બે હજાર ચોવીસ સમક્ષ/લગભગપણું – અભિમન્યુ આચાર્ય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 13: Line 13:
‘લગભગપણું’ વાર્તામાં પરિસ્થિતિ મોટા પરિમાણમાં રજૂ કરી છે. છે અહીં કથક ભારતીય યુવાન છે અને એ વાંગ નામના ચીની યુવાન સાથે એક જ ઘરમાં રહે છે. શરૂઆતમાં તો આ બધું બરાબર ચાલે છે પરંતુ કોવિડને કારણે જેમ આખા વિશ્વમાં આતંક ફેલાયો હતો તેમ કેનેડામાં પણ ફેલાય છે. હવે નાયક વાંગ સાથે સહજતાનો અનુભવ કરતો નથી. હવે પોતે ભારતીય છે અને વાંગ ચીની છે, એવા દેશનો નાગરિક કે જ્યાંથી કોવિડ ફેલાયાનું કહેવાય છે. આ સભાનતા એમની દોસ્તીમાં લગભગપણું લાવી દે છે. અંતે દોસ્તી તૂટી જાય છે. કોઈ અસામાન્ય પરિસ્થિતિ તમને નજીકના વ્યક્તિનો તિરસ્કાર કરતા કરી મૂકે છે. આ લગભગપણું દરેક મનુષ્યમાં હોય છે પરંતુ સુષુપ્ત હોય છે. એ જ્યારે કોઈ કટોકટીભરી પરિસ્થિતિમાં મુકાય ત્યારે આગળ તરી આવે છે.  છેવટે વાંગ આ સહિયારું ઘર છોડીને જતો રહે છે. છેલ્લે નાયક સૂના ઘરમાં એકલોએકલો પિયાનો વગાડે છે પરંતુ એમાંથી કોઈ મધુર સૂર વાગવાને બદલે ઘોંઘાટ સંભળાય છે. આ ઘોંઘાટ પિયાનોનો તો છે પરંતુ વિક્ષુબ્ધ માનવતાનો પણ છે. નાયક પિયાનોમાંથી સોનાટા સાંભળવાને બદલે કાળીધોળી ચાંપોને તાકી રહે છે. માણસને કાળા અને ધોળામાં વિભાજિત કરતી માનસિકતા તરફ આ વાર્તા પ્રકાશ ફેંકે છે. હું યહૂદી છું તો તમારે આરબ હોવું જરૂરી છે, હું રશિયન હોઉં તો તમારે યુક્રેનિયન હોવું જરૂરી છે, હું હિન્દુ હોઉં તો સામા પક્ષે મુસ્લિમ હોવું જરૂરી છે. ઈટાલીના વિચારક ઉંબર્તો એકોના એક પુસ્તકનું નામ છે WHO IS YOUR ENEMY? મારું હોવું મને ત્યારે જ સફળ થયું અનુભવાય જ્યારે મારો દુશ્મન હું શોધી શકું! વાંગને એની હાજરીમાં નાયક તિરસ્કારે છે પણ એ ચાલી જાય છે ત્યારે નાયકને દુઃખ થાય છે.આ શબ્દ, લગભગપણું સર્જક અભિમન્યુનું location (કેન્દ્ર-સ્થાન) નક્કી કરી આપે છે.  

