નર્મદ-દર્શન/‘નર્મકવિતા’ની પાદટીપો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
No edit summary
 
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સમગ્ર કવિતા’નું પ્રથમ સંપાદન નર્મદનું. તેણે ૧૮૬૬–૬૭માં દશ વર્ષમાં લખાયેલી પોતાની બધી કાવ્યરચનાઓનું એકસાથે પ્રકાશન કર્યું. આ અગાઉ છૂટક દશ અંકોમાં કે ત્રણ પુસ્તકોમાં પ્રકાશિત સંપાદનોમાં તેણે ટિપ્પણો લખ્યાં ન હતાં. પરંતુ પોતાની કવિતા વિશે લોકોમાં જિજ્ઞાસા વધવાથી આ સંપાદનમાં તે આપવાનું તેને ઇષ્ટ લાગ્યું. તેના નિધન પછી નવલરામ દ્વારા ૧૮૮૭માં સંપાદિત અને ૧૮૮૮માં પ્રકાશિત ‘નર્મકવિતા’ ભા. ૧, ૨ માં આ ટિપ્પણ યથાવત્‌ રાખવામાં આવ્યું છે.
‘સમગ્ર કવિતા’નું પ્રથમ સંપાદન નર્મદનું. તેણે ૧૮૬૬–૬૭માં દશ વર્ષમાં લખાયેલી પોતાની બધી કાવ્યરચનાઓનું એકસાથે પ્રકાશન કર્યું. આ અગાઉ છૂટક દશ અંકોમાં કે ત્રણ પુસ્તકોમાં પ્રકાશિત સંપાદનોમાં તેણે ટિપ્પણો લખ્યાં ન હતાં. પરંતુ પોતાની કવિતા વિશે લોકોમાં જિજ્ઞાસા વધવાથી આ સંપાદનમાં તે આપવાનું તેને ઇષ્ટ લાગ્યું. તેના નિધન પછી નવલરામ દ્વારા ૧૮૮૭માં સંપાદિત અને ૧૮૮૮માં પ્રકાશિત ‘નર્મકવિતા’ ભા. ૧, ૨ માં આ ટિપ્પણ યથાવત્‌ રાખવામાં આવ્યું છે.
સંસ્કૃત સાહિત્યમાં ટીકાનો ભારે મહિમા હતો. ટીકાકાર પણ કવિ જેટલો જ વિખ્યાત બની શકતો. તેનું ઉજ્જ્વલ ઉદાહરણ મલ્લિનાથનું છે. પરંતુ કોઈ સંસ્કૃત કવિએ પોતે પોતાના કાવ્યની ટીકા લખી હોવાનું નોંધાયું નથી. પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીથી દયારામ સુધી આવતાં આવાં ટીકાટિપ્પણો અનાવશ્યક જણાયાં હતાં કારણ તે રચનાઓનાં વસ્તુ, રીતિ, ભાષા આદિ તત્કાલીન પ્રજાને સુગમ હતાં.<ref>૧. દલપતરામે પ્રસંગોપાત્ત શબ્દાર્થ અને સંદર્ભ દર્શાવતી પાદટીપો તેમની કેટલીક રચનાની શિલાછાપ આવૃત્તિઓમાં પણ મૂકી છે. આ ટીપ ‘દલપતકાવ્ય’ મુદ્રિત થતાં કોઈક કોઈક સ્થળે બદલાયેલી પણ છે.</ref> નર્મદની કવિતા પરંપરાથી સર્વથા જુદી પડતી હતી. વિચાર અને અભિવ્યક્તિની નવતાને કારણે તે સહૃદય ભાવકો માટેય એટલી પરિચિત ન હતી. એક તરફ ઉત્કટ યશેચ્છાથી અને બીજી તરફ કવિતા દ્વારા સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાની તીવ્ર ઝંખનાથી તેની કવિતા પ્રેરાયેલી હતી. પોતાની કવિતા પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચાડવા તે સતત જાગ્રત હતો. તેથી ટિપ્પણો તેને અત્યાવશ્યક જણાયાં હતાં. ટિપ્પણો, જેને તે ‘ટીપ’ તરીકે ઓળખાવે છે, આપવાથી ગ્રંથ મોટો થતાં મોંઘો થાય તો ઓછા લોકો તે ખરીદી વાંચી શકે તે એક ખોટપાસું હતું. પરંતુ કવિતા સમજવાની શક્તિ જ લોકોમાં કેળવાયેલી ન હોય તો તેનું પ્રકાશન જ નિરર્થક નીવડે તે વધારે મોટું ખોટપાસું હતું. તેણે પોતાના સમયની ભાવકશક્તિનું મૂલ્યાંકન આ પ્રમાણે કર્યું છે :
સંસ્કૃત સાહિત્યમાં ટીકાનો ભારે મહિમા હતો. ટીકાકાર પણ કવિ જેટલો જ વિખ્યાત બની શકતો. તેનું ઉજ્જ્વલ ઉદાહરણ મલ્લિનાથનું છે. પરંતુ કોઈ સંસ્કૃત કવિએ પોતે પોતાના કાવ્યની ટીકા લખી હોવાનું નોંધાયું નથી. પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીથી દયારામ સુધી આવતાં આવાં ટીકાટિપ્પણો અનાવશ્યક જણાયાં હતાં કારણ તે રચનાઓનાં વસ્તુ, રીતિ, ભાષા આદિ તત્કાલીન પ્રજાને સુગમ હતાં.<ref>દલપતરામે પ્રસંગોપાત્ત શબ્દાર્થ અને સંદર્ભ દર્શાવતી પાદટીપો તેમની કેટલીક રચનાની શિલાછાપ આવૃત્તિઓમાં પણ મૂકી છે. આ ટીપ ‘દલપતકાવ્ય’ મુદ્રિત થતાં કોઈક કોઈક સ્થળે બદલાયેલી પણ છે.</ref> નર્મદની કવિતા પરંપરાથી સર્વથા જુદી પડતી હતી. વિચાર અને અભિવ્યક્તિની નવતાને કારણે તે સહૃદય ભાવકો માટેય એટલી પરિચિત ન હતી. એક તરફ ઉત્કટ યશેચ્છાથી અને બીજી તરફ કવિતા દ્વારા સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાની તીવ્ર ઝંખનાથી તેની કવિતા પ્રેરાયેલી હતી. પોતાની કવિતા પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચાડવા તે સતત જાગ્રત હતો. તેથી ટિપ્પણો તેને અત્યાવશ્યક જણાયાં હતાં. ટિપ્પણો, જેને તે ‘ટીપ’ તરીકે ઓળખાવે છે, આપવાથી ગ્રંથ મોટો થતાં મોંઘો થાય તો ઓછા લોકો તે ખરીદી વાંચી શકે તે એક ખોટપાસું હતું. પરંતુ કવિતા સમજવાની શક્તિ જ લોકોમાં કેળવાયેલી ન હોય તો તેનું પ્રકાશન જ નિરર્થક નીવડે તે વધારે મોટું ખોટપાસું હતું. તેણે પોતાના સમયની ભાવકશક્તિનું મૂલ્યાંકન આ પ્રમાણે કર્યું છે :
:''‘... મારી કવિતા ઘણા લોકથી સમજાતી નથી એવો ચારે પાસ પોકાર ઉઠી રહેલો તેથી, તે સમજાવવાનું મારું મન ઉશ્કેરાયું. આ ઠેકાણે મારે દલગીરીથી કહેવું પડે છે કે જે રીતની જે સમજે મેં કવિતા લખી છે તે રીતની તે સમજને પહોંચ્યા હોય તેવા મારા પ્રસંગમાં આવેલા સેંકડો જનોમાં (આપણા ગુજરાતીઓમાં) મારા જાણ્યામાં થોડાક જ છે. – કાં તો હજુ લોકમાં કવિતા સમજવાની શક્તિ આવી નથી, કાં તો મારી કવિતા દોષવાળી છે કે કાં તો તે કવિતા જ નથી...’ (૧૮૬૬ની આવૃત્તિની ‘સૂચના’. )''
:''‘... મારી કવિતા ઘણા લોકથી સમજાતી નથી એવો ચારે પાસ પોકાર ઉઠી રહેલો તેથી, તે સમજાવવાનું મારું મન ઉશ્કેરાયું. આ ઠેકાણે મારે દલગીરીથી કહેવું પડે છે કે જે રીતની જે સમજે મેં કવિતા લખી છે તે રીતની તે સમજને પહોંચ્યા હોય તેવા મારા પ્રસંગમાં આવેલા સેંકડો જનોમાં (આપણા ગુજરાતીઓમાં) મારા જાણ્યામાં થોડાક જ છે. – કાં તો હજુ લોકમાં કવિતા સમજવાની શક્તિ આવી નથી, કાં તો મારી કવિતા દોષવાળી છે કે કાં તો તે કવિતા જ નથી...’ (૧૮૬૬ની આવૃત્તિની ‘સૂચના’. )''
ટિપ્પણ લખીને કવિ પોતાની કવિતાને સરળ બનાવી, તેને વિશાળ ભાવક વર્ગ સુધી પહોંચાડવા તાકે છે. ટિપ્પણ છતાં જો પોતાની કવિતા લોકોને ન સમજાય તો તેમાં ભાવકનો નહિ પોતાની કવિતાનો દોષ છે તેવી કસોટી પણ સ્વીકારવાની તેની તૈયારી છે.
ટિપ્પણ લખીને કવિ પોતાની કવિતાને સરળ બનાવી, તેને વિશાળ ભાવક વર્ગ સુધી પહોંચાડવા તાકે છે. ટિપ્પણ છતાં જો પોતાની કવિતા લોકોને ન સમજાય તો તેમાં ભાવકનો નહિ પોતાની કવિતાનો દોષ છે તેવી કસોટી પણ સ્વીકારવાની તેની તૈયારી છે.
Line 15: Line 15:
આ સમયે દલપતરામ અને મનમોહનદાસ જેવા પ્રૌઢ અને આશુકવિઓની બોલબાલા હતી. ઊગી રહેલા અને કવિયશેચ્છુ નર્મદને તો છંદશાસ્ત્રનું માર્ગદર્શન કે પુસ્તક પણ સુલભ ન હતું. મનમોહનદાસે તો નર્મદના આ વિશેના પત્રનો ઉત્તર વાળવા જેટલો પણ વિવેક દાખવ્યો ન હતો. તેણે પ્રથમ આ બે કવિઓના અનુકરણમાં અને પછી ગ્રંથો મેળવી, કાવ્યસર્જન માટેનાં ઓજાર હસ્તગત કરી લીધાં હતાં. આ દિશામાંના તેના પ્રયત્નોની વિગતો ‘મારી હકીકત’માં કવિએ આપી છે. ‘નર્મકવિતા’નાં પ્રારંભનાં કાવ્યોની પાદટીપમાં પણ આ વિશે વિગતે નોંધો છે. તે ઉપરથી તેની મથામણનો સ્પષ્ટતાથી ખ્યાલ આવે છે. પહેલું કાવ્ય ‘કેફ’ તેણે દોહરામાં રચ્યું ત્યારે દોહરો કેમ કરવો તેનું તેને જ્ઞાન ન હતું તેમ તેની પાદટીપ કહે છે. નાનપણમાં વાંચેલી શામળની કવિતાના સંસ્કાર અને ‘કંઈ દલપતરામનું ને કંઈ મનમોહનદાસનું’ જોઈ તેણે આ દોહરા ચોપાઈ કર્યાં હતાં. ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ કાવ્યની ટીપ કવિની સદા જાગ્રત જિજ્ઞાસા અને નવું ગ્રહણ કરવાની તત્પરતા દર્શાવે છે. ‘દક્ષિણી વામન પંડિતનું કરેલું “ગોપીગીત”’ જોયું અને તેના ઢાળમાં ‘બાર મહિના લખી ગરીબની હાલત બતાવું’ તેવો તેને તુક્કો સૂઝ્યો. આ સંદર્ભમાં કવિ ટીપમાં નેાંધે છે :
આ સમયે દલપતરામ અને મનમોહનદાસ જેવા પ્રૌઢ અને આશુકવિઓની બોલબાલા હતી. ઊગી રહેલા અને કવિયશેચ્છુ નર્મદને તો છંદશાસ્ત્રનું માર્ગદર્શન કે પુસ્તક પણ સુલભ ન હતું. મનમોહનદાસે તો નર્મદના આ વિશેના પત્રનો ઉત્તર વાળવા જેટલો પણ વિવેક દાખવ્યો ન હતો. તેણે પ્રથમ આ બે કવિઓના અનુકરણમાં અને પછી ગ્રંથો મેળવી, કાવ્યસર્જન માટેનાં ઓજાર હસ્તગત કરી લીધાં હતાં. આ દિશામાંના તેના પ્રયત્નોની વિગતો ‘મારી હકીકત’માં કવિએ આપી છે. ‘નર્મકવિતા’નાં પ્રારંભનાં કાવ્યોની પાદટીપમાં પણ આ વિશે વિગતે નોંધો છે. તે ઉપરથી તેની મથામણનો સ્પષ્ટતાથી ખ્યાલ આવે છે. પહેલું કાવ્ય ‘કેફ’ તેણે દોહરામાં રચ્યું ત્યારે દોહરો કેમ કરવો તેનું તેને જ્ઞાન ન હતું તેમ તેની પાદટીપ કહે છે. નાનપણમાં વાંચેલી શામળની કવિતાના સંસ્કાર અને ‘કંઈ દલપતરામનું ને કંઈ મનમોહનદાસનું’ જોઈ તેણે આ દોહરા ચોપાઈ કર્યાં હતાં. ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ કાવ્યની ટીપ કવિની સદા જાગ્રત જિજ્ઞાસા અને નવું ગ્રહણ કરવાની તત્પરતા દર્શાવે છે. ‘દક્ષિણી વામન પંડિતનું કરેલું “ગોપીગીત”’ જોયું અને તેના ઢાળમાં ‘બાર મહિના લખી ગરીબની હાલત બતાવું’ તેવો તેને તુક્કો સૂઝ્યો. આ સંદર્ભમાં કવિ ટીપમાં નેાંધે છે :
