ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/નવલિકા: Difference between revisions

Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <center>'''<big>નાટક</big>'''</center> {{Poem2Open}} આ દાયકામાં શુમારે સો નાટ્યપુસ્તકો પ્રગટ થયાં છે. તેમાં એકાંકી, ત્રિઅંકી, ચતુરંકી, પાંચઅંકી નાટક, રેડિયો રૂપકો યા રેડિયો નાટિકાઓ યા રેડિયો ધ્વનિકાઓને સમ...")
 
No edit summary
Line 10: Line 10:
શ્રી શિવકુમાર જોશી આ દાયકાને સાંપડેલા એક નવા નાટ્યકાર છે. ‘પાંખ વિનાનાં પારેવાં’, ‘અનંત સાધના’ અને ‘સોનાની હાંસડી, રૂપાની હાંસડી' જેવા એકાંકીસંગ્રહો અને 'સુમંગલા', 'સાંધ્યદીપિકા' 'દુર્વાંકુર', 'અંગારભસ્મ', 'એકને ટકોરે' અને 'ઘટા ધીરી ધીરી આઈ' જેવાં ત્રિઅંકી, પંચઅંકી, ચતુરંકી નાટકો શિવકુમારને સફળ નાટ્યકાર તરીકે સ્થાપે છે. એમની કૃતિઓમાં ચબરાક સંવાદો, સૌષ્ઠવવંતું ગદ્ય, જીવનને જોવાની મર્મગામી દૃષ્ટિ, કરુણ અને હાસ્ય ઉપર એકસરખું પ્રભુત્વ જોવા મળે છે. રેડિયો નાટિકાના વિકાસમાં એમની 'અનંત સાધના' કૃતિ સ્મરણીય અર્પણ છે. અહીં એક હકીકત ખાસ નોંધવી જોઈએ. નાટ્યસ્પર્ધાએ શિવકુમારને ઉત્તેજ્યા જણાય છે. સરકારી પારિતોષિક એમની કૃતિઓને મળતાં જ રહ્યાં છે, એ ઘટના એમની સર્જકપ્રતિભાને જેબ આપનાર ગણવી જોઈએ.

શ્રી રંભાબહેન ગાંધીએ પણ આ દાયકા દરમ્યાન ઉલ્લેખપાત્ર એકાંકીઓ આપ્યાં છે. નારીજીવન, ગૃહજીવનની અનેક સમસ્યાનું રંભાબહેન હૃદ્ય નિરૂપણ એમની કૃતિઓમાં કરે છે.  ‘કોઈને કહેશો નહિ પછી 'રોજની રામાયણ' અને 'ચકમક' એ સંગ્રહોમાં એમણે નવ નવ એકાંકીઓ આપ્યાં છે. ‘દેવ તેવી પૂજા'માં અગિયાર એકાંકી છે.  ‘પરણું તો એને જ'માં સાત એકાંકી છે. રેડિયો ઉપર એમની કૃતિઓ ઠીક ઠીક વૈવિધ્ય પૂરું પાડે છે. નારીની અનેક મૂંઝવણોનું સહૃદયી નિરૂપણ કરનાર રંભાબહેન પાસે વધુ કલાત્મક અભિવ્યક્તિની અપેક્ષા રાખીએ.  

‘સાપના ભારા' પછી વર્ષો બાદ શ્રી ઉમાશંકર જોશીએ 'શહીદ’ નામે સફળ એકાંકીસંગ્રહ આપ્યો છે. શ્રી ગુલાબદાસ બ્રોકરનો પ્રથમ એકાંકીસંગ્રહ 'જવલંત અગ્નિ’; શ્રી ધનસુખલાલ મહેતાનો 'રંગોત્સવ' અને 'ફુરસદના ફટાકા'; શ્રી યશોધર મહેતાકૃત 'ઘેલો બબલ’ અને ‘ઘાઘરાઘેલો’ તેમ જ ઐતિહાસિક નાટક 'સમર્પણ' સ્વ. બચુભાઈ શુકલકૃત 'હરિરથ ચાલે': શ્રી બાબુભાઈ વૈદ્યકૃત 'એ-આવજો' અને 'પ્રેરણા'; શ્રી પ્રાગજી ડોસાકૃત 'છોરુ કછોરુ' અને 'મંગલમંદિર'; શ્રી ગુણવંતરાય આચાર્યકૃત 'અખોવન' અને 'મા'રરાજ', શ્રી જયભિખ્ખુકૃત ‘રસિયો વાલમ અને બીજાં નાટકો'; શ્રી દુર્ગેશ શુકલકૃત 'ઉલ્લાસિકા', 'રૂપ પ્રથમમ્' અને ‘પલ્લવી પરણી ગઈ'; શ્રી સુરેશ ગાંધીકૃત 'વૌઠાનો મેળો’; શ્રી મધુકર રાંદેરિયાકૃત 'અંતે તો તમારી જ'; શ્રી ચંદરવાકરકૃત 'યજ્ઞ' અને 'મહીના એવારે'; શ્રી વજુભાઈ ટાંકકૃત વૈભવનાં વિષ, સ્વ. રમણલાલ દેસાઈ કૃત 'બૈજુ બ્હાવરો' અને 'વિદેહી'; શ્રી રમણ પટેલકૃત 'પેલે પાર'; શ્રી નંદકુમાર પાઠક કૃત 'વૈશાખી વાદળ', શ્રી મૂળજીભાઈ પી. શાહકૃત 'તાજમહાલ'; શ્રી દામુભાઈ શુકલકૃત 'રૂપા અને બીજાં ત્રણ'; શ્રી ભૂખણવાળાકૃત રૂપાંતરો 'જમાઉધાર' અને 'વારસદાર' શ્રી હકુમત દેસાઈકૃત 'મનના મેલ' અને ‘ધરતીનાં ધણી'; શ્રી ચુ. વ. શાહકૃત 'દેવનર્તકી; શ્રી કરુણશંકર સાતાકૃત 'વિશ્વવિજેતા'; સ્વ. કવિચિત્રકાર ફૂલચંદભાઈ શાહકૃત ‘મહાશ્વેતા કાદંબરી', 'માલતીમાધવ' અને 'મુદ્રાપ્રતાપ'; શ્રી જયમલ પરમારકૃત 'ભૂદાન'; શ્રી નાથાલાલ દવેકૃત 'ભૂદાનયજ્ઞ'; શ્રી રમેશ જાનીકૃત 'હુતાશની'- આ કૃતિઓ નાટ્યસાહિત્યના પ્રવાહને આગળ ધપાવવામાં પોતપોતાની રીતે ફાળો આપે છે.

સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીરચિત 'નૃસિંહાવતાર' નામે ત્રિઅંકી નાટમનું શ્રી ધીરુભાઈ ઠાકરે કરેલું સંપાદન પણ નોંધપાત્ર છે.  ‘કાન્તા'ના લેખકની આ બીજી કૃતિનું વસ્તુ પૌરાણિક છે, ખાસ રંગભૂમિ માટે તૈયાર થયેલ મંગલાન્ત નાટક છે. (શ્રી ધીરુભાઈ એ આ દાયકામાં એક સુંદર કાર્ય કર્યું છે. એમણે ‘અભિનેય નાટકો’ની ઉપયોગી સૂચિ તૈયાર કરી છે. ભજવનારાઓને સુગમ પડે એ દૃષ્ટિએ એમાં પ્રત્યેક કૃતિનો આછો રેખાત્મક પરિચય અપાયો છે.) શ્રી અનંત આચાર્યની પારિતોષિક પામેલી કૃતિઓ 'કરિયાવર' અને 'અબીલ ગુલાલ' નોંધપાત્ર છે. શ્રી હંસાબહેન મહેતાએ કરેલ અનુવાદ 'મેલિયેરનાં બે નાટકો' અકાદમીનું પ્રકાશન છે. શ્રી ફિરોઝ આંટિયાએ સ્વરચિત કૃતિઓનો સંગ્રહ 'છ નાટક' અને બીજો ‘૧૫ નાટકો અને ૧૧ ટચૂકડીઓ' નામે પ્રકટ કરેલ છે. લેખક કુશળ નટ, નિર્માતા અને દિગ્દર્શક છે એટલે તખ્તાની દૃષ્ટિએ એમની તમામ કૃતિઓ સફળતાને વરી છે. શ્રી ચીનુભાઈ પટવાકૃત 'શકુન્તલાનું ભૂત', શ્રી અજિત પટેલકૃત 'જીવન નાટક અને બીજાં એકાંકી' પણ સફળ નાટિકાઓ છે.

શ્રી રસિકલાલ પરીખની આ દાયકાની મહત્ત્વની નાટ્યકૃતિ 'શર્વિલક'ને સાહિત્ય અકાદમીનું રાષ્ટ્રીય પારિતોષિક મળ્યું છે. ‘દરિદ્ર ચારુદત્ત' તેમ જ 'મૃચ્છકટિક' એ બે નાટકોમાંથી પ્રેરણા મેળવીને ‘શર્વિલક’ લખાયું છે. વિવિધ સંસ્કૃતિમાં માનતાં પાત્રો દ્વારા લેખકે એ કાળનો સંસ્કૃતિસંઘર્ષ કુશળતાથી રજૂ કર્યો છે. ‘મૃચ્છકટિક' માં ગૌણ પાત્ર તરીકે દેખાતો શર્વિલક આ નાટકમાં નાયક છે, એની પ્રિયા મદનિકા નાયિકા છે. રાજપરિવર્ત એ આ નાટકનું મુખ્ય વસ્તુ છે. ‘શર્વિલક' સંસ્કૃત નાટકની હરોળમાં બેસે એવી સમર્થ કૃતિ છે. પાત્ર, પ્રસંગ, રસ-સર્વ દૃષ્ટિએ આ નાટ્યકૃતિ સફળ રહી છે. બીજા એવા જ પ્રૌઢ નાટ્યલેખક સ્વ. રામનારાયણ વિ. પાઠકકૃત 'કુલાંગાર અને બીજી કૃતિઓ' એ પણ દાયકાનો નોંધપાત્ર નાટ્યસંગ્રહ છે. એમાં પાઠકસાહેબ જેવા સમર્થ સર્જકની દસ રચનાઓ છે. 'કુલાંભાર', 'દેવી કે રાક્ષસી' અને 'ભુલકણો પ્રોફેસર' એ ત્રણ મૌલિક રચનાઓ છે; અને ‘ઉરુભંગ’, 'ભગ વદજ્જુકીયમ્' આદિ પાંચ મૂળ સંસ્કૃતમાંથી અનુવાદિત નાટકો છે અને બાકીની બે શેક્સપિયરની બે નાટ્યકૃતિઓના પ્રવેશો છે – ‘બાગમાં મિલન, અને ‘શેર માંસનો મુકદ્દમો’. આમાંની મોટા ભાગની કૃતિઓ રેડિઓ યા તખ્તા ઉપર સફળતાથી ભજવાઈ ચૂકી છે.