાજુ દૂધની છાપ ત્યાં હતી, એટલે કે તાજું દૂધ હશે – તાજું એટલે થોડા દિવસ પહેલાંનું. મેં પૂછ્યું કે આ કોણ કરે તો ભાઈ કહે બધી બાઈઓ કરે, બધા (ધરમની) કરે. અને મેં જોયું કે થાળે ચડતા ભાઈ સંભાળપૂર્વક, (દૂધવાળો ભાગ) સાચવીને ચાલ્યા. મને ય કહ્યું કે આમ ચાલો ભાઈ. ત્યારે થયું કે લોકે કેટકેટલું જીવનમાં ઉતાર્યું છે ! આ ભાઈ જેનો મને પરિચય નહોતો - ચાળીસેક વરસથી - એમની સાથે વાવમાં ઊતરતા ગોખલામાં ગણેશ મૂર્તિ જોઈ. ત્યાં લોક લાકડાના હાથ મૂકે, પગ મૂકે, એટલે કે જ્યાં દુખતું કે વાગ્યું હોય એનું નાનકડું મ્હોરું મૂકે : આંખે હોય તો આંખ, જીભે હોય તો જીભ. અંદર ઊતર્યા તો સાતમા (કે નવમા ?) કોઠે કોતરણીમાં નાનકડો સર્પ, સંભોગ શિલ્પોય નજરે ચડ્યાં. થયું આટલી સુંદર અને અદ્ભુત રીતે સંઘરાયેલ (અંદર કાળપ કે ડાઘો સુધ્ધાં નહિ !) વાવ ત્યાં પુરાતત્ત્વ ખાતાનું પાટિયું ક્યાં ? રખેવાળ ક્યાં? ભાઈ કહે કે ગામના લોક ધ્યાન રાખે છે.

ત્યાંથી મંદિરે ગયા. ત્યાં કાલીય-દમનની કૃષ્ણ-મૂર્તિ હતી. એના ટુકડા થઈ ગયા હતા. કહે છે વાવમાંથી નીકળી હતી. આજુબાજુ ફરતાં ખંડિયેર જોયાં. કહે છે મહેલ હતો, ઉપલા થર દેખાય છે. ખોદકામ થાય તો કેટલું નીકળે? લોકો કહે છે કૂવો ખોદતાં ઓજાર મળ્યાં, વાસણ નીકળ્યાં, તાંબાનાં કે પંચધાતુનાં. કાઠિયાવાડ આવતાં નીકળી આવે આવું બધું.

Line 17: Line 17:
'''શેખ :''' એન. ટી. એમ. હાઈસ્કૂલ, પણ માધ્યમિક શાળામાં હતો ત્યારથી જ ચીતરતો ને (ઇન્ટરમીડિયેટ) ડ્રોઈંગની પરીક્ષા આપેલી. શિક્ષક હતા (તુળજાશંકર) ત્રિવેદીસાહેબ, એ ભણેલા અમદાવાદમાં. (વઢવાણમાં) એમના ઘેર જઈ ચિત્રો જોયેલાં (અને ખૂબ અંજાયેલો). પહેલા એમણે શિખડાવ્યું. પછી રવિશંકર રાવળ : ટીબી કે એવા કોઈ રોગની સારવાર ખાતર, હવાફેર માટે (સૂકી. હવામાં રહેવા) એ સુરેન્દ્રનગર આવેલા. એમનો એક દીકરો (કનક) કે ભત્રીજો, એ સરકારી અધિકારી (એને ત્યાં રહેતા). બર્ડવૂડ લાઇબ્રેરીમાં (જૂનાં) પુસ્તકો જોઈ ખૂબ ખુશ થયા. (લાઈબ્રેરીના ગ્રંથપાલ મુગટલાલ જોષી તે મારા જોડિયા મિત્ર અરવિંદના બાપા). લાઇબ્રેરીમાં મારું થાણું. સ્કૂલ છૂટ્યા પછી ને આમેય (આવા ગામમાં) બીજે જવાનું ક્યાં? એમને કારણે રવિભાઈનો પરિચય થયો. થોડા દિવસમાં મને કહે, ચાલો આપણે લાઇબ્રેરીની દીવાલો પર છાયાચિત્રો પાડીએ. (હાર્ડવેરના દેશી રંગ લીધાં), એમણે દોર્યું ને મેં રંગ ભર્યા. એ ખુશ થયા અને કહે, જા (આગળ) ભણવા.. ક્યાં ભણવા જાઉં? (કુટુંબની) હાલત તો એવી નથી કે કોઈ મને ભણાવે. આર્થિક પરિસ્થિતિ એવી નહોતી. ત્રણ ભાઈઓ મૅટ્રિક થયા, બધા નોકરિયાતો, છેલ્લો હું એટલે ભાગ્યશાળી એમ કહોને ! બધા નોકરીએ લાગી પરણી ગયા, હું નાનો તે રહી ગયો એટલે મારા બાપુ કહે રવિભાઈ જેવા કહે છે એટલે તું જા, ભણ. આમતેમ કરીને થોડા પૈસા ભેગા કર્યા. કહે શિષ્યવૃત્તિ માટે અરજી કર, કોઈક વાર જાતે લખી દેતા. બાપુ (મૂળે સ્વાવલંબી) અંગ્રેજી જાતે શીખેલા. આમ બહુ ધાર્મિક નહિ પણ છેલ્લી ઉમ્મરે થયેલા, તોય અભ્યાસ વિશે કોઈ દખલ નહિ, ઊલટાના જે ઓરડામાં હું ચિત્ર કરતો હોઉં ત્યાં પ્રેમથી જુએ, જાણે કે (કહેતા ન હોય કે) આ છોકરો ભણે તો સારું. સૌરાષ્ટ્ર સરકારની (મહિને) પચાસ રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી તે વખતે. રવિભાઈએ ભલામણ પત્ર પણ લખી આપ્યો ને અરજી કરી. જોકે એ શિષ્યવૃત્તિ (મંજૂર થઈ પણ) ખાસ મળી નહિ : થોડી મળી ને બીજી તો કારકુન ખાઈ ગ્યા ! (હાસ્ય).  

