31,377
edits
(+1) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|[૧]}} | {{center|[૧]}} | ||
{{Block center|<poem>વિમોચન | {{Block center|'''<poem>વિમોચન | ||
પગથિયા પર સાંજનો તડકો પડેલો | પગથિયા પર સાંજનો તડકો પડેલો | ||
| Line 28: | Line 28: | ||
હું ચાલતો... ને વાયરે | હું ચાલતો... ને વાયરે | ||
ફરફર ફરકતાં વસ્ત્ર મારાં... | ફરફર ફરકતાં વસ્ત્ર મારાં... | ||
{{right|(‘વહી જતી..’ પૃ. ૨૮)}}</poem>}} | {{right|(‘વહી જતી..’ પૃ. ૨૮)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કલ્પનશ્રેણિઓના સંવિધાનની રીતિ અહીં અવલોકનપાત્ર છે. કવિચિત્તમાં જાગતા કોઈ અમૂર્ત વિચાર કે ભાવનું નહિ, અંતરની કોઈ એક સ્વચ્છ સુરેખ ઊર્મિનું પણ નહિ, ચેતનાની સ્થિતિગતિનું આ પ્રતીકાત્મક આલેખન છે. ત્રીશીની કાવ્યરીતિથી આ ભિન્ન રીતિ છે, આખો ઉપક્રમ અહીં જુદો છે. | કલ્પનશ્રેણિઓના સંવિધાનની રીતિ અહીં અવલોકનપાત્ર છે. કવિચિત્તમાં જાગતા કોઈ અમૂર્ત વિચાર કે ભાવનું નહિ, અંતરની કોઈ એક સ્વચ્છ સુરેખ ઊર્મિનું પણ નહિ, ચેતનાની સ્થિતિગતિનું આ પ્રતીકાત્મક આલેખન છે. ત્રીશીની કાવ્યરીતિથી આ ભિન્ન રીતિ છે, આખો ઉપક્રમ અહીં જુદો છે. | ||
| Line 37: | Line 37: | ||
{{center|[૨]}} | {{center|[૨]}} | ||
{{Block center|<poem>તડકો | {{Block center|'''<poem>તડકો | ||
પરોઢનાં ઝાકળમાં તડકો | પરોઢનાં ઝાકળમાં તડકો | ||
| Line 67: | Line 67: | ||
મારી કર કર કોરી ધાર પીગળતી જાય, | મારી કર કર કોરી ધાર પીગળતી જાય, | ||
પીગળે પીગળે પડછાયાના પ્હાડ! | પીગળે પીગળે પડછાયાના પ્હાડ! | ||
{{right|(‘વહી જતી...’, પૃ. ૭૪–૭૫)}}</poem>}} | {{right|(‘વહી જતી...’, પૃ. ૭૪–૭૫)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિતા એ ‘કાનની કળા’ છે (–બહારના કાનની ખરી પણ તેથી યે વધુ તો અંદરના કાનની) એ વસ્તુનું રહસ્ય ‘તડકો’ જેવી કૃતિમાં ઘણી ઉત્કટતાથી પમાય છે. લાભશંકરના કવિકર્મનો વિશેષ અહીં વિવિધ રૂપનાં કલ્પનોના લયસંવાદી સંયોજનમાં રહ્યો છે. કટાવની ગતિશીલતા અહીં સમર્થ રીતે ખપમાં લેવાઈ છે. આ પ્રકારની રચનાઓમાં કાવ્યવિષયને તારવવાની પ્રવૃત્તિ વંધ્ય જ બની રહેવાની. છતાંય જોખમનો સામનો કરીને કહી શકાય કે ચૈતન્યના વિગલનની ક્ષણે ઊઘડતા શિશુવિશ્વની આ રચના છે. કૃતિમાં સંયોજિત થતાં બધાં જ કલ્પનો ગતિશીલતાનો અનુભવ કરાવે છે. ક્રિયાઓનું સૂચન