:''‘...એ વખતે કાલિદાસના શ્રુતબોધમાં આવેલા અક્ષરવૃત્તોના નિયમો જે મેં નાશકના દાદાદેવ શાસ્ત્રી પાસેથી સમજી લીધા હતા તેટલા જ જાણતો હતો.... એક શ્રીમાળી બ્રાહ્મણની પાસથી આનાના પૈસા ઉછીતા લઈને ચોપડી લઈ આવ્યો, પછી લઘુ ગુરુ અક્ષરો જોઈ જોઈને સાંજના પાંચ વાગાથી તે દશ વાગા લગીમાં પહેલા બે અને પછી બાર એમ ચૌદ શ્લોક બનાવ્યા.... એ ગોપીગીતના ઢાળને લલિતવૃત્ત એ નામ પછવાડેથી આપ્યું છે તે સુરતમાં થઈ ગયેલા લાલદાસ નામના દાદુપંથી સાધુના બનાવેલા પિંગળ ઉપરથી.... એ લલિતવૃત્ત બિજાં હિંદુસ્તાની પિંગળોમાં આપેલું નથી. દલપતરામ કવિએ પણ મારે મોહડેથી સાંભળ્યા પછી પોતાનાં પિંગળમાં દાખલ કર્યું છે. એ વૃત્ત કરૂણારસ કવિતાને ઘણું જ અનુકૂળ છે.’''
:''‘...એ વખતે કાલિદાસના શ્રુતબોધમાં આવેલા અક્ષરવૃત્તોના નિયમો જે મેં નાશકના દાદાદેવ શાસ્ત્રી પાસેથી સમજી લીધા હતા તેટલા જ જાણતો હતો.... એક શ્રીમાળી બ્રાહ્મણની પાસથી આનાના પૈસા ઉછીતા લઈને ચોપડી લઈ આવ્યો, પછી લઘુ ગુરુ અક્ષરો જોઈ જોઈને સાંજના પાંચ વાગાથી તે દશ વાગા લગીમાં પહેલા બે અને પછી બાર એમ ચૌદ શ્લોક બનાવ્યા.... એ ગોપીગીતના ઢાળને લલિતવૃત્ત એ નામ પછવાડેથી આપ્યું છે તે સુરતમાં થઈ ગયેલા લાલદાસ નામના દાદુપંથી સાધુના બનાવેલા પિંગળ ઉપરથી.... એ લલિતવૃત્ત બિજાં હિંદુસ્તાની પિંગળોમાં આપેલું નથી. દલપતરામ કવિએ પણ મારે મોહડેથી સાંભળ્યા પછી પોતાનાં પિંગળમાં દાખલ કર્યું છે. એ વૃત્ત કરૂણારસ કવિતાને ઘણું જ અનુકૂળ છે.’''
કવિના ખંત અને સંશોધનવૃત્તિનો પરિચય આપતી આ ટીપ ‘મારી હકીકત’માં આ વિશેના નિરૂપણની પૂર્તિરૂપ ગણી શકાય. ૧૮૬૫માં પ્રકાશિત ‘જૂનું નર્મગદ્ય’માં ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતના ધર્મ’ એ નિબંધને અંતે મૂકેલી આ રચનાને આરંભે ‘રાગ ગોપી-ગીતનો’ એવો નિર્દેશ છે. આ પછી કેળવણી ખાતા તરફથી પ્રકાશિત ‘નર્મગદ્ય’માં (૧૮૭૪) ‘લલિતવૃત્ત’નો ઉલ્લેખ છે. લાલદાસ રચિત ‘છંદરત્નાવળી’ તેણે આ કડીઓ રચ્યાની સાલમાં જ ઉતારી લીધી હતી. આ છંદનો ઉલ્લેખ ૧૮૬૫માં નહિ અને છેક ૧૮૭૪માં સુધારાયો તેમાં વૃત્તનિશ્ચયનો સંદેહ નહિ, પ્રમાદ પણ નહિ, કવિનો એકીસાથે અનેક ઘોડે સવારી કરવાનો ઉત્સાહ જવાબદાર છે. ૧૮૬૭ના ‘નર્મકવિતા’ના સંપાદનમાં આ સુધારો થઈ ગયો હતેા. ‘લલિતવૃત્ત’ બીજાં હિન્દુસ્તાની પિંગળોમાં આપેલું નથી એ વિધાન અતિવ્યાપ્ત અને ચકાસણીને પાત્ર છે. હિન્દુસ્તાની પિંગળથી કવિ વ્રજભાષાના પિંગળનો ઉલ્લેખ કરતા જણાય છે. તેમણે તેનાં બધાં જ પિંગળો જોયાં હશે તેમ માની શકાતું નથી. તેમ છતાં, નર્મદના આ વિધાનમાં તથ્ય તો છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ‘ગુજરાતી ભાષાસાહિત્ય ભવન’ના ચારણી સાહિત્યની હસ્તપ્રતોના સંગ્રહમાંના વ્રજભાષાના બે પિંગળ-ગ્રંથોમાં – કુંવરકુશળકૃત ‘લખપતપિંગળ’ (સં. ૧૮૦૮) અને ચિંતામણિકૃત ‘છંદલતા’ (સં. ૧૯૩૩) – લલિત છંદને માત્રામેળ (પહેલું ચરણ ૧૬ અને બીજું ચરણ ૧૨ માત્રા) ગણાવ્યો છે. તેનાં ઉદાહરણો પણ માત્રામેળ અનુસારનાં છે. મુનિ જિનવિજયજી સંપાદિત ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા’માં પ્રકાશિત (સન ૧૯૬૦) અને ચારણ કિસનાજી આઢા વિરચિત ‘રઘુવરજસપ્રકાસ’માં તો માત્રામેળ તરીકે પણ લલિત છંદનો ઉલ્લેખ નથી. તે નામફેરથી પણ ત્યાં હોવાની શક્યતા નથી કારણ તેના ન્યાસનો પણ એકેય છંદ તેમાં નથી. ભુજની પાઠશાળામાં વ્રજભાષાના પિંગળનું શિક્ષણ પામેલા દલપતરામને આ છંદનો ખ્યાલ ન હતો તે તેમણે જ કવિને કહ્યું હશે અને તે ઉપરથી તેણે આ અનુમાન કર્યું હશે. દલપતરામે તેની પાસેથી સાંભળી આ છંદ તેમના પિંગળમાં ઉમેર્યો તે દાવો, દલપતરામના કે ન્હાનાલાલના પ્રતિવાદની ગેરહાજરીમાં, સ્વીકારી શકાય. ગુજરાતીમાં આ છંદ પુરસ્કારનાર નર્મદ હતો તે હકીકતની નોંધ હવે લેવાવી જેઈએ.<ref>૨. રા. વિ. પા.એ નોંધ્યું છે કે ‘આનું લલિત નામ પાડ્યું નર્મદે’ (બૃહદ્‌ પિં., પૃ. ૪૫૦). ભાગવતનું ગોપિકાગીત આ જ ન્યાસના છંદમાં છે. સંસ્કૃત કવિઓને આ છંદનો ન્યાસ અપરિચિત નથી. ‘રણપિંગળ’માં આ ન્યાસનાં લલિત, ભાવિની, કનકમંજરી, ભામિની, ઇન્દિરા, શુદ્ધકામદા, વિબુધવંદિતા અને રાજહંસી એવાં આઠ નામ આપવામાં આવ્યાં છે. તેમાં રણછોડભાઈએ નર્મદનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે આપેલાં ‘લલિત’ સિવાયનાં નામો પારંપરિક છંદશાસ્ત્રને આધારે છે એ નિઃશંક છે. વ્રજ-ભાષાના ઉપર ઉલ્લેખેલ પિંગળ-ગ્રંથોમાં આ ન્યાસનો કોઈ છંદ નથી. છતાં ‘છંદરત્નાવળી’માં તે નર્મદને મળ્યો તેથી તે ન્યાસ અને નામ પણ પારંપરિક જ છે.</ref>
કવિના ખંત અને સંશોધનવૃત્તિનો પરિચય આપતી આ ટીપ ‘મારી હકીકત’માં આ વિશેના નિરૂપણની પૂર્તિરૂપ ગણી શકાય. ૧૮૬૫માં પ્રકાશિત ‘જૂનું નર્મગદ્ય’માં ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતના ધર્મ’ એ નિબંધને અંતે મૂકેલી આ રચનાને આરંભે ‘રાગ ગોપી-ગીતનો’ એવો નિર્દેશ છે. આ પછી કેળવણી ખાતા તરફથી પ્રકાશિત ‘નર્મગદ્ય’માં (૧૮૭૪) ‘લલિતવૃત્ત’નો ઉલ્લેખ છે. લાલદાસ રચિત ‘છંદરત્નાવળી’ તેણે આ કડીઓ રચ્યાની સાલમાં જ ઉતારી લીધી હતી. આ છંદનો ઉલ્લેખ ૧૮૬૫માં નહિ અને છેક ૧૮૭૪માં સુધારાયો તેમાં વૃત્તનિશ્ચયનો સંદેહ નહિ, પ્રમાદ પણ નહિ, કવિનો એકીસાથે અનેક ઘોડે સવારી કરવાનો ઉત્સાહ જવાબદાર છે. ૧૮૬૭ના ‘નર્મકવિતા’ના સંપાદનમાં આ સુધારો થઈ ગયો હતેા. ‘લલિતવૃત્ત’ બીજાં હિન્દુસ્તાની પિંગળોમાં આપેલું નથી એ વિધાન અતિવ્યાપ્ત અને ચકાસણીને પાત્ર છે. હિન્દુસ્તાની પિંગળથી કવિ વ્રજભાષાના પિંગળનો ઉલ્લેખ કરતા જણાય છે. તેમણે તેનાં બધાં જ પિંગળો જોયાં હશે તેમ માની શકાતું નથી. તેમ છતાં, નર્મદના આ વિધાનમાં તથ્ય તો છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ‘ગુજરાતી ભાષાસાહિત્ય ભવન’ના ચારણી સાહિત્યની હસ્તપ્રતોના સંગ્રહમાંના વ્રજભાષાના બે પિંગળ-ગ્રંથોમાં – કુંવરકુશળકૃત ‘લખપતપિંગળ’ (સં. ૧૮૦૮) અને ચિંતામણિકૃત ‘છંદલતા’ (સં. ૧૯૩૩) – લલિત છંદને માત્રામેળ (પહેલું ચરણ ૧૬ અને બીજું ચરણ ૧૨ માત્રા) ગણાવ્યો છે. તેનાં ઉદાહરણો પણ માત્રામેળ અનુસારનાં છે. મુનિ જિનવિજયજી સંપાદિત ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા’માં પ્રકાશિત (સન ૧૯૬૦) અને ચારણ કિસનાજી આઢા વિરચિત ‘રઘુવરજસપ્રકાસ’માં તો માત્રામેળ તરીકે પણ લલિત છંદનો ઉલ્લેખ નથી. તે નામફેરથી પણ ત્યાં હોવાની શક્યતા નથી કારણ તેના ન્યાસનો પણ એકેય છંદ તેમાં નથી. ભુજની પાઠશાળામાં વ્રજભાષાના પિંગળનું શિક્ષણ પામેલા દલપતરામને આ છંદનો ખ્યાલ ન હતો તે તેમણે જ કવિને કહ્યું હશે અને તે ઉપરથી તેણે આ અનુમાન કર્યું હશે. દલપતરામે તેની પાસેથી સાંભળી આ છંદ તેમના પિંગળમાં ઉમેર્યો તે દાવો, દલપતરામના કે ન્હાનાલાલના પ્રતિવાદની ગેરહાજરીમાં, સ્વીકારી શકાય. ગુજરાતીમાં આ છંદ પુરસ્કારનાર નર્મદ હતો તે હકીકતની નોંધ હવે લેવાવી જેઈએ.<ref>રા. વિ. પા.એ નોંધ્યું છે કે ‘આનું લલિત નામ પાડ્યું નર્મદે’ (બૃહદ્‌ પિં., પૃ. ૪૫૦). ભાગવતનું ગોપિકાગીત આ જ ન્યાસના છંદમાં છે. સંસ્કૃત કવિઓને આ છંદનો ન્યાસ અપરિચિત નથી. ‘રણપિંગળ’માં આ ન્યાસનાં લલિત, ભાવિની, કનકમંજરી, ભામિની, ઇન્દિરા, શુદ્ધકામદા, વિબુધવંદિતા અને રાજહંસી એવાં આઠ નામ આપવામાં આવ્યાં છે. તેમાં રણછોડભાઈએ નર્મદનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે આપેલાં ‘લલિત’ સિવાયનાં નામો પારંપરિક છંદશાસ્ત્રને આધારે છે એ નિઃશંક છે. વ્રજ-ભાષાના ઉપર ઉલ્લેખેલ પિંગળ-ગ્રંથોમાં આ ન્યાસનો કોઈ છંદ નથી. છતાં ‘છંદરત્નાવળી’માં તે નર્મદને મળ્યો તેથી તે ન્યાસ અને નામ પણ પારંપરિક જ છે.</ref>
છંદો હસ્તગત કર્યા પછી નર્મદ નવાં છંદસંયોજનો તરફ વળે છે. ‘લલિતા’ કાવ્યની ટીપ અનુસાર તેનો હરિગીત જુદા બંધારણનો છે.
છંદો હસ્તગત કર્યા પછી નર્મદ નવાં છંદસંયોજનો તરફ વળે છે. ‘લલિતા’ કાવ્યની ટીપ અનુસાર તેનો હરિગીત જુદા બંધારણનો છે.
“મારા હરીગીતમાં ૧૪ અને ૧૨ એમ ૨૬મી માત્રાને અંતે રગણ હોય છે વળી ૧ લી, ૮ મી, ૧૫મી અને ૨૨–૨૩મી ઉપર તાલ આવે છે.’
“મારા હરીગીતમાં ૧૪ અને ૧૨ એમ ૨૬મી માત્રાને અંતે રગણ હોય છે વળી ૧ લી, ૮ મી, ૧૫મી અને ૨૨–૨૩મી ઉપર તાલ આવે છે.’
Line 91: Line 91:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
રાજકોટ : ૧૦-૯-૮૩
<poem>રાજકોટ : ૧૦-૯-૮૩
‘યાહોમ’! ફેબ્રુ. ૧૯૮૪ : નવયુગ આટ્‌ર્સ કૉલેજ, સુરતની અધ્યાપક-પરિવાર સંસ્થા ‘આવિષ્કાર’ દ્વારા પ્રકાશિત ‘નર્મદ સાર્ધ શતાબ્દી ગ્રંથ’.
‘યાહોમ’! ફેબ્રુ. ૧૯૮૪ : નવયુગ આટ્‌ર્સ કૉલેજ, સુરતની અધ્યાપક-પરિવાર સંસ્થા ‘આવિષ્કાર’ દ્વારા પ્રકાશિત ‘નર્મદ સાર્ધ શતાબ્દી ગ્રંથ’.</poem>