[[File:GMDM-Pg9.png|center|400px|thumb|frameless|{{center|શેઠ એન ટી એમ હાઈસ્કૂલ, સુરેન્દ્રનગર {{gap|2em}}ક્લોક ટાવર (જૂનો), સુરેન્દ્રનગર }}]]
[[File:GMDM-Pg9.png|center|400px|thumb|frameless|{{center|<small>શેઠ એન ટી એમ હાઈસ્કૂલ, સુરેન્દ્રનગર {{gap|2em}}ક્લોક ટાવર (જૂનો), સુરેન્દ્રનગર</small> }}]]

[[File:GMDM-Pg10.png|center|400px|thumb|frameless|{{સ-મ|'પ્રગતિ' હસ્તલિખિત સામાયિક,<br>અંક ૫, વર્ષ ૧, ૧૯૫૨||હસ્તલિખિત સામાયિક, ચિત્રવાર્તા<br>અંક ૫, વર્ષ ૧, ૧૯૫૨ }}]]
[[File:GMDM-Pg10.png|center|400px|thumb|frameless|{{સ-મ|<small>'પ્રગતિ' હસ્તલિખિત સામાયિક,<br>અંક ૫, વર્ષ ૧, ૧૯૫૨||હસ્તલિખિત સામાયિક, ચિત્રવાર્તા<br>અંક ૫, વર્ષ ૧, ૧૯૫૨</small> }}]]
પણ મારે તો મૂળે ધક્કાની જ જરૂર હતી, એક વાર બહાર નીકળવાની. (એમણે એ કામ કર્યું) એટલે રવિભાઈને અત્યંત આદરપૂર્વક સાચા કળાગુરુ તરીકે સ્મરું છું. આવી વ્યક્તિઓ બહુ ઓછી હોય છે. કાઠિયાવાડના એક નીચલા, મધ્યમ વર્ગનો છોકરો, કળાનું કંઈ ભાન નહિ, બસ, થોડું આમતેમ ચીતરે એને એમણે સો-દોઢસો જેટલા કાગળ લખ્યા (ને ભણવા ઉશ્કેર્યો). કહે, કાગળ લખવો પણ જવાબી પત્તું બીડવું. તો જ હું જવાબ લખીશ. બીજી શરત એ કે દરેક કાગળમાં એક સ્કેચ કરવાનો. ઘણી વાર એય કરે, જવાબ અચૂક લખે. આજેય મારી પાસે એ પતાકડાની થપ્પી છે. વડોદરા પ્રવેશ માટેય એમણે ભલામણપત્ર લખી આપેલો. એય યાદ છે કે જતાં પહેલાં (હું નાસીપાસ થયો હતો) પરીક્ષામાં નાપાસ થઈશ તો શું થશે, અને પૈસા કદાચ ઊભા ન થાય તો અહીંથી નીકળાય નહિ તો ! (એવા પ્રશ્નો સાથે કાગળ લખ્યા હશે). એના જવાબમાં એમણે લખ્યું તે આજેય આંસુ પડાવે એવું છે. રવિભાઈએ આવા કાગળો લખ્યા :