મિકી વાર્તાનો મિકી – કથકનો કૉલેજકાળનો મિત્ર મિહિર દેસાઈ – પોતાને સંગીતનો આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ મળે એટલા માટે કેનેડા આવી ચડે છે. હોટેલનું ભાડું મોંઘું લાગતાં તે પોતાના મિત્ર (કથક) અને તેની પત્ની મેઘા સાથે થોડા દિવસ રોકાય છે. નાયક આમ ગણો તો જરૂર કરતાં વધારે ગંભીર એટલે કે પંતૂજી છે, મેઘા પ્રમાણમાં મુક્ત મનની છે, મિકી પણ એવો જ છે એટલે અત્યાર સુધી પોતાના દામ્પત્યજીવનમાં જે ખૂટતું હતું તેનો અહેસાસ મેઘાને મિકીની ધાકડ શૈલીથી થાય છે. અહીં મિકી અને નાયક, નાયક અને મેઘા વચ્ચેના સંબંધોમાં તણાવ આવે છે. નાયક એવું માનતો થઈ જાય છે કે મેઘા મિકી તરફ આકર્ષાયેલી છે. વધારામાં મિકી કૉલેજમાં પ્લેબોય જેવો હતો એ છાપ એને આવું માનવા પ્રેરે છે. પોતાની પીઠ પાછળ આ બંને છાનગપતિયાં કરતાં હશે એવી શંકાથી પીડાય છે, આ શંકા પાયા વગરની છે એવું જાણતો હોવા છતાં એમાંથી છૂટી શકતો નથી. મેઘા વાર્તાની શરૂઆતમાં ‘ગેટ ઇન ધ બેડ’ એવું રોમેન્ટિક આહ્‌વાન આપતી હતી તે અંતે મિકી જાય છે ત્યારે નાયક પ્રત્યે તિરસ્કાર બતાવતાં ઘરમાં દરવાજો પછાડીને પ્રવેશ કરે છે, અહીં મેઘા ઘરમાં તો આવે છે પણ લગ્નજીવનમાં પહેલા જેવાં પ્રેમ અને વિશ્વાસ રહ્યાં નથી. અહીં અભિમન્યુની કલા એ રીતે પ્રશંસનીય છે કે બંને પાત્રોના જીવનમાં જે ટ્રેજેડી સર્જાય છે એના માટે પૂરેપૂરો જવાબદાર ન તો નાયક છે ન તો એની પત્ની મેઘા છે અને ન તો મિકી છે. છતાં અત્યાર સુધી જે દામ્પત્યજીવન મજબૂત હતું તેમાં હવે તિરાડ પડી જાય છે. હું વારંવાર લગભગપણું શબ્દ એટલા માટે વાપરું છું કે સર્જક અભિમન્યુ કોઈ એક વ્યક્તિ સાચી છે એ ઠેરવવા માટે બીજી વ્યક્તિ ખોટી હોવાનું સાબિત કરવાના સહેલા સમીકરણ તરફ જતા નથી. સિતાંશુ યશશ્ચંદ્રની એક કાવ્યપંક્તિ છે કે, ‘દીવાલની બંને બાજુએ ઊભેલો હું મને ક્યારેય મળી શકતો નથી.’ અહીં અભિમન્યુ માનવસંબંધોમાં ઊભી થતી દીવાલથી પરિચિત છે તો સાથોસાથ એ દીવાલની બંને તરફ ઊભેલા મનુષ્યને અને એની લગભગપણાની માનસિકતાને એમની કક્ષાએ જઈને જાણી શકે છે.

  ‘ચુન્ની’ વાર્તામાં એક વિશિષ્ટ પ્રકારની નાયિકા શૈલીનો પરિચય થાય છે. આ નાયિકા આજના યુગની છે. ‘પડછાયાઓ વચ્ચે’ના પ્રકાશન પછી લખાયેલી આ પ્રથમ વાર્તામાં એ સંગ્રહની કેટલીક વાર્તાઓની છાયા ડોકાય છે. શૈલી પત્રકાર છે. એને રોજબરોજ બનતા ગુનાના અહેવાલ લખવાના હોય છે. તાજાતાજા બ્રેક અપમાંથી બહાર આવવાના પ્રયત્નોમાં બેંગલુરુ જેવા મહાનગરમાં કિંડર જેવા ડેટિંગ એપ ઉપર મળી જતા અજાણ્યા યુવકોને પોતાના ઘેર બોલાવીને તેની સાથે સહવાસ માણે છે. એને  આ જાતીયતાનો કશો છોછ નથી. પરંતુ બહારની દુનિયામાં જાતીય સંબંધોમાં વિકૃતિનો જે ધોધ બની રહ્યો છે એની સાથે શૈલી સમાધાન સાધી શકતી નથી. એટલે પત્રકાર એવી શૈલી જ્યારે ગેંગરેપનો ભોગ બનેલી કોઈ છોકરી વિશે અહેવાલ લખે છે ત્યારે તેને ઊબકા અને ઊલટીનો અનુભવ થાય છે. વાર્તાને અંતે એને ખરેખર ઊલટી થાય છે. અંગત જાતીય જીવન અને બહાર ચાલતા બળાત્કારોમાં વ્યકત થતી જાતીયતાનાં બે પાસાં વચ્ચેના સંઘર્ષમાંથી  જન્મેલો આ લગભગપણાનો પ્રતિભાવ છે.  સાથોસાથ ચૂન્ની નામની બિલાડી અહીં ચકલી મારવાના સતત પ્રયત્નો કરતી રહે છે તેમાં વ્યક્તિ અને સમાજ વચ્ચે જે ઉંદરબિલ્લીની રમત રમાતી હોય છે તેની તરફ ઇશારો હોય એમ લાગે છે.  

