ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/દશરથ પરમાર/ત્રીજું ઘર: Difference between revisions

Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''ત્રીજું ઘર'''}}
{{SetTitle}}
----
{{Heading|ત્રીજું ઘર | દશરથ પરમાર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નેળિયામાં પેસતાં જ નરોત્તમનો પગ પાછો પડ્યો. ડાબી બાજુની વાડમાં કશોક ખખડાટ થતો હતો. વહેલી પરોઢના ઝાકળમાં પલળીને કોકડું વળી ગયેલાં પત્તાનો એ ખખડાટ સાંભળી એની કાયામાંથી કંપારી વછૂટી ગઈ. એણે આંખો ખેંચી ખેંચીને જોયું. વળતી જ પળે એક નોળિયો બરાબર એના પગ આગળથી સરકીને જમણી બાજુની વાડમાં પેઠો. એ બાજુ તાકીને નરોત્તમે જમણો પગ બે-ત્રણ વાર જોરથી જમીન પર ઠપકાર્યો. પછી મોટાં મોટાં ડગલાં ભરતો નેળિયામાં પેઠો.