કરતાં વિભિન્ન પદોનો વિન્યાસ અહીં ખાસ ધ્યાનપાત્ર છે. એ જ રીતે કેટલાક શબ્દો કે શબ્દસમૂહોનાં લયને અનુરૂપ આવર્તનો પણ એટલાં જ ધ્યાનપાત્ર છે. ચેતનાના વિગલનની ક્ષણે સાક્ષીભૂત સંપ્રજ્ઞતા જે રીતે પોતાને રૂપાંતર પામતી નિહાળે છે, તેની આ કવિતા છે. | કવિતા એ ‘કાનની કળા’ છે (–બહારના કાનની ખરી પણ તેથી યે વધુ તો અંદરના કાનની) એ વસ્તુનું રહસ્ય ‘તડકો’ જેવી કૃતિમાં ઘણી ઉત્કટતાથી પમાય છે. લાભશંકરના કવિકર્મનો વિશેષ અહીં વિવિધ રૂપનાં કલ્પનોના લયસંવાદી સંયોજનમાં રહ્યો છે. કટાવની ગતિશીલતા અહીં સમર્થ રીતે ખપમાં લેવાઈ છે. આ પ્રકારની રચનાઓમાં કાવ્યવિષયને તારવવાની પ્રવૃત્તિ વંધ્ય જ બની રહેવાની. છતાંય જોખમનો સામનો કરીને કહી શકાય કે ચૈતન્યના વિગલનની ક્ષણે ઊઘડતા શિશુવિશ્વની આ રચના છે. કૃતિમાં સંયોજિત થતાં બધાં જ કલ્પનો ગતિશીલતાનો અનુભવ કરાવે છે. ક્રિયાઓનું સૂચન કરતાં વિભિન્ન પદોનો વિન્યાસ અહીં ખાસ ધ્યાનપાત્ર છે. એ જ રીતે કેટલાક શબ્દો કે શબ્દસમૂહોનાં લયને અનુરૂપ આવર્તનો પણ એટલાં જ ધ્યાનપાત્ર છે. ચેતનાના વિગલનની ક્ષણે સાક્ષીભૂત સંપ્રજ્ઞતા જે રીતે પોતાને રૂપાંતર પામતી નિહાળે છે, તેની આ કવિતા છે. | ||
| Line 76: | Line 76: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|[૩]}} | {{center|[૩]}} | ||
{{Block center|<poem>તમરાંનો | {{Block center|'''<poem>તમરાંનો | ||
સૂકા પાંદડા જેવો | સૂકા પાંદડા જેવો | ||
તૂટી ગયેલો અવાજ | તૂટી ગયેલો અવાજ | ||
| Line 101: | Line 101: | ||
રોમાંચ અનુભવતું હશે! | રોમાંચ અનુભવતું હશે! | ||
હવે ઝાઝી વાર નથી! | હવે ઝાઝી વાર નથી! | ||
{{right|(‘મારે નામને...’ પૃ. ૧૪–૧૫)}}</poem>}} | {{right|(‘મારે નામને...’ પૃ. ૧૪–૧૫)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પૃથ્વીના પટ પર વસતી માનવજાતિની નિયતિ અંગેનું એક સંકુલ સંવેદન અહીં રજૂ થયું છે. એક રીતે માનવઅસ્તિત્વની સાથે જડાયેલી વિષમતાનું, કહો કે એબ્સર્ડિટીની લાગણીનું આ કાવ્ય છે. રચના અછાંદસ રૂપની છે. આ કૃતિ નાનીમોટી ચાર કંડિકાઓની બની છે. દરેક કંડિકા માનવપરિસ્થિતિનું એક પાસું રજૂ કરે છે. કવિએ વિશાળ માનવજીવનને જાણે કે અહીં વ્યાપમાં લેવા ચાહ્યું છે. અંતની કડી અગાઉની ત્રણ કંડિકાઓને દૃઢપણે સાંકળી આપે છે. અહીં ‘બનાવ’ રૂપે એકદમ સ્પષ્ટ ઘટના જેવું અંતની કંડિકામાં જ દેખાશે. પણ આખીય માનવજાતિની ‘કથા’ અહીં સૂચવાઈ જાય છે. | પૃથ્વીના પટ પર વસતી માનવજાતિની નિયતિ અંગેનું એક સંકુલ સંવેદન અહીં રજૂ થયું છે. એક રીતે માનવઅસ્તિત્વની સાથે જડાયેલી વિષમતાનું, કહો કે એબ્સર્ડિટીની લાગણીનું આ કાવ્ય છે. રચના અછાંદસ રૂપની છે. આ કૃતિ નાનીમોટી ચાર કંડિકાઓની બની છે. દરેક કંડિકા માનવપરિસ્થિતિનું એક પાસું રજૂ કરે છે. કવિએ વિશાળ માનવજીવનને જાણે કે અહીં વ્યાપમાં લેવા ચાહ્યું છે. અંતની કડી અગાઉની ત્રણ કંડિકાઓને દૃઢપણે સાંકળી આપે છે. અહીં ‘બનાવ’ રૂપે એકદમ સ્પષ્ટ ઘટના જેવું અંતની કંડિકામાં જ દેખાશે. પણ આખીય માનવજાતિની ‘કથા’ અહીં સૂચવાઈ જાય છે. | ||
| Line 109: | Line 109: | ||
ચોથી કડી માનવજાતિના અંતરમાં ઊંડે ઊંડે સેવાઈ રહેલી કોઈક ઝંખના કોઈક સ્વપ્ન અને આશાને મૂર્ત કરવા આવી છે. આ ‘રાત્રિ’ – એટલે કે અજ્ઞાનરૂપ રાત્રિ – હવે પૂરી થવામાં જ છે! અંતની પંક્તિ છે : ‘હવે ઝાઝી વાર નથી!’ (અહીં પંક્તિને અંતે મૂકેલું આશ્ચર્યચિહ્ન વ્યંગભાવ જગાડે છે.) આનંદકિલ્લોલ કરતું, માનવજાતિની ઝંખનાનું, એ વિશ્વ કેવું હશે?—તો કે, ‘સહસ્ર આકાશોમાં ઊડતાં પંખીઓના કલરવથી/વાતાવરણ/રોમાંચ અનુભવતું હશે!’ પણ આ કવિ અસ્તિત્વની વિષમતાથી તીવ્રપણે અભિજ્ઞ બન્યા છે. આવી ઝંખનાની સૃષ્ટિ એ માનવજાતિનું કેવળ સ્વપ્ન હોઈ શકે. કદાચ, એ ક્ષણભંગુર રચના હોઈ શકે, કદાચ એ આભાસ માત્ર હોઈ શકે. એટલે જ કવિ કહે છે – કલરવ કરતાં એ ‘પંખીઓ’ જે ‘સહસ્ર આકાશોમાં વિહરતાં હશે તે ‘અત્રતત્ર ઊગી નીકળેલી/કંપતી/તૃણટોચો પર/ઝૂલતાં’ હશે! તો તો આ ‘સહસ્ર આકાશો’ની હસ્તી એ ક્ષણભંગુર નિર્માણ નહિ ઠરે? બીજી કડીમાં ‘આવતી કાલે ઊગનારા ઘાસ’નો સંદર્ભ છે. આ કડીમાં માત્ર ‘અત્રતત્ર’ થોડાંક ઊગી નીકળેલાં ‘તૃણો’ જ જોવા મળે છે! પરિસ્થિતિ કેવી તો ઠગારી પુરવાર થાય છે તેનું સૂચન અહીં મળી જાય છે. ચોથી કડીમાં રજૂ થતી કલ્પનસૃષ્ટિ અગાઉની અલગ અલગ લાગતી ત્રણેય કડીઓને માર્મિક રીતે સાંકળી આપવા સમર્થ બની છે. હવે બીજી એક કૃતિ જુઓ : | ચોથી કડી માનવજાતિના અંતરમાં ઊંડે ઊંડે સેવાઈ રહેલી કોઈક ઝંખના કોઈક સ્વપ્ન અને આશાને મૂર્ત કરવા આવી છે. આ ‘રાત્રિ’ – એટલે કે અજ્ઞાનરૂપ રાત્રિ – હવે પૂરી થવામાં જ છે! અંતની પંક્તિ છે : ‘હવે ઝાઝી વાર નથી!’ (અહીં પંક્તિને અંતે મૂકેલું આશ્ચર્યચિહ્ન વ્યંગભાવ જગાડે છે.) આનંદકિલ્લોલ કરતું, માનવજાતિની ઝંખનાનું, એ વિશ્વ કેવું હશે?