સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/ઘોડી અને ઘોડેસવાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ઘોડી અને ઘોડેસવાર|}} <poem> ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાવા ખડિયા. </poem> {{Poem2Open}} '''[એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘ...")
 
No edit summary
 
Line 25: Line 25:
મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી : કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ફૂલમાળ, રેશમ, વાંદર્ય... વગેરેની વાતો નીકળી. એક જણે ડૂંઘાની ઘૂંટ લેતાં લેતાં કહ્યું : “એ બાપ! જે ઘડીએ જાતવંત ઘોડાંને માથે એવા જ જાતવંત અસવાર ચડે, તે ઘડીએ જાતા આભનેય ટેકો દ્યે, હો!”

એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા.
એક ચારણ બેઠો હતો, એના હોઠ મરકતા હતા.
“કાં બા , હસો કાં? મોટા અસવાર દેખાઓ છો!”
“કાં બા<ref>પુરુષ માટેનું સામાન્ય સન્માનસૂચક સંબોધન.</ref> , હસો કાં? મોટા અસવાર દેખાઓ છો!”
“અસવાર હું તો નથી, પણ એવો એક અસવાર અને એવી જ જોડીદાર ઘોડી મેં જોયેલ છે!”

“ત્યારે, બા, કહો ને એ વાત! પણ વાતમાં મોણ ન ઘાલજો! જોયું હોય એવું જ કહી દેખાડજો.”

Line 40: Line 40:
“ત્યાં વળી થાય તે ખરું, પણ આંહીંથી તો નીકળ્યે જ છૂટકો છે.”

“ઠીક, આજનો દિવસ જાળવો. આંહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો. કાલે સવારે ગમે તેવો મે’ વરસતો હોય તોપણ મારા છ બળદ જોડીને તમને ઈતરિયા ભેળા કરી દઈશ.”

તે દિવસ આપો રોકાણા, બીજે દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો. બધાંએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબોળ નાહીને ધૂપ  દીધેલાં નવાં લૂગડાં પહેર્યાં. માથું ઓળીને બેય પાટી ભમરાની પાંખ જેવો કાળો, સુગંધી સોંધો લગાવ્યો. સેંથામાં સુગંધી હિંગળો પૂર્યો. માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠાં.
તે દિવસ આપો રોકાણા, બીજે દિવસે છ બળદ જોડીને પટેલ ગાડું લઈ હાજર થયો. વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો. બધાંએ જમાઈના મોં સામે જોયું, પણ જમાઈનું હૈયું ન પીગળ્યું. જુવાન કાઠિયાણીએ માથાબોળ નાહીને ધૂપ<ref>અસલી કાઠિયાણીઓ અને ચારણ્યો આ સુગંધી ધૂપ જુદી જુદી સુગંધી વનસ્પતિમાંથી પોતાને હાથે જ બનાવતી, અને ધોયેલાં વસ્ત્રોને એનો ધુમાડો દઈ સ્નાન કર્યા પછી પહેરતી. એકેક મહિના સુધી ખુશબો ન જાય તેવો એ ધૂપ હતો. સોંધા નામનો ‘પોમેટમ’ જેવો જ ચીકણો પદાર્થ પણ તે સ્ત્રીઓ જાતે તૈયાર કરતી. ઓળેલા વાળ ઉપર એનું લેપન થતું તેથી વાળ કાળા, વ્યવસ્થિત અને સુગંધી રહેતા. નેણમાં પણ એ સોંધો ભરીને સ્ત્રીઓ સુંદર કમાનો કોરતી. ગાલ ઉપર પણ એની ઝીણી ટપકી કરીને સૌંદર્ય વધારતી.</ref> દીધેલાં નવાં લૂગડાં પહેર્યાં. માથું ઓળીને બેય પાટી ભમરાની પાંખ જેવો કાળો, સુગંધી સોંધો લગાવ્યો. સેંથામાં સુગંધી હિંગળો પૂર્યો. માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠાં.
મેંકડા અને ઇતરિયા વચ્ચે, મેંકડાથી અઢી ગાઉ ઉપર, ક્રાંકચ ગામને પાદર, શેત્રુંજી નદી ગાંડીતૂર બને છે. ઠેઠ ગીરના ડુંગરમાંથી શેતલ (શેત્રુંજી)નાં પાણી ચાલ્યાં આવે એટલે આઠ-આઠ દિવસ સુધી એનાં પૂર ઊતરે નહિ. એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઊતરવી પડે.

ગાડું અને માણકીનો અસવાર શેત્રુંજીને કાંઠે આવીને ઊભાં રહ્યાં. માતેલી શેતલ ઘુઘવાટા કરતી કરતી બે કાંઠે ચાલી જાય છે. આજ એને આ જોબનભર્યા કાઠી જુગલની દયા નહોતી. નદીને બેય કાંઠે પાણી ઊતરવાની વાટ જોતાં વટેમાર્ગુઓની કતાર બંધાઈને બેઠી હતી. હુંય તે દી શેતલને કાંઠે બેઠો હતો, ને મેં આ બધું નજરોનજર જોયું. ત્રાપાવાળાઓ ત્રાપા બાંધીને ચલમ ફૂંકતા હતા. બધાંય વટેમાર્ગુ આ કાઠિયાણીની સામે જોઈ રહ્યાં — જાણે આરસની પૂતળી સામે જોઈ રહ્યાં હોય! જોગમાયાના સમ : શું એ રૂપ! નદીને જો આંખ્યું હોત તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત!

18,450

edits