જનાન્તિકે/અડતાલીસ: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અડતાલીસ|સુરેશ જોષી}} {{Poem2Open}} તાવ આવતાંની સાથે જ આપણે ચારે બા...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
તાવ આવતાંની સાથે જ આપણે ચારે બાજુની સાધારણ દુનિયાથી સહેજ જુદા પડી જઈએ છીએ. છૂપા સંદેશાના અક્ષરો જેમ ઊની આંચ આગળ ધરતાં પ્રકટ થાય છે તેમ તાવની ઊની આંચથી કેટલાક છૂપા સંકેતોને શરીર પ્રકટ કરીને ચિત્ત આગળ ધરી દે છે. કેટલીક લાગણીઓ તથા વિચારોને ઘેરીને રહેલું ભેજનું ધૂંધળું આવેષ્ટન આ તાપથી અળગું થાય છે. આ તાપની માત્રા વધતાં ચારેબાજુનો સંસાર મૃગજળની દશાને પામે છે. મનનું મૃગલું મૃગજળ પાછળ દોડયા કરે છે. સમયની ક્ષણેક્ષણ તાપમાં તવાઈને તરલ બને છે ને એની આનુપૂર્વી ખોઈ બેસે છે. નહીં બોલવાનો અડગ નિશ્ચય કરીને ભંડાકિયામાં ભંડારી રાખેલી કેટલીય વાત તુવેરની કરાંઠીની જેમ સળગી જઈને એકાએક ભડકો થઈ ઊઠે છે. આવે વખતે મારા દાદાની છબિ નજર આગળ ખડી થઈ જાય છે. દિવસોના દિવસો સુધી બ્ર અક્ષર ન ઉચ્ચારનાર, પોતાના કરતાં ચારે ગણા વિસ્તારવાળા મૌનના પરિવેશ વચ્ચે જ સદા ઘેરાઈને રહેનાર, પોતાની આજુબાજુ એકાકીપણાનું અસ્તર મઢી દઈને જ જીવનાર એ પ્રૌઢ પુરુષ તાવ આવતાં વેંત પોતાના જ ઊંડાણમાંથી બહાર નીકળી આવતા ને મલેરિયાની ટાઢને ઉરાડવા તાપણું કરી બેસતા. અમને બાળકોને પાસે બોલાવીને બેસાડતા તાવને કારણે એમની તરી આવેલી આંખોની ઝાંયમાં નાચતા તાપણાનું પ્રતિબિમ્બ અમે જોઈ રહેતા. અગ્નિની ઝાળના દીવાલ પર કુદતા પડછાયા પરીકથામાં આવતા રાક્ષસની લપકારા મારતી જીભની યાદ આપતા ને અમે કશાક અજાણ્યા ભયથી વધુ સંકોચાઈને અડોઅડ બેસતા. દાદાનો તાવથી બળતો હાથ કોઈક વાર ગાલને અડી જતો ત્યારે બીજા એક શરીરની આબોહવાના અણધાર્યા આક્રમણથી મારું શરીર મૂંઝાઈ જતું. પછી દાદા વાતો શરૂ કરતા. પણ એ પેલી બાળવાર્તાઓમાં આવે છે તેવી દાદાજીની વાતો નો’તા કરતા. અમે તો નિમિત્તમાત્ર હતા. એ વાતો કરતા’તા મરણ જોડે – જે મરણ ધાડપાડુની જેમ ઓચિંતાનુંઅમારા ઘર પર ત્રાટકી પડીને અરધું ઘર ઉજ્જડ કરી ગયું હતું. છેલ્લે વાત આવીને અટકતી મારા કાકાના મરણ આગળ, ઘરમાંથી જે ચાલ્યાં ગયાં તેમાંનાં મોટા ભાગના યુવાન વયનાં, પણ દાદા બોલતા; ‘મણિશંકર ગયો ત્યારથી ભગવાન જોડે લડું છું, એવું શા માટે કર્યું?’ પ્રશ્નની વેધકતા સમજવા જેટલા અમે ત્યારે મોટા નો’તા. તેમ છતાં તાપણાની ઝાળની તરલ દીપ્તિથી પળેપળે રેખાઓ બદલતો લાગતો એમનો ચહેરો, એમને હોઠેથી ઉચ્ચારાયેલો નહીં પણ આંખમાં અંગારાની જેમ વરસેલો પ્રશ્ન જેને ઉદ્દેશવામાં આવ્યો છે તે ઓરડામાં જ, કોઈ અંધારો ખૂણો શોધીને લપાઈને, ખંધાઈથી સાંભળતું બેઠું હશે એવું અમને લાગતું ને અમારી નજર એને શોધવા મથતી.
