બીજી થોડીક/વસ્ત્રાહરણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વસ્ત્રાહરણ| સુરેશ જોષી}} {{Poem2Open}} નમતા સૂરજનાં કિરણો પશ્ચિમ ત...")
 
No edit summary
 
Line 14: Line 14:
‘વોર્ડરોબ’ના હેન્ગર પર રમણલાલ શેઠે આપેલી ઘણી સાડીઓ ઝૂલતી હતી. એમાંની ઘણી અર્ધપારદર્શક હતી. એમાંથી એણે આસમાની રંગની નાયલોનની સાડી લીધી, ને શરીર પર લપેટવા માંડી. એ સાડીએ પ્રૌઢ શરીરના કદરૂપાપણાને ઢાંકવામાં મદદ કરી નહીં. કમર આગળની ચરબીના લબડતા લોચાને કેવી રીતે સંભાળીને ઢાંકવા તેના વિચારમાં એ પડી, ને રોષમાં ને રોષમાં એ સાડી ઉતારીને મસળી નાખીને ફેંકી દીધી. સાડીના બન્ધનથી મુક્ત બનેલું શરીર એના ચાલવાની સાથે ચારે બાજુથી હાલી ઊઠ્યું. માંસના લોચાની શિથિલતા જોઈને એ અકળાઈ. પણ ઘડિયાળમાં સવાપાંચ તો થઈ ચૂક્યા હતા. એ ફરી ‘વોર્ડરોબ’ તરફ વળી. આ વખતે એણે સફેદ રંગની રેશમી મુલાયમ સાડી પસંદ કરી. માથામાં ધોળાં મોગરાનાં ફૂલની વેણી હતી. ગળામાં ધોળાં મોતીનો હાર હતો. એને લાગ્યું કે ધોળી સાડી જ ઠીક થઈ પડશે. શરીર તરફ ઝાઝી નજર કર્યા વિના એણે જલદી જલદી સાડી પહેરવા માંડી. ગાલ પરથી રતાશ અને લિપસ્ટીકની કાળાશ પડતી રતાશ આ ધોળા રંગની વચ્ચે વધારે ઉગ્ર બનીને ધ્યાન ખેંચવા લાગી. પણ એનો કોઈ ઉપાય નહોતો. વળી એ આયના આગળ આવીને ઊભી રહી. સામે જોતાં એને લાગ્યું કે શરીરને એણે વધારે પડતું ઢાંકી દીધું હતું. એણે ધીમે ધીમે જાળવીને થોડી થોડી જગ્યાએથી વસ્ત્રને અળગું કરવા માંડ્યું. વાંસાને લગભગ ખુલ્લો રાખતી ચોળી એણે પહેરી જોઈ, ને આયનામાં જોતાં રસ્તા પરથી જતા પેલા ખાટકીઓની માંસના લોચાથી ભરેલી થેલી એની આંખ સામે તરતરવા લાગી. પણ ચોળી નહીં પહેરે તો શું પહેરે? રેશમી સાડી રહીરહીને ખભા પરથી સરી પડતી હતી. ત્યાં ડાયમન્ડ પીન લગાડે? પણ એય એને ગમ્યું નહીં. ધીમે ધીમે એણે હિંમત કરીને શરીરનો વધારે ને વધારે ભાગ ખુલ્લો કરવા માંડ્યો. સાંજના આછા પ્રકાશમાં એનું કદરૂપાપણું ઝાઝું ખૂંચતું નહોતું. પણ રાતના વીજળીના દીવાના નિષ્ઠુર પ્રકાશમાં ને રમણલાલ શેઠની તરસી નજર આગળ તો એ કદરૂપાપણું એટલું ઢંકાયેલું રહેશે નહીં. આ ખ્યાલથી એને પોતા પ્રત્યે રોષ પ્રકટ્યો. આ રોષ, અણગમો, થાક – આ બધાંએ એના ચહેરા પર જે કરચલી પાડી તેનાથી એ વધારે કદરૂપો બની ગયો. ત્યાં કમર આગળના દરાજના ચાઠા તરફ એની નજર પડી. એને પાવડરના લપેડાથી ઢાંક્યું. દાદર પર પગલાંનો અવાજ સંભળાતાં એ પોતાનાં લબડી પડતાં અંગોને સંભાળી લઈને બારણાં આગળ, કમરમાંથી શરીરને સહેજ વંકાવીને, બંને હાથ ઊંચા કરીને બારસાખે ટેકવીને લાંબા વખતથી રાહ જોતી હોય તેવા ભાવ સાથે ઊભી રહી ગઈ. ત્યાં બહાર રસ્તા પર કશુંક એકાએક પડી ગયાનો અવાજ થયો. રમણલાલ શેઠ આવીને સીધા જ, આ અવાજ સાંભળતાં, બાલ્કનીમાં ધસી ગયા. શેઠના આ ધસી જવાના વેગથી એ સહેજ હડસેલાઈ ગઈ. એના ખભા પરથી સાડી સરી પડી. તે એણે સરખી કરી નહીં, ને શેઠના આવવાની રાહ જોતી એ સોફાને એક છેડે બેસી પડી. પણ શેઠ તો અંદર આવ્યા નહીં, એટલે કુતૂહલથી એ પણ બાલ્કનીમાં ગઈ. જોયું તો યુવાન વયની એક મજૂરણ બાઈ મુશ્કેલીમાં આવી પડી હતી. પાતળી કાથાની દોરીથી બાંધેલા ‘ડાલડા’ના ત્રીસેક ડબ્બા દોરી તૂટી જતાં નીચે પડીને રસ્તા પર વેરાઈ ગયા હતા. એ ડબ્બાને એકઠા કરીને હવે શું કરવું તેના વિચારમાં બાઈ સહેજ ઊભી રહી ગઈ હતી. એનું શરીર ઘાટીલું હતું. સાંજની રતાશ પડતી ઝાંયમાં રસાઈને એ વધારે મોહક લાગતું હતું, અંગેઅંગેમાં સ્વાસ્થ્યની ખુમારી હતી. રમણલાલ શેઠની નજર એના પર ચોંટી ગઈ હતી. ત્યાં એ બાઈએ ઓચિંતાનો પોતાની મુશ્કેલીનો નિકાલ લાવી નાખ્યો. જાણે કશું જ ન બન્યું હોય તેમ એણે સાવ સ્વાભાવિકતાથી પોતાના શરીર પરનું લૂગડું ખેંચી કાઢ્યું. એને જમીન પર પાથરીને એમાં બધા ડબ્બા ભરી લીધા ને એનું પોટકું બાંધીને માથે મૂકીને એણે ચાલવા માંડ્યું. શેઠના મોંઢામાંથી બીભત્સ સિસકાર નીકળી ગયો. કિશોરીદેવી રોષથી ધૂંઆફૂંઆ થતી અંદર આવીને પલંગ પર ફસડાઈ પડી. એણે પોતાના અંગ પરની સાડી ઉતારીને દૂર ફગાવી દીધી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[બીજી થોડીક/ઉપેક્ષિતા|ઉપેક્ષિતા]]
|next = [[બીજી થોડીક/થીગડું|થીગડું]]
}}
18,450

edits