'''પાદટીપ :'''
'''પાદટીપ :'''

Latest revision as of 06:57, 2 November 2025

‘નર્મકવિતા’ની પાદટીપો

‘સમગ્ર કવિતા’નું પ્રથમ સંપાદન નર્મદનું. તેણે ૧૮૬૬–૬૭માં દશ વર્ષમાં લખાયેલી પોતાની બધી કાવ્યરચનાઓનું એકસાથે પ્રકાશન કર્યું. આ અગાઉ છૂટક દશ અંકોમાં કે ત્રણ પુસ્તકોમાં પ્રકાશિત સંપાદનોમાં તેણે ટિપ્પણો લખ્યાં ન હતાં. પરંતુ પોતાની કવિતા વિશે લોકોમાં જિજ્ઞાસા વધવાથી આ સંપાદનમાં તે આપવાનું તેને ઇષ્ટ લાગ્યું. તેના નિધન પછી નવલરામ દ્વારા ૧૮૮૭માં સંપાદિત અને ૧૮૮૮માં પ્રકાશિત ‘નર્મકવિતા’ ભા. ૧, ૨ માં આ ટિપ્પણ યથાવત્‌ રાખવામાં આવ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં ટીકાનો ભારે મહિમા હતો. ટીકાકાર પણ કવિ જેટલો જ વિખ્યાત બની શકતો. તેનું ઉજ્જ્વલ ઉદાહરણ મલ્લિનાથનું છે. પરંતુ કોઈ સંસ્કૃત કવિએ પોતે પોતાના કાવ્યની ટીકા લખી હોવાનું નોંધાયું નથી. પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીથી દયારામ સુધી આવતાં આવાં ટીકાટિપ્પણો અનાવશ્યક જણાયાં હતાં કારણ તે રચનાઓનાં વસ્તુ, રીતિ, ભાષા આદિ તત્કાલીન પ્રજાને સુગમ હતાં.[1] નર્મદની કવિતા પરંપરાથી સર્વથા જુદી પડતી હતી. વિચાર અને અભિવ્યક્તિની નવતાને કારણે તે સહૃદય ભાવકો માટેય એટલી પરિચિત ન હતી. એક તરફ ઉત્કટ યશેચ્છાથી અને બીજી તરફ કવિતા દ્વારા સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાની તીવ્ર ઝંખનાથી તેની કવિતા પ્રેરાયેલી હતી. પોતાની કવિતા પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચાડવા તે સતત જાગ્રત હતો. તેથી ટિપ્પણો તેને અત્યાવશ્યક જણાયાં હતાં. ટિપ્પણો, જેને તે ‘ટીપ’ તરીકે ઓળખાવે છે, આપવાથી ગ્રંથ મોટો થતાં મોંઘો થાય તો ઓછા લોકો તે ખરીદી વાંચી શકે તે એક ખોટપાસું હતું. પરંતુ કવિતા સમજવાની શક્તિ જ લોકોમાં કેળવાયેલી ન હોય તો તેનું પ્રકાશન જ નિરર્થક નીવડે તે વધારે મોટું ખોટપાસું હતું. તેણે પોતાના સમયની ભાવકશક્તિનું મૂલ્યાંકન આ પ્રમાણે કર્યું છે :

‘... મારી કવિતા ઘણા લોકથી સમજાતી નથી એવો ચારે પાસ પોકાર ઉઠી રહેલો તેથી, તે સમજાવવાનું મારું મન ઉશ્કેરાયું. આ ઠેકાણે મારે દલગીરીથી કહેવું પડે છે કે જે રીતની જે સમજે મેં કવિતા લખી છે તે રીતની તે સમજને પહોંચ્યા હોય તેવા મારા પ્રસંગમાં આવેલા સેંકડો જનોમાં (આપણા ગુજરાતીઓમાં) મારા જાણ્યામાં થોડાક જ છે. – કાં તો હજુ લોકમાં કવિતા સમજવાની શક્તિ આવી નથી, કાં તો મારી કવિતા દોષવાળી છે કે કાં તો તે કવિતા જ નથી...’ (૧૮૬૬ની આવૃત્તિની ‘સૂચના’. )

ટિપ્પણ લખીને કવિ પોતાની કવિતાને સરળ બનાવી, તેને વિશાળ ભાવક વર્ગ સુધી પહોંચાડવા તાકે છે. ટિપ્પણ છતાં જો પોતાની કવિતા લોકોને ન સમજાય તો તેમાં ભાવકનો નહિ પોતાની કવિતાનો દોષ છે તેવી કસોટી પણ સ્વીકારવાની તેની તૈયારી છે. કવિતા એક વાર જાહેરમાં મૂક્યા પછી તેના અર્થઘટનમાં કવિનો કોઈ અધિકાર રહેતો નથી, આ તથ્ય વિશેય કવિ સભાન છે. તેમના બેત્રણ મિત્રોએ તેમને આ બાબત ટોક્યા પણ હતા કે, ‘તમારી કવિતાની સમજ તમે જ આપશો તો તેથી વાંચનાર સાંભળનારની હદમાં રહી જશે – કોઈ કંઈ ને કોઈ કંઈ સમજે તેમાં જ મજા છે ને તેમાં જ કવિને વધારે માન મળે છે.’ આના ઉત્તરમાં કવિએ કહ્યું હતું :

‘લોકને તેટલા સમજતા થવાને હજી બહુ વાર છે અને લોકને કવિતાના અર્થ ને તેની ચમત્કૃતિ સમજવાને હાલમાં કોઈ ગ્રંથ પણ નથી.–માટે, નથી સમજતા એવા ઘણા લોકને સમજતા કરવા સારૂં મેં કેટલેક ઠેકાણે વિસ્તારથી ટીકા કરી છે.’