चित्रकूट, ૮૮, ब्रा. मि. सो.  
चित्रकूट, ૮૮, ब्रा. मि. सो.  
Line 29: Line 29:
તમારી નિખાલસ ચર્ચાથી તમે પોતે વસ્તુસ્થિતિ પર વધુ ઊંડો વિચાર કરતા થયા છો એમ લાગે છે. તમે સુરેન્દ્રનગરનાં બધાં મિત્રોમાંથી જે કામ લાગે તેનો ઉપયોગ કરો. સૌ. સરકારે કલા માટે અલગ ફંડ પણ જાહેર કર્યું છે તેમાંથી માગણી કરો. રાજપ્રમુખને એક અરજી કરો અને મુખ્ય પ્રધાનને પણ કરો. તમારી શક્તિ મહેચ્છા બધાનો વિગતવાર ખયાલ આપો. ખૂબ વિવેકપૂર્વક તમારી તમન્ના જાહેર કરો. એ બધા તમને કંઈ ને કંઈ માર્ગ સુઝાડશે. હું અત્યારે જીવનની સંધ્યામાં છું પણ તમારા જેવાને હતાશ અને નિરાશ કે નિષ્ફળ થયેલા જોવા જરાય ખુશી નથી. મેં એક વખત તમારા કરતાંય પગ ભાંગેલાને ઊભા કરી આજ દોડતા કર્યા છે. તમારામાં તો બીજ પડેલું છે તેને તમારા આત્મવિશ્વાસ અને પ્રયાસથી ટકાવી અંકુરિત કરો. વિશ્વમાં ચૈતન્યની શક્તિનો સ્ફોટ થાય છે ત્યારે તે નહિ ધાર્યાં (અસ્પષ્ટ) કામ આપે છે.  

[[File:GMDM-Pg11.png|center|400px|thumb|frameless|{{center|રવિશંકર રાવળ ફાઈન આર્ટ્સ કૉલેજ, વડોદરાની મુલાકાતે<br>ગુલામ મોહમ્મદ શેખ છેક જમણે, ૧૯૫૬}}]]
[[File:GMDM-Pg11.png|center|400px|thumb|frameless|{{center|<small>રવિશંકર રાવળ ફાઈન આર્ટ્સ કૉલેજ, વડોદરાની મુલાકાતે<br>ગુલામ મોહમ્મદ શેખ છેક જમણે, ૧૯૫૬</small>}}]]

મોટાં કામો કરનારા મોટા ઘરમાં જન્મ્યા નહોતા તે યાદ કરો. મને તમારા માટે કશીયે શંકા નથી તો તમે કેમ ગભરાવ છો. તમે દરેક પ્રયોગ કરી જોયો નથી. દરેક બારણું ઠોકી જુઓ. ક્યાંક રસ્તો અને આદર મળશે. અબુભાઈ શેખાણીને હું ઓળખું છું. એ તેજસ્વી ચિંતક છે. શાંતિભાઈ રાયચંદ શાહ હમણાં આગ્રા ગયા છે. તે પાછા વળશે ત્યારે હું તેને તમારા વિશે વાત કરીશ. તમારે જૂનની ટર્મ ઊઘડતા સુધી જે કરવા જેવું હોય તે કર્યા વિના બેસવું નહિ. પછી તો સર્વશક્તિમાન પ્રભુ, ખુદા તો છે જ અને તે આપણા અંતરમાં છે.

Line 47: Line 47:
વડોદરામાં હમણાં પરીક્ષાઓ ચાલે છે એટલે તમને જવાબમાં ઢીલ થઈ હશે. પણ જવાબ મોકલશો.

{{rule|height=2px}}
{{rule|height=2px}}
[[File:GMDM-Pg12.png|right|100px|thumb|frameless|'કુમાર'ના પહેલા અંકનું આવરણ]]
[[File:GMDM-Pg12.png|right|100px|thumb|frameless|<small>'કુમાર'ના પહેલા અંકનું આવરણ</small>]]
આવું કોણ કરે, શા માટે કરે? આ અર્થમાં હું એમને (સાચા) કળાગુરુ ગણું છું. હું એમના હાથે કાંઈ શિખ્યો નથી, પણ મને (ભણવા) મોકલ્યો એમણે. અને એ માણસે મારા જેવા કેટલાને કાઢ્યા હશે ! હું એકલો જ નહિ, આખા ગુજરાતને એમણે કલાભિમુખ કર્યું. એમના વિશે આમતેમ બોલતા લોક જાણતા નથી કે ‘કુમા૨’ એમણે જ શરૂ કર્યું હતું (એમાંનાં ચિત્રો જોઈ) અમે મોટાં થયાં, પેઢીઓ એમાંથી ભણી. (આવડી મોટી એમની ને બચુભાઈની દેન.) ‘કુમાર’ના સંપુટો બહાર પડતા, રસિકભાઈના, સોમાભાઈના, કનુભાઈનાં ચિત્રોના-કહે છે એ દાયજામાં દેવાતાં. આજે વિચાર કરો, ચિત્રો જીવનમાં ક્યાં છે?