છેલ્લી બે વાર્તાઓમાં અભિમન્યુ એના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળે છે. ‘ભુલભુલામણી’ વાર્તામાં એ સાયન્સ ફિકશનનો પ્રયોગ કરે છે. અહીં મહેશ મચ્છર મોબાઈલ ગેમ્સમાં પાવરધો છે પણ ઑફિસ તરફથી અપાતા લક્ષ્યાંકો હાંસલ કરવામાં ઘણો નબળો છે. સૌમેશ નામનો સહકર્મચારી બધા લક્ષ્યાંકો પૂરા કરે છે અને મહેશ મચ્છરની ઈર્ષાનો તથા છૂપા તિરસ્કારનો ભોગ બને છે. આ પરિસ્થિતિમાંથી કેવી રીતે છૂટવું તેના પ્રયત્નોમાં તેને એક વિડીયોગેમ હાથ લાગે છે જેમાં અપાતી દોરવણી મુજબ તે એક પછી એક સ્ટેજ વટાવતો જાય છે તેમ એ સૌમેશથી વધુ સફળ થતો જાય છે. પરંતુ આ ગેમમાં નિર્દોષ સૌમેશને મારી-પછાડવાનો એટલે સુધી કે એને નોકરીમાંથી કાઢી મૂકવાનો, એક પાસા તરીકે સમાવેશ થયેલો છે જેમાંથી પાછા વળી શકાતું નથી કે ગેમને અનઇન્સ્ટોલ પણ કરી શકાતી નથી. એટલે એક તબક્કે સૌમેશને જે રીતે મારી પછાડ્યો તેની પાછળના મહેશને પોતાની કુટિલતાનો અહેસાસ થયા પછી એ જ્યારે આ ગેમમાંથી છૂટવાનો મરણિયો પ્રયાસ કરે છે ત્યારે પોતાની જિંદગીમાં પણ ટ્રેજેડી સર્જાય છે. મારી દૃષ્ટિએ દરેક સાયન્સ ફિકશન અંતે તો નીતિકથા હોય છે તે અહીં પણ છે. અભિમન્યુનાં બીજાં પાત્રો જેવી સંકુલતા મહેશ કે સૌમેશના પાત્રમાં જોવા મળતી નથી. એ રીતે આ વાર્તા  એકાંગી રહી જાય છે.  

પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને અભિમન્યુએ લખેલી બીજી એક વાર્તા ‘લબ યુ’માં રત્નો અને મીનુ જેવાં, ગામમાંથી ભાગી આવેલાં યુવક-યુવતીની વાત છે. બંને શહેરમાં આવી વગર લગ્ને પતિપત્નીની જેમ રહે છે. સમય જતાં બંનેને ભાન થાય છે કે માતા-પિતાના ખર્ચે જીવીને પ્રેમ કરવાનું ગામડામાં શક્ય હતું, હવે પોતાના પગ પર ઊભા રહેવાનું છે, જે માટે બંનેએ કમાવું પડશે. બંનેનો મિજાજ સત્તર ખાંડીનો છે પણ આ શહેર એમ સહેલાઈથી કોઈને છોડતું નથી. બંને પોતાનાં મૂળ વ્યક્તિત્વો સાથે સમાધાન કરીને જીવે છે. આર્થિક રીતે થોડા સદ્ધર થયા પછી એમને મોબાઈલ લેવાનું મન થાય છે અને આ ઝંખનામાંથી એમના જીવનમાં જે કરુણતા સર્જાય છે તેની વાત થોડું હાસ્ય ઉમેરીને કરવામાં આવી છે જે છેવટે તો દુઃખદ અંત તરફ દોરી જાય છે. અહીં એમના જીવનમાં પરિસ્થિતિ ઊભી થાય છે તે આ સમયના સૌથી વધુ ઉપયોગી અને સૌથી વધુ ખતરનાક સાધન મોબાઈલથી થાય છે.