દલપતરામ સુધીની કવિતા ધર્મ અને સદાચારની સીમમાં બંધાયેલી હતી, પિંગળ અને અલંકાર સમેત કાવ્યશાસ્ત્રના ગ્રંથો સુલભ ન હતા તેમ તેના અભ્યાસની પ્રણાલિકા ગુજરાતમાંથી લુપ્તપ્રાય થઈ હતી. તે સંદર્ભમાં નવી કવિતા નિષ્ફળ ન જાય તે હેતુથી કોઈક માર્ગદર્શન આવશ્યક હતું તેમ કવિને સમજાયું છે. ટિપ્પણ લખવામાં આમ તે આત્મલક્ષી છે, તેથી વિશેષ વસ્તુલક્ષી છે. કવિને પોતાની કવિતાનું વિવેચન, મૂલ્યાંકન કરવાનું મુશ્કેલ હોય છે. સર્જન, ભાવન અને વિવેચન ભિન્ન ભિન્ન શક્તિના વ્યાપારો છે. આપણો આ અર્વાચીન ગુજરાતીનો પ્રથમ સાહિત્યમીમાંસક આ તથ્યથી અનભિજ્ઞ નથી. તે કવિતાને અનુલક્ષીને અનેક વ્યાપારો ગણાવે છે : ‘કવિતા કરવી, કવિતા વાંચવી, કવિતાનો અર્થ સમજવો, કવિતાના અર્થનું ચિત્ર જોવું, કવિતાની બોલીને ટીકા કરવી, અને કવિતાની લખીને ટીકા કરવી એ જુદી જુદી વાતિ છે.’–એમ કહીને તે સર્જન, ભાવન અને વિવેચન વચ્ચે અનેક કોટિઓ ગણાવે છે. ‘કેટલાક કવિઓ ટીકા કરવાની શક્તિ ધરાવતા નથી.’–એમ ટકોર કરીને તે વિષયમાં પોતાની કસોટી ભલે થઈ જાય તેવા ખુમારીભર્યા ઉત્સાહથી આત્મવિશ્વાસથી અને આત્મશ્લાઘાનો દોષ વહોરીને પણ, તે ટિપ્પણ લખવા પ્રવૃત્ત થાય છે. નર્મદને પોતાની કવિતાની ઉત્તમતા વિશે ઊંચો ખ્યાલ હતો. પોતાની કવિતાને તે પ્રેમાનંદ, શામળ અને દયારામની કવિતા કરતાં ચડિયાતી માનતો હતો. આમ છતાં તેણે પોતાની કવિતાનું ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ તરીકે વર્ગીકરણ કરી સ્વ-મૂલ્યાંકન પણ કર્યું હતું. આ ત્રણ વર્ગોને પણ તેણે બબ્બે વિભાગમાં વહેંચી (જેને તે ‘ટુકડી,’ કહે છે) કાવ્યને છેડે પોતાના મૂલ્યાંકનનો આંક – ૧.૧, ૧.૨/૨.૧, ૨.૨/૩.૧, ૩.૨ એ પ્રમાણે – મૂક્યો છે. આ પ્રકારનાં સ્વ-મૂલ્યાંકનો માંડ ત્રીજા ભાગની જ રચનાઓને અપાયાં છે અને કેટલાંય સારાં કાવ્યો તેનાથી વંચિત રહ્યાં છે. આ પ્રકારનાં મૂલ્યાંકનોમાં આત્મલક્ષી વલણનો અવકાશ ઓછો, કારણ બધી જ કૃતિઓ પોતાની જ હોય. તેમ છતાં લાલશંકર વિશેની ઊતરતી અથવા મધ્યમ કક્ષાની રચનાઓને તે ઉત્તમ કક્ષામાં મૂકે છે ત્યાં અંગતતાના ગુણ વજનદાર નીવડ્યા હોવાનું જણાય છે. પરંતુ કવિ જ્યારે પોતાનાં કાવ્યોને ઊતરતા અથવા ચડતા ક્રમે છ કક્ષામાં વહેંચે છે ત્યારે પોતાની બધી રચનાઓ એકસરખી ઉત્તમ નથી તેનો સ્વીકાર કરવાની નિખાલસતા દાખવે છે તે સ્પષ્ટ છે. આ પ્રકારનાં સ્વ-મૂલ્યાંકનો નર્મદનાં પહેલાં અને છેલ્લાં જ છે. તે પછી કોઈ કવિએ આવું સાહસ કર્યું નથી. ‘નર્મકવિતા’માં જ નહિ, તેની પાદટીપોમાં પણ કવિનું આંતર-બાહ્ય વ્યક્તિત્વ સબળતાથી, અને પ્રગલ્ભતાથી પ્રગટ થયું છે. આ પાદટીપોમાં કવિએ ત્રણ મુદ્દાઓની ચર્ચાનો ઉપક્રમ રાખ્યો છે : (૧) કવિતા જે નિમિત્તે સ્ફુરી તે પ્રસંગ, (૨) શબ્દના અર્થ, (૩) શબ્દ, અર્થ, જોસ્સો, તર્ક આદિની ચર્ચા. આ મુદ્દાઓને તેના અનેક અંશોમાં તપાસી શકાય. આ સમયે દલપતરામ અને મનમોહનદાસ જેવા પ્રૌઢ અને આશુકવિઓની બોલબાલા હતી. ઊગી રહેલા અને કવિયશેચ્છુ નર્મદને તો છંદશાસ્ત્રનું માર્ગદર્શન કે પુસ્તક પણ સુલભ ન હતું. મનમોહનદાસે તો નર્મદના આ વિશેના પત્રનો ઉત્તર વાળવા જેટલો પણ વિવેક દાખવ્યો ન હતો. તેણે પ્રથમ આ બે કવિઓના અનુકરણમાં અને પછી ગ્રંથો મેળવી, કાવ્યસર્જન માટેનાં ઓજાર હસ્તગત કરી લીધાં હતાં. આ દિશામાંના તેના પ્રયત્નોની વિગતો ‘મારી હકીકત’માં કવિએ આપી છે. ‘નર્મકવિતા’નાં પ્રારંભનાં કાવ્યોની પાદટીપમાં પણ આ વિશે વિગતે નોંધો છે. તે ઉપરથી તેની મથામણનો સ્પષ્ટતાથી ખ્યાલ આવે છે. પહેલું કાવ્ય ‘કેફ’ તેણે દોહરામાં રચ્યું ત્યારે દોહરો કેમ કરવો તેનું તેને જ્ઞાન ન હતું તેમ તેની પાદટીપ કહે છે. નાનપણમાં વાંચેલી શામળની કવિતાના સંસ્કાર અને ‘કંઈ દલપતરામનું ને કંઈ મનમોહનદાસનું’ જોઈ તેણે આ દોહરા ચોપાઈ કર્યાં હતાં. ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ કાવ્યની ટીપ કવિની સદા જાગ્રત જિજ્ઞાસા અને નવું ગ્રહણ કરવાની તત્પરતા દર્શાવે છે. ‘દક્ષિણી વામન પંડિતનું કરેલું “ગોપીગીત”’ જોયું અને તેના ઢાળમાં ‘બાર મહિના લખી ગરીબની હાલત બતાવું’ તેવો તેને તુક્કો સૂઝ્યો. આ સંદર્ભમાં કવિ ટીપમાં નેાંધે છે :

‘...એ વખતે કાલિદાસના શ્રુતબોધમાં આવેલા અક્ષરવૃત્તોના નિયમો જે મેં નાશકના દાદાદેવ શાસ્ત્રી પાસેથી સમજી લીધા હતા તેટલા જ જાણતો હતો.... એક શ્રીમાળી બ્રાહ્મણની પાસથી આનાના પૈસા ઉછીતા લઈને ચોપડી લઈ આવ્યો, પછી લઘુ ગુરુ અક્ષરો જોઈ જોઈને સાંજના પાંચ વાગાથી તે દશ વાગા લગીમાં પહેલા બે અને પછી બાર એમ ચૌદ શ્લોક બનાવ્યા.... એ ગોપીગીતના ઢાળને લલિતવૃત્ત એ નામ પછવાડેથી આપ્યું છે તે સુરતમાં થઈ ગયેલા લાલદાસ નામના દાદુપંથી સાધુના બનાવેલા પિંગળ ઉપરથી.... એ લલિતવૃત્ત બિજાં હિંદુસ્તાની પિંગળોમાં આપેલું નથી. દલપતરામ કવિએ પણ મારે મોહડેથી સાંભળ્યા પછી પોતાનાં પિંગળમાં દાખલ કર્યું છે. એ વૃત્ત કરૂણારસ કવિતાને ઘણું જ અનુકૂળ છે.’

કવિના ખંત અને સંશોધનવૃત્તિનો પરિચય આપતી આ ટીપ ‘મારી હકીકત’માં આ વિશેના નિરૂપણની પૂર્તિરૂપ ગણી શકાય. ૧૮૬૫માં પ્રકાશિત ‘જૂનું નર્મગદ્ય’માં ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતના ધર્મ’ એ નિબંધને અંતે મૂકેલી આ રચનાને આરંભે ‘રાગ ગોપી-ગીતનો’ એવો નિર્દેશ છે. આ પછી કેળવણી ખાતા તરફથી પ્રકાશિત ‘નર્મગદ્ય’માં (૧૮૭૪) ‘લલિતવૃત્ત’નો ઉલ્લેખ છે. લાલદાસ રચિત ‘છંદરત્નાવળી’ તેણે આ કડીઓ રચ્યાની સાલમાં જ ઉતારી લીધી હતી. આ છંદનો ઉલ્લેખ ૧૮૬૫માં નહિ અને છેક ૧૮૭૪માં સુધારાયો તેમાં વૃત્તનિશ્ચયનો સંદેહ નહિ, પ્રમાદ પણ નહિ, કવિનો એકીસાથે અનેક ઘોડે સવારી કરવાનો ઉત્સાહ જવાબદાર છે. ૧૮૬૭ના ‘નર્મકવિતા’ના સંપાદનમાં આ સુધારો થઈ ગયો હતેા. ‘લલિતવૃત્ત’ બીજાં હિન્દુસ્તાની પિંગળોમાં આપેલું નથી એ વિધાન અતિવ્યાપ્ત અને ચકાસણીને પાત્ર છે. હિન્દુસ્તાની પિંગળથી કવિ વ્રજભાષાના પિંગળનો ઉલ્લેખ કરતા જણાય છે. તેમણે તેનાં બધાં જ પિંગળો જોયાં હશે તેમ માની શકાતું નથી. તેમ છતાં, નર્મદના આ વિધાનમાં તથ્ય તો છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ‘ગુજરાતી ભાષાસાહિત્ય ભવન’ના ચારણી સાહિત્યની હસ્તપ્રતોના સંગ્રહમાંના વ્રજભાષાના બે પિંગળ-ગ્રંથોમાં – કુંવરકુશળકૃત ‘લખપતપિંગળ’ (સં. ૧૮૦૮) અને ચિંતામણિકૃત ‘છંદલતા’ (સં. ૧૯૩૩) – લલિત છંદને માત્રામેળ (પહેલું ચરણ ૧૬ અને બીજું ચરણ ૧૨ માત્રા) ગણાવ્યો છે. તેનાં ઉદાહરણો પણ માત્રામેળ અનુસારનાં છે. મુનિ જિનવિજયજી સંપાદિત ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા’માં પ્રકાશિત (સન ૧૯૬૦) અને ચારણ કિસનાજી આઢા વિરચિત ‘રઘુવરજસપ્રકાસ’માં તો માત્રામેળ તરીકે પણ લલિત છંદનો ઉલ્લેખ નથી. તે નામફેરથી પણ ત્યાં હોવાની શક્યતા નથી કારણ તેના ન્યાસનો પણ એકેય છંદ તેમાં નથી. ભુજની પાઠશાળામાં વ્રજભાષાના પિંગળનું શિક્ષણ પામેલા દલપતરામને આ છંદનો ખ્યાલ ન હતો તે તેમણે જ કવિને કહ્યું હશે અને તે ઉપરથી તેણે આ અનુમાન કર્યું હશે. દલપતરામે તેની પાસેથી સાંભળી આ છંદ તેમના પિંગળમાં ઉમેર્યો તે દાવો, દલપતરામના કે ન્હાનાલાલના પ્રતિવાદની ગેરહાજરીમાં, સ્વીકારી શકાય. ગુજરાતીમાં આ છંદ પુરસ્કારનાર નર્મદ હતો તે હકીકતની નોંધ હવે લેવાવી જેઈએ.[2] છંદો હસ્તગત કર્યા પછી નર્મદ નવાં છંદસંયોજનો તરફ વળે છે. ‘લલિતા’ કાવ્યની ટીપ અનુસાર તેનો હરિગીત જુદા બંધારણનો છે. “મારા હરીગીતમાં ૧૪ અને ૧૨ એમ ૨૬મી માત્રાને અંતે રગણ હોય છે વળી ૧ લી, ૮ મી, ૧૫મી અને ૨૨–૨૩મી ઉપર તાલ આવે છે.’ રામનારાયણ પાઠકે આ સંયોજનને વિષમ હરિગીત તરીકે ઓળખાવ્યું છે. નર્મદે આપેલ સંયોજન અને રામનારાયણે તેની આપેલી સમજણમાં થોડું અંતર છે.

પારંપરિક હરિગીતની ઉત્થાનિકા :


દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલગા

નર્મદે વિચારેલી ઉત્થાનિકા :


દાલદાદા દાલદાદા દાલદાદા ગાલગા

રા. વિ. પા.એ તારવેલી ઉત્થાનિકા :


દાલદાદા દાલદાદા દાલદાદા દાલગા

પારંપરિક હરિગીતનો પ્રથમ નિસ્તાલ ‘દા’ કાઢી નાખી નર્મદે નવી રચના આપી એવી રામનારાયણ પાઠકની ચિકિત્સા અપૂર્ણ છે. નર્મદની સંયોજનામાં તેઓ છેલ્લે ‘દાલગા’ સંધિ આપે છે ત્યાં નર્મદે તો ‘રગણ’(ગાલગા)નો આગ્રહ રાખ્યો છે. અને ૨૨–૨૩ માત્રાને સંયુક્ત ગણીને બે લઘુ મૂકવાની શક્યતા નકારી છે. તેનાં હરિગીતોમાં આ લક્ષણ ચુસ્તપણે જળવાયું છે. તેના ‘પિંગળપ્રવેશ’માં પણ તેણે આ જ લક્ષણ આપ્યું છે. મહાકાવ્યને અનુરૂપ છંદની શોધ માટે ગુજરાતીમાં જે પ્રયોગો થયા તેમાં પણ ‘વીરવૃત્ત’ની યોજનાથી નર્મદ અગ્રયાયી છે. તેનો એક સંકલ્પ હતો કે ‘એક મોટી વીરરસ કવિતા તો કરવી જ.’ ‘વીરરસ કવિતા કોને કહેવી’ તે સમજવા અંગ્રેજી પુસ્તકો તેણે વાંચ્યાં, સંસ્કૃત ગ્રંથો પણ જોયા. ઇતિહાસમાંથી કોઈ યશસ્વી નાયક યોગ્ય ન લાગતાં, કલ્પિત નાયકને કેન્દ્રમાં રાખી તેણે વીરરસનું કાવ્ય લખવાનો ઉપક્રમ વિચાર્યો. તેમાંથી ‘વીરસિંહ’નો જન્મ થયો. છંદની મુશ્કેલી આ સમયે પણ તેને જણાઈ. તે નોંધે છે : ‘અંગરેજી વીરરસ કવિતાના વૃત્તને ગુજરાતીમાં ઉતારવાને મથ્યો પણ તેમાં પણ મનમાનતી રીતે ફાવ્યો નહિ.’ આ પહેલાં તેને રોળા વૃત્ત ‘બીજાં બધાં કરતાં અનુકૂળ પડે તેવું’ લાગ્યું હતું. તેમાંય ‘જેટલી જોઈએ તેટલી પ્રૌઢતા’ ન આવતાં તે પણ પડતો મૂક્યો હતો. આ વિગતો ઉપરથી પ્રતીત થાય છે કે નર્મદે કેવળ જોસ્સામાં આવીને આવી કવિતા લખી કાઢી ન હતી. અભિવ્યક્તિના માધ્યમ માટે તે ખૂબ ચીવટ રાખે છે. તે ન મળે ત્યાં સુધી મથે છે. છંદની ભાવવાહિતાની પરીક્ષા પણ તે ખૂબ કાળજીથી કરે છે. મથામણ છતાં આ કાવ્ય માટે યોગ્ય છંદ હાથ ન લાગતાં તે કાવ્યના વસ્તુને તેનો આકાર લેવા દે છે. કાવ્યનાં પાત્રોનાં નામો, કાર્યો આદિ નક્કી કરી મંગલાચરણ કર્યું અને મનમાં ઘૂંટાતો કોઈક લય તેનું માધ્યમ બની ગયો અને આમ ‘વીરવૃત્ત’નો આવિષ્કાર થયો. કવિ નોંધે છે :

‘વિરસિંહનું અભિમાન કેમ જાગ્યું તે વિશે એકદમ જોશમાં આવી લખવા બેઠો. હું પણ હાલમાં મારી હાલતથી કેદી જેવો છઉં એ વિચારથી બોલાઈ ગયું “હું કોણ કહાં હું” ને પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું ને વૃત્તનું નામ પણ વીરવૃત્ત રાખ્યું.’