Line 58: Line 58:
'''શેખ :''' વડોદરાની વાત કરું તો ત્યાં ગુરુ એવા મળ્યા કે એ એવું ન કહે કે આ સારું ને આ ખરાબ, કે આ કરો ને આ ન કરો. એ કહે જે કરો તે જાણીને (સમજીને) કરો. આ વડોદરાની પોતાની વિશેષતા, કહે કે ઘોડો ચીતરવો હોય તો જુઓ કે રાજસ્થાની ચિત્રકાર કેમ ચીતરે, ચીનમાં ઘોડા કેવી રીતે ચિતરાતા હતા અને અંગ્રેજ (કળાકાર) એ જ કરે તો કેવી રીતે કરે? (એ આવા નમૂના દેખાડે, મણિસાહેબ જેવા તો એ બધું દોરીનેય બતાવે). ચાર, પાંચ (નમૂના) દેખાડે, પછી કહે, પેલી કાઠિયાવાડી બાઈ ઘોડો પાડે એ પણ જુઓ.. બધામાં ઘોડો એક જ, પણ રીત અનેક. અમુક રીતે ચીતરીએ તો અમુક પ્રકારની સમસ્યા (નો સામનો કરવો પડે) અને બીજી રીતે કરીએ તો તમુક પ્રકારની. ઉકેલ કોણ લાવે? એ તમારે જ શોધવાનો. છઠ્ઠી કે સાતમી રીતે ઘોડો પાડો તો આંતરિક સૂઝે કંઈક ઊઘડે અને રસ્તો મળે.

બીજું એ કહેતા કે તમે અંગ્રેજી, હિન્દી, ગુજરાતી ભણ્યા તે (વાચન) દ્વારા દુનિયામાં આટલું થયું છે તેનો પરિચય કેળવો. અને આવડે તેટલું થોડુંક (જાતે) વિચારો. વિચારવાની ટેવ પાડો.  

[[File:GMDM-Pg13.png|center|400px|thumb|frameless|{{center|ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ, પુષ્પબાગ, વડોદરા ૧૯૬૦ નો દશક <br>(છબી સૌજન્ય : કન્ટેમ્પરરી આર્ટ ઈન બરોડા, ૧૯૯૭)}}]]
[[File:GMDM-Pg13.png|center|400px|thumb|frameless|{{center|<small>ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ, પુષ્પબાગ, વડોદરા ૧૯૬૦ નો દશક <br>(છબી સૌજન્ય : કન્ટેમ્પરરી આર્ટ ઈન બરોડા, ૧૯૯૭)</small>}}]]

એ અમારા શિક્ષકોનો સૌથી મોટો બોધપાઠ, એ એમ ન કહે કે હું કરું છું એવું કરો, હું ગુરુ એટલે મારી કંઠી બાંધો. (કદી નહિ). જોકે (શરૂઆતના ગાળે) અમારામાંના ઘણા એમના જેવું કામ કરતા. પણ પછી એમને ખભેથી કેમ ઉતારવા એ પણ શિખ્યા. એ તાલીમ પણ આડકતરી રીતે એમણે જ આપીને ! એટલે એ જુદા અર્થમાં કલાગુરુ હતા. અમને અમારો રસ્તો શોધવાની તક એમણે પૂરી પાડી. અને એ પણ ત્યાં સુધી કે આપણું ‘કોલીંગ’ વડોદરા (ના વાતાવરણ)માં ન મળતું હોય તો બહાર, બીજેથી (પ્રે૨ણા) મેળવવી. ઘણાએ (ત્યાં રહીને જ) બહાર જોયું અને પ્રેરણા લીધી, (પણ એ દિશા વડોદરાએ દેખાડી).

Line 68: Line 68:
'''શેખ :''' મારી ઉમ્મર તો એસ.એસ.સી. પાસ કરીને ગયો. એટલે અઢારની. (નારાયણ શ્રીધર) બેન્દ્રે ચિત્રકળા વિભાગના વડા. કે. જી સુબ્રહ્મણ્યન્, મણિસાહેબ કહીને બોલાવીએ તે ઉમ્મરે નાના પણ એમની પાસેથી ખૂબ શીખવાનું મળ્યું.  

