અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ હ. પટેલ/વ્હાલનું વૃક્ષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 7: Line 7:
::::::::::::જનોથી દૂર આ ઉપવનોમાં
::::::::::::જનોથી દૂર આ ઉપવનોમાં
:::::::::::::વાતા અસલ પવનોમાં
:::::::::::::વાતા અસલ પવનોમાં
:::::::::::હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું —
::::::::હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું —
:::::::::તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર...
::::::::::તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર...
:::::::::આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી
::::::::::આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી
:::::::::ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ
::::::::::ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ
:::::::::માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ
::::::::::માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ
:::::::::::ને તડકાની કરકરી કામળી
:::::::::::ને તડકાની કરકરી કામળી
:::::::::પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ...
:::::::::::પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ...
:::::::::હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું!
:::::::::હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું!
:::::::::આ હેરતાં ઘેરતાં તરુવરો
:::::::::::આ હેરતાં ઘેરતાં તરુવરો
:::::::::::ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની —
:::::::::::ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની —
:::::::::ડાળેડાળની મદીર છટાઓ મને
:::::::::::ડાળેડાળની મદીર છટાઓ મને
:::::::::કૂંપળમાંથી કળી બનાવી દે છે
:::::::::::કૂંપળમાંથી કળી બનાવી દે છે
:::::::::::અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન
:::::::::::અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન
::::::::::હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં
::::::::::હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં

Revision as of 09:56, 20 July 2021


વ્હાલનું વૃક્ષ

મણિલાલ હ. પટેલ

વૃક્ષોને વ્હાલ કરવાનો વખત લઈને
આવ્યો છું વનોમાં
જનોથી દૂર આ ઉપવનોમાં
વાતા અસલ પવનોમાં
હમણાં જ ઉરાડી મૂક્યું છે મેં મારું આયખું —
તે ઓ જાય ઊડતું દૂર દૂર ચૂર ચૂર...
આ લીલાંકાચ કાસારવારિ — સુખાકારી
ને મસ્તક ચૂમતું શુભ્ર સુહતું નીલાકાશ
માટીની અસલ ગંધ ગણગણતી હવાઓ
ને તડકાની કરકરી કામળી
પાંદડે પાંદડે પીત પામરી પથરાઈ...
હોવાપણું આટલું હળવુંફૂલ ક્યારેય નહોતું!
આ હેરતાં ઘેરતાં તરુવરો
ને ટગટગ તાકતી મસ્તીખોર ઘટાઓ, એમની —
ડાળેડાળની મદીર છટાઓ મને
કૂંપળમાંથી કળી બનાવી દે છે
અરે! આ સ્પંદન... આ સંવેદન... પવન મન
હવે તો મારે બસ ફરફરવાનું ફુહારોમાં
પમરવાનું પ્રસરવાનું ક્ષણક્ષણમાં
કણકણમાં મળી જવાનું
ભળી જવાનું ભોંયમાં — ને
પુનઃ વૃક્ષ બની જવાનું —
વ્હાલનું વૃક્ષ!