નર્મદનાં બધાં કાવ્યોમાં, વસ્તુલક્ષી રચનાઓમાં પણ તેનું કોઈક ને કોઈક પ્રકારનું વ્યક્તિત્વ નિગૂઢ હોય છે તેનું આ એક ઉદાહરણ છે. અભ્યાસ ઉપરાંત અંતઃપ્રેરણા છંદના આવિષ્કારમાં કેવો ભાગ ભજવે છે તે પણ આ રચના દર્શાવે છે. રામનારાયણ પાઠક વીરવૃત્તને ‘વિવર્ધિત લાવણીનો એક પ્રકાર’ કહે છે. એ સાચું છે કે લાવણીનાં અષ્ટકલનાં ત્રણ આવર્તનોને સ્થાને નર્મદની આ સંયોજનામાં ચાર આવર્તનો છે. પરંતુ કેટલાંય અક્ષરમેળ વૃત્તો ગણની અને માત્રામેળ છંદો સંધિની વધઘટથી યોજાયાં છે તે તથ્ય આ સંદર્ભમાં નજરઅંદાજ ન થવું જોઈએ. કવિએ પોતાની અનેક રચનાઓ લાવણીમાં રચી છે. મરાઠી લાવણી વીરરસ માટે પરંપરાથી યોજાતી આવી છે તેનો લય કવિના ચિત્તમાં ઘૂંટાતો હશે જ. લાવણીની વીરરસયોગ્યતા તેણે પારખી હતી, ‘વેહેમનો કોટ તોડી પાડવા વિશે’ની પાદટીપમાં તે નોંધે છે : ‘...કબીરનાં પદમાં વીરરસ ઉતારવો શોભે છે તેના કરતાં લાવણીમાં ઘણો સારો શોભે છે ને મારા ઘરમાં સવિતાનારાયણ એવી ફક્કડ લાવણી ગાતો કે તેવી લાવણીઓ ગુજરાતીમાં કરવાને મારૂં મન લલચાયું...’ આમ ગુજરાતીમાં લાવણી લાવવાનો યશ પણ નર્મદને મળે છે. ‘વીરસિંહ’ લખતાં લાવણીનો લય એક સંધિ જેટલો લંબાયો તે કદાચ કવિના અસંપ્રજ્ઞાત ચિત્તમાં થયેલી પ્રક્રિયા છે. આ પ્રયત્ન સભાન ન પણ હોય. કાવ્ય રચાઈ ગયા પછી પણ તેને ખ્યાલ ન આવ્યો કે આ નવો છંદ તે તો લાવણીની લહાણી છે. અન્યથા તેણે તે વાત પણ નોંધી હોત. કશુંય છુપાવવાનું નર્મદની પ્રકૃતિમાં જ ન હતું. આમ આ પાદટીપો નર્મદની છંદસાધનાનો સારો પરિચય આપે છે. કવિતાના પ્રેરક બળ એવા લાગણીના ઉદ્રેકને નર્મદ ‘જોસ્સો’ કહે છે, ‘લાગણીના ઉભરાની કવિતા’ને તે Sentimental Poetry કહે છે. તેની કવિતાની સમજ હેઝલિટની વ્યાખ્યાને — Poetry is the language of passion and imagination – અનુસરે છે. વડ્‌ર્ઝવર્થની વ્યાખ્યાના માત્ર એક જ ખંડને – Spontaneous overflow of powerful feelings – તે પોતાનો ધ્યાનમંત્ર બનાવે છે અને બીજા ખંડને — recollected in tranquility — બિલકુલ ઉવેખે છે. તેથી તેની ઘણી રચનાઓ અતિ વિસ્તારી, દોદળી અને morbid બની છે. પ્રીતિસંબંધી કાવ્યોનો મોટો ભાગ અને ઈશ્વરસંબંધી કાવ્યોમાંથી જૂજ કાવ્યો ‘ઉભરામાં’ લખાયાં છે, એમ તે કાવ્યોની ટીપમાં નોંધે છે. વીરરસનાં કાવ્યોમાંથી કોઈ એક પણ ‘ઉભરામાં’ લખાયું હોવાનું કોઈ પણ ટીપ કહેતી નથી! આ હકીકત વિસ્મયકારક છે. પ્રેમ અને શૌર્ય કવિના બે સ્થાયી ભાવો, તેમાંથી એકનો આવિષ્કાર ‘ઉભરા’માં થયો છે અને બીજાનો સ્વસ્થતાથી થયો છે. ઈશ્વરસંબંધી જે કાવ્યો ‘ઉભરા’માં લખાયાં છે તે મનોદ્‌વેગનાં છે. આ મનોદ્વેગ બહુધા પ્રીતિવિષયક અથવા નાણાંવિષયક છે. ‘દયાળુ દેવ તું તો દિનાનાથ રે’ કાવ્યની પાદટીપ તો એકસાથે ઘણું બધું કહી નાખે છે :

‘નાણાંના ગભરાટમાં મેં મારા મિત્રોને કહ્યું હતું કે કોઈ ચાકરી અપાવો. પણ તેઓ ઉડાવ્યા કરતા હતા—એક રાતે જોસ્સો થઈ આવ્યો ને મેં કવિતા જોડી. (૧૮૬૩)’.

નાણાંની મૂંઝવણથી કવિ ઈશ્વરને શરણે તો જાય છે જ, પોતાનો ટેક છોડવા પણ તત્પર બને છે! કવિએ નોકરી તો સ્વીકારી ૧૮૮૨ના આરંભમાં, પરંતુ તે માટેની તત્પરતા તો તેના ઓગણીશ વર્ષ પહેલાં, ટેક લીધાને હજુ પાંચ વર્ષ પણ થયાં ન હતાં ત્યારથી કેળવવા માંડી હતી! જોકે આને આપણે માનવજીવનમાં આવતી નબળી ક્ષણ તરીકે જ ઓળખીશું. આભાર માનીએ તે મિત્રોનો, જેમણે કવિને આ તબક્કે તો ચાકરીએ ન જોતરાવા દીધા! ‘દુનિયા જૂઠાંની જૂઠાંની...’ એ જાણીતું પદ ‘પ્રીતિના ઉભરા’માં લખાયું હતું એમ ટીપ કહે છે. આ રચના પણ ૧૮૬૩ના સમયગાળાની છે. ‘જે જે અંબા શક્તિ તું સાચી જગમાતા’ એ પદની ટીપ વાંચો :

‘એક મારો પેટલાદી નાતીલો કોઈએ મુઠ મારીછ એવા વ્હેમથી માંદો પડ્યો હતો. તે માતાનો ભક્ત હતો તેથી મેં એ શ્લોકો લખી આપીને કહ્યું કે એનો પાઠ કર્યા કરજે—એ કવચથી તું સારો થઈશ. પછી તેણે તેમ કીધું હતું ને તે સારો થયો હતો.’

આ પદ પણ ૧૮૬૩ના જ અરસાનું. વહેમ અને પાખંડ સામે જુદ્ધે ચડવાનો આ કાળ. ‘વેહેમનો કોટ તોડી પાડવા વિશે’ રચના તેણે ‘૧૮૬૨ની આખરીએ’ પૂરી કરી હતી. ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪)નો વિચાર પણ આ સમયે કવિના ચિત્તમાં ઘૂમરાયા કરતો હતો ત્યારે તે આવા જંતરમંતરના શ્લોકો રચી તેની સિદ્ધિમાં શ્રદ્ધા સેવતો અને સેવડાવતો હતો! નર્મદ આંતર-વિરોધનો જીવ હતો! આ ટીપો કેટલી બધી પારદર્શક છે! ‘મારી હકીકત’ આટલી પારદર્શી નથી. પ્રીતિનો ઉદ્રેક પણ ઘણો તીવ્ર છે જે તેને નિત્ય ચંચલવૃત્તિ રાખે છે. પ્રીતિસંબંધી કાવ્યોની ટીપમાં આ ચાંચલ્ય પ્રતિબિંબિત થવા દેવામાં તેણે કોઈ ક્ષોભ અનુભવ્યો નથી. ‘માન ધરે શા સારૂ...’ એ કાવ્યનો સંદર્ભ જુઓ : ‘ચાલતી ગાડીમાંથી એક ગૃહસ્થની એક સ્ત્રી બારિયે દીઠી—તેણે મને નિરખતો જોઈ લાજથી મ્હોડું અંદર લઈ લીધું, તે ઉપરથી જોડી.’ આમ તેની પ્રીતિસંબંધી રચનાઓ – ભાગ્યે જ કોઈ અપવાદ હશે – ‘ચાલતી ગાડીએ’ રચાયેલી છે, એમ તેની બહુ બોલકી ટીપો કહે છે. નર્મદ માટે તો ગમે તે ક્ષણ ઉશ્કેરનારી અને તેથી કાવ્યસર્જનની ક્ષણ છે! ‘કેતકી રાત દિવસ ઘુમાય’ એ પદ દોસ્તની માશૂકને સંબોધી લખાયેલું છે. તો મંડળીના એક દોસ્તે ફરમાઈશ કરી કે ‘આવું કંઈ હમણાંનું જોડો કે કોઈ સ્ત્રીની પાછળ કોઈ પુરૂષ ભટકતો હોય – પેલી દાદ લેતી ન હોય – પણ એક દાહડો તે હસી દે – આ બાબતનું ચિત્ર...’ આ સૂચનથી ઉશ્કેરાયેલા કવિએ તર્ક લડાવી એક ફરમાસુ શીઘ્ર કવિતા જોડી કાઢી! દલપતરામની ફરમાસુ શીઘ્ર કવિતાની ટીકા કરનાર આ કવિએ આ પ્રકારની, પ્રાસંગિક અને વ્યક્તિવિશેષ સંબંધી સંખ્યાબંધ ફરમાસુ અને શીઘ્ર રચનાઓ જોડી હતી તેની ચાડી ખાધા વિના આ ટીપો રહેતી નથી. આ પ્રકારની રચનાઓને તેણે જાણે ડાબા હાથનો ખેલ જ માની છે. કેટલીય રચનાઓ કવિએ કૃતક ઊભરામાં—નશો કરીને લખી છે અને તે વિશેની નોંધ પણ—‘નિશામાં જોડીને પછી લખેલી’—તેણે બેધડક કરી છે. ‘(પ્યારી) કેમ નથી આ વેળા મારી સોડમાં રે’ એ ગીતનું નિમિત્ત જુઓ : ‘હમે કેટલાક દોસ્તો નિશાપાણી કરી ઉજાણી જમ્યા હતા ને પછી ગાન સાંભળતા હતા એ પ્રસંગે એક મારો દોસ્ત મને વળગતો હતો ને પછી મારા ખોળામાં સૂઈ ગયો તે ઉપરથી ઉપલી કવિતા લખી.’ આ ટીપને કોઈ ટીપની જરૂર છે ખરી? એકીસાથે કેટલા બધા સંબંધો-સંદર્ભો તે ઉઘાડા કરી આપે છે! કવિઓ pornographic અને bedroom poems પણ લખતા હશે, લખે છે. પરંતુ તે અંતરંગ મંડળ માટે હેાય છે, પ્રકાશન માટે નહિ. નર્મદ આવી રચનાઓ ગ્રંથસ્થ તો કરે જ છે, તેનાં નિમિત્ત અને અસંદિગ્ધ અર્થને પણ વિશેષ સ્ફુટ કરતું ટિપ્પણ ધૃષ્ટતાપૂર્વક લખે છે. ‘ગોપીઓ ખેંચાઈ હરિની ભણી’, ‘શી આ તગતગતી તસવીર’ જેવી રચનાઓ આનાં દૃષ્ટાંતો છે. પોતાનાં કાવ્યો સાથે સંકળાયેલા પ્રેમપ્રસંગોનો નિર્દેશ કરવાની ધૃષ્ટતા – boldness — પણ તેની ટીપોમાં છે. ‘મારી હકીકત’માં પણ તેણે આવી જ boldness બતાવી છે. અહીં કાવ્યઘટના અને જીવનઘટના વચ્ચેનો અનુબંધ પ્રગટ થાય છે. ‘ગંગી સ્ત્રીઓને છૂટ આપવા વિશે’ કાવ્ય આમ સૂઝ્યું :