[[File:GMDM-Pg14.png|center|400px|thumb|frameless|{{center|વિદ્યાર્થીઓએ સમક્ષ જળરંગમાં ચિત્રો કરી બતાવતા પ્રા. બેન્દ્રે, ૧૯૫૭-૫૮નો ગાળો }}]]
[[File:GMDM-Pg14.png|center|400px|thumb|frameless|{{center|<small>વિદ્યાર્થીઓએ સમક્ષ જળરંગમાં ચિત્રો કરી બતાવતા પ્રા. બેન્દ્રે, ૧૯૫૭-૫૮નો ગાળો</small> }}]]
[[File:GMDM-Pg15.png|left|250px|thumb|frameless|સ્ટડી ટુર વખતે રેખાંકન કરતા શિલ્પવિભાગના અધ્યક્ષ શંખા ચૌધરી]]

બીજા માર્કન્ડ ભટ્ટ (ફિલાડેલ્ફિયા પાસેના) બાર્ન્સ ફાઉન્ડેશનમા ભણેલા, એમણે ‘રૂપપ્રદ કલા’ નામનું (દળદાર) પુસ્તક લખ્યું. ગુજરાતીમાં એ પહેલું. (છપાવ્યું) ગાંઠના ગરથ ખરચીને. ગુજરાતમાં હોઈએ તો. ગુજરાતીમાં જ કરવું (એવો એમનો સંકલ્પ હતો). (દુર્ભાગ્યે) એની બહુ કિંમત થઈ નહિ. શિલ્પમાં શંખો ચૌધરી, તે પણ અમને ભણાવતા. પહેલા વરસમાં તો બધાનો લાભ મળતો. એ ઉપરાંત વી. આર. આંબેરકર મુંબઈથી આવજા કરતા, કળાનો ઇતિહાસ જાતે શીખેલા (તે ભણાવતા). (એમની ભણાવવાની રીત અનોખી). કોઈક વાર વર્ગ લેતા એમને લાગે કે આજે વિદ્યાર્થીઓને મજા આવતી નથી તો કહે, ચાલો બહાર જઈએ. ચા પીતા રેસ્ટોરાંમાં વાતે ચડાવે (અને અનાયાસ જ) કળાના ઇતિહાસમાં ઊતરી પડીએ. આવા શિક્ષકો, એમની પાસેથી ખૂબ મળ્યું. એમાં દરેકની પદ્ધતિ જુદી, દરેક પાસેથી જૂદું શીખવા મળતું. એ બધા એમની વીસી (કે ત્રીસી)માં હશે ત્યારે. સંસ્થાય (ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ) નવી, એને ઉછેરીને એ મોટા થયા. એ વખતે માસ્તરના ધંધામાં પૈસો નહિ, ચિત્રોય ખાસ કાંઈ વેચાય નહિ છતાં એ આગળ વધ્યા. (ભણાવવાની સાથે) પોતાનું (ચિતરવાનું) કામ પણ કર્યું. બેન્દ્રેસાહેબ બપોર પછી અમારા વર્ગના ખાલી સ્ટુડિયોમાં આડશ મૂકી ચીતરતા એ અમે ખાંચામાંથી જોતાં અને એ જાય પછી અંદર જઈને. જ્યોતિભાઈ (ભટ્ટ), શાંતિભાઈ (દવે) અમારાથી મોટા, તે આગળ ભણતા કે ભણીને ત્યાં રહી ચિત્રો કરતા તેય અમે જોતાં. એ પરિવેશમાં સંસ્થા કરતા પરિવાર જેવું વધારે. (શિક્ષકોનુંય એવું : એમના અંગત પરિવારે અવનવા).

[[File:GMDM-Pg16.png|right|250px|thumb|frameless|પ્રિન્ટ મેકિંગ વિભાગમાં રેખાંકન કરતાં કે. જી. સુબ્રમણ્યન]]
[[File:GMDM-Pg16.png|right|250px|thumb|frameless|<small>પ્રિન્ટ મેકિંગ વિભાગમાં રેખાંકન કરતાં કે. જી. સુબ્રમણ્યન</small>]]
[[File:GMDM-Pg17.png|right|250px|thumb|frameless|કળા ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક વી. આર. આંબેરકર અને ફાઈના આર્ટના પહેલા ડીન અને કલાકાર પ્રા. માર્કણ્ડ ભટ્ટ]]
[[File:GMDM-Pg17.png|right|250px|thumb|frameless|<small>કળા ઇતિહાસ વિભાગના પ્રાધ્યાપક વી. આર. આંબેરકર અને ફાઈના આર્ટના પહેલા ડીન અને કલાકાર પ્રા. માર્કણ્ડ ભટ્ટ</small>]]
બેન્દ્રેસાહેબ મૂળ ઇન્દોરમાં ભણેલા, પછી મુંબઈમાં. એમની શાખ મહારાષ્ટ્રમાં મોટી. ચીન જઈ આવેલા. (બંગાળી) શંખો ચૌધરી શાંતિનિકેતનમાં અને પછી ઇંગ્લૅન્ડમાં ભણેલા. ભાવનગરના માર્કન્ડ ભટ્ટ અમેરિકા ભણેલા, (સુબ્રહ્મણ્યન્ તમિળ પણ કેરળમાં જન્મ્યા હતા. શાંતિનિકેતનમાં ભણ્યા એટલે બંગાળી જેવું બંગાળી જાણે, અવનીન્દ્રનાથ, નંદલાલ, બિનોદબાબુનાં લખાણોનું આબાદ અંગ્રેજી કર્યું છે). આ બધા મરાઠી, ગુજરાતી, બંગાળીઓ પરણેલા તે પત્નીઓ બીજા પ્રદેશની. બેન્દ્રેસાહેબને તમિળપત્ની (મોનાબહેન, એ ય ચિત્રો કરતાં થયાં હતાં), ચૌધરીસાહેબને પારસી (ઈરાબહેન, હવે તો સિરામિક ક્ષેત્રે જાણીતાં), માર્કન્ડભાઈનેય પારસી (પરવીનબહેન સમાજશાસ્ત્રી), મણિસાહેબનાં પત્ની સુશીલાબહેન પંજાબી. આમાં (ભાતીગળ) ભારતનું એક નાનકડું ચિત્ર.

