સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યજ્ઞેશ દવે/અશરીરીનાં અનેક રૂપ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
વરસો પહેલાં દ્વારકા ગયો ત્યારે એક વિદ્વદ્જનની ખબર કાઢવા દરિયાકાંઠે આવેલી સરકારી હોસ્પિટલે ગયેલો. એક તો ઓખામંડળ પ્રદેશ છેવાડાનો ને અંતરિયાળ. સપાટ ખારોપાટ. દ્વારિકાધીશની દ્વારિકામાં પણ એક જાતના ખાલીપાનો અનુભવ થાય. ચિત્ત ‘મહાભારત’કાલીન સુવર્ણ દ્વારિકાની ઝંખના કરે ને આંખ સૂકી સોરાતી દ્વારિકા સામે ધરે. મહાભારતનું ભીષણ કરુણ યુદ્ધ, યાદવાસ્થળી, કૃષ્ણે લીલા સંકેલી લીધા પછી અસહાય અર્જુન સામે જ લૂંટાતી સ્ત્રીઓ, એક આખો વિષાદલોક સામે આવી જાય અને ચિત્ત વિષણ્ણ થઈ જાય. આવા મનોભાવ સાથે જ એ હોસ્પિટલની મુલાકાત. સુમસામ કોરિડોર, ભેજમાં કટાયેલી જાળીઓ, સળિયાઓ અને ઉપરથી કશોક અજંપાભર્યો, સૂનકારમાં સૂનકાર જગાવતો, સોરાતો હૂહૂહૂ કરતો પિશાચી પવન, ચિચવાતાં અથડાતાં બારણાંઓ. આજેય યાદ કરું છું ને લખલખું આવી જાય છે. ‘હોરર’ ફિલ્મોથી થોડો ડર લાગે ને છતાં જોવાની ઇચ્છા થાય તેમ, આજેય મોકો મળ્યે પવનનું એ ભયાવહ રૂપ માણવા દ્વારિકા જાઉં છું.

26,604

edits