ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા : અછાંદસનો રચનાબંધ: Difference between revisions

Jump to navigation Jump to search
(+1)
 
(+1)
Line 50: Line 50:
{{Poem2Open}}
{{Poem2Open}}

પ્રવેશ : ૧
'''પ્રવેશ : ૧'''
સિતાંશુની કવિતાના અછાન્દસનાં ઘટકો અને પ્રયુક્તિઓ કયાં કયાં છે? કાવ્યકૃતિઓ લઈને એની મૂર્ત ચર્ચા થઈ શકે; પણ એ પૂર્વે, એનું એક રેખા-રૂપ બતાવી શકાય. આ રચનાઓનો એક લયબંધ, પૂર્વે નિર્દેશ્યું એમ, માત્રામેળી લયસંયોજનોથી ને ક્યાંક ગીત-લય-સંયોજનોથી રચાય છે. એમાં પરીકથાઓના, બાળજોડકણાંના લયનું સંમિલન પણ થયેલું છે. માત્રામેળી લય કેટલીકવાર પ્રગટ, ઉપર ઊપસેલો હોય છે તો કેટલીકવાર એ એટલો બધો પ્રચ્છન્ન હોય છે કે પંક્તિઓની પંક્તિઓ કોઈને અ-છંદ લાગ્યા કરે. ઘણી વાર તો પાસપાસેની પંક્તિઓમાં પણ છંદ-અછંદની જુગલબંધી જોવા મળે. અહીં તરત દૃષ્ટાંત આપવું પડશે. વાંચો –

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 231: Line 231:
પણ આવું થવાનું. એનું એક મહત્ત્વનું કારણ એ પણ છે કે કવિ સર્જક છે તો આપણે પણ વાચક-ભાવક છીએ! (એના સમર્થન માટે જુઓ ‘જટાયુ’ સંગ્રહમાંની કવિની પ્રસ્તાવના). એટલે કાવ્યકૃતિની આવૃત્તિ ક્યારેક વલયરૂપે વિસ્તરે તો ક્યારેક નર્યું વર્તુળ જ ઘુંટાતું રહે; પહેલાંનું કાવ્ય ક્યાંક, બીજે વાચને, એકાએક જ નવી ઊર્ધ્વરેખા ઉઘાડે, તો વળી ક્યાંક રેખાઓ ઝાંખી પણ થાય. એટલે બાદબાકીઓનો પણ શો વસવસો?

અને બીજી એક, છતાં છેલ્લી વાત. શું ચોપડીમાંના મુદ્રણદોષો ન નડે વાચકને? હા, આંખને રસ્તે કવિતાને કાનમાં પ્રવેશવાનું હોય છે એટલે – ને ખાસ તો, વિરામચિહ્નો સુધ્ધાં કવિની કૃતિના રચનાબંધનો એક મહત્ત્વનો હિસ્સો હોય, ત્યારે તો ખાસ નડે. હા, નડે છે. ‘વખાર’ કાવ્યસંગ્રહમાં ક્યાંકક્યાંક, મુદ્દાની જગાએ, ન જોઈએ ત્યાં અનુસ્વારો ચોંટેલાં છે; જોઈએ ત્યાંથી વળી ખરી ગયેલાં છે. આ સાફસૂફી જરૂરી હતી. સારું છે કવિ, કે તમે સીડી પણ મૂકી છે એટલે એની ઉપર ચડીને,ભૂલો ભૂંસીને, સાચું સાંભળી શકાશે.

'''
સંદર્ભનોંધ :
સંદર્ભનોંધ :'''
૧.    કવિ હજુ પણ કવિતા લખે છે એટલે આવતે દાયકે એમની કવિતાની ષષ્ઠીપૂર્તિ આવશે. ત્યાં સુધીમાં ચાર ચોપડી સુધી પણ પહોંચી શકાય....

૨.    આ ત્રણ તે, ‘ઓડિસ્યૂસનું હલેસું’ (૧૯૭૪), ‘જટાયુ’ (૧૯૮૬) અને ‘વખાર’ (૨૦૦૯). આ ૨૦૦૯માં આ ત્રણે ચોપડીઓની ‘વિશેષ આવૃત્તિ’ઓ કરી છે – કવિએ પોતે કરેલા કાવ્યપઠનની ઘનાંકિતા(સીડી)ઓ સાથે; એટલા માટે કે, કવિતા કાનની કળા....