બધા શિક્ષકો ગુજરાતની વાતે ઉત્સાહી, પ્રવેશ આપવામાં પચાસ ટકા ગુજરાતી વિદ્યાર્થી ખરા જ. કહે કે ગુજરાતમાં (વ્યવસાયે) કળા કૌશલવાળી જાતિઓ ઘણી : પંચાલ તે લુહાર, મિસ્ત્રી તે સુથાર કે એવા પરિવારના, એવા છોકરાંવને ખાસ પકડે. કહે કે કશુંક એ પરંપરાનું લઈ આવ્યા હશે. સુથારનો હશે તો હાથ આમ ચાલે, (લુહારનો બીજી પેર). પેલો પેથાપુરનો દામોદર ગજ્જર, કાપડ પર છાપવાનાં બીબાં બનાવે તે કુટુંબનો. એને મણિસાહેબે દોર્યો. આજે (છાપકામનો) જબરદસ્ત વર્કશોપ ચલાવે છે.

Line 79: Line 79:

'''યજ્ઞેશ :''' '''''અહીંના અભ્યાસ પછી તમે યુરોપ અને બીજા દેશોમાં ગયા હશો. ત્યાંના મ્યુઝિયમો ગૅલરીઓ જોઈ હશે. ચિત્રકળાનો તમારો અહીંનો અભ્યાસ, ત્યાંના ચિત્રો જોવામાં ખપમાં લાગ્યો હશે. એક દૃષ્ટિ સાથે તમે લુવ્રના, નેધરલેન્ડના કે બીજા મ્યુઝિયમો જોયાં હશે.'''''

[[File:GMDM-Pg18.png|center|300px|thumb|frameless|{{center|ગુલામમોહમ્મદ શેખ, ફાઈન આર્ટ્સ કૉલેજના સ્ટુડિયોમાં, ૧૯૬૧-૬૨ના ગાળે}}]]
[[File:GMDM-Pg18.png|center|300px|thumb|frameless|{{center|<small>ગુલામમોહમ્મદ શેખ, ફાઈન આર્ટ્સ કૉલેજના સ્ટુડિયોમાં, ૧૯૬૧-૬૨ના ગાળે</small>}}]]
'''શેખ :''' એ બહુ કામ લાગ્યું. વડોદરામાં ભણતા છાપેલાં ચિત્રો જોઈ પ્રબળ આકાંક્ષા જન્મી હતી કે એ બધાં, મૂળ ચિત્રો કેવાં હશે, (તે જોવાની). આમ તો ચોપડી તેય નાનકડું મ્યુઝિયમ, પણ ચોપડીનું ચિત્ર ચોપડીથી મોટું ન થાય. એમાં બધાં સરખાં. (હાસ્ય). આવડું (વિશાળ) હોય ને (છપાય તે) આટલું (ટચૂકડું). એટલે ભ્રમ થાય. આકાંક્ષા એવી કે ચાલ ભમીએ, ફરીએ દુનિયામાં. એ (બધાં ચિત્રો) શોધી શોધીને જોઈશું. ઇંગ્લૅન્ડમાં નેશનલ ગૅલરીમાં યૂરોપિયન કળાનો મોટો સંગ્રહ. વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ અને બ્રિટિશ મ્યુઝિયમોમાં ભારતીય અને એશિયાઈ કળાના (ભંડારો). સૌથી વધારે આકર્ષણ થયું તે ઈટલીની ચિત્રકળાનું, ખાસ કરીને રેનેસાં પહેલાની.

