સૌરાષ્ટ્રની રસધાર ભાગ-3/પિંજરાનાં પંખી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પિંજરાનાં પંખી}} {{Poem2Open}} સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત...")
 
No edit summary
 
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી  તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે :
સં. 1967ના [ઈ.સ. 1910ના] અષાઢની અંધારી બારશની અધરાતે આ વાત બની ગઈ છે. બારાડી<ref>જામનગર અને દ્વારકા વચ્ચેનો જામનગર તાબાનો પ્રદેશ.</ref> તાલુકાનો કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કરમાબાઈની વાત ઉચ્ચારતાં વાર જ ડોકું ધુણાવીને ધીરી, મીઠી હલકે એ ગાવા લાગે છે :
જેઠો મોવડ જુગમાં જીત્યો, કરમાબાઈ કુળનો દીવો.
જેઠો મોવડ જુગમાં જીત્યો, કરમાબાઈ કુળનો દીવો.
એ ધણી-ધણિયાણીનું ગામ રાણાગામ :
એ ધણી-ધણિયાણીનું ગામ રાણાગામ :
Line 51: Line 51:
આ વીર-બેલડીનાં ગીત ગાનાર એક ચારણ નીકળ્યો. એ ચારણનું નામ દેવાણંદ ભગત. તંબૂરો લઈને એણે આ દંપતીનાં ભજન ગાયાં છે. બારાડીમાં એ ભજન ગળતે સાદે ઘરેઘરમાં ગવાય છે. કાવ્યદૃષ્ટિએ તો ભજનો નજીવાં છે :
આ વીર-બેલડીનાં ગીત ગાનાર એક ચારણ નીકળ્યો. એ ચારણનું નામ દેવાણંદ ભગત. તંબૂરો લઈને એણે આ દંપતીનાં ભજન ગાયાં છે. બારાડીમાં એ ભજન ગળતે સાદે ઘરેઘરમાં ગવાય છે. કાવ્યદૃષ્ટિએ તો ભજનો નજીવાં છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>[1]</center>
એ હાલો હાલો સતી આપણે દેવળે જાયેં,
વે’લા વે’લા વૈકુંઠમાં જઈ વાસ કરીએ. — એ હાલો હાલો.
હે સતી, જેઠો મોવડ કે’ મને સપનું લાધ્યું,
જાણે કૃષ્ણજી આવીને ઊભા પાસે,
શંકરને ચરણે જઈને શીશ ધરીએં,
આવાગમન મટી જાશે રે. — એ હાલો હાલો.
કરમાબાઈ સતી કે’, સ્વામી તમે સત બોલ્યા,
એ તો મારે મન ભાવ્યાં રે,
જલદી કરો તમે સ્વામી મોરા રે,
તમ થકી અમે ઓધરીએં રે. — એ હાલો હાલો.
ધન્ય ધન્ય સતી તારાં માતપત્યાને,
અમને ઉપમા આવી દીધી રે,
કાઠી સાસતિયો, સધીર વાણિયો,
ત્રીજો જેસલ દીધો તારી રે. — એ હાલો હાલો.
શ્રી ભાગવતમાં રાણી આવું બોલ્યાં રે,
કોઈ પોતાના પિયુથી દુર્મતિ રાખે,
કોટિકલપ કુંભીપાકમાં રાખશે,
પછે<ref>પોતાના પતિથી ઠગાઈ રમનાર સ્ત્રીને પ્રભુ મોટા માણસના ઘરમાં અવતાર દેશે, એટલે કે સ્ત્રી ત્યાં બાળલગ્ન અને ફરજિયાત વૈધવ્યથી દુઃખી થશે.</ref> ઊંચ ઘેર અવતાર દેશે રે. — એ હાલો હાલો.
જેઠો મોવડ કે’ એ મેં સાંભળ્યું,
નવ નવ વરસે લગન લેશે રે,
વરસ અગિયારમે ચૂડાકર્મ કરશે,
એ નારી કેમ ઓધરશે રે. — એ હાલો હાલો.
એક અસ્ત્રીને તરવાનો રસ્તો,
હરિગુણ હૈયામાં રાખે રે,
પોતાના પિયુજીને શિવ કરી માનશે,
તેને ત્રિકમજી લેશે તારી રે. — એ હાલો હાલો.
રામનું નામ રુદામાં રાખજો,
તો શામળો કરશે સારું રે,
ગુરુ ગંગારામને વચને દેવાણંદ બોલ્યા,
પ્રભુ અમને પાર ઉતારો રે. — એ હાલો હાલો.