‘...એક વાણિયા શેઠની મોટી ઉમરની પુખ્ત ડાહી ભણેલી ને સુધરેલા વિચારની દીકરીથી તેનાં ઘરનાં વડીલોનો જુલમ સંખાતો નહીં, ને તે મનમાં ને મનમાં બળી જતી—એ સ્ત્રી સાથે મારે પ્રસંગ પડ્યો હતો. એણે એક દહાડે પોતાનું દુખ મારી આગળ રડ્યું – અને પછવાડેથી કંઈ એવો ઈશારો પણ કર્યો કે એ બાબતની કવિતા કરો તો સારૂં.’

‘ઋતુવર્ણન’ કાવ્યની પાદટીપમાં તે નોંધે છે :

‘...હું ને મારી પ્રિયા પરસ્પર વાત કરતાં હતાં, એવામાં એકાએક મારા મનમાં એવો તુરંગ ઉઠ્યો કે મારો ને તેનો વિયોગ થાય, તો તે બચારીને કેટલું ખમવું પડે? એ તુરંગથી મારૂં મ્હો ઉતરી ગયું જોઈને પેલીએ પરાણે મારી પાસેથી મારા મનની વાત કહડાવી, ને પછી તે પણ દલગીર થઈ ગઈ, એ વાત ઉપરથી મને વિયોગ સંબંધી કંઈ લખવાનું મન થયું...’

નર્મદ તો પત્નીને પણ ‘પ્રિયા’ કહેતો તે ‘વૈધવ્યચિત્ર’ની પાદટીપને આધારે જણાય છે. ૧૮૬૦માં ડાહીગૌરી તેની સાથે રહેતાં થયાં અને આ કાવ્યનો ‘તુરંગ’ આવ્યો ‘૧૮૬૧ની ૬ અપરેલે.’ પરંતુ આ ટીપમાં ઉલ્લેખ થયો છે તે ‘પ્રિયા’ ડાહીગૌરી નથી એમ પ્રિયા માટેનું સર્વનામ ‘પેલીએ’ પરકીયાવાચક છે તેથી સમજાય છે. ‘વૈધવ્યચિત્ર’ની પાદટીપ જોઈ લઈએ. ‘પહેલી વારની પ્રિયાના મરણ પછી’ અને ‘બીજી વારની પ્રિયા’ ઘેર રહેતી થઈ તે દરમિયાન કવિ ‘વિષયવાસનાના જોસ્સાથી’ અને ‘અનીતિ ન કરવા’ મન માર્યાથી ‘રીબાતો’ હતો. તે એટલે સુધી કે ‘એકાંતમાં સારી પેઠે’ રડતો પણ ખરો, આ સમયે ને કારણે તેનું મન શૃંગારરસ તરફ વળ્યું. તે નોંધે છે : ‘... સુધારામાં એવી વાત લખવાની પહેલ કરવાની હિંમત ચાલે નહીં એવામાં વળી માહારી સગી કેટલીએક બાળવિધવાનાં અસહ્ય દુઃખો માહારા જોવામાં આવ્યાં...’ આમ કવિએ એક કાંકરે બે પક્ષી મારવા નિશાન તાક્યું. કાવ્યનું પ્રથમ નિમિત્ત સુધારો નથી, પત્નીવિરહ અને જાતિનેય અજંપો છે. તેથી તેમાં પણ morbid અને pornographic કક્ષાએ પહોંચતું નિરૂપણ આવ્યું. આ પછીયે લંબાયેલી ટીપ અનુસાર દલપતરામની સ્પર્ધાએ તેને આ કાવ્ય ‘સપાટાની સાથે’ લખવા મજબૂર કર્યો. એકસાથે કેટલાં બધાં નિમિત્તો આ કાવ્ય પાછળ છે! ‘નર્મદ આખરે જુદાઈ જ’ એ પંક્તિને ‘જ્ઞાનવૈરાગ્યની ભાવનાવાળું વાક્ય’ કહી નર્મદસાહિત્યના પ્રકાશક ‘ગુજરાતી પ્રેસે’ કવિની વિખ્યાત છબી નીચે છાપ્યું છે અને તેનું અનુસરણ થતું રહ્યું છે. આ પંક્તિ અને પદ જુદાઈનાં તો ખરાં પરંતુ તેને ‘જ્ઞાનવૈરાગ્યનું’ વાક્ય કહેતાં એ હકીકતનું વિસ્મરણ થયું છે કે તે પદ પ્રિયતમા-વિરહનું છે. કવિની પ્રિયતમાએ, જ્યારે જુદા પડવાનું થયું ત્યારે તેની છબી માગી. છબી પડાવવા કવિ બેઠા ત્યારે અત્યંત દિલગીર થઈ ગયા—‘હાય, જુદાઈને જ બહાને તસવીર પડે છે. –’ આ સમયે તેની આંખમાં ઝળઝળિયાં હતાં. આ ઘટનાને યાદ રાખવા આ પદ રચાયું હતું તેમ પણ કવિએ નોંધ્યું છે. આ છબી કઈ? જે છબીનો બ્લૉક જર્મનીથી કરાવડાવી, ‘નર્મગદ્ય’ (૧૮૬૫)માં છાપી, જેની નીચે નર્મદે પોતે જ આ પંક્તિ મૂકી હતી તે? વ્યક્તિસંદર્ભને તેણે આ રીતે વ્યાપક સંદર્ભમાં મૂકી આપ્યો તે ખરું. પરંતુ આ પદનું નિમિત્ત જે છબી હતી તે કદાચ આ છબી નથી. આ છબી તેણે પડાવી હતી ૧૮૬૦માં, ૨૭ વર્ષની વચ્ચે. ૧૮૬૦, ૬૧ અને ૬૨ નાં કાવ્યોની ટીપ તેમજ ‘મારી હકીકત’ની નોંધ અનુસાર તો આ સમયગાળામાં કોઈ પ્રિયાનો વિયોગ થયો ન હતો. ‘મારી હકીકત’ અનુસાર ૧૮૬૩માં તેમને ‘પ્રીતિવિયોગ’ થયો ત્યારે અથવા ૧૮૬૫માં તેણે સુરત રહેવાનું રાખ્યું ત્યારે મુંબઈની પ્રિયતમા(ઓ)નો વિયેાગ થયો હશે તેનો સંદર્ભ આ પદ સાથે છે. વિરહ સંદર્ભની આ છબી ‘મારી હકીકત’માં ‘વક્તા કવિ નર્મદ’ અને ‘કવિ નર્મદ શતાબ્દી સ્મારક ચિત્રાવલિ’માં ‘નર્મદઃ અર્વાચીનેમાં આદ્ય’ શીર્ષકથી છપાયેલી છે તે હોઈ શકે. તેમાં તેના મોં પર અસ્વસ્થતા સ્પષ્ટ છે અને આંખો પણ—કોઈક કારણે—તેની જમણી બાજુ ખેંચાયેલી છે. ‘નવ કરશો કોઈ શોક’ કવિનાં અંતિમ કાવ્યોમાંનું એક છે તેવી માન્યતાને તેની ટીપ ખોટી પાડે છે. એક વાર તે ગભરાટમાં પડી જતાં, ‘મોત વહેલું થશે ત્યારે મારાં પ્યારા-પ્યારીઓને બહુ દુઃખ થશે’–એવો વિચાર આવતાં તે લખાયું છે. આ કાવ્ય લખ્યા પછી તો તે બે દાયકા જીવ્યો હતો. આ પદ અથવા ‘આહા યશગીત ગવાયે’ એ પદ ‘મારા મરણ પછી મારી રાખ પર દેવડી બંધાય તો તે પર’ કોતરાવવાની નોંધ બીજા પદની ટીપમાં કવિએ કરી છે. નર્મદની સ્વાતંત્ર્યભાવના ક્રાન્તિકારીની હતી. ૧૮૫૭ની ક્રાન્તિને અને તેના વીરોને તે જમાનામાં ગાનાર એકમાત્ર ગુજરાતી કવિ નર્મદ. ક્રાન્તિ તો દબાઈ ગઈ છતાં તેનો આતશ કવિના અંતરમાં તો એટલો જ જલતો હતો તેનું પ્રમાણ ‘સ્વતંત્રતા’ કાવ્ય અને તેની ટીપ છે. ૧૮૫૯માં બેટ દ્વારકામાં અંગ્રેજોએ વાઘેરોને હરાવ્યા તે જાણી તેને ‘એકદમ જોસ્સો’ થઈ આવ્યો. આ કવિતા બે દિવસમાં જ તેણે જોડી કાઢી. તે વખતની તેના મનની સ્થિતિ વિશે ટીપ કહે છે :

‘એ બે દહાડામાં હું જબરા આવેશમાં હતો. ને ઘરમાંથી બાહાર તો ગયો જ નોહોતો, પણ મારી એક ન્હાની ઓરડીમાં ભરાઈ રહ્યો હતો’.