[[File:GMDM-Pg19.png|right|150px|thumb|frameless|{{center|પિયેરો દેલ્લા ફ્રાન્ચેસ્કા, માદોન્ના દેલ પાર્તો <br> (સગર્ભા મેરી), મોન્તેર્કી ઈટલી, ૧૪૬૦}}]]
[[File:GMDM-Pg19.png|right|150px|thumb|frameless|{{center|<small>પિયેરો દેલ્લા ફ્રાન્ચેસ્કા, માદોન્ના દેલ પાર્તો <br> (સગર્ભા મેરી), મોન્તેર્કી ઈટલી, ૧૪૬૦</small>}}]]
એ જમાનામાં (૧૯૬૩- ‘૬૬) વિદ્યાર્થીઓ ‘હિચહાઈક’ કરતા : ગામ બહાર મોટા રસ્તે ગાડીઓ જતી હોય ત્યાં ઊભા રહીએ અને જવું હોય તે દિશામાં હાથનો ઈશારો કરીએ એટલે ગાડીવાળા ઊભી રાખે ને (ગાડીમાં બેસાડીને લઈ જાય ને જવાના સ્થળે) ઉતારી દે. (એ વખતે મારી જેમ નાણાંની ભીડવાળા હજારો વિદ્યાર્થીઓ ‘હિચહાઈક’ કરી ફરતા). લોકોનેય આમ (વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાનું) ગમતું. (પણ આ બધું મોટા રસ્તે મળે). મને ગમતો એક ચિત્રકાર પિયેરો દેલ્લા ફ્રાન્ચેસ્કા, એણે બહુ ઓછાં ચિત્રો કરેલાં, મારી ઇચ્છા બધાં જોવાની. ઈટલીના ગામેગામ રસ્તા પર ઊભા રહી એ ચિત્રો જોયાં. પણ સગર્ભા મેરીનું ચિત્ર અભૂતપૂર્વ | ‘ઇમેક્યુલેટ કન્સેપ્શન’ કહે છે ને તેને બદલે અહીં મેરીને સગર્ભા દર્શાવી છે. એ ચિત્ર (મોન્તેર્કી નામના) ગામડે કોઈ કબ્રસ્તાનના નાનડા દેવળમાં, ત્યાં પણ પહોંચી ગયો ! (હસતા). આ બધું જવાનું (જોવાનું) મળ્યું તે લાભ (મોટો). આવી રીતે જોયું તે (ઊંડે) ભંડારાયું હશે મનમાં. એ બધું કામ લાગ્યું.

Line 92: Line 92:
'''શેખ :''' છતાંય એ સૌથી મંદ છે.
'''શેખ :''' છતાંય એ સૌથી મંદ છે.
આપણા દેશમાં દૃશ્યકળાનો વ્યાપ કેટલો અદ્ભુત ! એટલાં બધાં ચિત્રો થયાં. અને બચ્યું છે તે સોમાંથી પાંચ (પચીસ) ટકા હશે, એટલે વિચારો, કેટલું કામ થયું હશે ! શેખાવટી પ્રદેશમાં શેઠિયાવની હવેલીઓ. ઉપરથી માંડીને નીચે લગી ચીતરેલી, આગળપાછળ બધે ચિત્રો. ત્યાં (નવું જન્મેલું) બાળક માને જોયા પછી ચિત્રો જોતું હશે ! આ આવી દૃશ્ય-સંસ્કૃતિની આજે વિસ્મૃતિ થઈ ગઈ છે. જાણે કે જીવનમાંથી એ બધું નીકળી ગયું છે. ભણતરની જરૂ૨ છે આને માટે.  

[[File:GMDM-Pg20.png|center|400px|thumb|frameless|{{center|શેખાવટી, રાજસ્થાન, ભીંતચિત્ર, ઈ. સ. ૨૦મી સદી}}]]
[[File:GMDM-Pg20.png|center|400px|thumb|frameless|{{center|<small>શેખાવટી, રાજસ્થાન, ભીંતચિત્ર, ઈ. સ. ૨૦મી સદી</small>}}]]
પશ્ચિમમાં એ થયું છે, એટલે પ્રજા એ વારસો જાળવતી થઈ છે. બાળપોથીમાં બાળકને ચિત્ર જોવાનું મળે, પછી લિયોનાર્દોના નામની નવાઈ ન હોય. આપણે ત્યાં સાહિબદીનનું નામ લઈએ તો કહે એ કોણ? મન્સૂર કોણ, બસાવન કોણ, (નયનસુખ કોણ) ? એમ.એ. ના વિદ્યાર્થીઓથી માંડીને આઈ.એ.એસ.ના અધિકારીને ઊભા રાખો : કોઈને ખબર નહિ હોય. આપણને એની શરમે નથી. કવિતા તો (કે કવિના નામ) જાણે, કાલીદાસ, મીરાં કે તુલસીદાસ. કારણ કે એ (પાઠ્યપુસ્તકમાં) ભણ્યા, (પણ ચિત્રકારની વાતે મીંડું). વળી એવીય કલ્પના કરી કે આપણી કળા અનામી હતી. હજારો કળાકારોનાં નામ જાણીતાં છે, વિદ્વાનોએ સંશોધન કરીને દેખાડ્યાં છે, છતાં હજુ એવું ભણાવાય છે કે આપણને અહમ નહોતો, નામની પડી નહોતી અને એવું બધું.(કવિઓ ‘ભણે અખો’, મીરાં કે પ્રભુ’ અને ‘કહત કબીર’ કહીને જાત છતી કરતા તો કળાકારોનો શું વાંક?) મૂળે આપણા જીવનમાંથી (દૃશ્ય સંસ્કારોનું) એક ઘટક આખું નીકળી ગયું હોય એમ લાગે છે. એક આખું પાસું. એક આખો ‘બ્લોક’ ખાલી હોય એવું લાગે છે.  

