વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/I: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 20: Line 20:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = H
|previous = H
|next = J
|next = L
}}
}}

Latest revision as of 02:08, 3 December 2025

I
Ideogram ભાવપ્રસ્તુતિ મૂર્તકવિતામાં ભાવપ્રસ્તુતિ એનું બળ સંકેત અને વસ્તુના વિનિમયમાંથી મેળવે છે. પરંતુ એમાં વસ્તુ પરનું નહિ પણ સંકેત પરનું ધ્યાન ભાવકને સંતર્પક અનુભૂતિ તરફ લઈ જાય છે.
Image culture દૃશ્ય સંસ્કૃતિ ટી.વી., મ્યૂઝિક વીડિયો, જાહેરાતો, કાર્ટૂનો, બીભત્સ સાહિત્ય અને પ્રસ્તુતિ કલાઓ જેવી સામૂહિક સંસ્કૃતિના છવાયેલા આજના આતંકને વર્ણવવા માટે વપરાયેલી સંજ્ઞા.
Impositionalism અધિરોપણ ઇતિહાસકાર કઈ રીતે ભૂતકાળને ઇતિહાસ તરીકે રચે છે એ બાબતે એક વર્ગ એવું સ્વીકારે છે કે ઇતિહાસકાર અને એની સામગ્રી વચ્ચે આંતરક્રિયા થાય છે અને તેથી ઇતિહાસકારે અર્થઘટિત કરીને વિચારોને, પ્રમાણોને ગોઠવી ભૂતકાળ માટેના તર્કને રજૂ કરવો પડે છે. આ પ્રક્રિયા અધિરોપણ તરીકે ઓળખાય છે. સાહિત્યના ઇતિહાસમાં તો આ પ્રક્રિયા અગ્રગામી રહે છે.
Incommensurability અસદૃશતા અલગ અલગ ભાતના ભાષકો અલગ અલગ વિશ્વમાં જીવે છે. તેથી બધી ભાષાઓ એકબીજાથી અસદૃશ હોય છે, એવી સપિર-હોર્ફની અભિધારણાને અનુઆધુનિકતાવાદીઓએ વિશિષ્ટ રીતે પ્રયોજી છે. સાહિત્યમાં અનુવાદની પ્રક્રિયાથી માંડી, સામાજિક રાજકીયક્ષેત્રે શોષણના મુદ્દા સુધી આ સંજ્ઞા મહત્ત્વની કામગીરી બજાવે છે.
Independent form of indirect discourse. જુઓ, FIS.
In-depth study સઘન અભ્યાસ સપાટી પરનો નહિ એવો સર્વ પાસાંને આવરી લેતો અભ્યાસ.
Individualism વ્યક્તિવાદ પ્રત્યેક વ્યક્તિ પોતાના હિતને સમજે એટલો સમાજ એના હિતને ન સમજી શકે. આથી સામાજિક રૂઢિઓ, રિવાજો, પરંપરાઓ, સામાજિક સંસ્થાઓ અને માન્યતાઓ વ્યક્તિ પર સંપૂર્ણ શાસન કરી શકે નહિ. વ્યક્તિવાદ એ વ્યક્તિગત સ્વતંત્રતા અને અધિકારને છીનવવાની સામાજિક પ્રક્રિયા સામેની પ્રતિક્રિયા છે.
Ink-horn term સાક્ષરસંજ્ઞા ઈલિઝાબેથના સમયમાં બીજી ભાષામાંથી ઘુસાડાતા લેટિન ગ્રીક ફ્રેન્ચ સ્પેનિશ વગેરે પાંડિત્યપૂર્ણ શબ્દો માટે વપરાતી સંજ્ઞા.
Inset story અંતઃસ્થાપિત વાર્તા કોઈ એક વાર્તામાં અન્ય વાર્તાને વાર્તાની ઘટક સામગ્રી રૂપે સમાવવામાં આવી હોય એવી વાર્તા.
Intentional theory વિવક્ષાસિદ્ધાંત સાહિત્યકૃતિની સૌંદર્યનિષ્ઠ સામગ્રીના વર્ણનમાં સર્જક કે ભાવકની અભિવૃત્તિ ભાવના કે આશયની કામગીરીને મુખ્ય ગણવામાં આવતી હોય એ સાહિત્યનો વિવક્ષા સિદ્ધાંત છે; આનાથી ઊલટો સાહિત્યનો વિસ્તૃતિ સિદ્ધાંત (extensional theory) સંયોજક ઘટકોને સમાવિષ્ટ કરનાર કૃતિત્વ પર ભાર મૂકે છે.