કેટલાંક નિમિત્તો ઊભરો જન્માવનારાં હતાં ને તેમાંથી સદ્યઃ પદરચના થઈ જતી. પરંતુ કેટલાંક નિમિત્તો તરંગ કે જોસ્સાથી વિશેષ સ્થાયી પ્રકારનાં હતાં. તેમાંથી કાવ્યના બીજના ફલન માટે સાધના અને તન્નિમિત્તક અભ્યાસની ધૈર્યપૂર્વકની પ્રક્રિયા થતી તે પણ અનેક કાવ્યોની પાદટીપો પ્રતીતિ કરાવે છે. ‘ઋતુવર્ણન’ લખતાં પહેલાં તેણે ‘કાળિદાસનો ઋતુસંહાર’ અને ‘ટામસનના સીઝન્સ’નો અભ્યાસ કર્યો હતો. પરંતુ કવિ તે પણ નોંધે છે કે ‘મેં કોઈ ગ્રંથના વિચારો આ ગ્રંથમાં લીધા નથી.’ ઊલટું તેઓ ઉત્સાહ અને આત્મશ્લાઘાથી નોંધે છે : ‘ઋતુવર્ણન સરખો નાહાનો શાસ્ત્રીય ગ્રંથ અંગ્રેજીમાં ને સંસ્કૃતમાં મારા જોવામાં આવ્યો નથી...’ વસ્તુતઃ આ ઋતુકાવ્ય છે અને મધ્યકાલીન ગુજરાતીમાં તો આ પ્રકારના કાવ્યની એક પરંપરા છે. કવિએ ઋતુવર્ણન અને વિરહવર્ણનની કરેલી યોજના તેને અનુસરે છે. નાયિકા પોતાની વિરહવ્યથા ખીસને કહે તેવો કવિએ યોજેલો ઉપક્રમ પણ જૂની અને મધ્યકાલીન ગુજરાતી રચનાઓને અપરિચિત નથી. ‘નાયિકા પ્રવેશ’ના આ લેખકે પ્રારંભની ટીપમાં આ નાયિકાને પ્રોષિતભર્તૃકા, સુમધ્યમા અને રસિક સુઘડ સુંદરી કહી તેને ‘કાવ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર ભણીને સ્નેહશાસ્ત્રમાં પ્રૌઢા થયેલી’ વર્ણવી છે. આ કાવ્યમાં વિરહવ્યથા-નિમિત્તે કેટલુંક નિરૂપણ ‘ઉઘાડું’ આવે છે તેનો પણ ખુલાસો કવિએ કર્યો છે : ‘હું કંઈ અવિવેકી નથી; તો પણ ગ્રંથને અપૂર્ણતાનો દોષ ન આવે તેને માટે સંસ્કૃત ને હિંદુસ્તાની ગ્રંથોની રીત પ્રમાણે કામશાસ્ત્રના રંગો પણ મેં બતાવ્યા છે.’ આમ કહીને કવિ આ રચનાની pornographyનો માત્ર બચાવ કરવાનો જ નહિ, તેનું ઔચિત્ય પુરવાર કરવાનો પ્રયત્ન કરે છે. તેનાં પ્રીતિસંબંધી પદોમાં પણ આવાં વર્ણનો બિનછોછ આવ્યાં છે અને તેને પણ તેણે ગ્રંથસ્થ કર્યાં છે. ત્યાં અપૂર્ણતાનો દોષ નિવારવાનો પ્રશ્ન જ ક્યાં હતો? સંસ્કૃત સાહિત્યનો દાખલો કવિ આપે છે પરંતુ ત્યાં તો વ્યંજનાનો આશ્રય લઈ ભાવકની કલ્પના પર ઘણું બધું છોડવામાં આવે છે. અહીં તો બધું જ અભિધામાં છે અને તેથીય સંતોષ ન થયો હોય તેમ ટીપમાં પણ અતિ પ્રાકૃત અર્થો તે આપે છે ત્યારે એમ માનવું પડે છે કે આવાં ઉદાહરણોમાં તેનો આવી પ્રાકૃતતાના નિરૂપણનો શોખ આવિષ્કાર પામ્યો છે. ‘હિંદુઓની પડતી’ની રચના ‘એપિક’ લખવાના, ‘મોટો ગ્રંથ’ લખવાના વિચારમાંથી આવી છે. તે માટે પારંપરિક વિષયને બદલે સુધારાનો વિષય લઈ કાવ્ય લખવાનો જે નકશો તૈયાર કર્યો તે તેણે ટિપ્પણમાં આપ્યો છે. તેને આધારે કાવ્યનો વિષય, તેનો ઉપક્રમ, છંદયોજના, પાત્રવિધાન આદિ માટે તે કેટલો ઝીણો વિચાર કરતો હતો અને કાવ્ય લખતાં જે છેકભૂંસ થઈ હશે તેનો પણ ખ્યાલ આવે છે. ‘રાજ્યરંગ’ના લેખન માટે તો કવિએ ઇતિહાસનો ખૂબ વ્યાપક અને ઊંડો અભ્યાસ કર્યો હતો. પરંતુ તે પહેલાં પણ ઇતિહાસના અભ્યાસની ભૂમિકા તો હતી જ અને તે ઉપયોગી પણ નીવડી હતી તે આ કાવ્યની ટીપને આધારે જણાય છે. ‘લલિતા’, ‘સાહસ દેસાઈ’, ‘વજી’ જેવી કેટલીક રચનાઓનો take off અંગ્રેજી કવિતામાં છે. કવિ તેનાં મૂળ અંગ્રેજી કાવ્યોનો પ્રામાણિકતાથી નિર્દેશ પણ કરે છે. અંગ્રેજી કવિતાનો તેનો અભ્યાસ પણ આ કાવ્યોની ટીપમાં પ્રતિબિંબિત થાય છે. પરંતુ આ રચનાઓ અનુવાદ, ભાષાંતર કે રૂપાંતર નથી. તેમાંથી કલ્પનાનો તંતુ લઈ, તેમાં પોતાની કલ્પનાના તંતુઓ ઉમેરી તે નવા કાવ્યનું પોત વણે છે. માના મરણ પછી બાપની સ્થિતિનો વિચાર આવ્યો અને તેની સાથે વડ્‌ર્ઝવર્થની ‘લ્યૂસી ગ્રે’નું અનુસંધાન થયું, જેમાંથી ‘લલિતા’ રચાઈ. આ પ્રકારની રચનાઓ પ્રારંભના વર્ષની જ છે. પ્રારંભક કવિ અનુવાદો દ્વારા કવિતાસર્જનનો વ્યાયામ કરતો હોય છે તેમ આ રચનાઓનું પણ છે. પરંતુ આ કવિ મૂળને વફાદાર ન રહેતાં, આલંબન મેળવીને પોતાના તરંગોને મોકળાશ આપે છે. તારીખનિર્દેશ પણ નર્મટીપનું એક અગત્યનું અંગ છે. ગુજરાતી કવિતાની રચ્યા-તારીખ લખવાનો ચાલ પણ તેણે દાખલ કર્યો. ઊભરામાં લખાયેલાં કાવ્યોની તારીખો પણ જાણે ઊભરામાં તણાઈ ગઈ છે. પ્રીતિવિષયક અને ઈશ્વરસંબંધી કાવ્યોની તારીખો ભાગ્યે જ આપવામાં આવી છે. પરંતુ વીરરસનાં પદોની તારીખો તેણે ખૂબ ચોકસાઈથી નોંધી છે. પ્રેમ અને શૌર્ય બંને તેના સ્થાયીભાવો. પરંતુ પ્રેમમાં ચંચળતા અને ઉદ્વેગ વિશેષ તેથી તારીખો નોંધવા જેટલું ધૈર્ય પણ ન રહ્યું! ઈશ્વરાભિમુખતા પણ પ્રણયની નિરાશા અને નાણાંના અભાવની હતાશામાંથી કેળવાયેલી. વીરરસનો ઉત્સાહ સરખામણીમાં સ્વસ્થ છે. તેથી તેની ૨. તા. વ્યવસ્થિત રીતે નોંધાઈ છે. દીર્ઘ કાવ્યોના આરંભની, પૂરું કર્યાની અથવા લખતાં થયેલા સમયની નોંધ પણ તેણે આપી છે. તે ઉપરથી તેની મોટા ભાગની કવિતાનો વિકાસક્રમ જાણી શકાય છે. તારીખોની આ નોંધો સૂચવે છે કે તે તેની વર્ષગાંઠ તિથિ પ્રમાણે ઊજવતો અને તે દિવસે કોઈ ને કોઈ રચના અવશ્ય કરતો. આ રચનાઓની તેણે તિથિ નોંધી છે અને તારીખ તે તિથિએ જે આવતી હોય તે નોંધી છે. બીજી તારીખ-નોંધ કોઈ સભા-સંસ્થામાં કોઈ કાવ્ય વાંચ્યું હોય તેની, કોઈએ તેની પ્રશંસા કરી હેાય તેની અને કોઈક કાવ્ય દલપતરામની હાજરીમાં વાંચ્યું હોય તો તેની પણ થઈ છે. ‘નર્મકવિતા’ના અંકમાં અગાઉ છપાઈ ગયાં હોય તેવાં કાવ્યોની ટીપમાં તે અંકના પ્રકાશનની તારીખ પણ નોંધાઈ છે. પાદટીપની નોંધનો એક મુદ્દો કાવ્યપ્રશંસાનો પણ છે. પ્રશંસાઓ પ્રશંસકના નામ અને સંદર્ભ સાથે કવિ ઉત્સાહથી નેાંધે છે. ‘વૈધવ્યચિત્ર’થી ખુશ થઈ એક પારસી દોસ્તે તેનું છપામણી ખર્ચ રૂ. ૧૦૦/- ચૂકવ્યું હતું અને તેનાં પ્રૂફ તપાસાતાં હતાં ત્યારે દલપતરામ તેની રૂમમાં જ બેઠા હતા ને તેમણે ‘કવિતા સારી છે’ એવો અભિપ્રાય આપ્યો હતો. આ નોંધ તે સમયે નર્મદની કવિતાનો મહિમા કેટલો હતો તે દર્શાવે છે. આ પ્રકારની નોંધમાં આત્મશ્લાઘાનો રણકો દબાયેલો છે પરંતુ ઉત્સાહનો tone સ્પષ્ટ છે. આવી નોંધોમાં વિનમ્રતા તો કવિએ યથાશક્ય દાખવી જ છે. કોઈ સભા કે સંસ્થામાં કવિતા વાંચી હોય તો તે સભા કે સંસ્થાનો અને પ્રસંગનો ઉલ્લેખ પણ આ ટીપોમાં અવશ્ય મળે છે. મોટા ભાગની કૃતિઓ તેણે બુદ્ધિવર્ધક સભા (મુંબઈ) ખાતે વાંચી હતી એમ આ ટીપો કહે છે. પ્રીતિ, શૌર્ય, ઈશ્વર આદિ વિષયક પદોમાં કવિએ અર્થવિસ્તારની આવશ્યકતા જોઈ નથી. પરંતુ સુધારાવિષયક અને પ્રકૃતિવિષયક રચનાઓ તેમ જ સુદીર્ઘ રચનાઓની ટીપમાં તેણે અર્થવિસ્તાર કર્યો છે. અર્થવિસ્તારમાં તે કેવળ આસ્વાદ માટે જરૂરી એટલું જ અર્થનું ટેકણ નથી આપતો, એક વિગતશોખી શિક્ષકની જેમ શબ્દેશબ્દ છૂટો પાડી વિગતે અને વિસ્તારથી અર્થ સમજાવે છે. ભાવકની સહૃદયતા અને કલ્પકતા પર કશુંય છોડવાનું તેનું વલણ નથી. વ્યંગ્યાર્થ તો તે સ્પષ્ટ કરી જ આપે છે, કેટલીક વાર તે કવિતામાં અભિપ્રેત ન હોય તેવા મનઘડંત અર્થો પણ નોંધે છે. આગળ નોંધ્યું છે તેમ શૃંગારનિરૂપણમાં તો તે ઝાલ્યો રહેતો નથી, અને કશા છોછ વિના અર્થો ઉઘાડા કરી આપે છે. રસની ચર્ચા તે પ્રસંગોપાત્ત કરે છે. પરંતુ, ‘અલંકારપ્રવેશ’ લખનાર આ કવિ ભાગ્યે જ કોઈ સ્થળે – રૂપક સિવાય – અલંકારની ચર્ચા કરે છે. કવિ શ્લેષમાં ભારે રાચે છે. શ્લેષમૂલક અર્થો પણ આપે છે. છતાં ત્યાં શ્લેષ અલંકાર છે તેમ દર્શાવતા નથી. Technical ચર્ચા કરવાનું વલણ આ તબક્કે કવિએ દાખવ્યું નથી. અલબત્ત પોતાના ‘અલંકારપ્રવેશ’માં ઉદાહરણો તો તે યથાશક્ય ‘નર્મકવિતા’માંથી આપે છે. અલંકારપરીક્ષા તેમને ન હતી એમ તો કહી ન શકાય. તેનામાં રસાસ્વાદ કરાવવાની શક્તિ ઊંચી હતી એમ પણ આ ટીપોને આધારે અવશ્ય કહી શકાય. રસાસ્વાદરૂપ અર્થવિસ્તારનો સહુથી વધુ લાભ ‘ઋતુવર્ણન’ને મળ્યો છે. તેમાં કવિ રસ-સમાંતરો પણ આપતા રહ્યા છે. વિયોગિની વિરહથી ‘પીળી’ ફિક્કી પડી ગઈ છે તે સમજાવતાં કવિ મીરાંની ‘પિયુકારન પીરી ભઈ...’ એ પંક્તિઓ ટાંકે છે. જોકે આવાં સ્થાનો જૂજ છે. ‘હિંદુઓની પડતી’ કાવ્યમાં તે સંદર્ભો ખોલતો જાય છે, અર્થઘટનો આપતો જાય છે, મહત્ત્વના મુદ્દાઓ પર નિબંધની ધાટીની વિસ્તૃત નોંધ પણ કરતો જાય છે. શબ્દાર્થની ચમત્કૃતિઓ તો તે અત્રતત્ર ચર્ચે છે, શબ્દોના અર્થો તો તે છૂટથી આપે છે. ક્યાંક છંદ અનુસાર શબ્દ ન મળતાં ભળતો શબ્દ યોજ્યો હોય ત્યાં આવાં સ્થાનો ઓછાં નથી – અભિપ્રેત અર્થ પણ આપે છે. ‘વેહેમનો કોટ તોડી પાડવા વિષે’માં આ પંક્તિ જુઓ : ‘દ્રવ્ય દેશનું વ્હડતાં જાએ તે કેમ છાજે?’ કવિ ‘છાજે’ શબ્દના ત્રણ અર્થ આપે છે : ‘સંખાય’, ‘ખમાય’, ‘ઘટતું કહેવાય’. ત્રીજો અર્થ વ્યવહારગત, કોશગત છે, પહેલા બે કાવ્યાર્થને બંધબેસતા કરવામાં આવ્યા છે. ‘પ્રવાસ વર્ણન’ની આ પંક્તિ તપાસો : ‘રે અધર રહ્યા સહુ ગોલ, ગંભિર છે પોલ, જુગદાધારા.’ કવિ ‘પોલ’નો અર્થ પહેલાં ‘પોલાણ’ આપી પછી ‘આકાશ’ આપે છે. અહીં યદૃચ્છા સિવાય કશું નથી. આવાં દૃષ્ટાંતો નર્મદનું છંદ ઉપરનું પ્રભુત્વ ઓછું હોવાનું સૂચવે છે. સાથે કવિતાનો શબ્દ શોધવાની તેની મથામણ પ્રગટ કરી આપે છે. આવી જ મથામણ તેને ગુજરાતીમાં ન હોય તેવા બીજી ભાષાના શબ્દો પણ પોતાની કવિતામાં યોજવા પ્રેરે છે. ‘રંગડ’ શબ્દ રાજસ્થાનીનો છે. કવિ નોંધે છે : ‘એ શબ્દ મેં વાગડ મેવાડમાં (નિશાના રંગ, ઈશ્કના રંગ, કુળ અભિમાનના રંગ એમાં ગુલતાન ને ટેડા) રજપૂતને માટે વપરાતો સાંભળ્યો. એ શબ્દાર્થમાં પ્રૌઢપણાનો ભાવ નથી. એ સિવાય એ શબ્દ મને બહુ ગમ્યો છે, માટે હું એ શબ્દ તરૂણ તરંગી સાહસિક રજપૂત માટે વાપરું છઉં ને એની સાથે ઉંચા એ વિશેષણ જોડી કુળ પ્રૌઢીનો ભાવ પણ આણું છઉં.’ કવિની ‘સ્વ-ભાષા’ શોધવાની મથામણ કેટલી તીવ્ર અને સંનિષ્ઠ હતી તેનું એક ઉજ્જ્વલ દૃષ્ટાંત આ ટીપમાં છે. જ્યાં શબ્દ અને અર્થની પરસ્પર અનુરૂપતા નથી ત્યાં કવિની નિર્બળતા ભલે જોઈએ, ભાષાને કવિતા માટે ટેવવા, પલોટવાની અર્વાચીનોમાં આદ્ય આ કવિની તે વિશેની ચિંતા, આતુરતા, જિજ્ઞાસા, અભ્યાસ-તત્પરતા અને ગ્રહણશીલતાનો સ્વીકાર કરવો ઘટે. ગુજરાતી શબ્દભંડોળ, કોઈ પણ ભાષાની જેમ, સતત વિકસતો રહે છે. જે તે સમયે પ્રયોજાતા અને પ્રયોગમાં આવતા શબ્દો ઉપરથી આ વિકાસનો ખ્યાલ આવે છે. ભાષામાં નવા શબ્દો આવે છે અથવા જૂના પણ પ્રયોજાય છે ત્યારે એક અથવા બીજે તબક્કે તેનાં રૂપો બદલાઈને પણ પ્રયોજાય છે; તો એક શબ્દને સ્થાને ઉચ્ચારસાદૃશ્યવાળો બીજો શબ્દ, ખોટા અર્થમાં પ્રયોજાતો હોવાનું પણ જણાય છે. આ ટીપોમાં બે તત્સમ શબ્દો મૂળમાં અર્થભેદ છતાં આ સમયની ગુજરાતીમાં અર્થભેદરિક્ત બની ગયેલા જણાય છે. તે ‘તરંગ’ને સ્થાને ‘તુરંગ’ અને ‘કરુણ’ને સ્થાને ‘કરુણા’ શબ્દને સતત પ્રયોજતો રહે છે. ‘રસપ્રવેશ’ જેવા શાસ્ત્રીય નિરૂપણમાં પણ તેણે ‘કરુણ’ને સ્થાને ‘કરૂણા’ શબ્દ જ યોજ્યો છે તે પણ એક કરુણતા જ છે ને! આ સમયના બીજા કવિઓ પણ આ જ અતંત્રતાથી આ શબ્દો પ્રયોજતા રહ્યા છે. આ ટીપમાંથી કેટલાય લુપ્તપ્રયોગ શબ્દો અને લુપ્ત અર્થછાયાઓ પણ પકડાય છે. દા. ત. : ૧. બાળે ગંજી ઘાસની, બાળે કાલાંહાડ