અભિમન્યુની એક બીજી વિશેષતા પણ જોઈ લઈએ, એને માનવસૃષ્ટિમાં જેટલો રસ છે તેટલો જ રસ આજુબાજુનાં પશુપક્ષીઓમાં છે. બ્લેકીમાં નાયકની અંદર જે સારું અને ખરાબ છે તે અહીં બ્લેકી નામના કૂતરાની મદદથી સિદ્ધ કરવામાં એનેં ઘણી સફળતા મળી છે. તો લગભગપણુંમાં કેનેડાનું એક ભૂંડ જેવું પ્રાણી રાકુન કે જે કચરાટોપલીમાંથી એંઠાજુઠ્ઠા પર નભે છે, જે માણસજાતની સડી ગયેલી માનસિકતા પર નભતા મનુષ્યનું પ્રતીક છે. મિકીમાં ખિસકોલી અને મંકોડાના ઉલ્લેખો વારંવાર આવે છે. અહીં પણ આ બંનેનો ઉપયોગ વાર્તાને આગળ વધારવામાં થયો છે. તો ‘ચૂન્ની’માં ચૂન્ની એ બિલાડીનું નામ છે અને બિલાડી અને ચકલીના વારંવાર આવતા ઉલ્લેખ નાયિકાના અંદરના જગતમાં ઝિલાતી હિંસાને વ્યક્ત કરે છે. અહીં સમાજ અને શૈલીની વચ્ચે જે ઉંદરબિલાડી એમ કહીએ કે ચકલી અને બિલાડીની રમત રમાડી રહેલો છે તે તણાવ સરસ રીતે વ્યક્ત થાય છે. ભૂલભુલામણીમાં પણ એક જગ્યાએ સાપ દેખાય છે જે મહેશની ડંખીલી મનોવૃત્તિનો નિર્દેશ કરે છે. આમ ઘણા સમય પછી કોઈ ગુજરાતી વાર્તાકારની રચનાઓમાં આ રીતે પશુપંખીનો સફળ ઉપયોગ જોવા મળે છે.

આ વાર્તાઓમાં ક્યાંકક્યાંક લેખકનું ગદ્ય પોતીકી અપૂર્વ સર્જકતા અને સામાન્ય શૈલીથી ચલાવી લેવાની વૃત્તિના મિશ્રણ જેવું છે. સમાંતર રેખાઓ વાર્તાની શરૂઆતનો અંશ તપાસીએ –

‘તેણે  બારી બહાર જોયું. કાંડા પર ફેલાયેલી નસો જેવી શુષ્ક ડાળીઓ દેખાઈ. વૃક્ષો સાવ નંખાઈ ગયેલાં. તે જોઈને તેને ખબર પડી ગઈ કે ડિસેમ્બર આવી ગયેલો. હજી હમણાં તો રંગબેરંગી પાંદડાં ઝૂલી રહ્યાં’તાં, હજી હમણાં તો તડકો વરિયાળી ખાધા બાદ પીવાયેલા પાણી જેવો મીઠો લાગી રહ્યો’તો. હજી હમણાં બીક વગર બહાર નીકળી શકાતું. ક્યારે વૃક્ષોએ પાંદડાંઓના નામનું નાહી નાખ્યું? ક્યારે અંધારાએ અજવાસને ધક્કા મારી ભગાવી મૂક્યો? ક્યારે વાદળાં સૂરજને આખો સમય કોઈ ગુપ્તરોગની જેમ ઢાંકવા લાગ્યાં?’  

૧. અહીં ‘તે જોઈને તેને ખબર પડી ગઈ કે ડિસેમ્બર આવી ગયેલો’-માં આવી ગયેલોની જગાએ આવી ગયો શબ્દ વધારે યોગ્ય રહે.  