ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ગોકુલદાસ દ્વારકાંદાસ રાયચુરા: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
 
Line 76: Line 76:
| દાલ ચીવડાને દાયરો  
| દાલ ચીવડાને દાયરો  
| ”{{gap|1.5em}}”
| ”{{gap|1.5em}}”
|}
|}
|}
<br>
<br>

Latest revision as of 17:26, 29 December 2025

ગોકુલદાસ દ્વારકાંદાસ રાયચુરા

એઓ લોહાણા જ્ઞાતિના અને વતની ચોરવાડના છે. એમનો જન્મ બાલાગામ (સોરઠ)માં સન ૧૮૯૦ માં થયો હતો. એમના પિતાનું નામ દ્વારકાંદાસ પીતાંબરભાઇ રાયચુરા અને માતાનું નામ મોતીબાઇ હતું. એમના પિતાશ્રી એક કુશળ વાર્તાકાર હતા અને માતુશ્રીનો કંઠ પણ સુમધુર હતો, (આજે સીત્તેર વર્ષની ઉંમરે પણ સુંદર ગીતો ગાઈ શકે છે) જે બંને ગુણો ભાઈશ્રી રાયચુરાને વારસામાં મળેલા માલુમ પડે છે. સાહિત્યવાચનનો શોખ મૂળથી અને મુંબાઇના વસવાટ દરમિયાન તેને ખૂબ પોષણ મળેલું. ધંધો શેરબજારનો ૫ણ આકર્ષણ સાહિત્યનું તેથી એમણે પ્રતિજ્ઞા કરેલી કે બત્રીસમે વર્ષે બધું કામકાજ છોડીને જનસેવામાં અને સાહિત્ય સેવામાં ઝંપલાવવું; અને બન્યું પણ એમ છે કે મુકરર તારીખને એક વર્ષ આગમચ એમણે સેવાજીવન ગ્રહણ કર્યું. સન ૧૯૨૪માં સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ ભાવનગરમાં મળી તે વખતથી ‘શારદા’ માસિક અસ્તિત્વમાં આવ્યું અને અત્યારે તે ગુજરાતી જનતાનું એક માનીતું માસિક થઈ પડ્યું છે. તે પૂર્વે સન ૧૯૧૫ માં ‘રાસમંદિર’ અને સન ૧૯૨૧માં “નવાંગીત” એ બે કાવ્ય પુસ્તકો એમનાં પ્રકટ થયાં હતાં. ત્યારપછી લોકવાર્તા સાહિત્ય અને નવલકથાનાં પુસ્તકો એમના તરફથી લગભગ દર વર્ષે પ્રસિદ્ધ થતાં રહ્યાં છે; અને તે સઘળાં આનંદદાયક અને સ્ફૂર્તિદાયક માલુમ પડશે. પોતે ગાંધીના અનુયાયી છે અને મહાત્માજીના સિદ્ધાંતોનો પ્રચાર જનતામાં વધારવાને ખૂબ શ્રમ લે છે. પરંતુ એમનું જાણીતું અને મહત્ત્વનું કાર્ય તે લોકસાહિત્યનો પુનરુદ્ધાર છે. વાર્તા માંડવાની એમની લઢણ આપણને પ્રાચીન શૈલીનું સ્મરણ કરાવે છે, તેમ એમને દુહા લલકારતા સાંભળવા એ પણુ એક લિજ્જત છે; તેમાં એમનો બુલંદ અને મીઠો સાદ ભળી જઇ કંઇ અનેરો રસ જમાવે છે. સોરઠ પ્રદેશનું ગૌરવ અને મહત્તાનું ભાન આપણને એમનું લેકવાર્તા સાહિત્ય વાંચતાં–સાંભળતાં થાય છે; અને એ વસ્તુને કોઇએ આગળ આણી હોય તો તેનું માન શ્રીયુત મેઘાણી સાથે રા. રાયચુરાને છે.

: : એમની કૃતિઓ : :

રાસ મંદિર (બે આવૃત્તિ) સન ૧૯૧૫
નવ નીત  ”  ૧૯૨૧
રાયચુરાની રસિલી વાર્તાઓ (બે આવૃત્તિ)  ”  ૧૯૨૫
કાઠિયાવાડની લોકવાર્તાઓ (,, ,, )  ”
સ્નેહપૂર્ણા ભા. ૧  ”  ૧૯૨૭
વ્યાસજીની વાર્તાઓ  ”  ૧૯૨૮
કાઠિયાવાડી દુહા  ”
રસિયાંના રાસ  ”
સોરઠી વીરાંગનાની વાર્તાઓ  ”
૧૦ દાલ ચીવડાની દસ વાર્તાઓ  ”  ૧૯૨૯
૧૧ પારેવાં  ”
૧૨ પ્રેમ લીલા, ભા. ૧  ”  ૧૯૩૧
૧૩ ગાંધીયુગની વાર્તાઓ  ”  ૧૯૩૨
૧૪ મહીપાલ દેવ  ”  ૧૯૩૨
૧૫ દાલ ચીવડાને દાયરો  ”