ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઇ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading|રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઇ}} {{Poem2Open}} એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. મૂળ વતની ડભોઈના પણ હાલમાં પાદરામાં વસે છે. એમનો જન્મ સન ૧૮૭૯ માં પંચમહાલમાં કાલોલ મુકામે થયો હતો. એમના પિ...") |
(+1) |
||
| Line 56: | Line 56: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous =રામચંદ્ર દામોદર શુક્લ | ||
|next = | |next = લક્ષ્મણરામ કાશીરામ રામી | ||
}} | }} | ||
Revision as of 03:19, 3 January 2026
એઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. મૂળ વતની ડભોઈના પણ હાલમાં પાદરામાં વસે છે. એમનો જન્મ સન ૧૮૭૯ માં પંચમહાલમાં કાલોલ મુકામે થયો હતો. એમના પિતાનું નામ કાશીપ્રસાદ મુગટરામ અને માતાનું નામ સૌ. મગનબા તે મહેતા કલ્યાણરાય હરિપ્રસાદની દિકરી હતું. એમનું લગ્ન સન ૧૮૯૬ માં પેટલાદમાં સૌ. અમીરબા તે દેસાઈ નાનાભાઈ મુળચંદની દિકરી સાથે થયું હતું. વસો, ભાદરણ અને કાલોલમાં તેઓ ગુજરાતી પાંચ ધોરણ શિખેલા અને માધ્યમિક શિક્ષણ પેટલાદ એ. વી. સ્કુલમાં તથા વડોદરા હાઇસ્કુલમાં લીધું હતું. પેટલાદમાં એમને જસભાઈ નાગર પ્રાઈઝ અને સ્ટોલરશીપ મળ્યાં હતાં. વડોદરા કૉલેજમાંથી તેઓ બી. એ. થયલા તેમજ વડોદરા રાજ્યની એસ. ટી. સી. ડી. ની પરીક્ષા પાસ કરેલી છે. હાલમાં તેઓ પાદરા હાઈસ્કુલમાં મેટ્રીક્યુલેશનનો વર્ગ લે છે. એમનો સંસ્કૃત તથા હિન્દીનો અભ્યાસ સારો છે, અને મરાઠીનો પરિચય સારી રીતે કેળવ્યો છે. પોતા વિષે લખતાં તેઓ જણાવે છે કે સાહિત્ય, ધર્મ અને તત્ત્વજ્ઞાન એમના પ્રિય વિષયો છે, અને પરમહંસ રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની છાપ એમના જીવનપર ઉંડી પડેલી છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | Life of Swami Vivekanand | સન ૧૯૧૦ |
| ૨ | Notes on Goldsmith’s Deserted Village | ” ૧૯૧૫ |
| ૩ | સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર | ” ૧૯૧૭ |
| ૪ | ધર્મનાં મૂળતત્ત્વો | ” ૧૯૧૮ |
| ૫ | વિવિધ ધર્મોનું રેખાદર્શન | ” ૧૯૧૯ |
| ૬ | હૃષીકેશચંદ્ર ભા. ૧ | ” ૧૯૨૨ |
| ૭ | ”ભા. ૨ | ” ૧૯૨૪ |
| ૮ | ”ભા. ૩ | ” ૧૯૨૫ |
| ૯ | હૃષિકેશચંદ્ર ભા. ૪ | ” ૧૯૨૭ |
| ૧૦ | જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ | ” ૧૯૩૦ |