<center>[2]</center>
ભલો કામ સારો કીધો, જગજીવનને જીતી લીધો રે,
કુળ ઉજાળ્યો ચારણે, ભલો કામ કીધો રે —
પ્રભાતે ઊઠી પરિયાણ કીધું,
મમતા મેલીને ચારણે, સારો મારગ લીધો રે.
જેઠો મોવડ કે’ સતી જાપ આપણે જપીએં,
રુદામાં હરિના ગુણ આપણે ભજીએં.
કમીબાઈ સતી કહે, સ્વામી, ગાયત્રી પૂજા કીજીએં,
શ્રીકૃષ્ણ-રામનું નામ મુખડેથી લીજીએં.
ટચલી આંગળીયું વાઢી તિલક ધ્યાન કીધાં,
શિર રે વધેરી ચારણે શંકરને દીધાં.
એવા ઉછરંગે મનમાં જાણે માયરે આવ્યાં,
પ્રથમ શીશ સતી કમીબાઈનાં વધાર્યાં.
ખમા ખમા કહીને શંકરે ખોળામાં લીધાં,
પારવતીજી પૂછે, ચારણ, તમને કોણે મારગ ચીંધ્યા?
અમને અમારા ગુરુએ મારગડા બતાવ્યા,
એ ગુરુના પ્રબોધ્યા અમે તમ પાસ આવ્યા.
ગુરુને પ્રતાપે બારોટ દેવાણંદ બોલ્યા,
એ બાવડી ઝાલીને પ્રભુએ ભવસાગર તાર્યા.
<center>[3]</center>
રાણેશ્વર જાયેં જાયેં, અંગડાં આનંદમાં રાખીને,
{{space}}{{space}} કમળપૂજા લઈએં લઈએં રે!
<center>[સાખી]</center>
સરસ્વતી સમરું શારદા, ગણપતિ લાગું પાય,
એક સ્તુતિ મારી એટલી કે’જો, મારા બાંધવને કે’જો રામ રામ,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
જેઠા મોવડે કાગળ લખ્યા, સતીએ દીધાં માન,
ભાવ રાખીને સતી તમે ભાખજો, સતીએ લખાવ્યાં ઠામોઠામ,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
મોવડે મનમાં ધાર્યું, કમળપૂજા લેવાને કાજ,
સતી થાવ ને સાબદાં, ખડગ ખાંડું લીધું સાથ,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
જેઠો મોવડ કહે સતી તમે જાણજો, હું તો પૂછું પરણામ,
તમે અબળા કહેવાવ, આપણે ખેલવું ખાંડાની ધાર,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
અરે સ્વામી તમે શું બોલ્યા, પળ ચોઘડિયાં જાય,
સ્વામીની મોર્ય શીશ વધેરશું, ધન્ય ધન્ય મારાં ભાગ્ય,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
શંકર કહે હું કૈલાસમાં હતો, જેઠા મોવડની પડી જાણ,
જલદી રથ જોડાવિયો, તરત મેલ્યાં વેમાન રે,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
એકાદશીનું વ્રત પાળતાં, નર ને નારી એકધ્યાન,
તેત્રીશ કોટિ દેવ જોવા મળ્યા, ડોલવા લાગ્યાં સિંહાસન,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
દેવળમાં જઈ સતીએ દીવડા ઝગાવ્યા, અગરબત્તીનો નહિ પાર,
કમળ કસ્તૂરી કેવડો બે’કે બે’કે ફૂલડાં ગુલાબ,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
રેણુકા નદીમાં સ્નાન કરીને, કોરાં પાલવડાં પહેરાય,