Line 128: Line 128:

'''યજ્ઞેશ :''' '''''ઘણા ચિત્રકારોનાં ચિત્રો તમે તમારી કેળવાયેલી કલાકાર દૃષ્ટિથી જોયાં છે. રવીન્દ્રનાથ એક મોટા ગજાના કવિ સર્જક હતા તે તો બધા જાણે છે પણ તેઓ બહુ મોટા ગજાના ચિત્રકાર પણ હતા તે તો તમારા જેવા મહોર મારીને કહે ત્યારે ખ્યાલ આવે. ટાગોરના લેખક તરીકેના સર્જક પાસાને ઘડીભર ભૂલી જઈ તેમનું મૂલ્યાંકન માત્ર ચિત્રકાર તરીકે જ કરવાનું હોય તો તમે કેવી રીતે જુઓ ?'''''

[[File:GMDM-Pg25.png|right|150px|thumb|frameless|{{center|{{right|<small>ચીતરતા રવીન્દ્રનાથ, શાંતિનિકેતન</small>}}]]
[[File:GMDM-Pg28.png|right|150px|thumb|frameless|{{center|{{right|<small>રવીન્દ્રનાથ ઠાકુર, સ્ત્રીનો ચહેરો, રેશમણાં કાપડા પર રંગીન શાહી અને જળરંગ ૧૯૩૪, સૌજન્ય:રબીન્દ્ર ભવન, શાંતિનિકેતન</small>}}]]
'''શેખ :''' એટલું કહી દઉં કે મ્હોર કે મત્તું મારવાનું કામ મારું નથી (હાસ્ય). એ આપણું છે જ નહિ. એવું કરનારા ઘણાં છે (બંનેનું હાસ્ય). ટાગોરને ગજાની દૃષ્ટિએ જોવાય નહિ (જોકે ગજુંય મોટું છે). એમણે જે કર્યું, ચિત્ર અદ્ભુતના પ્રદેશમાં પ્રવેશ કર્યો તેની રીતિ આગવી છે. કવિતાની પંક્તિઓ, કોઈ વાર બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં લીટા કરતાં તેમાંથી આકૃતિઓ નીપજી; માણસો નીપજ્યા, વૃક્ષો બન્યાં, એમાંથી જ આકાશ નીકળ્યું. તે એવા પ્રદેશમાં પ્રસરી જેને સીમાડા નથી. એ અંદરથી નીપજે છે ને ફેલાય છે, વિસ્તરે છે. આને બહારની કોઈ ‘ફ્રેમ’ નથી હોતી : એ પ્રદેશ જ અદ્ભુતની લીલાનો છે. અહીં ચિત્રોની સમીક્ષાનો નહિ, આસ્વાદનો જ ઉદેશ છે, કવિ અને ચિત્રકારના સર્જનમાં આ મોટું ને આ નાનું કહેવાનું યોગ્ય નથી. કોઈક વાર કવિએ શબ્દમાં કહ્યું હોય તે ચિત્રમાં થાય, (કોઈ વાર ન થાય). એમને સર્જનમાં કોઈ વણખેડાયેલો પ્રદેશ મળ્યો (એટલે ચિત્રો થયાં). એ પ્રદેશ આપણા બધામાં હોય છે. માત્ર આપણે એ ખેડવાનું સાહસ નથી કરતા. આપણને કોઈ વસ્તુ ગમતી હોય તો એમ કહેવાય કે આપણામાં (એના માટે અવકાશનું) એક બિન્દુ સમાયેલું છે : એમાં જ વણખેડાયેલ પ્રદેશ નીકળે અને ખેડીએ તે રંગપૂરણી જેવું જ થયું (હસવું). એટલે કે અવકાશ તો પડેલો હતો જ, એમાં રૂપો ઉમેરાયાં.