—તો કે, ‘સહસ્ર આકાશોમાં ઊડતાં પંખીઓના કલરવથી/વાતાવરણ/રોમાંચ અનુભવતું હશે!’ પણ આ કવિ અસ્તિત્વની વિષમતાથી તીવ્રપણે અભિજ્ઞ બન્યા છે. આવી ઝંખનાની સૃષ્ટિ એ માનવજાતિનું કેવળ સ્વપ્ન હોઈ શકે. કદાચ, એ ક્ષણભંગુર રચના હોઈ શકે, કદાચ એ આભાસ માત્ર હોઈ શકે. એટલે જ કવિ કહે છે – કલરવ કરતાં એ ‘પંખીઓ’ જે ‘સહસ્ર આકાશોમાં વિહરતાં હશે તે ‘અત્રતત્ર ઊગી નીકળેલી/કંપતી/તૃણટોચો પર/ઝૂલતાં’ હશે! તો તો આ ‘સહસ્ર આકાશો’ની હસ્તી એ ક્ષણભંગુર નિર્માણ નહિ ઠરે? બીજી કડીમાં ‘આવતી કાલે ઊગનારા ઘાસ’નો સંદર્ભ છે. આ કડીમાં માત્ર ‘અત્રતત્ર’ થોડાંક ઊગી નીકળેલાં ‘તૃણો’ જ જોવા મળે છે! પરિસ્થિતિ કેવી તો ઠગારી પુરવાર થાય છે તેનું સૂચન અહીં મળી જાય છે. ચોથી કડીમાં રજૂ થતી કલ્પનસૃષ્ટિ અગાઉની અલગ અલગ લાગતી ત્રણેય કડીઓને માર્મિક રીતે સાંકળી આપવા સમર્થ બની છે. હવે બીજી એક કૃતિ જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શૈશવમાં | {{Block center|'''<poem>શૈશવમાં | ||
ઊંઘમાં | ઊંઘમાં | ||
તીવ્ર હેષાથી | તીવ્ર હેષાથી | ||
| Line 137: | Line 137: | ||
અને | અને | ||
પછીત ચણાતી હતી! | પછીત ચણાતી હતી! | ||
{{{right|(‘મારે નામને...’ પૃ. ૯–૧૦)}}</poem>}} | {{{right|(‘મારે નામને...’ પૃ. ૯–૧૦)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– અછાંદસ રીતિની આ રચના પાંચ કંડિકાની છે. વત્તેઓછે અંશે આ કૃતિ દુર્બોધ પણ લાગશે. એનું એક કારણ એ કે ‘સફેદ ઘોડા’ના પ્રતીકબોધની કંઈક મુશ્કેલી છે. એક પ્રતીક લેખે ઘોડાને અનેકવિધ અર્થો અને સાહચર્યો પ્રાપ્ત થયાં છે. એટલે આ કૃતિમાં એનો સદ્યબોધ થતો નથી. આ કૃતિના સમગ્ર સંદર્ભમાં પ્રસ્તુત બની રહે એ રીતે એનાથી વ્યંજિત થતા ભાવસંકુલનું ગ્રહણ કરવામાં બીજી વિગતો કદાચ એટલી દ્યોતક બની શકી નથી. (અથવા કવિને ઇષ્ટ અર્થ આ લખનાર પોતે કદાચ ગ્રહણ કરી શક્યા ન હોય!) | – અછાંદસ રીતિની આ રચના પાંચ કંડિકાની છે. વત્તેઓછે અંશે આ કૃતિ દુર્બોધ પણ લાગશે. એનું એક કારણ એ કે ‘સફેદ ઘોડા’ના પ્રતીકબોધની કંઈક મુશ્કેલી છે. એક પ્રતીક લેખે ઘોડાને અનેકવિધ અર્થો અને સાહચર્યો પ્રાપ્ત થયાં છે. એટલે આ કૃતિમાં એનો સદ્યબોધ થતો નથી. આ કૃતિના સમગ્ર સંદર્ભમાં પ્રસ્તુત બની રહે એ રીતે એનાથી વ્યંજિત થતા ભાવસંકુલનું ગ્રહણ કરવામાં બીજી વિગતો કદાચ એટલી દ્યોતક બની શકી નથી. (અથવા કવિને ઇષ્ટ અર્થ આ લખનાર પોતે કદાચ ગ્રહણ કરી શક્યા ન હોય!) | ||