નર્મદ-દર્શન/નર્મદનું હાસ્ય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
મિત્રો સાથેના વ્યવહારમાં, તેમની સાથેની વાતચીતમાં નર્મદ આત્માભિમાનથી સતત જાગ્રત છતાં અતડો, સૂમડો કે ફુંગરાયેલો નહિ, ખુશાલદિલ જ હતો. મિત્રો સાથે નશામાં મહાલતો તે હાસ્યની છોળોમાં નહાતો નવડાવતો હતો. મિત્રો સાથેના તેના સંબંધો કેવા મોકળા અને બેહદ હતા તેનો એક જ દાખલો બસ થશે. તેઓ કેટલાક મિત્રો ઉજાણી ગયા હતા. છાંટોપાણી કરી જમ્યા, ને પછી ગાયનનો કાર્યક્રમ ચાલ્યો તે દરમ્યાન એક મિત્ર કવિને વળગવા ગયો ને તેના ખોળામાં સૂઈ ગયો. નર્મદે તેનુંય એક પદ તત્કાલ રચી નાખ્યું – ‘(પ્યારી) કેમ નથી આ વેળા મારી સોડમાં રે.’ આવી માદક અને ઉછાંછળી પળોનાં અનેક દૃષ્ટાંતો નર્મકવિતાની પાદટીપમાં સચવાયાં છે.  

નર્મદ દર્દેદિલ કવિ છે. વિષયાનુરૂપ ગંભીરતા તે જાળવી જાણે છે. પોતાની કવિતામાં હાસ્ય નથી તેનું કારણ આપતાં તે નોંધે છે :

:'‘મારી કવિતા દર્દની ભરેલી છે એટલે [તેમાં હાસ્ય] હોય જ નહિ, તેમ કવિતાને હું ગંભીર વિષય સમજું છું, માટે તેવું તેમાં લખ્યું નથી. બાકી હાસ્યરસ પ્રૌઢ રીતે હું કેટલો ઉપજાવી જાણું છું, તે મારા ગદ્યથી અને જેઓએ મને વાતચિત કરતાં જોયો હશે તે સહુ સારી પેઠે જાણે છે.’ (ઉત્તર નર્મદચરિત્ર, પૃ. ૧૦૭).'
:''‘મારી કવિતા દર્દની ભરેલી છે એટલે [તેમાં હાસ્ય] હોય જ નહિ, તેમ કવિતાને હું ગંભીર વિષય સમજું છું, માટે તેવું તેમાં લખ્યું નથી. બાકી હાસ્યરસ પ્રૌઢ રીતે હું કેટલો ઉપજાવી જાણું છું, તે મારા ગદ્યથી અને જેઓએ મને વાતચિત કરતાં જોયો હશે તે સહુ સારી પેઠે જાણે છે.’ (ઉત્તર નર્મદચરિત્ર, પૃ. ૧૦૭).''
કવિતામાં અને ઘણા નિબંધોમાં કવિ નવલરામ જેવા હળવા કેમ નથી તેનો, નવલરામની ટકોરનો અને કવિમાં રમૂજવૃત્તિ હતી કે કેમ તે પ્રશ્નનો એકસાથે ઉત્તર આ વિધાનમાં મળી રહે છે.

નર્મદનાં ગદ્ય લખાણો વિગતે તપાસીએ, તેનાં નિબંધો, સંવાદો અને નાટકો ધીરજથી વાંચીએ, આપણા મનના પૂર્વગ્રહો અને અભિગ્રહો તેમજ આગ્રહોને પરા કરીએ તો તેનું હાસ્ય નવલરામથી ઊતરતું તો નથી જ તેની પ્રતીતિ અવશ્ય થશે. ‘ભટનું ભોપાળું’નું હાસ્ય નવલરામનું મૌલિક હોવા વિશે શંકા ન કરીએ તોય મૂળ નાટક Mock Doctorનું ઋણ પણ તેને વિશે ઓછું નથી. તે નાટક પ્રગટ થયું તે પહેલાં નર્મદનાં હાસ્યકટાક્ષની વાઝડીઓ અને લહેરખીઓ અનેક વાર આવી ગઈ હતી.