Interlingual translation આંતરભાષા અનુવાદ એક ભાષામાંથી બીજી ભાષામાં થતો અનુવાદ. જેમકે, ફ્રેન્ચમાંથી અંગ્રેજીમાં અથવા બંગાળીમાંથી ગુજરાતીમાં થતો અનુવાદ.
Intermedia આંતરમાધ્યમો એક જ પરિયોજનામાં ફિલ્મ, નૃત્ય ઇલેક્ટ્રોનિક વગેરે જુદી જુદી કલાઓ અને વિજ્ઞાનને સાંકળતાં કલારૂપો.
Internalization આંતરીકરણ યોઆન વિલિયમે આંતરીકરણને વાસ્તવવાદી કથાસાહિત્યના મહત્ત્વનાં લક્ષણોમાંનું એક લક્ષણ ગણ્યું છે. આંતરીકરણ બાહ્યકાર્યો અને આંતરનુભવ વચ્ચેના કોઈ સંગત સંબંધનું કે પાત્ર અને વસ્તુસંકલના વચ્ચેના સંબંધનું પુનરાયોજન છે. આંતરીકરણને સિદ્ધ કરવાનું જે ચૂકે છે તે નવલકથાકાર યાંત્રિક અને અપ્રતીતિકર વસ્તુસંકલના તરફ જાય છે.
Internal Source Deviation આંતરસ્રોત વિચલન આંતરસ્રોત વિચલનમાં લેખક પોતાની જ રચનામાં અનેક ફેરફાર કરતો કરતો રચનામાં વિચલન કરતો હોય છે. જેમ લેખક પોતાની રચનામાં વિચલન કરે છે એ જ રીતે લેખક રચના અંગેની સામગ્રી જ્યાંથી મેળવી હોય એ સ્રોતથી પણ રચનાને વિચલિત કરતો હોય છે, એ બાહ્ય સ્રોત વિચલન (External Source Deviation) છે.
Interpellation અભિવાદન ટેલિવિઝન, ચલચિત્ર, જાહેરાતો વ્યાવસાયિક વિજ્ઞાપનો – જેવાં સમૂહમાધ્યમોની પ્રસ્તુતિઓ મારફતે વ્યક્તિઓને વિચારધારા સ્વીકૃત કરાવવા અંગેની પ્રક્રિયા. કોઈ બૂમ પાડીને બોલાવે અને વ્યક્તિ પાછા ફરી એને ઓળખી અભિવાદન કરે એ ક્રિયાની સાથે આલ્થુઝરે આ પ્રક્રિયાને સરખાવી છે.
Interpretive fallacy અર્થઘટનાત્મક દોષ લેખકના આશયને આધારે નહિ પરંતુ કૃતિની સામગ્રીને આધારે સાહિત્યિક અર્થનો નિર્ણય થવો જોઈએ. ઘણીવાર લેખકની બિનસાહિત્યિક અભિવ્યક્તિઓના આધાર પર કૃતિના અર્થને નિર્ણિત કરવામાં આવે છે. આ પ્રકારની પ્રક્રિયા અર્થઘટનાત્મક દોષ તરફ લઈ જાય છે. વિમ્સેટ અને બ્રેડલીનું આ મંતવ્ય છે. ટૂંકમાં, લેખકનો આશય એ પણ સાહિત્યકૃતિના મૂલ્યાંકન માટે કે એના વિવેચન માટે માપદંડ અનુઆધુનિકતાવાદી ચિંતકોએ સત્તા બક્ષતાં બધાં જ ઉપાદાનો અંગે શંકા વ્યક્ત કરી છે. આ ચિંતકો માને છે કે અનુઆધુનિક જગતમાં તર્કસંગત લાગતી સત્તાઓમાં એક પ્રકારની કટોકટી પ્રવેશી છે. આપણી સામાજિક રાજકીય સમસ્યાઓને હલ કરવા માટે આજ સુધીના તર્કસંગત વૃત્તાંતો હવે ખપનાં રહ્યાં નથી.