પોતપોતાને હાથે શિર વધેર્યાં, અમર રાખ્યાં છે નામ,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
શંકર કહે સતિયાં તમે માગો, તમે સાચાં હરિનાં દાસ,
પુતરનાં ઘેર પારણાં બંધાવું, આપું ગરથના ભંડાર,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
કમીબાઈ સતી કહે અમે શું માગીએ, આવો કળજુગ નો સે’વાય,
સદા તમારે શરણે રાખજો, રાખજો તમારી પાસ,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
તિથિ વદિ બારસ દિતવાર, મહિનો અષાઢ માસ,
સંવત ઓગણીસો સડસઠની સાલ, ચારણે સુધાર્યાં કાજ,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
ગાય શીખે ને સુણે સાંભળે, એનો વૈકુંઠમાં થાય વાસ,
ગુરુ પ્રતાપે દેવાણંદ બોલ્યા, પંડનાં પ્રાછત્ત જાય,
{{space}}{{space}} રાણેશ્વર જાયેં જાયેં.
<center>[4]</center>
જેઠા મોવડે આવું ધાર્યું, કમીબાઈએ સાથ સુધાર્યો,
એવાં સતી કમીબાઈને કહીએ, નિત ઊઠીને નામ લઈએ.
રામકથા હરિનામ લેતાં, શાસ્ત્રો વાંચીને સાર લેતાં,
એકાદશી વ્રત્ત પણ રે’તાં, સેવા શંકરની કરતાં.
પરસોત્તમ માસ પૂરણ નાહ્યાં, અરપણ કીધાં શીશ સેવામાં,
અમર નથી રહેવાની કાયા, દુનિયાની ખોટી છે માયા.
આવી દેવળમાં દીવડા કીધા, તુલસીપાનથી પારણાં કીધાં,
રૂપા મોર મુખમાં લીધાં, ગોપીચંદનનાં તિલક કીધાં.
એવાં વિવેકી વિગતે કીધાં, પ્રેમના પ્યાલા પ્રીતે પીધા,
હરિરસ હામથી પીધા, કમલપૂજા જુગતીથી લીધા.
ગુરુ ગંગારામ વચને બારોટ દેવાણંદ એમ બોલ્યા,
જુગોજુગ અમર રહ્યાં, શંકરને શરણે થયાં.
<center>[5]</center>
જેઠો મોવડ જગમાં સીધ્યો, કમીબાઈ કુળનો દીવો,
રાણાગામ ઋષિનો ટીંબો, તેમાં અચરજ શું કે’વો.
દીનાનાથે મોકલ્યા અમને, જાવ પરોળિયા પૂછો એને,
આવો કામો કોણે કીધો, આવો કોઈને ન દીઠો.
આવી પરોળિયા પૂછવા લાગ્યા, કોનાં છો બાળક,
અંતરમાંથી કહોને અમને, ત્રિકમજી સમરે તમને.
દેવીપુત્ર કુળ અમારો, ભાવે કરીને ભજીએ માવો,
સૌને સવારથ છે વહાલો, અમને વા’લો કૃષ્ણજી કાળો.
નાઈ ધોઈ નમસ્કાર કીધા, પૂજા કીધી, પરિક્રમણ કીધાં,
શીશ વધેરીને શંકરને દીધાં, કારજ પોતાનાં તો કીધાં.
ગુરુ પ્રતાપે દેવાણંદ કહે છે, એ પ્રભુ એને શરણે લેજો,
ભલો કીધો ભાવનો મેળો, આવ્યો વેમાનથી તેડો.
જેઠા મોવડના ભાઈએ આ દેવાણંદ ભગતને એક ભેંસ દાનમાં આપવા માંડી. ભગતે કહ્યું : “હું તો કાળું દાન લેતો નથી. પણ જેઠાની કાંઈક યાદગીરી રહે તેવું પુણ્ય કરો.”
</poem>


<br>
<br>
18,450

edits