ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કલ્પેશ પટેલ/સહી: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} સસરાજી દશ વર્ષથી સરપંચપણું કરતા’તા. આ વખતેય એમને સરપંચ બનવું...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સહી'''}}
----
{{Poem2Open}}
{{Poem2Open}}
સસરાજી દશ વર્ષથી સરપંચપણું કરતા’તા. આ વખતેય એમને સરપંચ બનવું’તું. પણ મહિલા સીટ આવી એટલે મને આગળ કરી. હું તો ના જ પાડતી’તી. સસરાજી ન માન્યા પણ! ઘેરથી પટલાઈ જતી રહે તો મૂછ નીચી પડી જાય ને પાછી! તોય હું તૈયાર ન થાત. પણ, એમણે ભેગા કુંવરનેય ભેળવ્યા, મારા વરને તો વળી ગતિ જ ક્યાં હતી? બાપા કહે એટલાં ડગલાં ભરે. બે-ચાર દહાડા તો મેં પાછળ જ ફેરવ્યા. પણ પછી દયા આવી એટલે ‘મરશેં’ કહી સહી કરી આપી. બાકી, મને છેક લગી એ વાત કઠતી’તી કે મારે નામે કોઈ બીજું શાનું વહીવટ કરે? નામનો મહિમાય જેવો-તેવો નથી પણ! બીજે જ દિવસે પાણી ભરવા ગઈ તો કંકુ ડોશી મળ્યાં. મને કહે: ‘હાંભળ્યું કે, તું ચૂંટણી લડં છં, વહું?’ મેં હા પાડી તો કહે, ‘તારામાં જ થપ્પો મારીશ પણ સરપંચ થઈને કાંક કરી દેખાડજે પાછી! તારા હાહરાએ તો દહ વરહ ઓટલા તોડ્યા છં, ગોંમના!’ હું હસી જ પડી, ડોશીને ઓછું કહેવાય કે, મારું તો નામ છે બસ! વહીવટ તો એ ના એ સસરાજી… ને એ નહિ તો એમના પાટવી કુંવર કરવાના!…

18,450

edits