(વજેસંગ અને ચાંદબા...)

કાલાંહાડ : કપાસનાં દોડવાં જ્યાંહાં થોડીવાર ભરી રાખે છે તે વાડો. એ શબ્દ પુલિંગે છે. કવિના સમયમાં જ આ શબ્દ લુપ્ત થવા માંડ્યો હશે તેથી તેની જાતિ પણ આપી. તે શબ્દ ‘પુલિંગ છે’ અથવા ‘પુલિંગમાં છે’ એવા પ્રયોગને બદલે “પુલિંગે છે” એ આજે લુપ્તપ્રાય પ્રયોગ પણ નોંધો. ૨. ઉપેર નીચે ઘૂમતાં જ રંગે... (વનવર્ણન) ઉપેર : પક્ષી. ‘જોડણીકોશ’માં આ શબ્દ નથી. ૪. વરસ બે વિત્યા વેણ સાંભળે, ગુજરિ મૂકું તે કેમ આભલે... (વૈધવ્યચિત્ર) આભલે : ઉંચે, આકાશે, ટોલ્લે. ત્રીજો અર્થ તે સમયે લક્ષણાથી થતો હશે? આજે તો આ અર્થ લક્ષણાથી પણ થવાની શક્યતા ઓછી છે. કવિની અવલોકનશક્તિનો પણ સારો પરિચય આ ટીપોમાંથી મળી રહે છે. સાંસારિક પરિસ્થિતિનું તેનું અવલોકન ખૂબ વિગતે તેમાં છે. આ ટીપો તત્કાલીન સમાજનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. પ્રકૃતિવર્ણનમાં પણ કવિની અવલોકનશક્તિ ખીલી છે. તેની ભૂમિકા અને સંદર્ભ આ ટીપો પૂરાં પાડે છે. તેની અવલોકનશક્તિએ તો કાગડાનેય તાડી પીતા જોયા છે ને તેનો ઉપયોગ પણ તેની વિચક્ષણ પ્રતિભાએ કર્યો છે. આ પંક્તિ જુઓ :

તાડિ પાઈને કાગડો, બનાવિ જોયે ગેલ.
(વજેસંગ ને ચાંદબા...)

આ કંઈ અપરિચિત કવિસમય નથી. કવિએ નોંધ્યું છે : ‘દિવસે કાગડા તાડી પીએ છે ને પછી બુમ મારયા કરે છે. ૪–૫ વાગતે ગામને પાદરે એકાંતમાં કાગડાંને, તાડે બાંધેલાં ઘડુઆં આગળ ડાહ્યો થઈને બેઠેલો અને તેમાં ચાંચ બોળતો જોવો એ આનંદકર છે.’ કોયલ જેવાં પક્ષીને તો સૌ જુએ, આ કવિ તો કાગડામાં પણ રસ દાખવે છે! ‘તૈયારી છે ચૂપ ચૂપ કહે કાગડાઓ નકીબ’ એમ વર્ષાની આગાહી આ જ કવિએ કરી છે! અહીં આ અવલોકનમાં કવિસહજ વિસ્મય છે. તેને યથાસમય અને યથાસ્થાને કાવ્યગત બનાવવાની સૂઝ પણ અહીં વરતાય છે. આ અવલોકન દક્ષિણ ગુજરાતના કવિને વિશેષ સુલભ. ‘વાંદરો ને દારૂ પીધો’ના જેવો ‘કાગડો ને તાડી પીધી’ એવો રૂઢિપ્રયોગ આ સમયે પ્રચલિત હશે! આજે લુપ્તપ્રાય થઈ ગયો છે. ‘પ્રિન્સ ઑફ વેલ્સની ભરતખંડમાં પધરામણી’ એ શીર્ષક નીચે ત્રણ પદ આપવામાં આવ્યાં છે. આ પદોની ટીપમાં નોંધ્યું છે કે પાટવીકુંવરનું સન્માન કરવા માટેની કમિટી માટે તે રચવામાં આવ્યાં હતાં અને તે માટે કવિને રૂપિયા સો ઇનામમાં મળ્યા હતા. તે પછીનું વાક્ય છે : “નિચેની અંગ્રેજી કવિતા પણ કવિની જ છે.” સ્પષ્ટ છે કે આ ટીપ અને કવિનાં અંગ્રેજી કાવ્યો ૧૮૭૭ પછીનાં છે અને તે પછીની આવૃત્તિમાં સંપાદક દ્વારા ઉમેરાયાં છે. આ ત્રણ અને પછીના ‘જયશ્રી કૈસરે હિંદ વિક્ટોરિયા’ આ પદ નીચે ટીપમાં મૂકેલું એમ કુલ ચાર અંગ્રેજી કાવ્યો મૂળ ગુજરાતીનાં ભાષાંતરો નથી. ભાવ સમાન છતાં સ્વતંત્ર રચનાઓ છે. આ અંગ્રેજી રચનાઓ કવિએ તાજને મોકલી હશે? કે રાજઅતિથિઓ માટે મૂળ અંગ્રેજી રચના કરી તે પછી ગુજરાતી પદો રચ્યાં હશે? આ આનુપૂર્વી ભલે નક્કી ન થાય, એક વસવસો તો રહે જ છે કે કવિએ અન્ય વિષયનાં કાવ્યો પણ અંગ્રેજીમાં કેમ ન કર્યાં? તો કવિનો યશ ગુજરાતની બહાર અને સાગરપાર પણ પ્રસર્યો હોત ને? ‘નર્મકવિતા’ની પાદટીપો સમૃદ્ધ છે. તત્કાલીન ભાષાવૈભવ પ્રગટ કરવા સાથે અનુકાલીન ભાષાને પણ સમૃદ્ધ કરવામાં આ કવિતાનો કેટલો ફાળો છે તેનો અભ્યાસ કરવાની તક તેમાંથી મળે છે. કવિની શક્તિની મર્યાદાઓ અને વિશેષતાઓ આ કવિતા તો પ્રગટ કરે જ છે, આ ટીપો તેની પૂર્તિ કરી આપે છે. નર્મદ પોતે તો અનેક શોધનિબંધો ખમી શકે તેટલો માતબર છે, આ પાદટીપો પણ સ્વતંત્ર શોધપ્રબન્ધ માટેનો વિષય બની શકવાની ક્ષમતા ધરાવે છે. આ તો તેનું નમૂનારૂપ સર્વેક્ષણ જ થયું.


રાજકોટ : ૧૦-૯-૮૩
‘યાહોમ’! ફેબ્રુ. ૧૯૮૪ : નવયુગ આટ્‌ર્સ કૉલેજ, સુરતની અધ્યાપક-પરિવાર સંસ્થા ‘આવિષ્કાર’ દ્વારા પ્રકાશિત ‘નર્મદ સાર્ધ શતાબ્દી ગ્રંથ’.

પાદટીપ :

  1. દલપતરામે પ્રસંગોપાત્ત શબ્દાર્થ અને સંદર્ભ દર્શાવતી પાદટીપો તેમની કેટલીક રચનાની શિલાછાપ આવૃત્તિઓમાં પણ મૂકી છે. આ ટીપ ‘દલપતકાવ્ય’ મુદ્રિત થતાં કોઈક કોઈક સ્થળે બદલાયેલી પણ છે.
  2. રા. વિ. પા.એ નોંધ્યું છે કે ‘આનું લલિત નામ પાડ્યું નર્મદે’ (બૃહદ્‌ પિં., પૃ. ૪૫૦). ભાગવતનું ગોપિકાગીત આ જ ન્યાસના છંદમાં છે. સંસ્કૃત કવિઓને આ છંદનો ન્યાસ અપરિચિત નથી. ‘રણપિંગળ’માં આ ન્યાસનાં લલિત, ભાવિની, કનકમંજરી, ભામિની, ઇન્દિરા, શુદ્ધકામદા, વિબુધવંદિતા અને રાજહંસી એવાં આઠ નામ આપવામાં આવ્યાં છે. તેમાં રણછોડભાઈએ નર્મદનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે આપેલાં ‘લલિત’ સિવાયનાં નામો પારંપરિક છંદશાસ્ત્રને આધારે છે એ નિઃશંક છે. વ્રજ-ભાષાના ઉપર ઉલ્લેખેલ પિંગળ-ગ્રંથોમાં આ ન્યાસનો કોઈ છંદ નથી. છતાં ‘છંદરત્નાવળી’માં તે નર્મદને મળ્યો તેથી તે ન્યાસ અને નામ પણ પારંપરિક જ છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.