આયુષ્યની જે અવસ્થાએ હવે આવીને ઊભો છું તે અવસ્થાએ સંગાથી, સોબતી કે પ્રતિદ્વંદ્વીની આવશ્યકતા આપોઆપ ખરી પડતી લાગે છે. આ અવસ્થાએ માણસ ઘણી વાર એકલો બબડતો સંભળાય છે. એની પોતાની અંદર જ એને લડનાર ઝઘડનાર મળી રહે છે. દરેક વર્ષગાંઠે સાથી ને પ્રતિદ્વન્દ્વીની વય પણ વધતી જાય છે – આપણાથી અગોચરે. પણ ત્રીસી વટાવી ગયા પછી પ્રાકટયને યોગ્ય બને છે. આ સોબતી કોઈ એક નથી હોતો. કેટલીક વાર તો ત્રણ કે પાંચ સોબતીઓને સાચવી સંભાળીને જીવવાનો શ્રમ ભારે થઈ પડે છે. એમના સંસર્ગની માત્રા અનિવાર્યતયા વધતી જાય છે તેમ તેમ બહારનો સંસર્ગ છૂટતો જાય છે.. આથી કોઈ આપણને અલગારી, ધૂની કે અભિમાની સુદ્ધાં માની બેસે છે. બહાર સાથેના સંસર્ગમાં આ અંતેવાસીઓ ઘણી વાર વિચિત્ર પરિસ્થિતિ ઊભી કરી દે છે. કશી પરિસ્થિતિ આપણને કેન્દ્રમાં રાખીને બનતી હોય એવું માનીને આપણે વર્તવા જઈએ ત્યારે આ અંતેવાસીઓ પૈકીનો એકાદ તરત ધસી આવીને સાવ પ્રાકૃતપણે પરિસ્થિતિનો કબજો લઈ લે છે. ઘણી વાર તો આપણા મોઢામાંથી અર્ધં બોલાયેલું વાક્ય સુધ્ધાં એ ઝૂંટવી લે છે. એ અંતેવાસીઓનાં આ બધાં કરતૂતની જવાબદારી આપણે જ સ્વીકારવાની રહે છે. કોઈક આપણી જોડે કશીક વાતો શરૂ કરે, થોડી વાર વાતો ચાલે. પછી આપણને વહેમ જાય કે કાંઈક કાચું કપાતું લાગે છે. આપણે વધુ સાવધ બનીએ ને ત્યારે ખબર પડે કે આ વાત આપણી જોડે નો’તી થતી, એ તો અંતેવાસી જોડે થતી હતી. આ જાણીને, મોડામોડાય આ મૂંઝવનારી પરિસ્થિતિમાંથી ઊગરી જવા આપણે ને શોધવા મથીએ છીએ. નસીબ પાધરું હોય તો એની ગેરહાજરીમાં એના વતી, આપણે જાણે ક છીએ એમ, વહેવાર ચલાવવો પડે છે. નળનું જ રૂપ ધારણ કરીને આવેલા ચાર દેવની જેમ આપણામાંના અ બ ક ડ ગોટાળો કરી મૂકે છે. આપણું અસ્તિત્વ કાળયવનની ગુફા જેવું થતું જાય છે. એની અંદર ઊંડે અને ઊંડે, સરી જઈને કેવળ સાક્ષીભાવે જે કાંઈ બને તે જોયા કરવાની વૃત્તિ વધે છે. ત્યાં કોઈક અ બ ક કે ડ નું નહીં પણ ખુદ આપણું પોતીકું, આપણને જ મળવાને, આપણો જ હાથ એના હાથમાં લેવાને, આપણુ આંસુ આપણી આંખમાં આણવાને આવી ચઢે ત્યારે આપણને સ્વપ્રતિષ્ઠાનો આનંદ થાય છે.
 
તાવ આવે છે ત્યારે ભૂતકાળના બધા તાવનું ધણ જાણે શરીરમાં ભેગું થઈ જાય છે. વનમાં દવ લાગે ત્યારે ભડકેલા ચિત્તમાં ધોળે દિવસે ત્રાડ નાખતાંકને બોડમાંથી છલાંગ મારીને બહાર નીકળે તેમ આ તાવની ઝાળથી શરીરની બધી બોડમાંથી કાંઈ કેટલા ય ચિત્તાઓ ત્રાડ નાખતાંકને છલાંગ ભરે છે. દસ બાય બારની મારી ઓરડીમાં એકાએક વનમાં વન સમાઈ જાય છે. ત્રાડના અવાજથી લમણા ફાટે છે. આગમાંથી પોતાની ઘરવખરીને બચાવી લેવા મથતા કોઈ ગરીબ કુટુમ્બના વડાની જેમ કોઈક વાર કહેવાને રાખી મૂકેલી, મનમાં અર્ધી ઉકેલી જોયેલી ને પછી ગડી વાળીને મૂકી રાખેલી એવી, વાતો ગભરાટનો માર્યો હું જલદી જલદી બહાર ખેંચી કાઢું છું. કેટલીક તો બહાર ખેંચી કાઢું તે પહેલાં રાખ થઈ ગઈ હોય છે. તાવે રચેલું ઉષ્ણ એકાન્ત સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યા પછી પણ થોડા દિવસ વળગી રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}